Gujarati Video : અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઇને તૈયારીઓ શરૂ, વિશાળ મંડપ તૈયાર કરાયો

બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 9:41 AM

અમદાવાદમાં (Ahmedabad ) બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધામ સરકારના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં 130 બાય 130નો વિશાળ મંડપ લગાવાઈ રહ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાબાના દિવ્ય દરબાર સમયે 2 હજારથી વધુ સ્વયંસેવક સેવા આપશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-Gujarati Video : ધોરણ-12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક મનિશ દોશીએ બહાર પાડ્યું

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં વ્યવસ્થાની વાત કરીએ તો ચાણક્યપુરીમાં સેક્ટર 6ના મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમયે જર્મન ટેકનોલોજીવાળો મંડપ ઊભો કરાશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ બંદોબસ્ત સાથે 500 બાઉન્સર પણ ખડેપગે રહેશે. એટલું જ નહીં કાર્યક્રમ દરમિયાન કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે VIP મહેમાનોને અલગથી એન્ટ્રી અપાશે.

જે.જે. હોસ્પિટલ તરફથી VIP મહેમાનોને એન્ટ્રી મળશે. એટલું જ નહીં આસપાસના ચાર પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. તો દર્શનાર્થી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાપીઠમાં દર્શનાર્થીઓ રોકાઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">