23 મેના મોટા સમાચાર: અમદાવાદમાં નોંધાઈ સૌથી વઘુ ગરમી, પારો પહોચ્યો 42 ડીગ્રીને પાર
આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

આજે 23 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
AAP સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરશે
આમ આદમી પાર્ટીએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન ન કરવા બદલ આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિથી નારાજ છે. અન્ય ઘણા વિરોધ પક્ષો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
-
અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું બનશે ભવ્ય મંદિર, મૂર્તિ વિશ્વ ઉમિયાધામ પધરાવશે
હવે અમેરિકામાં પણ મા ઉમિયાનું મંદિર ભવ્ય મંદિર બનશે. અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે. આ મંદિરમાં વિશ્વઉમિયાધામ મૂર્તિનું સ્થાપન કરશે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી યુએસએના ત્રણ રાજ્યોમાં મા ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે. જેમાં મિશિગનના ડેટ્રોઈટ , ઈન્ડિયાનાના ઈન્ડિયાના પોલીસ અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે.
-
-
સરકારી અધિકારીઓની મનમાની સામે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય રમેશ ટીલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને લખ્યો પત્ર
રાજકોટમાં સરકારી અધિકારીઓની મનમાનીને લઈ ધારાસભ્ય રમેશ ટિલાળાએ પત્ર લખ્યો છે. રમેશ ટિલાળાએ કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાને પત્ર લખી જાતિ અને આવકના દાખલા બહુમાળી ભવનમાં જ નીકળતા હોવાની રજૂઆત કરી છે. રમેશ ટિલાળાએ પત્રમાં લખ્યું છે કે બહુમાળી ભવનમાં જ દાખલ નીકળતા હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક જ જગ્યાથી પ્રમાણપત્ર નીકળતા હોવાથી સવારથી સાંજ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડે છે. એટલું જ નહીં લોકોને પ્રમાણપત્ર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. એટલું જ નહીં મામલતદારને સત્તા હોવા છતાં મામલતદાર કચેરીમાંથી દાખલા કાઢી આપવામાં આવતા નથી.
-
બ્રિજભૂષણ સિંહનું મોટું નિવેદન, વિનેશ ફોગટને કહ્યું મંથરા
બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગટને મંથરા કહેવામાં આવતી હતી. તેણે કહ્યું કે રામના વનવાસમાં મંથરા અને કૈકેયીની ભૂમિકા હતી, વિનેશ ફોગાટ આ વખતે મંથરા તરીકે આવી છે. જો રાજ્યાભિષેક થયો હોત તો ભગવાન રામ પરમપુરુષ ભગવાન બની શક્યા ન હોત.
-
Gandhinagar: રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે થયા 5000 કરોડના MOU
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને અનુસરી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટ ક્ષેત્રે ગુજરાતને સેલ્ફ રિલાયન્ટ બનવા માટે મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે દિપક કેમટેક લિમિટેડ-DCTL સાથે રૂ. 5 હજાર કરોડના મૂડીરોકાણ માટેના MoU થયા. આ તકે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
-
-
Ahmedabad: સેટેલાઈટમાં ડૉક્ટરને દર્દીએ લગાવ્યો ચુનો, સોનાના બિસ્કીટ પર હોલમાર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કીટ લઈ સોની દંપતી થયુ ફરાર
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ડૉક્ટરને દર્દીના પરિવારે લાખોનો ચુનો લગાવ્યો છે. ડૉક્ટરને તેની પાસે રહેલા એક કિલોના 10 સોનાના બિસ્કિટ પર હોલ માર્ક લગાવવાના બહાને સોની દર્દીએ ચુનો લગાવ્યો છે અને 10 સોનાના બિસ્કીટ લઈ ફરાર થઈ ગયુ છે.
દર્દીએ ડૉક્ટરને લગાવ્યો ચુનો
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર નહેરુનગરમાં ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડૉક્ટર બંસીલાલ સાબુએ ફરિયાદ નોંધાવી છે કે તેમના એક દર્દી શાંતિલાલ સોનીના પુત્ર ભરત સોની, કીર્તિ સોની અને પુત્રવધુ મનીષા સોનીએ સોનાના બિસ્કિટ પર હોલમાર્ક કરવાના બહાને રૂપિયા 59.50 લાખની છેતરપિંડી કરી.
