Gujarat Bypoll Results 2025 Live : અમદાવાદ વિમાન દુર્ધટનામા મૃત્યુ પામેલા 259ની થઈ ગઈ ઓળખ
આજે 23 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 23 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ વિમાન દુર્ધટનામા મૃત્યુ પામેલા 259ની થઈ ગઈ ઓળખ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાંથી અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી 253 અને ચહેરાથી 6 એમ કુલ 259 મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જેમાંથી 256 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા છે. 253 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 240 એર ઈન્ડિયાના તુટી પડેલા વિમાનના પેસેન્જર હતા. જ્યારે 13 નોન પેસેન્જર એટલે કે વિમાન તુટી પડ્યું ત્યારે તેની લપેટમાં આવીને મોતને ભેટ્યા હતા. કુલ 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને 6 ની ઓળખ ચેહેરાથી કરાઈ હતી. ઓળખાયેલા 259 મૃતકોમાં 180 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.
-
પીપલેજથી નાલેજ વચ્ચે અપાયેલ ડાયવર્ઝન ઉપર ફરી વળ્યું ઓરસંગ નદીનુ પાણી, 20 ગામનો રોડ વ્યવહાર કપાયો
છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરથી નાલેજ પીપલેજને જોડતા રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા, સામે આવેલા 20 થી 25 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મીની પુલનું કામ ચાલુ હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. આજે વરસેલા વરસાદથી ઓરસંગ નદીનુ પાણી કોતરમાં આવતા કામ ચલાઉ બનાવેલું ડાયવર્ઝન ધોવાયું હતું. ડાયવર્ઝન ધોવાતા વાહનવયવ્હાર થયો બંધ થઈ જવા પામ્યો છે. ડાયવર્ઝન ધોવાતા વિદ્યાર્થી અને રાહદારીઓ અટવાયા છે. પાણી ઓસરતા ડાયવર્ઝન શરુ થાય તેવા કરાઈ રહ્યા છે પ્રયાસ.
-
-
અમદાવાદના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના એરપોર્ટ, શાહીબાગ, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો પશ્ચિમ અમદાવાદમાં મેમનગર, થલતેજ, બોપલ, સોલા, ગોતા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સેટેલાઇટ, પ્રહલાદનગર, જોધપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે.
-
ઈરાને IAEA સાથેના તમામ કરારો તોડી નાખ્યાં, હવે બનાવશે અણું બોમ્બ ?
ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર સંપૂર્ણ રીતે આગળ વધવાના મૂડમાં છે. પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ ઈરાને એક મોટો નિર્ણય લીધો છે. ઈરાને કહ્યું છે કે તે IAEA સાથે સહયોગ કરશે નહીં. ઈરાને IAEA સાથે સહયોગ સ્થગિત કરી દીધો છે. ઈરાની સંસદ સ્પીકરે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે.
-
શક્તિસિંહ ગોહિલ સત્તા કે ખુરશી પર ચોંટી રહેવામાં નથી માનતાઃ હિંમતસિંહ
શક્તિસિંહ ગોહિલના રાજીનામા અંગે અમદાવાદના રખિયાલ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે નિવેદન કર્યું છે કે, બંને બેઠકો કોંગ્રેસની ના હોવા છતાં હારથી જવાબદારી સ્વીકારીને નૈતિકતા દર્શાવી છે. શક્તિસિંહ રાજનીતિમાં જવાબદારી પૂર્વકનું વર્તન કરવામાં માને છે. તેમણે અગાઉ કોંગ્રેસ સરકારનો પણ વિરોધ કરતા 1992 માં આરોગ્ય મંત્રી પદેથી રાજીનામું આપેલું. એ સમયે ભાવનગરમાંથી ધારાસભ્ય બન્યા છતા, કોંગ્રેસની સરકારે ભાવનગરને મેડિકલ કોલેજ ના ફાળવતા આરોગ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. સત્તા કે ખુરશી પર ચોંટી રહેવામાં શક્તિસિંહ નથી માનતા, તેમ હિંમતસિંહે જણાવ્યું હતું. શક્તિસિંહ પદને લઈ મહત્વકાંક્ષી નથી રહ્યા, પાર્ટીના કર્મઠ વ્યક્તિ તરીકે કામ કરતા રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો આ નિર્ણયથી શીખ લેશે. શક્તિસિંહ કોંગ્રેસના લીડર તરીકે કાયમી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
-
-
આણંદ શહેરમાં વરસેલા વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસી રહેલ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના 80 ફૂટ રોડ, ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ , વિદ્યાનગર, લાંભવેલ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. છેલ્લા 4 કલાક માં 2 ઇંચ જેટલો વરસાદ આણંદમાં વરસ્યો છે.
