ગાંધીનગર: રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ રાજકીય ડેવલપમેન્ટ સામે આવી રહ્યા છે. સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાનાર છે અને સચિવાલયમાં આ બેઠકના આયોજનને લઈને ચર્ચાઓ તેજ બની છે. સરકારના સૂત્રો અનુસાર, આવતીકાલે રજા હોવાને કારણે આ બેઠક આજે યોજાઈ રહી છે. બેઠક પછી કેટલાંક મંત્રીઓને પડતા મુકવાની શક્યતાઓ પર ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, આગામી 6 સપ્ટેમ્બર પહેલા નવા મંત્રીમંડળની જાહેરાત થવાની શક્યતા છે. આશરે પાંચથી છ મંત્રીઓને તેમની હાલની જવાબદારીઓમાંથી વિમુક્ત કરી શકાય છે અને એવી શક્યતા છે કે આ બેઠક તેમના માટે છેલ્લી કેબિનેટ બેઠક સાબિત થ શકે.
26 ઓગસ્ટના મહત્વના સમાચાર :ગુજરાત STના 40 હજાર કર્મચારીઓ માટે મોટો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો, એરિયર્સ પણ આપશે, હવે 55% મુજબ ચૂકવાશે ભથ્થું
Gujarat Live Updates : આજ 26 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 26 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ: પરિણીતાએ સાસરિયા સામે નોંધાવી ફરીયાદ
અમદાવાદમાં નારોલ વિસ્તારની પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. સાસરીયા સામે ધમકી આપવાનો અને માર મારવાનો આરોપ છે. જીવતી સળગાવી દેવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુક્યાનો આરોપ છે. સાસરીયાએ 5 વખત ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શરૂ કરી તપાસ
-
રાજકોટઃ જેતપુરમાં જૂના રાજકોટ રોડ પર ડિમોલિશન
રાજકોટઃ જેતપુરમાં જૂના રાજકોટ રોડ પર ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ફોરલેન રોડ મંજૂર થતા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ધારેશ્વર ચોકડીથી જૂના જકાતનાકા સુધીના દબાણો દૂર કરાયા હતા. માર્ગ અને મકાન વિભાગે 12 મકાનોનું કર્યું ડિમોલિશન કર્યુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા હતા
-
-
સુરત: બેફામ કાર ચાલકે બાઈકચાલકને ટક્કર મારી
રાજ્યમાં બેફામ કારચાલકોને જાણે કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં કારે લાલ દરવાજા પાસે બાઈકચાલકને ટક્કર મારી હતી. બાઈક સવારને અડફેટે લઈને 50 મીટર સુધી ઢસેડ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. સ્કોર્પિયો કાર ચાલક નશામાં ધૂત હોવાનું માલૂમ પડતા લોકોએ બરાબરનો મેથીપાક આપ્યો હતો. બીજી તરફ રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડેલા જોવા મળ્યા. આ જ ખાડાના કારણે બાઈકચાલકે પોતાનું વાહન ધીમું કરતા અકસ્માતનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું.
-
ગીર સોમનાથ: કલેક્ટરના હુકમનો ખુલ્લેઆમ ભંગ
ગીર સોમનાથ: કલેક્ટરના હુકમનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો. ઘાંટવડ જમજીર ધોધ નજીક પ્રવેશબંધી છતાં યુવતીઓએ રીલ બનાવી. અમદાવાદની પૂજા પ્રજાપતિ નામની ઈન્ફ્લુએન્સરે ધોધ નજીક રીલ બનાવી સીન સપાટા કરતી જોવા મળી. નિયમનો ભંગ કરનારી ત્રણ યુવતી સામે કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
અગાઉ આવી જ ઘટનામાં ગીર સોમનાથ પોલીસે એક ડૉક્ટર અને ગુજરાતી ફિલ્મ એક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ઘાંટવડ જમજીર ધોધ ઉપર જવા માટે કાયમી પ્રતિબંધ છે. પરંતુ, તેમ છતાં લોકો નિયમનો ખુલ્લેઆમ ભંગ કરે છે. બે મહિના અગાઉ પણ દીવના 6 લોકો ધોધ નજીક ફસાયા હતા. જેમને જીવના જોખમે હુસેન ચૌહાણ નામની વ્યક્તિએ બચાવ્યા હતા. પરંતુ, તેમ છતાં લોકો કોઈ બોધપાઠ નથી લઈ રહ્યા.
