રાજકોટ જિલ્લાના જેટપુરમાં નકલી નોટો પધરાવી લોકોને છેતરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. આ ટોળકી 500 રૂપિયાની ફાટેલી કે ખરાબ નોટ બદલવાના બહાને લોકોને લાલચ આપીને રોકડ વસૂલી લેતી હતી. ત્યારબાદ તેઓ “મનોરંજન બેન્ક” લખેલી નકલી નોટો આપી દેતા હતા. એક વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયા લઈને ખોટી નોટો પધરાવ્યા બાદ મામલો બહાર આવતા પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. જણાવી દઈએ કે આ ત્રણેય આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હતા. પોલીસે હવે ચોથી વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે, જે હજુ ફરાર છે.
CSK vs SRH, IPL 2025 : સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું
આજે 25 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

CSK vs SRH
આજે 25 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
SRHએ CSKને હરાવ્યું
સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું, ચેપોકમાં CSKની હાર, હોમગ્રાઉન્ડ પર ચેન્નાઈ સુપર કિંગ્સની હાર, પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને CSK
-
SRH અડધી ટીમ પોવેલિયન ભેગી
સનરાઈઝર્સ હૈદરાબાદની અડધી ટીમ પોવેલિયન ભેગી, અનિકેત વર્મા 19 રન બનાવી થયો આઉટ
-
-
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 ને પાર
સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 100 ને પાર, અનિકેત વર્મા અને મેન્ડિસ ક્રિઝ પર
-
ઈશાન કિશન 44 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો, ઈશાન કિશન 44 રન બનાવી થયો આઉટ
-
હૈદરાબાદને ત્રીજો ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો, ક્લાસેન માત્ર 7 રન બનાવી થયો આઉટ, જાડેજાએ લીધી વિકેટ
-
-
હેડ 19 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, હેડ માત્ર 19 રન બનાવી થયો આઉટ
-
પહેલા જ બોલ પર ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા જ બોલ પર ઝટકો, અભિષેક શર્મા 0 પર આઉટ, ખલીલ અહેમદે લીધી વિકેટ
-
હૈદરાબાદને જીતવા 155 રનનો ટાર્ગેટ
ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા 155 રનનો આપ્યો ટાર્ગેટ, દિપક હુડાના રૂપમાં CSKની અંતિમ વિકેટ પડી, હુડા 22 રન બનાવી થયો આઉટ
-
CSK નો સ્કોર 150 ને પાર
CSK નો સ્કોર 150 ને પાર, દિપક હુડાની ફટકાબાજી, ફટકારી જરૂરી બાઉન્ડ્રી
-
ધોની માત્ર 6 રન બનાવી આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, એમએસ ધોની માત્ર 6 રન બનાવી થયો આઉટ
-
ચેન્નાઈ સુપર કિંગ્સને છઠ્ઠો ઝટકો
ચેન્નાઈ સુપર કિંગ્સને છઠ્ઠો ઝટકો, શિવમ દુબે માત્ર 12 રન બનાવી થયો આઉટ
-
બ્રેવિસ 42 બનાવી આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, ડેવોલ્ડ બ્રેવિસ 42 રન બનાવી થયો આઉટ,
-
બ્રેવિસની ફટકાબાજી
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 100ને પાર, ડેવોલ્ડ બ્રેવિસની ફટકાબાજી, બ્રેવિસે કમિન્દુ મેન્ડિસને ત્રણ જોરદાર સિક્સર ફટકારી
-
જાડેજા 21 બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ચોથો ઝટકો, રવીન્દ્ર જાડેજા 21 રન બનાવી થયો આઉટ, કમિન્દુ મેન્ડિસે લીધી વિકેટ
-
મ્હાત્રે 30 રન બનાવી આઉટ
સનરાઈઝર્સ હૈદરાબાદને ત્રીજો ઝટકો, આયુષ મ્હાત્રે 30 રન બનાવી થયો આઉટ
-
હૈદરાબાદને બીજો ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો, સેમ કરન માત્ર 9 રન બનાવી થયો આઉટ, હર્ષલ પટેલે,લીધી વિકેટ
-
પહેલા જ બોલ પર ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલા જ બોલ પર ઝટકો, શમીએ રશીદને કર્યો આઉટ
-
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઇલેવન
શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવીન્દ્ર જાડેજા, દેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), દીપક હુડા, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પથિરાના.