-
બોરસદની જનતા બજારમાં ભરાયા વરસાદી પાણી
આણંદ જિલ્લાના બોરસદમાં ધોધમાર વરસાદ વરસતા, શહેરના જનતા બજારમાં વરસાદી પાણી ભરાયા હતા. જનતા બજાર એ બોરસદ શહેરનું મુખ્ય બજાર છે. પાલિકાની બેદરકારીથી ભરાયા વરસાદી પાણી ભરાયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વરસાદી પાણીના નિકાલની ગટર ચોક અપ થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાલિકા વહેલી નહીં જાગે તો દુકાનદારોની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ શકે છે.
-
સવારે 6થી સાંજના 4 સુધીમાં 122 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 8.86 ઈંચ
સુરત શહેરમાં આજે સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં પોણા નવ ઈંચથી વઘુ વરસાદ વરસ્યો હતો. જેમાં સવારના 8થી 10 સુધીના માત્ર બે કલાકમાં જ સાંબેલાધારે સાડા પાંચ ઈંચથી વઘુ વરસાદ ખાબક્યો હતો. તો કામરેજમાં સવા સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં પલસાણા, બારડોલી, ઓલપાડ, ચોર્યાસી તાલુકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો.
-
શક્તિસિંહ ગોહીલે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી આપ્યું રાજીનામુ
વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હારી જતા, નૈતિક જવાબદારી સ્વીકારીને શક્તિસિંહ ગોહીલે, આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસના બન્ને ઉમેદવાર ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી.
-
ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય નથી, 2027માં ભાજપને આમ આદમી પાર્ટી જ ભારે પડશેઃ AAP MLA
આજે ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે. એક બેઠક ભાજપને તો બીજી બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે, આજનો સમય એ પરિવર્તનનો સમય છે. આગામી સમયમાં આપ પાર્ટી ચોક્કસપણે મજબૂત થવા જઈ રહી છે
2027 માં પણ જો કોઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં લોકોએ હરાવી શકવાની ક્ષમતા હોય તો એ માત્રને માત્ર આપ પાર્ટીની જ છે. કોંગ્રેસ એક પણ સીટ પણ જીતી શકી નથી. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી.
ગુજરાતની અંદર કોંગ્રેસ વારંવાર કહી રહી છે કે, ગુજરાતમાં માત્રને માત્ર બે જ પાર્ટી ચાલે. એમ અમે પણ એ જ કહીએ છીએ કે માત્ર ને માત્ર ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે. એક ભારતીય જનતા પાર્ટી અને બીજી આમ આદમી પાર્ટી, આમાં કોંગ્રેસ ક્યાય નથી.
-
વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લાગ્યા !
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના નેતા જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ગોપાલ ઇટાલિયાના સમર્થકો સાથે લગાવ્યા નારા. જવાહર ચાવડા અને કિરીટ પટેલ વચ્ચે જુથવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મિડીયામાં વીડિયો થયો વાયરલ.
-
સુરતમાં વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો
સુરત શહેરમાં વિયર કમ કોઝવે ઓવર ફ્લો થયો છે. વિયર કમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. વરસાદને કારણે વિયર પર પાણીની સપાટી 6 ફૂટે પહોંચી છે. 6 ફૂટ પર પાણી વધતા કોઝવે ઓવરફ્લો થતો હોય છે. સાવચેતીના ભાગરૂપે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો.