-
રાજકોટમાં ઈમરજન્સી વોર્ડની લિફ્ટ બંધ થતા દર્દીઓ રઝળી પડ્યા
લોકો સારવાર માટે હોસ્પિટલમાં જાય પરંતુ ત્યાં પણ તકલીફનો સામનો કરવો પડે તો લોકોને ક્યાં જવું. આવો જ એક કિસ્સો બન્યો છે રાજકોટમાં જ્યાં ઈમરજન્સી વોર્ડની લિફ્ટ બંધ થતા દર્દી રઝળી પડ્યા હતા. બંધ થયેલી લિફ્ટમાં દર્દીઓને ઉતારવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બે લિફ્ટ હોવા છતાં આવી સમસ્યા થતા લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છ.
-
-
જામનગરઃ રંગમતી ડેમ 100 ટકા ભરાયો
જામનગરઃ રંગમતી ડેમ 100 ટકા ભરાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ડેમ નજીકના 7 ગામોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા તંત્રની સૂચના છે.
-
સાબરમતીની પૂરે બાકરોલમાં સર્જી તારાજી
સાબરમતીના પાણી અમદાવાદ જિલ્લાના અનેક ગામો માટે મહા-મુસીબત બન્યા છે અને આ પાણી ખેડૂતોને રડાવી રહ્યા છે. સાબરમતીમાં આવેલા પૂરે આસપાસમાં તબાહી સર્જી છે. પૂરની તારાજીના આ દૃશ્યો બાકરોલના છે. જ્યાં નદીના પાણીએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. ખેડૂતોને રડાવી દીધા છે. સરખેજમાં બાકરોલના ખેતરોમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ખેતરોમાં જાણે કે તળાવ બની ગયા છે. ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. દૂધી, રીંગણા અને ચોળી જેવા શાકભાજીના પાક બળી જાય તેવી સ્થિતિ છે. નદીના પટમાં આવેલા ખેતરોની સ્થિતિ અત્યંત દયનિય બની છે.
-
BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટની રાહત
8 મહિના સુધી જેલમાં રહ્યા બાદ હવે BZ ગ્રપના ભુપેન્દ્રસિંહ ઝાલાના નિયમિત જામીનની અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. જો કે કોર્ટે રોકાણકારોને નિયમિત નાણા ચુકવવાની બાંહેધરી સહિતની શરતોએ ઝાલાની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. હાલમાં BZ ગ્રુપે ગ્રામ્ય કોર્ટમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે અને સમયાંતરે નાણા રોકાણકારોને ચુકવવાની બાંહેધરી પણ આપી છે.
-
અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર
રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે આપઘાત કેસમાં વિશેષ સરકારી વકીલની નિમણૂંક કરી છે. એડવોકેટ ચેતન શાહની નિમણૂંક થતા હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહની મુશ્કેલી વધી શકે છે. અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહ મુખ્ય આરોપીઓ છે.
-
અમરેલી: ગામોમાં ગૌચરની જમીન પર દબાણ દૂર કરાવવાની માગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ થી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં લગભગ બે હજાર થી વધુ પશુધન છે. પશુધનને ચરાવવા માટેની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓની ગૌચરની જમીન ખાલી કરાવવા ની માંગ કરી હતી.
-
સાબરમતીને અસર કરતાં 6 જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ભયજનક સ્થિતિ
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના ધોળકાના સરોડા ગામમાં સાબરમતીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધ્યું, જે બાદ હવે ગામમાં પૂરના પાણી ગમે તે ઘડીએ પ્રવેશે તેવી સ્થિતિ છે. ગામજનોને સાવધાન રહેવા સૂચના તો આપી દેવાઈ છે. સાથે જ સરોડા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે પણ કહેવાયું છે. સ્થિતિની ગંભીરતા જોતા, સરોડા ગામને જોડતા જૂના બ્રિજ પર વાહનો અને ગ્રામજનોની અવરજવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મુકીને બંધ કરી દેવાયું છે. જો કે, હાલ નદીના પાણીએ ખેતરો અને રસ્તાઓ પર જ કબજો જમાવી જ લીધો છે. ખેડૂતો તેમના મહામુલા પાકને પાણીમાં નાશ થતો લાચાર નજરે જોઈ રહ્યા છે.