-
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.
-
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો છે. ટીમના કેપ્ટન પેટ કમિન્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે આ મેચમાં ચેન્નાઈની ટીમ પહેલા બેટિંગ કરવા આવશે.
-
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ચાર શંકાસ્પદના મળ્યાં પાક્કા સગડ, સર્ચ ઓપરેશન તેજ કરાયું
જમ્મુ-કાશ્મીરના કઠુઆના ચન્ની વિસ્તારમાં ચાર શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હોવાના અહેવાલ છે. ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દેવામાં આવ્યું છે. વિસ્તારના લોકોને તેમના ઘરની અંદર જવા માટે સૂચના આપવામાં આવી રહી છે.
-
પંજાબ સરકારે ભ્રષ્ટાચારને લઈને વિજિલન્સ ચીફને સસ્પેન્ડ કર્યાં
પંજાબ સરકારે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે. પંજાબની માન સરકારે, વિજિલન્સ ચીફ એસપીએસ પરમારને સસ્પેન્ડ કરી દીધા છે. વિજિલન્સ ચીફની સાથે એઆઈજી અને એસએસપી વિજિલન્સને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
-
અમદાવાદના ત્રણ દરવાજા ખાતે જાહેરમાં ફાયરિંગ કરનારો જુહાપુરાનો રહીશ ઝડપાયો
અમદાવાદના ત્રણ દરવાજા પાસે રોડ પર ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાયો છે. જુહાપુરાનો મોહમદ અસ્ફાક ઉર્ફે અરછી શેખની SOG ક્રાઈમે, દેશી પિસ્ટલ સાથે ધરપકડ કરી છે. આરોપી મોહમદ અસ્ફાક તેના મિત્રો સાથે ત્રણ દરવાજા ગયો હતો. રોડ પર કોઈ ના હોવાથી આરોપી અસ્ફાકએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આરોપી પોતાના શોખ માટે હવામાં ફાયરિંગ કર્યું. SOG ક્રાઈમ એ વધુ તપાસ શરૂ કરી છે.
-
લોંગટર્મ વિઝા ધરાવતા 438 પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવાયા
ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝા વાળા ગુજરાતમાં કુલ 15 પાકિસ્તાની નાગરિક છે. શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5 , ભરૂચ 8 અને વડોદરામાં 2 હતા. લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક હતા. સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા પાકિસ્તાની છે. આ તમામ પાસે 14 એપ્રિલ થી 28 જૂન સુધીના વિઝા હતા. ભારત સરકારે કરેલ નિર્ણય અનુસાર પાકિસ્તાનથી વિઝા ઉપર ભારત આવેલ તમામે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.
-
મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજે બાઈક રેલી યોજી પાકિસ્તાન મૂર્દાબાદના નારા લગાવ્યાં
મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજીને, પાકિસ્તાન મૂર્દાબાદના નારા લગાવ્યા હતા. મોરબી જૂના બસ સ્ટેન્ડ પાસે આતંકવાદના પૂતળાનું દહન કરાયું હતું. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટરો સાથે રેલી યોજવામાં આવી હતી. પાકિસ્તાન મુર્દા બાદ, આતંકવાદ નાબૂદ કરોના સૂત્રો લખેલ બેનરો સાથે રેલી યોજાઈ હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડથી શરૂ કરી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
-
આગામી 3 દિવસ બાદ ગરમી કાઢશે ભૂક્કા
આગામી 3 દિવસ બાદ ગરમી ભૂક્કા કાઢશે. ગરમીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ – પશ્ચિમના પવન ફૂંકાશે. આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડીગ્રી તાપમાંન વધી જશે.આગામી 7 દિવસમાં મહતમ તાપમાન 40 થી 44 ડીગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદનું મહતમ તાપમાન 41 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
-
પાકિસ્તાની નાગરિકો વતન જવા રવાના
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનના નાગરિકોને પરત જવા અલ્ટિમેટમ આપ્યુ છે. ભારતના અલ્ટીમેટમ બાદ પાકિસ્તાની નાગરિકો વતન જવા રવાના થયા છે. અટારી બોર્ડર પર લાગી વાહનોની લાંબી કતારો લાગી છે.
