Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમદાવાદ-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવે, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં 6ના મોત, ડીવાઇડરને પગલે અકસ્માત થતા હોવાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2025 | 9:19 PM

આજ 24 ફેબ્રુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર :  અમદાવાદ-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવે, છેલ્લા 24 કલાકમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં 6ના મોત, ડીવાઇડરને પગલે અકસ્માત થતા હોવાનો આરોપ

આજે 24 ફેબ્રુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Feb 2025 09:19 PM (IST)

    વડોદરાના મોકસી ગામે ડ્રગ્સ ઝડપાવા મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ

    વડોદરાના મોકસી ગામે ડ્રગ્સ ઝડપાવા મુદ્દે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. SOGએ સાવલી તાલુકાના મોક્સી ગામે દરોડા પાડ્યા હતા. સીમમાં આવેલા ખેતરમાં શેડની આડમાં ફેક્ટરીમાંથી સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ સહિત કુલ 3 કરોડ 30 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જેમાં 3 કિલો 379 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ મટીરીયલ પણ ઝડપ્યું. જગદીશ મહિડા અને પ્રેમચંદકુમાર મહતોની ધરપકડ કરાઈ છે. જેમાંથી જગદીશ મહિડાની CID ક્રાઈમે 2014માં NDPSના ગુનામાં પણ ધરપકડ કરી હતી.

  • 24 Feb 2025 08:05 PM (IST)

    પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ: વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ

    • પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ કેસમાં મોટી કાર્યવાહી
    • અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ ત્રણ આરોપીઓની કરી ધરપકડ
    • ઝડપાયેલા ત્રણમાંથી 2 મહારાષ્ટ્રના, જ્યારે એક આરોપી સુરતનો વતની
    • સુરતના પરિત ધામેલીયાએ પાયલ હોસ્પિટલના CCTV કર્યા હતા હેક
    • આલિશાન બંગલામાં રહે છે આરોપી પરિત ધામેલીયા
    • ઓઇલ ફેક્ટરીનો માલિક છે સુરતને હેકર પરિત ધામેલીયા
    • પરિત ધામેલીયાએ CCTV હેક કરીને ટેલિગ્રામ ID પર કર્યું હતું વેચાણ
    • આલિશાન બંગલામાંથી જ ક્રાઇમ બ્રાંચે પરિત ધામેલીયાને ઝડપ્યો
  • 24 Feb 2025 08:04 PM (IST)

    રાજકોટઃ જનાના હોસ્પિટલ આવી વિવાદમાં

    • રાજકોટઃ જનાના હોસ્પિટલ આવી વિવાદમાં
    • નવી જનાના હોસ્પિટલમાં જીવાતનો ત્રાસ
    • હોસ્પિટલમાં જીવાતના ત્રાસનો વીડિયો સામે આવ્યો
    • જનાના હોસ્પિટલમાં દર્દીઓના બેડ નજીક જ જીવાત જોવા મળી
    • સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ થતો હોય તેવી સ્થિતિ
  • 24 Feb 2025 06:32 PM (IST)

    ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન

    • ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં પ્રદર્શન
    • ગુજરાત રાજ્યના VCE કર્મચારીઓનો ધરણાં પ્રદર્શન
    • રાજ્યના તમામ VCE થયા એકઠાં
    • સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ન થતા VCE આંદોલનના માર્ગે
    • છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવાની માગ
    • પગાર ધોરણ લાગુ કરવા કરી રહ્યા છે માગ
    • લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા સહિતની માગણીઓ
    • છેલ્લા 8 વર્ષથી VCE કરી રહ્યા છે માગ
    • પોલીસે તમામ VCEની કરી અટકાયત
  • 24 Feb 2025 06:31 PM (IST)

    સુરત: સેલિબ્રિટી ક્રિકેટ લીગના આયોજકો પર મંત્રી મુકેશ પટેલ ભડક્યા

    • સુરત: સેલિબ્રિટી ક્રિકેટ લીગના આયોજકો પર પ્રધાન મુકેશ પટેલ ભડક્યા
    • મેચમાં આમંત્રણ આપી સ્વાગત માટે કોઈ ઉભું ન રહેતા નારાજ થયા
    • મુકેશ પટેલને આવકારવા આયોજકો ઉપસ્થિત ન રહેતા ગુસ્સે થયા
    • ફોન પર જ વન પર્યાવરણપ્રધાન મુકેશે પટેલે આયોજકોનો ઉધડો લીધો
    • આયોજકોએ પ્રધાન મુકેશ પટેલને મનાવીને મામલો થાળે પાડ્યો

    લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલને આપવામાં આવ્યું હતું. મુકેશ પટેલ જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે આવકારવા માટે સ્ટેડિયમના ગેટ ઉપર કોઈ ઉભું ન હતું તેનાથી મુકેશ પટેલ નારાજ થઈ ગયા હતા. મુકેશ પટેલ ગુસ્સામાં સ્ટેડિયમની બહાર નીકળી ગયા હતા અને આયોજક સાથે ફોન પર વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, એક વ્યક્તિ સ્વાગત માટે ઊભું ન હોય કે આવકારવા માટે ઊભું ન હોય તે ચાલે નહીં

  • 24 Feb 2025 06:29 PM (IST)

    અમદાવાદઃ હથિયારો સાથે રિલ બનાવનારા સામે કાર્યવાહી

    સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રિલ પોસ્ટ કરીને રોફ જમાવવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે પોલીસની કાર્યવાહી..છરી, બંદૂક સાથે રિલ બનાવી સોશિયલ મીડિયા પર ધાક જમાવવાનો પ્રયાસ કરનારા સામે પોલીસે પગલા લીધા છે. અમદાવાદમાં 22 વ્યક્તિ હથિયાર સાથે ફોટો-વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાંથી 11 શખ્સ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર હથિયારો સાથે ફોટો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળો પર હથિયારો સાથે ફરતા વ્યક્તિઓ વિરુદ્ધ પણ પોલીસે ઝુંબેશ શરૂ કરી છે

  • 24 Feb 2025 06:28 PM (IST)

    આણંદ: વધુ એક નગર પાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો

    • આણંદ: વધુ એક નગર પાલિકામાં લહેરાયો ભાજપનો ભગવો
    • અમિત ચાવડાના ગઢ, આંકલાવ પાલિકામાં ભાજપની સત્તા
    • આંકલાવ પાલિકાના ચૂંટાયેલ 5 અપક્ષ સભ્યોએ ધારણ કર્યો ભગવો
    • ચૂંટાયેલ અપક્ષના સભ્યોએ ભાજપને આપ્યું સમર્થન
    • અપક્ષના સમર્થનથી ભાજપને 15 સભ્યો સાથે બહુમતી
  • 24 Feb 2025 05:53 PM (IST)

    જુનાગઢ: ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ઉમટ્યુ માનવ મહેરામણ

    દેવાધી દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિને હવે માત્ર 2 દિવસ જ વાર છે. ત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે શિવરાત્રિના મેળાના 3 દિવસે ભાવિ ભક્તો ભવનાથ મહાદેવના દર્શને ઉમટ્યા છે. ભવનાથ પંથક શિવમય માહોલમાં છે. લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે. શિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે. મહાશિવરાત્રિના મેળામાં સંતો દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાનનું અલગ જ મહત્વ છે. એવું મનાઈ છે કે શાહી સ્નાન સમયે અનેક અલૌકિક જીવ ભગવાન શિવ રૂપે જ ભવનાથમાં આવે છે. શિવ રૂપે સંતો દ્વારા મૃગી કુંડામાં શાહી સ્નાન કરવામાં આવે છે. મહાશિવરાત્રિના ત્રીજા દિવસે જ લોકોની મોટી સંખ્યામાં ભીડ ભવનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસમાં ભાવિ ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ખાસ મહાશિવરાત્રીના અવસરે ભાવિકોનું ઘોડાપૂર ભવનાથ પંથકમાં ઉમટી પડશે.