-
રાજકોટમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકોને ઝડપી પાડવાની ઝુંબેશ
રાજકોટ SOG અને ક્રાઇમ બ્રાન્ચે વિઝા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે ભારતમાં રોકાયેલા વિદેશી નાગરિકોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જેમાં 5 વિદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા. જેમાં યુગાન્ડાની 4 યુવતીઓ અને સાઉથ સુદાનનાં એક યુવકને હાલ ડિટેઇન કરાયા છે. ઝડપાયેલી ચારેય યુવતીઓ બિઝનેસ વિઝા પર ભારતમાં આવી હતી જ્યારે યુવક એજ્યુકેશન વિઝા પર ભારતમાં આવ્યો હતો. તમામ લોકોનાં વિઝા એક વર્ષ અગાઉ જ પૂર્ણ થઇ ગયાનું સામે આવ્યું. આફ્રિકન નાગરિકો અનૈતિક પ્રવૃતિ કરતા હોવાનો રતનપરના ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો. ઝડપાયેલા પાંચેય લોકોને સ્વદેશ પરત મોકલાશે.
-
રાજકોટમાં ખાબોચિયામાં ભરાયેલુ પાણી ઉડવા બાબતે બબાલ
નવા ગામ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે બબાલ થઈ છે. કારણ છે ખાબોચિયામાં ભરાયેલા વરસાદી પાણી ઉડતા વાત વણસી હતી. સમગ્ર ઘટના એવી છે કે ખાબોચિયામાં ભરાયેલું વરસાદી પાણી પાડોશીએ ભૂલથી ઉડાડ્યું હતું. આ બાદ બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને હથિયારો સાથે ટોળું ઘસી આવ્યું હતું અને મારામારી કરી હતી. આ ઘટનામાં એક વ્યકિત ઘાયલ થયો છે.
-
સાબરમતી નદીના પૂરથી ખેડા જિલ્લામાં તારાજી
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. ખેડા તાલુકાના છેવાડાના ગામોમાં સાબરમતીના પૂરના પાણી ફરી વળ્યા છે. ખેડાના પથાપુરા ગામમાં વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યો છે અને પૂરના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સાબરમતીના પાણીમાં ડાંગરનો પાક ડૂબી જતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે. સમગ્ર ખેતરો સરોવર બન્યા હોય તેવી સ્થિતિ છે.
-
પોરબંદરના પેરેડાઈઝ સિનેમાની બાંધકામ પરવાનગીમાં કૌભાંડ
પોરબંદરના પેરેડાઇઝ સિનેમાના બાંધકામ પરવાનગી અને ફાયર સેફ્ટીમાં કૌભાંડ સામે આવ્યું છે. મનપામાં બોગસ ફાયર સેફ્ટી NOC રજૂ કર્યુ હોવાનું સામે આવ્યું છે. મનપાએ આ ફાયર સેફ્ટી NOC ખરાઈ માટે રાજકોટ ચીફ ફાયર ઓફિસરને મોકલતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. રાજકોટ ચીફ ઓફિસરે લેખિતમાં જવાબ આપ્યો કે આ સર્ટિ તેમણે નથી આપ્યો. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા આ સિનેમાનું બાંધકામ કરાવી રહ્યા છે. ત્યારે બોગસ સર્ટિ સામે આવ્યા બાદ પણ મનપા તંત્રએ પોલીસ ફરિયાદ કે તપાસ નહીં કરાવતા અનેક સવાલો ઉઠ્યા છે.