ડૉક્ટર પરિવારને આરોપીઓએ 59 હજાર 500માં એક તોલાના ભાવે સોનુ વેચ્યું હતું. જેથી ડૉક્ટરે એક કિલો સોનું આરોપીઓ પાસેથી ખરીદ્યુ પરંતુ સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક નહીં હોવાથી આરોપીઓ હોલમાર્ક કરી આપવાનું કહીને સોનાના બિસ્કિટ પરત લઈ ગયા હતા અને ફરાર થઈ જતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
-
રાહુલે ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કર્યો, નવા પાસપોર્ટ માટે કોર્ટમાં પહોંચ્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ પોતાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કરી દીધો છે. હવે નવા સામાન્ય પાસપોર્ટ ઈસ્યુ કરાવવા માટે એનઓસીની માંગણી કરીને તેમણે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી છે.
-
અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ કર્યો હોબાળો, સ્થાનિકો ટેન્કર મગાવવા બન્યા મજબૂર
ઉનાળો (Summer 2023) આકરો બનવાની સાથે દિવસે દિવસે પાણીના પ્રશ્નો પણ આકરા બનતા જઇ રહ્યા છે. અમદાવાદના (Ahmedabad) વિવિધ વિસ્તારમાં પાણીની બુમરાળ થઇ રહી છે. હાટકેશ્વર ભાઈપુરા વોર્ડનાં પણ દૂષિત પાણીની સમસ્યા છે. CTMના હનુમાન નગરમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની (contaminated water) સમસ્યા છે અને આખરે દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. મહિલાઓ વિરોધ સાથે ભાઇપુરા સબઝોનલ કચેરીએ સ્થાનિકો પહોંચ્યા હતા. ભરઉનાળે પાણીની સમસ્યાથી મહિલાઓ પરેશાન છે. તેમનો આરોપ છે કે, સતત થઈ રહેલા ખોદકામને કારણે દૂષિત પાણી આવે છે. દૂષિત પાણીથી પરેશાન સ્થાનિકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે.
-
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, 9 લાખ 38 હજાર કર્મચારીઓને થશે લાભ
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થા માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જૂલાઈ 2022થી અમલી ગણાશે. જેનાથી રાજ્યના 9 લાખ 38 હજાર કર્મચારીઓ અને પેન્શરન્સને લાભ થશે.
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો સાતમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓને મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓના અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તા-01 જૂલાઈ -2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તા.-01-01-2023ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે.
-
Gujarat News Live : જેકલીન ફર્નાન્ડિસને અબુ ધાબી અને મિલાન જવાની મંજૂરી આપતી કોર્ટ
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને વિદેશ જવાની મંજૂરી આપી છે. કોર્ટે જેકલીનને 25 મેથી 12 જૂન સુધી વિદેશ જવાની મંજૂરી આપી છે. જેકલીને 25 મેથી 27 મે દરમિયાન આઈફા માટે અબુ ધાબી અને 28 મેથી 12 જૂન સુધી ફિલ્મના શૂટિંગ માટે મિલાન જવાની પરવાનગી માંગી હતી.
-
Gujarat News Live : NIAએ ખાલિસ્તાની આતંકવાદી કાશ્મીર સિંહ પર 10 લાખનું ઈનામ જાહેર કર્યું
કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ કાશ્મીર સિંહ ગલવદ્દી ઉર્ફે બલબીર સિંહ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. કાશ્મીર સિંહ નાભા પર જેલ તોડવાનો પણ આરોપ છે. કાશ્મીર સિંહ ખાલિસ્તાની આતંકવાદી છે, જેને NIA છેલ્લા ઘણા સમયથી શોધી રહી છે. ટેરર-ગેંગસ્ટર નેટવર્કને લઈને NIA દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં કાશ્મીર સિંહ પર ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
-
Gujarat News Live : PM મોદીએ કહ્યું – ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો, ભારતના બ્રાન્ડ અને કલ્ચરલ એમ્બેસેડર
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં, ભારતીય સમુદાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. ભારત પ્રત્યે વિશ્વની જોવાની દ્રષ્ટિ બદલાઈ હોવાનો ઉલ્લેખ કરતા મોદીએ ઓસ્ટ્રેલિયમાં વસતા ભારતીયોને, ભારતના બ્રાન્ડ અને કલ્ચરલ એમ્બેસેડર ગણાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને અપીલ કરતા કહ્યું કે, તમે જ્યારે પણ ભારત આવો ત્યારે તમારી સાથે તમારા ઓસ્ટ્રેલિયાના મિત્ર-પરિવારને સાથે લાવજો.
