Gujarati Video : રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 2200થી વધુ શાળાઓએ માગ્યો ફી વધારો, FRC નક્કી કરશે પ્રમાણ

રાજકોટ ( Rajkot )  સહિત સૌરાષ્ટ્રની કુલ 2200થી વધારે શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ કરી છે. ફી નિર્ધારણ સમિતી આગામી દિવસોમાં ફી વધારા અંગે નિર્ણય લેશે અને શાળાની માગણી પ્રમાણે ફી વધારાને મંજૂર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 12:41 PM

નવા શૈક્ષણિક સત્રથી વાલીઓએ ફી વધારા માટે તૈયાર રહેવું પડશે. રાજકોટ ( Rajkot )  સહિત સૌરાષ્ટ્રની કુલ 2200થી વધારે શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ કરી છે. ફી નિર્ધારણ સમિતી આગામી દિવસોમાં ફી વધારા અંગે નિર્ણય લેશે અને શાળાની માગણી પ્રમાણે ફી વધારાને મંજૂર કરી શકે છે.

ફી વધારાની માગણી માટે શાળા સંચાલકો મોંઘવારીનું કારણ આગળ ધરી રહ્યા છે. આ તમામ શાળાઓએ આગામી ત્રણ વર્ષ માટે ફી વધારાની માગણી કરી છે. જે શાળાઓએ ફી વધારો કર્યો છે. જેમાં મોટભાગની જિલ્લાની નામાંકિત શાળાઓનો સમાવેશ થાય છે.

આ પણ : Rajkot : ધોરાજીના ખેડૂતોની ભાદર 2 ડેમમાંથી કેનાલ મારફતે પાણી આપવાની માગ

આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખનો દાવો છે કે શાળાઓમાં સૌથી વધારે ખર્ચ શિક્ષકોના પગારનો હોય છે. જો સારુ શિક્ષણ આપવું હોય તો શાળા શિક્ષકોની ભરતી કરવી પડે અને તેના કારણે ખર્ચમાં વધારો થાય ત્યારે શાળાઓએ ન છુટકે ફી વધારો કરવો પડે છે. જો કે આ અંગે FRC જે નક્કી કરશે તે પ્રમાણ ફીમાં વધારો કરવામાં આવશે.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">