-
અમદાવાદ: વાસણા બેરેજના 27 દરવાજા ખોલી પાણી છોડાયું
અમદાવાદ: વાસણા બેરેજના 27 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે. વાસણા બેરેજમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. થોડા કલાકોમાં સાબરમતી નદીના પ્રચંડ પ્રવાહમાં ઘટાડાની શક્યતા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની ટીમ સતત નજર રાખી રહી છે. મામલતદાર સહિતના અધિકારીઓ એલર્ટ પર છે. નદીના પટના વિસ્તારમાં હજુ પણ ન જવા તંત્રએ અપીલ કરી છે. અમદાવાદના 19 વિસ્તારો સહિત 133 ગામોમાં એલર્ટ અપાયુ છે.
-
મુખ્યમંત્રી અબ્દુલ્લાએ વાદળ ફાટવાથી થયેલા વિનાશ પર વાત કરી
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વરસાદથી થયેલા વિનાશ વિશે કહ્યું કે જમ્મુ પ્રાંતના ઘણા ભાગોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે શ્રીનગરથી આગામી ઉપલબ્ધ ફ્લાઇટ દ્વારા જમ્મુ જઈશ. આ દરમિયાન, સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
-
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી
રાજકોટ: સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લિફ્ટો બંધ થવાને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી. લિફ્ટમાં ફસાયેલા દર્દીઓને સ્ટાફે ઉતાર્યા, જ્યારે કેટલાક દર્દીઓને પગે ચાલીને નીચે ઉતરવું પડ્યું. બન્ને લિફ્ટની ખરાબ હાલત સામે આવતાં હોસ્પિટલ તંત્રની બેદરકારી ફરી બહાર આવી છે.
-
ખેડા જિલ્લામાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લામાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ખેડા તાલુકાના છેવાડાના ગામોમાં સાબરમતીના પૂરના પાણી ફરી વળ્યા છે. ખેડાના પથાપુરા ગામમાં વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ડાંગરનો પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યો છે અને પૂરના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સાબરમતીના પાણીમાં ડાંગરનો પાક ડૂબી જતા ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે. સમગ્ર ખેતરો સરોવર બન્યા હોય તેવી સ્થિતિ છે.
-
ગાંધીનગરઃ સાંજે 5 વાગે યોજાશે કેબિનેટ બેઠક
-
સરકાર ફ્યુચરિસ્ટ ઈન્ડસ્ટ્રીઝ પર ફોક્સ વધારશેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ફ્યુચરિસ્ટ ઈન્ડસ્ટ્રીઝ પર ફોક્સ હશે. સેમિ કન્ડકટર મેન્યુફેકચરીગ ક્ષેત્રને વધુ આગળ લઈ જવું છે. રેર અર્થ મેગનેટની સમસ્યાથી સરકાર વાકેફ છે. તેને ધ્યાને રાખીને સરકાર વિવિધ પગલાંઓ લઈ રહી છે. 1200 સંશોધન અભિયાન હાથ ધરીને રેર અર્થ મેગનેટ શોધવામાં આવશે.
-
ભારત-જાપાનનો પાયો મજબૂત છેઃ મોદી
આગામી સપ્તાહે જાપાન જવાનો છુ તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારૂતિ સુઝીકી સાથે જે સફર શરૂ કરી હતી તે બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી છે. 20 વર્ષ પહેલા વાઈબ્રન્ટ ગુજરાતમાં જાપાન ભાગીદાર દેશ હતુ.
-
છેલ્લા દશકમાં અનેક ક્ષેત્રે રોકાણ-ઉત્પાદન વધ્યુઃ મોદી
ભારતમાં ઈન્ડ્સ્ટ્રીયલ કોરીડોર બનાવાઈ રહ્યા છે. લોજિસ્ટીક પાર્ક બનાવાઈ રહ્યાં છે. રિફોર્મ દ્વારા રોકાણકારોની સમસ્યા દૂર કરી જેથી રોકાણ કરવુ આસાન થાય આનું પરિણામ સામે છે. છેલ્લા દશકમાં ઈલેકટ્રોનિકમાં 500 ટકા રોકાણ વધ્યુ છે. મોબાઈલ 2024ની સરખામણીએ 2700 ટકાથી વઘ્યું. સંરક્ષણ ક્ષેત્રે પણ વૃદ્ધિ થવા પામી છે.