  • 24 Feb 2025 05:06 PM (IST)

    આણંદના ધર્મજ ગામે કમળાનો કેર

    આણંદ જિલ્લાના પેટલાદના ધર્મજ ગામમાં કમળાએ મચાવ્યો છે કાળો કહેર. ગામનું એવું કોઇ ઘર નથી જે આ કમળાથી બચી શક્યું હોય. સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે. બિમારી પાછળ અન્ય કોઇ નહીં પરંતુ ધર્મજની ગ્રામ પંચાયત જ જવાબદાર છે. કમળો પાણીજન્ય રોગ છે. એટલે દૂષિત પાણી પીવાથી આ રોગ થાય છે. છેલ્લા 48 કલાકથી ખુબ જ સ્થિતિ વણસી ગઇ છે. છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઈનમાં 23 લીકેજ મળ્યા છે. પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરાયા છે. જ્યારે અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ છે. એટલે સ્પષ્ટ છે કે પંચાયતે કોઇ ધ્યાન આપ્યું નહીં. ગામની પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી લોકોના ઘરે સુધી પહોંચી ગયું. લોકોએ પાણી પીધું અને તેઓ થઇ ગયા બીમાર.

  • 24 Feb 2025 05:04 PM (IST)

    ગાંધીનગર: ટેટ-ટાટના ઉમેદવારો મુદ્દે ચૈૈતર વસાવાના પ્રહાર

    • ગાંધીનગર: ટેટ-ટાટના ઉમેદવારોના આંદોલનનો મામલો
    • MLA ચૈતર વસાવાએ સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર
    • ટેટ-ટાટ ઉમેદવાર સાથે પોલીસે કરી બળજબરી: વસાવા
    • “પરીક્ષાનો સમય વિતવા છતાં નથી કરાઈ ભરતી પ્રક્રિયા”
    • “વયમર્યાદાના કારણે ઉમેદવારોનું નોકરીનું સપનું રોળાયું”
    • “ગત બજેટમાં પણ 24,700 શિક્ષકોની ભરતીનું જણાવ્યું હતું”
    • શિક્ષકોની માગ મુદ્દે સરકાર ગંભીર નથી: ચૈતર વસાવા
    • ઉનાળું વેકેશન પહેલા ભરતી પ્રકિયા પુર્ણ કરવા માગ કરી
  • 24 Feb 2025 05:03 PM (IST)

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ

    • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ
    • ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહનું આયોજન
    • PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર
    • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમારોહમાં હાજર
    • PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા કાર્યક્રમમાં
    • 19માં હપ્તા અન્વયે 2 હજાર 200 કરોડની ફાળવણી
    • કૃષિપ્રધાન રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના પ્રધાન બચુભાઈ ખાબડ હાજર
    • યોજના અંતર્ગત દેશના 11 કરોડ ખેડૂત પરિવારને મળે છે લાભ
    • યોજનાના 19માં હપ્તામાં દેશના 9.7 કરોડ ખેડૂતોને લાભ
    • રાજ્યના 51.41 લાખ ખેડૂતોને 1 હજાર 148 કરોડ સહાય મળશે
  • 24 Feb 2025 05:02 PM (IST)

    સુરતમાં રફ્તારનો કેર, કાર ચાલકે બે બાઈકને લીધી અડફેટે

    સુરતના લસકાણા ચાર રસ્તા પાસે પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલ્ટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં. જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીના સગા ભાઈ-બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે.

  • 24 Feb 2025 05:01 PM (IST)

    અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતનું એપી સેન્ટર બન્યો

    સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતનું એપી સેન્ટર બન્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ઘટનાઓ ઘટી છે. જેમા ગઈકાલે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. રસ્તાની ડિઝાઈન અને ડીવાઈન્ડરોના કારણે અકસ્માતો થતા હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ચોરણીયા નજીક અને આજુબાજુના હાઇવે પર આવેલા ગામડાઓના લોકોને અવર-જવર વધુ હોય છે આવા સમયે અકસ્માતની ભીતિ વધી જાય છે. હાઈવે નિર્માણ કામગીરી સામે ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા છે. યોગ્ય નકશા મુજબ કામ ન થયાનો ગ્રામજનોનો આરોપ. રસ્તા પર યોગ્ય રીતે ડિવાઈડર બનાવવા ગ્રામજનોની માગણી

  • 24 Feb 2025 05:00 PM (IST)