-
UPSC 2022 સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ જાહેર
ઇશિતા કિશોર, ગરિમા લોહિયા અને ઉમા હારાથી એન અનુક્રમે ટોચના ત્રણ રેન્ક મેળવ્યા
UPSC declares 2022 Civil Services Exam results.
Ishita Kishore, Garima Lohia and Uma Harathi N secure the top three ranks, respectively pic.twitter.com/ulJZnG7JBi
— ANI (@ANI) May 23, 2023
-
Gujarat News Live : મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીની તબિયત બગડી, હિન્દુજા હોસ્પિટલમાં દાખલ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીની તબિયત લથડી છે. તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉદ્ધભ અને રશ્મિ ઠાકરે જોશીને મળવા હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા છે. માનવામાં આવે છે કે સીએમ એકનાથ શિંદે પણ હિન્દુજાની તબિયત પૂછવા જઈ શકે છે.
-
Gujarat News Live: પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ફટાકડા વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં 17ના મોત, પોલીસે જપ્ત કર્યા 77000 કિલો ફટાકડા
પશ્ચિમ બંગાળમાં છેલ્લા 10 દિવસમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટોમાં કુલ 17 લોકોના મોત થયા છે. જ્યારે પોલીસે ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી વિરુદ્ધ અભિયાન ચલાવીને 77 હજાર કિલોથી વધુ ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.
-
વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત તમામ કેસની સુનાવણી એકસાથે થશે
જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેસ સાથે જોડાયેલા તમામ કેસને ક્લબ કરવાનો આદેશ આપ્યો છે. હવે તમામ 8 કેસની સુનાવણી સામૂહિક રીતે થશે. હવે જ્ઞાનવાપી સંબંધિત તમામ કેસની સુનાવણી એક જ કોર્ટમાં થશે.
-
પીએમ મોદી ડિગ્રી વિવાદ કેસમાં મેટ્રો પોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સમન્સ ઈશ્યુ કર્યા
પીએમ મોદી(PM Modi) ડિગ્રી વિવાદ કેસમાં અમદાવાદ( Ahmedabad) મેટ્રો પોલિટન કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને સમન્સ ઈશ્યુ કર્યા છે. કેજરીવાલ અને સંજયસિંહને 7 જૂને કોર્ટમાં હાજર રહેવા મેટ્રો પોલિટન કોર્ટે આદેશ આપ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ કરી છે. જેમાં મેટ્રો પોલિટન કોર્ટે ગત સુનાવણીમાં સીઆરપીસી 204 મુજબ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરાયું હતું.
-
Gujarat News Live: મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ફરી 14 દિવસ માટે લંબાવવામાં આવી
એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ફરી 14 દિવસ માટે વધારી દીધી છે. કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.
-
ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ
ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે, બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે.
-
Gujarat News Live: નોબેલ પુરસ્કાર વિજેતા પીએમ મોદીને મળ્યા
નોબેલ પુરસ્કાર વિજેતા બ્રાયન પોલ શ્મિટે સિડનીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બ્રાયને કહ્યું કે પીએમ મોદી ચોક્કસપણે મારા જીવનકાળમાં ભારતના સૌથી વધુ દેખાતા નેતાઓમાંના એક છે.