-
દેશના 11 રાજ્યોમાં ઇ-મેઇલથી ધમકી આપનાર યુવતીની ધરપકડ
દેશના 11 રાજ્યોમાં ઇ-મેઇલથી ધમકી આપનાર યુવતીની ધરપકડ કરી છે. અલગ અલગ 21 ઇ-મેઇલ કરીને રેની જોશીલડાએ ધમકી આપી હતી. મોદી સ્ટેડિયમ, સિવિલ હોસ્પિટલ સહિત સ્કૂલોમાં બ્લાસ્ટની ધમકી આપી હતી. પ્લેન ક્રેશ બાદ ઇ-મેઇલ કરીને હુમલાની જવાબદારી લેતો ઇ-મેઇલ કર્યો હતો. પ્રેમીના અન્યત્ર લગ્ન થઇ જતા ફસાવવા માટે યુવતીએ ષડયંત્ર રચ્યું હતું. પ્રેમી દિવીશ પ્રભાકરના નામના એકાઉન્ટનો ઉપયોગ કરતી હતી. રેની જોશીલડા ખાનગી કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. રેની જોશીલડા અલગ અલગ 80 જેટલા વર્ચ્યુઅલ નંબર વાપરતી હતી. કુખ્યાત ધમકીખોર યુવતીને 11 રાજ્યોની પોલીસ શોધી રહી હતી. આરોપી ટેક્નોક્રેટ યુવતીએ બનાવી પાકિસ્તાની વેબસાઇટ હતી.
-
જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ
વિસાવદર પેટા ચૂંટણીમાં આપની જીતના જામનગરમાં વધામણા કરવામાં આવ્યા. જામનગર શહેર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ. વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતા જશ્ન મનાવવામાં આવ્યો. લાલબંગલા સર્કલ ખાતે આપ દ્વારા ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરાઈ.
-
ગોપાલ ઇટાલિયાએ આ જીતને જનતાની જીત ગણાવી
ગોપાલ ઇટાલિયાએ આ જીતને વિસાવદર, ભેસાણ અને વિસાવદર ગ્રામ્યની જનતાની જીત ગણાવી. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ લડાઈ સત્તા, પૈસા, ગુંડાઓ સામે હતી. પરંતુ તેમના તમામ પ્રયાસો અને કાવાદાવા નિષ્ફળ ગયા છે. વિસાવદરની પ્રજાએ મને આશીર્વાદ આપ્યા છે.
-
વિસાવદર બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત
વિસાવદર પેટા ચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઇ છે. ગોપાલ ઇટાલિયાને 17581 મતોની લીડથી જીત મળી. પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થવાના એંધાણ છે. કડી અને વિસાવદર બંને બેઠક પર કોંગ્રેસની કફોડી સ્થિતિ છે. વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવારને 3 રાઉન્ડના અંતે માત્ર 718 મત મળ્યા હતા. શરૂઆતના ટ્રેન્ડ મુજબ વિસાવદરમાં ફક્ત AAP અને ભાજપ વચ્ચે જ ટક્કર હતી.
-
પેટાચૂંટણીના પરિણામો મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
પેટાચૂંટણીના પરિણામો મુદ્દે પ્રધાન ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. કડીની જીત એ પ્રજાની જીત હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યુ. ભાજપના સંગઠિત કાર્યકરોની મહેનતને કારણે જીત થયાનું ઋષિકેશ પટેલે જણાવ્યુ.
-
વિસાવદર બેઠક પર 18 માં રાઉન્ડના અંતે આપને મળ્યા 65295 મત
વિસાવદરની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીતની નજીક છે. વિસાવદર બેઠક પર 18 માં રાઉન્ડના અંતે આપને મળ્યા 65295 મત મળ્યા છે. આપના ગોપાલ ઇટાલિયા 14404 મતોની લીડથી આગળ છે. હાલમાં ગોપાલ ઇટાલિયાની લીડ તૂટે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો હાર તરફનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
-
કડી બેઠક પર ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ
કડી બેઠક પર ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ જોવા મળી રહ્યુ છે. કડીમાં 14 રાઉન્ડ બાદ ભાજપને જંગી લીડ મળી છે,. કડી બેઠક પર ભાજપે લીડના તમામ રેકોર્ડ તોડ્યા છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 33210 મતથી આગળ છે. કડી બેઠક પર ફરી કોંગ્રેસની હારના એંધાણ છે.
-
રાજકોટ: ધોરાજીમાં ભાદર નદીના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર
રાજકોટ: ધોરાજીમાં ભાદર નદીના પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર જોવા મળી રહી છે. ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતું હોઈ લોકોને અવરજવર ન કરવા અપીલ કરી હતી,. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પડાયું છે. તેમ છતા લોકો ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કરતાં હોવાનું સામે આવ્યુ છે. ભાદર-2 ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી ગાંડીતૂર બની છે.
-
વિસાવદર પરિણામ : 16 રાઉન્ડ પછી 13400 મતોથી આમ આદમી પાર્ટી આગળ
વિસાવદર પરિણામ : 16 રાઉન્ડ પછી 13400 મતોથી આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : ભાજપ 33,000 કરતા વધુ મતથી આગળ
કડી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીમાં રેકોર્ડ બ્રેક લીડ જોવા મળી રહી છે. 14 માં રાઉન્ડ પછી ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે. ભાજપ 33,000 કરતા વધુ મતથી આગળ છે.
-
વિસાવદર પરિણામ : 15 રાઉન્ડ પૂર્ણ, 12317 મતોથી આમ આદમી પાર્ટી આગળ
વિસાવદર પેટા ચૂંટણીના પરિણામમાં 15 રાઉન્ડ પૂર્ણ થયા છે, 12317 મતોથી આમ આદમી પાર્ટી આગળ છે. મતદાન મથકની બહાર આમ આદમી પાર્ટીના સમર્થકો એકઠાં થયાં છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની આ સીટ પર જીત નિશ્વિત હોવાનું સમર્થકો માની રહ્યા છે.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં 13મા આપને 9678 વોટની લીડ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં 13મા આપને 9678 વોટની લીડ છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : 14 રાઉન્ડના અંતે ભાજપના 33210 વોટ
કડી પેટા ચૂંટણી પરિણામમાં 14 રાઉન્ડના અંતે ભાજપના 33210 વોટ છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : 13 રાઉન્ડના અંતે ભાજપ 29466 વોટથી આગળ
કડી પેટા ચૂંટણી પરિણામમાં 13 રાઉન્ડના અંતે ભાજપ 29466 વોટથી આગળ છે.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં 11મા રાઉન્ડના અંતે પણ આપ આગળ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં 11મા રાઉન્ડના અંતે પણ આપ આગળ છે. 11 રાઉન્ડ પૂર્ણ થતા 5658 મતોની AAPની લીડ છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : 10માં રાઉન્ડના અંતે ભાજપને 42859 મત
કડી પેટા ચૂંટણી પરિણામમાં 10માં રાઉન્ડના અંતે ભાજપને 42859, કોંગ્રેસને 27069, આપને 1133 મત મળ્યા છે.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : 9 રાઉન્ડના અંતે AAPના ગોપાલ ઇટાલિયા 2478 લીડથી આગળ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામના 9 રાઉન્ડના અંતે AAPના ગોપાલ ઇટાલિયા 2478 લીડથી આગળ છે. ભાજપને 28310 મત, કોંગ્રેસને 3157, આપને 30788 મત મળ્યા છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : 8માં રાઉન્ડના અંતે ભાજપને 34167 મત
કડી પેટા ચૂંટણી પરિણામમાં 8માં રાઉન્ડના અંતે ભાજપને 34167 મત મળ્યા છે. કોંગ્રેસને 19632 મત, આપને 1004 મત મળ્યા
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : આઠમાં રાઉન્ડના અંતે AAP ફરી આગળ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં આઠમાં રાઉન્ડના અંતે AAP ફરી આગળ નીકળ્યુ છે. ભાજપને 25846, કોંગ્રેસને 2367 મત, આપને 26548 મત મળ્યા છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 26005 મત
કડી પેટા ચૂંટણી પરિણામમાં રાઉન્ડ 06 પછી ભાજપને 26005 મત, કોંગ્રેસને 14047 મત અને આપને 795 મત મળ્યા.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : 6 રાઉન્ડના અંતે ભાજપન 19515 મત સાથે આગળ
6 રાઉન્ડના અંતે વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ : ભાજપને 19515 મત, કોંગ્રેસને 1800 મત, આપને 19104 મત મળ્યા છે. 411 મતથી ભાજપ આગળ છે.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : પાંચમાં રાઉન્ડના અંતે આપ પાછળ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામમાં પાંચમાં રાઉન્ડના અંતે આપ પાછળ પડ્યુ છે. ભાજપ 16881 મતથી આગળ છે. કોંગ્રેસને 1375 મત મળ્યા છે. આપને 15901 મત મળ્યા છે. ભાજપ 980 મતથી આગળ છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : 5 માં રાઉન્ડ ના અંતે 10447 મતે ભાજપ આગળ
કડી પેટા ચૂંટણી પરિણામમાં 5મો રાઉન્ડ પૂર્ણ થયો છે. 5 માં રાઉન્ડ ના અંતે 10447 મતે ભાજપ આગળ છે.
-
વડોદરાની શાળાને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા શહેરની ખાનગી શાળાને વધુ એક વખત બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચ્યા છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : ચોથા રાઉન્ડમાં ભાજપને 16587 મત
કડી પેટા ચૂંટણી પરિણામના ચોથા રાઉન્ડમાં ભાજપને 16587 મત મળ્યા છે. કોંગ્રેસને 9776 મત અને આપને 540 મત મળ્યા છે.
-
વિસાવદર પેટા ચૂંટણી પરિણામ : ત્રીજા રાઉન્ડમાં આપ 7179 મતથી આગળ
વિસાવદર પેટા ચૂંટણી પરિણામના રાઉન્ડ નંબર 3ના અંતે ભાજપના 6788 મત, કોંગ્રેસને 529 મત, આપને 7179 મત મળ્યા છે.
-
કડી પેટા ચૂંટણી પરિણામ : ત્રીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ
કડી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીના ત્રીજા રાઉન્ડમાં પણ ભાજપ આગળ છે. ભાજપ 5752 મતથી આગળ છે.
-
વિસાવદર પેટા ચૂંટણી : બીજી રાઉન્ડમાં AAP આગળ
વિસાવદર પેટા ચૂંટણીની રાઉન્ડ નંબર 2ની મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપને 3097, કોંગ્રેસને 201 મત, આપ 4042 મતથી આગળ છે.
-
કડી પેટા ચૂંટણી : પોસ્ટલ બેલેટ માં ભાજપ આગળ
કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીમાં પોસ્ટલ બેલેટમાં ભાજપ આગળ છે. 44 માંથી 31 ભાજપ ને અને 7 કોંગ્રેસને મળ્યા છે.
-
કડી પેટા ચૂંટણી : કડી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી
કડી પેટા ચૂંટણી : કડી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી ચાલી રહી છે. બીજા રાઉન્ડ માં પણ ભાજપ આગળ છે.
-
વિસાવદર બેઠકના રાઉન્ડ નંબર 1માં 400 મતથી AAP આગળ
વિસાવદર બેઠકના રાઉન્ડ નંબર 1માં 400 મતથી AAP આગળ છે વિસાવદર બેઠક પર EVM ના મતની ગણતરી શરૂ થઇ ગઇ છે.
-
કડીમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ
કડી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઇ છે. કડીમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ છે. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 1542 મતથી આગળ છે. ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થઇ રહી છે. કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કડી બેઠક પર થયું હતું 57.90 ટકા મતદાન થયુ હતુ.
-
કડી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ
કડી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે. કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. કડી બેઠક પર થયું હતું 57.90 ટકા મતદાન થયુ હતુ.
-
જામનગર: વરસાદના પ્રથમ રાઉન્ડમાં બે ડેમ ઓવરફ્લો
જામનગર: વરસાદના પ્રથમ રાઉન્ડમાં બે ડેમ ઓવરફ્લો થયા છે. વાગડિયા અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા. રણજીતસાગર ડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. મનપાની ટીમે નીચાણવાળા વિસ્તારોમાં સૂચના જાહેર કરી.
-
ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકમાં વરસાદી માહોલ
ગીર સોમનાથ: તાલાલા ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તાલાલા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. જેપુર, રમરેચી, ગલીયાવડ, ધણેજ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. મેઘો મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
-
રાજ્યમાં આજે 2 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ
રાજ્યમાં આજે 2 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ છે. વિસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવશે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર જોવા મળી. વિસાવદર બેઠક પર 54.89 ટકા મતદાન થયું હતું. કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. બંને બેઠકો પર ઉમેદવારોની જીતનો આજે ફેંસલો છે. કડી બેઠક પર 57.90 ટકા મતદાન થયું હતું.
-
રાજ્યના 152 તાલુકાઓમાં વરસી મેઘ મહેર
રાજ્યના 152 તાલુકાઓમાં વરસી મેઘ મહેર થઇ છે. 40 તાલુકાઓમાં એક ઇંચથી પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ જામનગરના જોડીયામાં ખાબક્યો પોણા 7 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઇંચ વરસાદ પડ્યો. 20 તાલુકામાં 2 ઇંચથી પોણા 7 ઇંચ વરસાદ વરસ્યો.
Published On - Jun 23,2025 7:36 AM