    રાજકોટ: આજી-2 નદીમાં જળકુંભીની સમસ્યા વકરી

    • રાજકોટ: આજી-2 નદીમાં જળકુંભીની સમસ્યા વકરી
    • જળકુંભીથી 5થી 6 કિમી વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ
    • સ્થાનિકો માટે જળકુંભી, મચ્છરોનો ત્રાસ માથાનો દુ:ખાવો
    • બેડી, વેલનાથપરામાં વિસ્તારના લોકો માટે વધી સમસ્યા
    • સાંજે 5 વાગ્યા બાદ ઘરમાંથી નીકળવું મુશ્કેલ: સ્થાનિક
    • “મચ્છરોના કારણે ઘરના દરવાજા ખુલ્લા નથી રાખી શકાતા”
    • જળકુંભી દુર કરવા મનપાની કામગીરી દેખાવ પુરતી: સ્થાનિક
  • 24 Feb 2025 04:59 PM (IST)

    આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર યથાવત

    • આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં કમળા રોગનો કહેર યથાવત
    • કમળા રોગના નવા કેસ નોંધાતા દર્દીઓની સંખ્યા 87 પર પહોંચી
    • હાલ 19 દર્દી જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • ગામમાં આરોગ્ય અને પાણી પુરવઠા વિભાગની 18 ટીમ દ્વારા સરવે
    • છેલ્લા એક અઠવાડિયામાં પાણીની લાઈનમાં 23 લીકેજ મળ્યા
    • પંચાયત દ્વારા 13 લીકેજ રીપેર કરાયા, અન્ય 10 લીકેજ રિપેરની કામગીરી ચાલુ
  • 24 Feb 2025 04:58 PM (IST)

    સુરતમાં સ્કૂલ વાન ચાલકની ઘોર બેેદરકારી, બાળકીને ઘસડી

    સુરતના ગોધ રોડ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્કૂલ વાન ચાલકની બેદરકારીને કારણે અકસ્માત થયો. સ્કૂલ વાન ચાલકે બાળકીને ઘસડી જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને લઈને તે સમયે સ્થળ ઉપર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સ્થળ પર દોડધામ થઈ ઉઠી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને ખસેડી હતી.

  • 24 Feb 2025 04:55 PM (IST)

    મહેસાણા: ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

    • મહેસાણા: ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો
    • ACBએ છટકું ગોઠવી નાયબ મામલતદારને ઝડપ્યો
    • નાયબ મામલતદાર ડી. કે. મહેતાએ લીધી લાંચ
    • સસ્તા અનાજની દુકાન ધારકો પાસેથી લીધી લાંચ
    • નાયબ મામલતદાર દુકાન ધારકો પાસેથી મહિનાના 5 હજાર લેતો લાંચ
    • સસ્તા અનાજના દુકાન ધારકો પાસેથી માંગ્યા 2 મહિનાના 10 હજાર રૂપિયા
    • દુકાન ધારકને હેરાન નહીં કરી નોટિસ નહીં આપવા માગી લાંચ
  • 24 Feb 2025 04:55 PM (IST)

    વડોદરાઃ મિલકતનાં વિવાદમાં નણંદ-ભાભી વચ્ચે મારામારી

    • વડોદરાઃ મિલકતનાં વિવાદમાં નણંદ-ભાભી વચ્ચે મારામારી
    • નવાયાર્ડ વિસ્તારની બરોડા રોઝીઝ નર્સરીની ઘટના
    • બરોડા રોઝીઝ નર્સરીની કરોડોની મિલકતનો વિવાદ
    • નણંદ, જેઠાણીએ મળી દેરાણીને માર માર્યાનો આરોપ
    • ઇજાગ્રસ્ત દેરાણી નિશી વર્માને હોસ્પિટલમાં દાખલ કરાઇ
    • પરિવારનો સંપત્તિ વિવાદ ફતેગંજ પોલીસ મથકે પહોંચ્યો
  • 24 Feb 2025 02:38 PM (IST)

    તેલંગાણા ટનલમાં ફસાયેલા 8 લોકો નથી આપી રહ્યા કોઈ પ્રત્યુતર, મંત્રીએ કહ્યું- બચવાની આશા ઓછી

    તેલંગાણાના મંત્રી જુપલ્લી કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલની અંદર ફસાયેલા 8 લોકોના બચવાની સંભાવના ઘણી ઓછી છે, કારણ કે ટનલ કાદવ અને કાટમાળથી ભરેલી છે. બચાવ ટીમ માટે બચાવ અને રાહતની કામગીરી વધુ મુશ્કેલ બની છે.