-
Rajkot : RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેનારા વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થશે, 400 એડમિશન કરાયા રદ
રાજકોટમાં (Rajkot) RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેશો તો પસ્તાશો. શિક્ષણ વિભાગે (Education Department) બોગસ દસ્તાવેજો રજૂ કરીને એડમિશન લેનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ શિક્ષણ વિભાગે આવા 400થી વધુ એડમિશન રદ કર્યા હતા. જેમાં વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા ગેરરીતિ આચર્યાનું સામે આવ્યું હતુ.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગેરરીતિ કરીને વાલીઓએ RTE હેઠળ તેમના બાળકોના એડમીશન લેવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં અહેવાલ આવ્યા બાદ રાજ્યસરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં RTE હેઠળના એડમિશન રી ચેક કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોના RTE હેઠળ એડમીશન લઈ લીધા હોવાનું સામે આવ્યું છે અને આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
Aravalli: ચમકતા તેલના ડબાથી અંજાઈ ના જતા! મોડાસામાં જૂના ડબાને ચમકાવીને ‘તેલ નો ખેલ’ કરાતો હોવાનો પર્દાફાશ
અરવલ્લી જિલ્લામાં તેલના જૂના ડબ્બાનો ઉપયોગ કરીને બજારમાં પ્રચલિત બ્રાન્ડના તેલના નામે અન્ય તેલ વેચવાના કારોબારનો પર્દાફાશ થયો છે. મોડાસા SOG ને મળેલી બાતમીને આધારે GIDC માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ફેક્ટરીમાં આ પ્રકારે તેલના જૂના ડબ્બાને નવા અને જાણિતી બ્રાન્ડના નામે તૈયાર કરીને વેચાણ કરતુ હોવાનુ ખૂલ્યુ હતુ. પોલીસે કોપી રાઈટ સંદર્ભે કેસ નોંધીને આરોપીઓ સામે તપાસ શરુ કરી છે.
-
Gujarat News Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે રવિવારે સવારે 7 વાગ્યે કરશે સંસદ ભવનનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે રવિવારે સવારે 7 વાગ્યાથી હવન પૂજન સાથે નવનિર્મિત સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. હવન પૂજનની શરૂઆત સવારથી જ વૈદિક વિધિ વિધાન મંત્રોના જાપ સાથે થશે.
-
Ray Stevenson Death: ‘RRR’ અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે અવસાન
ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ ‘RRR’ના અભિનેતા રે સ્ટીવનસનનું 58 વર્ષની વયે રવિવારે ઇટાલીમાં અવસાન થયું હતું. તેના પ્રતિનિધિએ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી અહેવાલ આપ્યો છે. અભિનેતાના નિધનથી બોલિવુડ સહિત હોલિવુડ પણ આઘાતમાં છે. તેમના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ટીમ RRRએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આપણા બધા માટે આઘાતજનક સમાચાર! રેસ્ટ ઈન પીસ, રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.’
-
Gujarat News Live: આજે મારી ઈસ્લામાબાદમાં ધરપકડ થઈ શકે છે: ઈમરાન ખાન
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનનું કહેવું છે કે તેઓ પોતાની પત્ની બુશરા બેગમ સાથે કોર્ટમાં હાજર થવા ઈસ્લામાબાદ જઈ રહ્યા છે. ત્યાં તેની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. તેણે એમ પણ કહ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર અમારું સમર્થન કરે છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.
-
આજથી બેંકોમાં બદલાશે 2000 રૂપિયાની નોટ, આ નિયમોનું પાલન કરવું પડશે
દેશમાં ટૂંક સમયમાં 2000 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે લોકો પાસે આ નોટો છે તેઓ આજથી બેંકની કોઈપણ શાખામાં તેને બદલી શકશે. નોટ બદલવાનું કામ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તે જ સમયે, આરબીઆઈએ (RBI) ભલે આ નોટોને બંધ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ તેમની લીગલ ટેન્ડર સ્થિતિ યથાવત રહેશે, એટલે કે, તમે હજી પણ તેનાથી ખરીદી કરી શકો છો.
એક દિવસમાં માત્ર 20,000 રૂપિયા સુધીની નોટ જ બદલી શકાશે
RBIએ 2000ની નોટો બદલવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે આ નોટોને મર્યાદામાં બદલવા માટે તમારે ન તો કોઈ ફોર્મ આપવું પડશે અને ન તો કોઈ આઈડી પ્રૂફ બતાવવાનું રહેશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની 10 નોટો એટલે કે 20,000 રૂપિયા લઈને બેંક જાય છે, તો તેની નોટો કોઈપણ પૂછપરછ વગર બદલી દેવામાં આવશે. તે જ સમયે, એક દિવસમાં માત્ર 20,000 રૂપિયા સુધીની નોટ જ બદલી શકાશે.