-
સરકારી યોજનામાં હાઈબ્રિડ એમ્બ્યુલન્સનો સમાવેશ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સિંગાપુર મુલાકાત સમયે મે કહંયુ હતું કે જૂની કારને હાઈબ્રિડ ઈવીમાં બદલી શકાય છે. મારૂતી સુઝીકીએ આ ચેલેન્જ સ્વીકારીને માત્ર છ મહિનામાં વર્કિગ સિસ્ટમ તૈયાર કરી. હાઈબ્રિડ એમ્બ્યુલન્સ ઈ એમ્બ્યુલન્સ યોજના મા ફિટ બેસે છે.
-
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ લઈને જતા સ્વંયસેવકો પર કાંકરીચાળો
વડોદરાના સંવેદનશીલ વિસ્તાર એવા પાણીગેટ વિસ્તારમાંથી શ્રીજીની મૂર્તિ લઈને જતા સ્વંયસેવકો પર તોફાની તત્વોએ કાંકરીચાળો કર્યો હતો. ઘટનાની જાણ થત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પાણીગેટ વિસ્તારમાં ખડકાઈ ગયો હતો.
પાણીગેટથી માંડવી જતાં રોડ પર બન્યો હતો બનાવ. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર માંજલપુરના નિર્માણ પાર્ક યુવક મંડળના શ્રીજીની મૂર્તિ લઈને સ્વયંસેવકો જઈ રહ્યા હતા તે વેળાએ કાંકરીચાળો થયો હતો. પોલીસ ત્વરિત એક્શનમાં આવી તપાસ શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની અંજામ આપનાર અસામાજિક તત્વોને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.
-
રોકાણકારોના નાણાં પરત ચૂકવવાની શરતે, BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર
BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે. શરતોને આધારે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં છે. 8 મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઇકોર્ટ આપી રાહત. રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાહેંધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે. પ્રથમ તબક્કે BZ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રૂપિયા 5 કરોડ કરાવ્યા છે જમા. સમયાંતરે રોકાણકારોનાં નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી અપાઈ છે બાહેંધરી.
-
બાળકી સાથે મસ્જિદના ગેટ પર અડપલા કરતા 75 વર્ષના વૃદ્ધને પોક્સો કોર્ટે ફટકારી સજા
ગીર સોમનાથની વેરાવળ પોકસો કોર્ટે બાળકીની છેડછાડના કેસમાં 75 વૃદ્ધને આકરી સજા ફટકારી છે. સરવરઅલી કાદરીને ફટકારી 3 વર્ષની સજા. નવેમ્બર ,2024માં નોંધાઇ હતી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. મસ્જિદના ગેટ પર 6 વર્ષ 9 માંની બાળકી ને ખોળામાં બેસાડી શરીર પર હાથ ફેરવ્યા હતા. બાળકીના પિતાએ વેરાવળ પોલીસ માં નોંધાવી હતી ફરિયાદ
-
અમદાવાદ એરપોર્ટથી મળ્યુ 1.93 કરોડનુ સોનુ, 52,400 સિગારેટ સ્ટીક પણ પકડાઈ
અમદાવાદના SVPI એરપોર્ટ પરથી સોનું અને સિગારેટની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટના 2 પાઉચ મળી આવ્યા હતા. સોનાની પેસ્ટનું શુદ્ધિકરણ કરતા 1.93 કરોડનું સોનુ હોવાનું સામે આવ્યું છે. સોનાની પેસ્ટ ટોયલેટમાં સંતાડી હતી. કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી સિગારેટનો જથ્થો મળી આવી છે. બેગમાં રાખવામાં આવેલી 52400 સિગારેટ સ્ટીક મળી આવતા કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી કરનાર મુસાફરની તપાસ શરૂ કરી છે.
-
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 2,32,132 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.51 મીટર પર પહોંચી છે. ડેમ ના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે. નર્મદા નદી માં 49,396 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. દર કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 4 સેમી નો વધારો થઈ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સપાટી માં માત્ર 4.17 મીટર બાકી છે. નર્મદા ડેમ 87 ટકા ભરાયેલો છે.
