AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટની આ શાળામા વિદ્યાર્થીઓના જન્મદિવસની થાય છે અનોખી ઉજવણી

Gujarati Video : રાજકોટની આ શાળામા વિદ્યાર્થીઓના જન્મદિવસની થાય છે અનોખી ઉજવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 4:30 PM
Share

રાજકોટની આ શાળામાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી અને શિક્ષકનો જન્મદિવસ હોય તેમના દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે.

સામાન્ય રીતે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય એટલે શાળામાં ચોકલેટનું વિતરણ કરતા હોય છે કે અન્ય રીતે જન્મદિવસની ઉજવણી કરતા હોય છે. પરંતુ રાજકોટના ( Rajkot ) રેલનગરમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવે છે. આ શાળામાં ભણતા દરેક બાળકના જન્મદિવસે યજ્ઞ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી અને શિક્ષકનો જન્મદિવસ હોય તેમના દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે.

આ પણ વાંચો :Rajkot: પેટ્રોલ પંપ પર 2 હજારની નોટને લઈ વધી તકરાર, પેટ્રોલ પંપ સંચાલકોએ 2 હજારની નોટ લેવાનું બંધ કરતા વિવાદ

શાળામાં ખાસ શાસ્ત્રીજી દ્વારા યજ્ઞ કરવામાં આવે છે. આ ઉપરાંત આહુતિ આપતા સમયે યજમાન પાસે શ્લોક બોલાવવામાં આવે છે, સાથે જ તેનો અર્થ પણ સમજાવવામાં આવે છે. યજ્ઞમાં આહુતિ આપ્યા બાદ યજમાનને અલગ અલગ સંકલ્પ લેવડાવવામાં આવે છે. જેમાં મા-બાપની સેવા -આદર કરીશ, શિક્ષકોનું સન્માન કરીશ, વડીલ વ્યક્તિની મદદ કરીશ, વ્યસન કરીશ નહીં, મોબાઈલથી દૂર રહીશ, પરીક્ષામાં ચોરી કરીશ નહીંલ જેવા સંકલ્પો લેવડાવામાં આવે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">