-
જેતપુરમાં ખોટી નોટોથી છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ
-
જમ્મુ-કાશ્મીર: ભારતીય સેના પ્રમુખ પહોંચ્યા શ્રીનગર
જમ્મુ-કાશ્મીર: ભારતીય સેના પ્રમુખ શ્રીનગર પહોંચ્યા છે. 15 કોર કમાન્ડર સાથે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની બેઠક મળશે. ઘટનાસ્થળ અને ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરશે. પહલગામ હુમલા બાદ સુરક્ષાદળો સતત એક્શનમાં છે. આતંકી હુમલાના આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન યથાવત છે.
-
દેવભૂમિ દ્વારકાઃ ગંગા-જમના ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત
દેવભૂમિ દ્વારકાઃ ગંગા-જમના ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત થયો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા. ટ્રકની નીચે આવી જતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.JCBની મદદથી મૃતદેહ બહાર કઢાયા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ટ્રક નીચે દબાયેલા મૃતદેહને બહાર કાઢ્યા.
-
મોરબીઃ રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરીને વિરોધ
પલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રદ અને આક્રોશ છવાયો છે. નિર્દોષ પ્રવાસીઓના મોતથી દરેક નાગરિક હતપ્રભ છે. ત્યારે મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ઝંડો દોરીને વિરોધ વ્યક્ત કરાયો છે. સનાળા રોડ પર જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
-
એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર
ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LoC) પર કેટલાક સ્થળોએ પાકિસ્તાની સેના દ્વારા નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આનો અસરકારક જવાબ આપ્યો. ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી.
-
ભાવનગર: જમ્મુ કાશ્મીર ગયેલો પરિવાર પરત ફર્યો
ભાવનગર: જમ્મુ કાશ્મીર ગયેલો પરિવાર પરત ફર્યો છે. 11 પ્રવાસીઓનું ગ્રુપ સુરક્ષિત પરત આવ્યું. પાછા ફરેલા લોકોનાં પરિજનોએ રાહતનો શ્વાસ લીધો. પરિવાર 16 એપ્રિલે મોરારીબાપુની કથામાં ભાગ લેવા શ્રીનગર ગયા હતા. કથાનાં ચોથા દિવસે અનેક પ્રવાસીઓ પહલગામ ફરવા ગયા હતા. ઘટના સમયે હાજર પ્રવાસીઓએ ઘટના વર્ણવી.
-
અમદાવાદઃ બોડકદેવ પોલીસનો હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડો
અમદાવાદઃ બોડકદેવ પોલીસનો હાઈ પ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો. સિંધુ ભવન પર અશ્વવિલા બંગલોમાં જુગાર રમાતો હતો. 11 જુગારી બંગલામાં જુગાર રમતા હતા. બંગલાના માલિક શૈફુ શાહ દ્વારા જુગાર રમાડાતો હતો. એક લાખ રોકડા, 6 વૈભવી કાર પણ જપ્ત કરાઈ. છેલ્લા બે મહિનાથી જુગારનો ધંધો ચાલતો હતો.
Published On - Apr 25,2025 7:37 AM
43 ઇંચના Smart Tv નું એક મહિનાનું વીજળી બિલ કેટલું આવે ?
ઘરમાં આવી ઘડિયાળ રાખવી શુભ રહેશે, ખુલશે ભાગ્યના દ્વાર
શેફાલી વર્માનો પરિવાર જુઓ
વાપરેલી ટી બેગને ફેંકો નહીં, આ 5 રીતે ઉપયોગ કરો અને લાઈફને સરળ બનાવો
કેમિકલથી પાકેલા અને ઓર્ગેનિક રીતે પાકેલા કેળા વચ્ચે શું છે તફાવત
ધુરંધર ફિલ્મના ડિરેક્ટરનો આવો છે પરિવાર