-
વાપીમાં ચાલતી દબાણ હટાવો કામગીરીમાં વિવાદ, કોર્પોરેટરની દુકાનનું દબાણ ન હટાવાતા સ્થાનિકોમાં આક્રોશ
વલસાડ જિલ્લાના વાપીમાં ચાલતી દબાણ હટાવો કામગીરી વિવાદમાં આવી છે. વાપી પાલિકાએ રોડ પહોળો કરવા માટે ગેરકાયદે દબાણો ( Demolition ) દૂર કર્યા છે. કેટલાક મકાન અને દુકાનોના નડતરરૂપ દબાણ હટાવામાં આવ્યા છે. પરંતુ કોર્પોરેટર ગંગાબેન હળપતિની દુકાન આગળનું દબાણ દૂર ન કરાતા સ્થાનિકોએ એકઠા થઈને હોબાળો મચાવ્યો છે. વાપી પાલિકાની દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ભેદભાવ રખાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.
-
Patan : સિદ્ધપુર પાઇપ લાઇનમાં યુવતીના મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો, યુવતીની ઓળખ થઈ
ગુજરાતના(Gujarat) પાટણના(Patan)સિદ્ધપુરમાં પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળી આવેલ અવશેષો ગુમ થયેલ યુવતીના જ હોવાનુ સામે આવ્યું છે. તેમજ ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA અને મળી આવેલ અવશેષોના DNA મેચ થયા છે. પાણીની પાઇપલાઇનમાંથી ગુમ યુવતીના જ અવશેષો હોવાનુ DNAમા સામે આવ્યુ છે. જેમાં લવિના સિંધી નામની યુવતી ગુમ થઈ હતી . લવિનાએ પાણીની ટાંકીમાં આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું. જો કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.
-
Dwarka : ખંભાળિયા સલાયામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત, અનોખો વિરોધ કર્યો
ગુજરાતમાં (Gujarat) એક તરફ ઉનાળાની(Summer) ઋતુમાં આકરો તાપ આકાશ માંથી નીકળી રહ્યો છે ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો માટલા સાથે રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે આ દ્રશ્યો છે ખંભાળિયા તાલુકાના સલાયા બંદરના કે જ્યાં લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા ગરમીની જેમ લોકો નો પારો પણ તપિયો હોઈ ત્યારે પીવાના પાણી નું યોગ્ય વિતરણ કરવામાં આવે તે માટે લોકોએ માટલા લઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.
-
Gujarat News Live: દાહોદ શહેરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
દાહોદ(Dahod)શહેરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.હાલમાં સ્માર્ટ સિટી(Smart City) અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહીનો સાતમો તબક્કો ચાલી રહ્યો છે.જેમાં દાહોદ રોડ, દેસાઇ વાડ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો પર તવાઇ બોલાવાઇ રહી છે.મહત્વપૂર્ણ છે કે દાહોદમાં મનસ્વી રીતે દબાણો દૂર કરાતા હોવાની હાઇકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.
દબાણ હટાવવાની કામગીરીથી વેપારીઓ નારાજ
તો બીજી તરફ દબાણ હટાવવાની કામગીરીથી વેપારીઓ નારાજ થયા છે. વેપારીઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરી તેમને બે મહિનાનો સમય આપવા માગ કરી હતી પણ તંત્રએ વેપારીઓને નોટિસ આપી તાત્કાલિક દબાણ તોડી પાડ્યાં છે. જેને લઇ વેપારીઓમાં નારાજગી વ્યાપી છે. ગઈ કાલે પણ પોલીસ બંદોસ્ત સાથે દાહોદમાં ડિમોલિશન કરાયુ હતુ.
-
Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં ગરમીનો પારો રહેશે યથાવત
હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44% રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.
અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે
-
Gujarat News Live: હું પીએમ પદનો દાવેદાર નથી, મારું કામ વિપક્ષને એક કરવાનું છે: શરદ પવાર
દેશમાં આગામી લોકસભાની ચૂંટણી માટે નેતાઓએ ફરી એકવાર વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં નીતીશ કુમાર આમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકની જીત બાદ કોંગ્રેસનું મનોબળ વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે સોમવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન પદની રેસમાં નથી. પવારે કહ્યું કે આજે આપણને એવા નેતૃત્વની જરૂર છે જે દેશના હિતમાં કામ કરી શકે.
Published On - May 23,2023 6:26 AM