-
પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ કરાયું બંધ, હરણાવ નદીના પૂરમાં રસ્તો ધોવાઈ ગયો
સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો હરણાવ નદીના પૂરમાં ધોવાઈ ગયો છે. પોળો ફોરેસ્ટમાં જવાનો મુખ્ય રસ્તો ધોવાતા પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે. રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે. શાર્ણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર તરફનો રસ્તો બંધ છે. પોળોમાં બે સ્થળે રસ્તો ધોવાઈ જવા પામ્યા છે. પોળોમાં અનેક વીજળીના પોલ પણ પડી જવા પામ્યા છે. પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. હરણાવ નદીમાં પૂરને લઈ સલામતીને ધ્યાનમાં રાખી બંધ કરાયું.
-
ભાભરના અબાળા ગામે જૂથ અથડામણના કેસમાં બન્ને જૂથના 27 લોકો સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના ભાભરના અબાળા ગામે જૂથ અથડામણના કેસમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારના 27 લોકોની સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરપંચના પતિ અને સરપંચના બંને પુત્ર સહિત 16 લોકો વિરોધ નોંધાવી પૂર્વ સરપંચના પરિવારે ફરિયાદ કરાઈ છે. પૂર્વ સરપંચના પુત્ર સહિત 11 લોકો સામે નોંધાવી સરપંચના પરિવારે ફરિયાદ. 24 ઓગસ્ટના દિવસે અગાઉના મન દુઃખના વિવાદમાં સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો આવી ગયા હતા આમને સામને. જૂથ અથડામણમાં સાતથી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ભાભર પોલીસે બંને પક્ષને ફરિયાદ લઈ 27 લોકો સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
-
સાબરમતી પરના ધરોઈ ડેમના 3 દરવાજા 10 ફૂટ ખોલાયા
મહેસાણાના ધરોઈ ડેમના 3 દરવાજા 10 ફૂટ સુધી ખોલીને પાણી સાબરમતી નદીમાં નાખવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમની જળસપાટી 617.28 ફૂટે પહોંચી જવા પામી છે. ધરોઈ ડેમમાંથી હાલમાં 38,976 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 42,681 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં જળ સંગ્રહ શક્તિના 82.27% પાણીનો સંગ્રહ થયો છે. ધરોઈ ડેમમાંથી છોડાતુ પાણી ગાંધીનગરના સંત સરોવરમાં આવે છે અને સંત સરોવરમાંથી છોડાયેલ પાણી અમદાવાદની સાબરમતી નદીમાં ઈન્દિરા બ્રિજથી પ્રવેશ કરે છે.
-
PM મોદીએ, ગતરાત્રીએ રાજભવનમાં ગાંધીઆશ્રમ, ધોલેરા SIR પ્રોજેક્ટની સમીક્ષા કરી
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ સોમવારે નિકોલ ખાતેની જાહેરસભા સંબોધ્યા બાદ, ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ, રાજભવન ખાતે, સાબરમતી ગાંધી આશ્રમ અને ધોલેરા SIR પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ અધિકારીની સાથે બેઠક કરીને સમીક્ષા કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
-
ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 85 ટકા વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસ્યો વરસાદ
સોમવાર સવારના 6 વાગ્યાથી આજે મંગળવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, રાજ્યના 152 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 4 ઈંચ નોંધાયો છે. આ સાથે ગુજરાતમાં વર્તમાન ચોમાસાનો 85 ટકા વરસાદ નોંધાયો છે. 2025ના ચોમાસામાં માત્ર ચાર તાલુકામાં 126થી 250 મી.મી. વરસાદ નોંધાયો છે. 251 થી 500 મી.મી. સુધીનો વરસાદ 68 તાલુકામાં નોંધાયો છે. 501થી 1000 મી.મી. સુધીનો વરસાદ 138 તાલુકામાં વરસ્યો છે. જ્યારે 41 તાલુકામાં 1000 મી.મી.થી વઘુ વરસાદ નોંધાયો છે.
