વડોદરા: પાદરા-જંબુસર હાઈવે પર ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. હાઇવે ફોર લેન કામગીરીમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો એકઠા થઈ રોડની કામગીરી અટકાવી. R એન્ડBના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ. ખેડૂતને નોટીસ અને વળતર ન આપી હોવાનો આરોપ છે.
ભરૂચ: અંકલેશ્વર GIDCમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. કેડિલા કંપની નજીક અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો. અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું છે. GIDC પોલીસે તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાન: શિયા અને સુન્ની જૂથ વચ્ચે 21 નવેમ્બરથી શરૂ થયેલી હિંસામાં 150 જેટલા લોકોનાં મોત થયા છે. ગઇકાલે ભડકેલી હિેસામાં પણ 21 લોકોનાં મોત થયા છે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં આ ઘટના બની હતી. શિયા સમુદાયનાં કાફલા પર સુન્ની સમુદાયના ટોળાએ હુમલો કર્યો હતો. હિંસા બાદ બંને જૂથનાં લોકોની બેઠક મળી. મૃતકોનાં મૃતદેહ લઇ જવા અને અંતિમવિધિ માટે યુદ્ધવિરામ જાહેર કરાયું.
અમદાવાદઃ વધતા ગુનાઓને કાબુમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર 15 દિવસે ટાસ્ક ફોર્સની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે. વધતી ગુનાખોરી અટકાવવા ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવાની સૂચના અપાઈ. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અનેક એપ બનાવવામાં આવી છે. શી ટીમને પણ સિનિયર સિટીઝનના રેગ્યુલર સંપર્કમાં રહેવા સૂચના અપાઈ.
સાબરકાંઠાઃ હિંમતનગરમાં હાથમતી કેનાલ પર પાલિકાએ ડિમોલિશન કર્યું. વર્ષોથી કેનાલ પર કરાયેલા દબાણ દૂર કરાશે. 69 જેટલા કાચા મકાનો દૂર કરવા પાલિકા તંત્ર પહોંચ્યું. પાલિકા તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યુ. નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરતા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. શહેરમાં કેનાલ ફ્રન્ટના વિકાસનો બીજો તબક્કો શરૂ કરવા દબાણ દૂર કરાયા. કેનાલ ફ્રન્ટના વિકાસ દ્વારા શહેરની સુંદરતામાં વધારો કરાશે.
ઉત્તર પ્રદેશઃ સંભલમાં હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. મસ્જિદના સરવે બાદ થયેલી હિંસા પછી તંગ સ્થિતિ યથાવત્ છે. એક ડિસેમ્બર સુધી બહારની વ્યક્તિના પ્રવેશ પર રોક છે. નેતાઓ અને સામાજિક સંગઠનના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો. સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ. ડ્રોન કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આખી રાત છાપેમારી કરી 21 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા: નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો થયો છે. કરજણ-ભરથાણા ટોલ પ્લાઝનાં દરમાં વધારો. કાર માટેનો દર રૂ.105થી વધીને રૂ.155 કરાયો. મીની બસ માટેનો દર રૂ. 180થી વધારી રૂ.270 કરાયો. બસ અને ટ્રક માટેનો ટોલ રૂ.360થી વધીને રૂ.540 કરાયો.
આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે. સરકાર વકફ બોર્ડ સહિત 16 મહત્વના બિલ રજૂ કરી શકે. હોબાળો થવાની શક્યતા. મહારાષ્ટ્રમાં મહાજીત બાદ મહાયુતિની સરકાર બનાવવા મંથન થઇ રહ્યુ છે. શિવસેનાના ધારાસભ્ય દળના નેતા તરીકે એકનાથ શિંદે ચૂંટાયા છે. ફડણવીસ, અજિત પવાર અને શિંદે દિલ્હી જશે. મહારાષ્ટ્રના થાણેમાં રેસિનો ફાર્મા કંપનીમાં વિકરાળ આગ લાગી. બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાની શક્યતા છે. આગની ઝટેપમાં આવેલી અન્ય ત્રણ કંપનીઓ પણ બળીને ખાખ થઇ. યુપીના સંભલમાં મસ્જિદમાં સરવે મુદ્દે થયેલ હિંસાને લઈ આજે ઈન્ટરનેટ સેવા બંધ. તો ધોરણ 12 સુધીની શાળા બંધ રાખવાને પણ આદેશ કરાયો છે. સાવરકુંડલાના ઝીંઝુડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. દેશી દારૂ સહિત દારૂ બનાવાના સાધનો જપ્ત. 5 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો. અમરેલીમાં તુવેરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ. SOGએ 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપ્યું. પોલીસે ખેતી કરનારની ધરપકડ કરી.