  • 24 Feb 2025 02:35 PM (IST)

    લલિત મોદીને ભારત લાવવો વધુ મુશ્કેલ, ભાગેડુએ વનુઆતુની નાગરિકતા મેળવી

    ભાગેડુ લલિત મોદીને ભારતમાં લાવવું હવે વધુ મુશ્કેલ બનશે કારણ કે ભાગેડુએ હવે પેસિફિક મહાસાગરના નાના દેશ વનુઆતુની નાગરિકતા મેળવી લીધી છે. તે હવે ભારતનો નાગરિક નથી અને તેના પ્રત્યાર્પણ માટે મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે વનુઆતુની ભારત અથવા અન્ય કોઈ દેશ સાથે પ્રત્યાર્પણ સંધિ નથી.

  • 24 Feb 2025 02:27 PM (IST)

    ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, જાહેર કર્યું યલો એલર્ટ

    હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. કાળઝાળ ગરમીમાં શેકાવા માટે  તૈયાર રહેવા હવામાન વિભાગનું કહેવું છે. આગામી પાંચ દિવસ, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટને પગલે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વથી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.

  • 24 Feb 2025 02:06 PM (IST)

    બનાસકાંઠાના લાખણીના મડાલ ગામેથી અફીણનુ વાવેતર ઝડપાયુ

    બનાસકાંઠાના લાખણીના મડાલ ગામેથી અફીણનુ વાવેતર ઝડપાયુ છે. બનાસકાંઠા SOG એ બાતમીના આધારે માદક પદાર્થ અફીણ ડોડાનું વાવેતર ઝડપી પાડ્યું છે. સગા બે ભાઈઓના ખેતરમાંથી અફીણ ડોડાનું વાવેતર ઝડપાયું છે. બાબુ ઠાકોરના ખેતરમાં રાયડા પાકની આડ માં 1.742 કિલ્લો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર SOG એ ઝડપ્યું છે. નથાજી ઠાકોરના ખેતરમાં એરંડા પાકની આડમાં 9.312 કિલો ગ્રામ અફીણ ડોડાનું વાવેતર પકડાયું છે. બંને ભાઈઓ વિરુદ્ધ થરાદ પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • 24 Feb 2025 02:03 PM (IST)

    રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો, પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાઈ FIR

    રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. રેલનગર વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઇ ગયો હોવાનો બનાવ બન્યો છે. ટ્યુશનમાં જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીરને વિધર્મીએ પ્રેમ પ્રકરણમાં ફસાવી અપહરણ કર્યું હતું. પડધરીના સાહિલ સંધાર નામનો વિધર્મી શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકે નોંધાઈ છે. ઘરેથી વિધર્મી સાથે ભાગેલી સગીરાએ માતાને મેસેજ કરી લખ્યું, હું સાહિલ સાથે છું અને ખુશ છું.

  • 24 Feb 2025 12:25 PM (IST)

    વિધાનસભા બહાર કોંગ્રેસ ધારાસભ્યોએ ખ્યાતિ હોસ્પિટલ સહીતના મુદ્દે નાટ્ય સ્વરૂપે દર્શાવ્યો વિરોધ

    ગુજરાત વિધાનસભા સત્રના આજે ચોથા દિવસે, કોંગ્રેસના ધારાસભ્યોએ PMJAY કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલ, રાજકોટ CCTV કાંડ, મહિલા સુરક્ષાના મુદ્દે નાટ્યસ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડોક્ટર ના પરિવેશમાં આવીને વિરોધ નોંધાવ્યો હતો.

  • 24 Feb 2025 12:02 PM (IST)

    ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના VCE કર્મચારીઓના ધરણાં, પોલીસે કરી અટકાયત

    સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના VCE ( વિલેજ કોમ્પ્યુટર સાહસિક-વિલેજ કોમ્પ્યુટર એંત્ર્યોપ્રિન્યોર) કર્મચારીઓના ધરણાં પ્રદર્શન યોજાયા છે. સરકારે આપેલી બાંહેધરી પૂર્ણ ના થતા VCE આંદોલનના માર્ગે ચાલ્યા છે. છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવા, પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરી રહ્યાં છે ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ. લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા, E-ગ્રામ પોલિસી બદલી કરવાની માંગણી કરાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી VCEનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરાઈ છે. ગુજરાતના મંત્રીઓ પણ માની રહ્યાં છે કે એક સમયે ગામમાં તલાટી ન હોય તો ચાલશે પણ ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ ન હોય તો કામ થાય નહીં. જો કે ગાંધીનગર પોલીસે ધરણા પર બેઠેલા તમામ વીસીઈ કર્મચારીઓની અટક કરી છે.

  • 24 Feb 2025 10:54 AM (IST)

    હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ

    હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો છે. આ સાથે જ દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે. કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે.

  • 24 Feb 2025 10:33 AM (IST)

    સેન્સેક્સ 700 તો નિફ્ટી 200 પોઈન્ટનો કડાકો

    આજે ભારે વેચવાલીને પગલે, ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો થયો હતો.

  • 24 Feb 2025 09:33 AM (IST)

    સુરતમાં કેનેડાના વિઝા અપાવવાના બહાને છેતરપિંડી

    સુરતના રાંદેર વિસ્તારમાં કેનેડાના વિઝા મેળવી આપવાના બહાને 5 લાખથી વધુની ઠગાઈ થઈ છે. ત્રણ લોકો સાથે 5.40 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. વિઝા નહીં આપીને રૂપિયા પાછા આપવા માટે હાથ અધ્ધર કર્યા હતા. ઠગ બાજ ઝૈદ મુલ્લા સઇદ મુલ્લા વિરુદ્ધ નોંધાઈ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 24 Feb 2025 08:29 AM (IST)

    પાકિસ્તાન સામે જીત બાદ ફટાકડા ફોડવાના મુદ્દે અમદાવાદના ખોખરામાં થયો પથ્થરમારો

    અમદાવાદના ખોખરા વિસ્તારમાં છબીલદાસની ચાલીમાં પથ્થરમારાનો બનાવ બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલ મેચમાં પાકિસ્તાન સામે ભારતની જીત બાદ ફટાકડા ફોડીને કરાઈ રહેલ ઉજવણી દરમિયાન પથ્થરમારો થયો હતો. ફટાકડા ફોડતા સમયે રસ્તામાંથી પસાર થઈ રહેલ વ્યક્તિ સાથે માથાકૂટ થવા પામી હતી. પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યાં છે.

  • 24 Feb 2025 07:57 AM (IST)

    જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામે આધેડ પર સિંહનો હુમલો

    જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે સીમમાં એક આધેડ વયની વ્યક્તિ ઉપર સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ આધેડને સારવાર અર્થે માંગરોળની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગે હુમલાખોર સિંહને પાંજરે પુરવા માટે પ્રયાસ આદર્યો છે.

  • 24 Feb 2025 07:37 AM (IST)

    સુરતના લસકાણા રોડ પર કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, 2ના મોત

    સુરતના લસકાણા મેન રોડ પર કાર ચાલકે ત્રણ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોના મોત થયા છે. જ્યારે  કાર ચાલક ઉપરાંત અન્ય એક  ઈજાગ્રસ્તને ગંભીર અવસ્થામાં સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજેશ ગજેરા અને મહેશ લાઠીયાનું મોત થયું છે. કાર ચાલક અર્જૂન વિરાણી હોવાનું અને તે ડાયમન્ડ ફેકટરીમા મેનેજર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક દ્વારા બ્રેકના બદલે એક્સીલેટર દબાઈ જતા અકસ્માતની ઘટના બની હતી. જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • 24 Feb 2025 07:31 AM (IST)

    પનામામાં ધકેલાયેલા ભારતીયો સ્વદેશ પરત ફર્યા

    અમેરિકા દ્વારા પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકો રવિવારે સાંજે લેટિન અમેરિકન દેશમાંથી ભારત પરત ફર્યા હતા. અધિકારીઓએ માહિતી આપી હતી કે, દેશનિકાલ કરાયેલા લોકો નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા છે. પનામાથી દેશનિકાલ બાદ પરત ફરી રહેલા ભારતીયોની આ પ્રથમ બેચ છે. એવું માનવામાં આવે છે કે આ 12 ભારતીયો એ 299 ઇમિગ્રન્ટ્સમાં સામેલ છે, જેમને અમેરિકાએ થોડા દિવસો પહેલા પનામા મોકલી દીધા હતા.

Published On - Feb 24,2025 7:31 AM

Follow Us:
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">