-
ગાંધીનગરમાં રાંધેજાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 37.50 લાખ પડાવ્યાં
ગાંધીનગરમાં રાંધેજાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ઠગોએ 37.50 લાખની માતબર રકમ પડાવી. પોલીસ અને CBIના નામે ગાંધીનગરના રાંધેજામાં રહેતા એક વયોવૃદ્ધને ડિજિટલ એરેસ્ટ દ્વારા ડરાવી ધમકાવી પડાવ્યા રૂપિયા. સાયબર ઠગોએ વૃદ્ધાને એમના એકાઉન્ટમાં કરોડોના વ્યવહાર કરાયા અંગે ખોટી જાણકારી આપી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા. 21 મે થી 26 મે દરમિયાન ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધે FD પણ તોડાવી. સમગ્ર ઘટના બાદ વૃદ્ધને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ “એન એસ સી” લેવાનું કહેતા સમગ્ર ઘટના અંગે ભાંડો ફૂટ્યો. સમગ્ર ઘટના બાદ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં વધુ એક સિનિયર સિટીઝન આવા સાયબર ઠગોનો ભોગ બન્યા છે. અગાઉ પણ એક મહિલા સીટીઝન ડોક્ટર આવી ઘટનાનો ભોગ બન્યા હતા.
-
આજે મારૂતી કારના બેટરી પ્લાન્ટ, ઈલેક્ટ્રીક કારનું લોકાર્પણ કરશે પીએમ મોદી
PM નરેન્દ્ર મોદી આજે હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટ ખાતે આવશે. મારૂતિ સુઝુકી પ્લાન્ટના કાર્યકમમાં PM મોદી હાજરી આપશે. સવારે 9.30 કલાકે આ કાર્યકમમાં પીએમ મોદી હાજરી આપશે. PM નરેન્દ્ર મોદી, બેટરી પ્લાન્ટ અને ઇલેક્ટ્રિકલ કાર પ્લાન્ટ લોકાપર્ણ કરશે.
-
ગાંધીનગરના સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં છોડાયું 96,234 ક્યુસેક પાણી, અમદાવાદના 19 વિસ્તારોને કરાયા એલર્ટ
હાલ સંત સરોવરમાંથી 96,234 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતીમાં છોડવામાં આવી રહ્યો છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીમાં ક્રમશઃ થઈ શકે છે વધારો. સુભાષ બ્રિજ ખાતેથી વાઈટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નદીકાંઠાના નીચાણવાળા 19 વિસ્તારોમાં અપાયું એલર્ટ. પાલડી, જુનાવાડજ, નવાવાડજ, ગ્યાસપુર એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તાર, જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજ વિસ્તાર, પીરાણા, પીપળજ, ગોપાલપૂર, શાહવાડી, કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા અને શાહપુર વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા અપાઈ સૂચના.
-
અમદાવાદના વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં 96 હજાર ક્યુસેક પાણી છોડાયું
અમદાવાદના વાસણા બેરેજમાંથી, સાબરમતી નદીમાં 96 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજાથી ફ્રી ફ્લો પાણી વહી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા, વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર વધતા નદીનું જળસ્તર પણ વધ્યું છે.
-
અમદાવાદના વિશાલા બ્રિજ પાસે સાબરમતી નદીના વહેણમાં ફસાયેલા 3નું કરાયું રેસ્ક્યુ
અમદાવાદના વિશાલા બ્રિજ પાસે સાબરમતી નદીના વહેણને કારણે ફસાયેલા 3નું રેસ્ક્યુ કરાયું. ઢોર બાંધવા ગયા અને પાણીનું સ્તર વધતા ફસાઈ ગયા હતા. પ્રહલાદનગર ફાયરની ટીમને કોલ મળતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્રણેય વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
Published On - Aug 26,2025 7:14 AM
ગીઝર ફાટતા પહેલા તમને દેખાશે આ 5 સંકેતો, જાણી લો
20 સેકન્ડમાં જ સીતાફળના બી થઈ જશે અલગ, ખાવાની આવશે મજા!
દૂધ સાથે ફક્ત આ 2 ફળો જ ખાવા માટે સલામત, અન્ય ફળો પેટમાં દુખાવો અને ઉલટીનું કારણ બની શકે
આવો છે રાજ અર્જુનનો પરિવાર
શિયાળામાં હૃદય માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક છે?
અમેરિકામાં 2 બેડરૂમવાળા એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે?