AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23 જુલાઈના મહત્વના સમાચાર : કચ્છ-મોરબીમાંથી પકડાયેલ રૂપિયા 872.57 કરોડના ડ્રગ્સના જથ્થાનો કરાશે નાશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2025 | 9:56 PM
Share

આજે 23 જુલાઈને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

23 જુલાઈના મહત્વના સમાચાર :  કચ્છ-મોરબીમાંથી પકડાયેલ રૂપિયા 872.57 કરોડના ડ્રગ્સના જથ્થાનો કરાશે નાશ

આજે 23 જુલાઈને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jul 2025 09:56 PM (IST)

    ગુજરાત એટીએસ એ નોઈડાથી AQIS સાથે સંકળાયેલ વધુ એકની કરી અટકાયત

    ગુજરાત એટીએસ ટીમે નોઈડાના છિજરસીથી આતંકવાદી ઝીશાનની અટકાયત છે. ગુજરાત એટીએસ ટીમે ગઈકાલે રાત્રે એક દુકાનમાંથી ઝીશાનની અટકાયત કરી હતી. ઝીશાન ક્યારેક મોબાઇલ રિપેરિંગનું કામ કરવા આવતો હતો. ગુજરાત એટીએસે સૈનિક કોમ્યુનિકેશન નામની આ દુકાનમાંથી ઝીશાનની અટકાયત કરી. દુકાનદારે કહ્યું કે તે તેના નજીકના ગામનો છે અને તેથી ક્યારેક દુકાનમાં કામ કરવા આવતો હતો.

  • 23 Jul 2025 08:25 PM (IST)

    ટેક્નિકલ ખામી સર્જાતા ઈન્ડિગોની અમદાવાદ – દીવની ફ્લાઇટ કરાઈ રદ

    અમદાવાદ – દીવ વચ્ચેની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. 11 વાગ્યે અમદાવાદથી દીવ પહોંચવાનું હતું વિમાન. પરંતુ ખામીને કારણે આ વિમાન અમદાવાદથી દીવ માટે ટેકઓફ થયું નહોતું. ટેક્નિકલ ખામી સર્જાતા આખરે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી. વિમાનમાં 50 થી વધુ મુસાફરો હતા સવાર. ઈન્ડિગોની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામીને કારણે ઉડાન કરાઈ રદ

  • 23 Jul 2025 08:20 PM (IST)

    સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટેના ટાસ્ક ફોર્સે, સીએમ ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો અહેવાલ

    રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે, રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણો-ભલામણનો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ જેવી બાબતો માટેના સર્વગ્રાહી શૈક્ષણિક અભિગમ દ્વારા ભાવાત્મક અને બૌદ્ધિક ક્ષમતા વર્ધનની ભલામણો રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટેની આ ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના અહેવાલમાં કરી છે.

  • 23 Jul 2025 08:11 PM (IST)

    રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની હાજરીમાં, કચ્છ-મોરબીમાંથી પકડાયેલ રૂપિયા 872.57 કરોડના ડ્રગ્સના જથ્થાનો કરાશે નાશ

    ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી જિલ્લામાંથી પકડાયેલ ડ્રગ્સના જથ્થાનો આવતીકાલ 24 જુલાઈને રોજ નાશ કરવામાં આવશે. પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબી પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • 23 Jul 2025 07:40 PM (IST)

    ગુજરાતમાં ખોટા દસ્તાવેજો પર બંદૂક વેચનાર ગનહાઉસની માલિકની ધરપકડ

    ઉત્તર પ્રદેશમાંથી બહાર આવેલ નકલી ગન લાયસન્સ પ્રકરણમાં પોલીસે વધુ આરોપીની ધરપકડ કરી છે.  ઉત્તર પ્રદેશના જે પી ગન હાઉસના માલિકની પોલીસે ધરપકડ કરી છે. ખોટા રજીસ્ટર બનાવીને હથિયાર વેચ્યા હોવાનુ સામે આવ્યુ છે. રેકોર્ડમા ખોટી સહી કરનાર સચિન ગુપ્તાની ઉત્તર પ્રદેશના એટાથી  ધરપકડ કરવામાં આવી છે. નકલી ગન લાયસન્સ પ્રકરણમાં ગુજરાત એટીએસે અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી છે.

  • 23 Jul 2025 07:22 PM (IST)

    પશ્ચિમ બંગાળમાં રૂપિયા 59 હજાર આપીને 1 લાખ 59 હજારની નકલી નોટ લઈને આવેલ શખ્સને એટીએસે રેલવે સ્ટેશને ઝડપ્યો

    અમદાવાદ ATS દ્વારા સુરતના ઉધના રેલ્વે સ્ટેશનથી 1.59 લાખની નકલી ચલણી નોટો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. ગુજરાતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ નિષ્ફળ કર્યો છે.  ઉત્તર બંગાળથી લાવવામાં આવેલી નકલી નોટો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. એક જ નંબર અને એક જ સીરીઝની અનેક 500 ની નોટો જપ્ત થતાં નોટોની નકલી હોવાનું પ્રથમ દૃષ્ટિએ પુરાવા છે. મંકણા ગામનો સત્યનારાયણ દેવીલાલ તેલી નામનો ઈસમ નકલી નોટો સાથે ATSના જાળમાં સપડાયો છે. નોટો કાળા, લીલા અને બ્લૂ રંગની શાલમાં છુપાવી રેલવે સ્ટેશન પર લવાઇ રહી હતી. ATSને ચોક્કસ બાતમી મળી હતી કે, પોરબંદર-કવિગુરુ એક્સપ્રેસથી નકલી નોટ સાથે ઈસમ પહોંચવાનો છે. ટ્રેન મોડી આવતા ATS ટીમે સવારે 10:30 કલાકે ઉધના સ્ટેશન બહાર વોચ ગોઠવી

  • 23 Jul 2025 07:17 PM (IST)

    વડોદરામાં વર્ચસ્વ જમાવવા અસામાજીક તત્વોની ગેંગ વચ્ચે ઘર્ષણ, સૂરજ ઉર્ફે ચુઇ ગેંગના 6 સામે ગુજસીટોકની કાર્યવાહી

    વડોદરામાં અસામાજીક તત્વોની ગેંગના 6 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા પોલીસે, સૂરજ ઉર્ફે ચુઇ સહિત છ બદમાશની ધરપકડ કરી છે. કુખ્યાત ચુઇ ગેંગ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરીને જેલમાં ધકેલ્યા છે. પોલીસે પકડેલા અસામાજીક તત્વોમાં સૂરજ કહાર ઉર્ફે ચુઇ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. ચુઈ ગેંગ પર વડોદરામાં 128 જેટલાં ગંભીર ગુના દાખલ છે. સૂરજ ચુઇનો સાગરીત અરૂણ માછી વોન્ટેડ જાહેર કરાયો છે. પાણીગેટ વિસ્તારમાં ગેંગવોર બાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં વર્ચસ્વની લડાઇમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયુ હતું.  ખૂન, ખંડણી, રાયોટિંગ જેવા અનેક ગુનામાં ગેંગ સામેલ છે.

  • 23 Jul 2025 05:10 PM (IST)

    તાપીના નિઝરમાં સ્વિફ્ટ કારમાં મૃત હાલતમાં કાર ચાલકની લાશ મળી

    તાપીના નિઝરમાં સ્વિફ્ટ કારમાં મૃત હાલતમાં કાર ચાલકની લાશ મળી આવી. નિઝર ખાતે આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસ ખાતે ગાડીમાં સવાર પેસેન્જર રોકાયા હતા અને ચાલક ગાડીમાં સૂતેલો હતો. સવારે સ્વિફ્ટ કારમાં ચાલક એઝાઝખાન પઠાણને મૃત હાલતમાં જોતા પોલીસને જાણ કરાઈ હતી. નિઝર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પરિવારને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે. પીએમ કરાવાશે બાદમાં મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. પ્રાથમિક તબક્કે કુદરતી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

  • 23 Jul 2025 03:50 PM (IST)

    ગુજરાત ATS એ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલ 4 ની કરી ધરપકડ

    ગુજરાત ATS એ આતંકી સંગઠન AQIS સાથે સંકળાયેલની ધરપકડ કરી છે. AQIS ના 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. બનાવટી નોટ રેકેટ સાથે સંકળાયેલ એક આરોપીની ધરપકડ કરી છે.

  • 23 Jul 2025 03:15 PM (IST)

    ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં 29 જુલાઈએ કરાશે ચર્ચા, 16 કલાકનો નક્કી કરાયો સમય

    રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર આગામી મંગળવાર એટલે કે 29 જુલાઈથી ચર્ચા શરૂ થશે. ઓપરેશન સિંદૂર ઉપરની ચર્ચા 16 કલાક હાથ ધરાશ. વિપક્ષે ઓપરેશન સિંદૂર ઉપર ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીની ગૃહમાં હાજરીની માંગ કરી છે. વિપક્ષે માંગ કરી છે કે, આ મુદ્દા પર કોઈ પ્રસ્તાવ ના લાવવામાં આવે, ફક્ત સામાન્ય ચર્ચા થવી જોઈએ.

  • 23 Jul 2025 03:04 PM (IST)

    ભાજપના પૂર્વ સાંસદ કિરણ ખેરે નથી ચૂકવ્યા 13 લાખ, ચંદીગઢ વહીવટીતંત્રે ફટકારી નોટીસ

    ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરણ ખેરને, ચંદીગઢ વહીવટીતંત્રે બાકી રકમ ભરવા માટેની નોટિસ ફટકારી છે. કિરણ ખેર સાંસદ હતા ત્યારે તેમને ફાળવવામાં આવેલા સરકારી આવાસની લાઇસન્સ ફી ચૂકવવા બદલ આ નોટિસ તેમને મોકલવામાં આવી છે. નોટિસમાં, તેમને જલદી બાકીના રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું.

  • 23 Jul 2025 02:49 PM (IST)

    2024ના સાયબર ફ્રોડના કેસમાં પોલીસે BBAના વિદ્યાર્થીની ધરપકડ

    વર્ષ 2024ના સાયબર ફ્રોડના કેસમાં પોલીસે BBAના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2024ના કેસમાં વોન્ડેટ હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સુરત પોલીસે 2024માં મોટા વરાછાના એમ્બેસી ટાવરમાં દરોડા પાડીને સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ કર્યો હતો. આ કેસમાં રજની ખૂંટ અને નરેશ ધડૂક સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 1 લાખ રોકડા અને બેંક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તો બરોબર એક વર્ષ બાદ પોલીસે BBAના વિદ્યાર્થી જીલ ઠક્કરની ધરપકડ કરી છે.. આરોપી જીલ નકલી કંપની ખોલીને સાયબર ફ્રોડ માટે આરોપીઓને ભાડે આપતો હતો.. જેના બદલામાં તેને 50 હજારનું કમિશન મળતું હતું. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

  • 23 Jul 2025 02:25 PM (IST)

    સુરત: ભટારમાં દાદાગીરી કરતા યુવકને જાહેરમાં મેથીપાક મળ્યો છે.

    સુરત: ભટારમાં દાદાગીરી કરતા યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો. જૂની અદાવતમાં આરોપીએ યુવક પર બ્લેડ વડે હુમલો કર્યો. સ્થાનિકોએ આરોપીને પકડીને મેથીપાક ચખાડ્યો. યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની અટકાયત કરી.

  • 23 Jul 2025 02:18 PM (IST)

    ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓની હવે ખેર નહીં

    ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારાઓની હવે ખેર નહીં. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ પર કરાશે મહત્તમ દંડની જોગવાઇ. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ કે ફૂડ સેફ્ટી એક્ટમાં સુધારા વધારા માટે સૂચનો મંગાવાયા છે. નાગરિકો 30 દિવસની અંદર ઓનલાઇન સૂચનો આપી શકશે. ભેળસેળિયાઓને મિનિમમ કેટલો દંડ કરવો તેના સૂચનો મંગાવાયા. હોટલ, લારી-ગલ્લામાં થતી ગેરરીતિ મુદ્દે નોર્મ્સના આધારે દંડ થશે. સુરત, અમદાવાદના અધિકારીની વધારાના અધિકારી તરીકે નિમણૂક થશે.

  • 23 Jul 2025 01:42 PM (IST)

    અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્યના નિવેદનને મોરારીબાપુનું સમર્થન

    દ્વારકાપીઠના શંકરાચાર્ય બાદ મોરારીબાપુનું સનાતન ધર્મ અંગે મોટું નિવેદન સામે આવ્યુ છે. અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્યના નિવેદનને મોરારીબાપુએ સમર્થન આપ્યુ છે. મોરારીબાપુએ નામ લીધા વગર અન્ય સંપ્રદાયો પર પ્રહારો કર્યા. શાસ્ત્ર અને તથાકથિત વિચારધારાના નામે સનાતન ધર્મ પર પ્રહાર થતા હોવાનું તેમણે જણાવ્યુ. તેમણે એમ પણ કહ્યુ કે  કરૂણતા એ છે કે આગળ શાસ્ત્ર છે અને પાછળ શસ્ત્ર છે.

  • 23 Jul 2025 01:38 PM (IST)

    અશાસ્ત્રીય સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી

    અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીમાં રોષ જોવા મળ્યો. તેમણે ચતુર્માસ અનુષ્ઠાન દરમિયાન મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યુ કે સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ થઇ રહી છે. તેમણે જણાવ્યુ કે સ્વામિનારાયણ અને ઇસ્કોન બંને અશાસ્ત્રીય સંપ્રદાય છે. સનાતન ધર્મને ઉધઇની જેમ અશાસ્ત્રીય સંપ્રદાયો કોતરી રહ્યા છે. સ્વામિનારાયણ અને ઇસ્કોન સંપ્રદાયને સનાતન સાથે લેવાદેવા નથી. બંને સંપ્રદાયો દ્વારા સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે. શિવ શબ્દનો અર્થ સમજતા નથી અને વ્યાખ્યા કરે છે.

  • 23 Jul 2025 12:47 PM (IST)

    ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં રાજ્યના જર્જરિત બ્રિજ મુદે ચર્ચા

    ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં રાજ્યના જર્જરિત બ્રિજ મુદે ચર્ચા થઇ. રાજ્યના જર્જરિત બ્રિજની વહેલી તકે મરામત કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી. રાજ્યમાં આ પ્રકારના બ્રિજ તૂટી જવાની ઘટના ન બને તેનું ધ્યાન રાખવા માર્ગ મકાન વિભાગને ટકોર કરવામાં આવી. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થઈ રહેલા વરસાદ મુદે પણ થઈ ચર્ચા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદને લઈને ચર્ચા થઇ.

  • 23 Jul 2025 11:47 AM (IST)

    સુરત: નિર્દોષોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ

    સુરત: નિર્દોષોને હનીટ્રેપમાં ફસાવતી મશરૂ ગેંગ મુદ્દે ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. હનીટ્રેપ કરતી કુલ 29 ગેંગ સક્રિય હોવાનું ખુલ્યું છે. જુદી-જુદી ગેંગે 5 હજાર લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા. સોશિયલ મીડિયામાં એક સાથે 10થી વધુ લોકોનો સંપર્ક કરી ફસાવતા હતા. 3 લાખથી લઈ 50 લાખ સુધીનો તોડ કરતા હોવાનો ખુલાસો થયો છે. કતારગામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. યુવતી સહિતની ગેંગે રત્નકલાકારને ફસાવ્યો હતો. હનીટ્રેપમાં પોલીસે યુવતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.

  • 23 Jul 2025 10:10 AM (IST)

    સુરત: ઓલપાડના કીમમાં રખડતા ઢોરનો આતંક

    સુરત: ઓલપાડના કીમમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. બે બાઈક સાથે રખડતા પશુ અથડાતા અકસ્માત થયો. પતિ-પત્ની, બાળક સહિત એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. મહિલાને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનો આરોપ છે.

  • 23 Jul 2025 08:31 AM (IST)

    દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો

    દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા રસ્તા પરથી પણી વહેતા થયા. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

  • 23 Jul 2025 08:19 AM (IST)

    પંચમહાલ: ગોધરામાં ઘરમાંથી પરિણીતાનો મૃતદેહ મળ્યો

    પંચમહાલ: ગોધરામાં ઘરમાંથી પરિણીતાનો મૃતદેહ મળ્યો. દાહોદ રોડ પર શાંતિ પ્રકાશ સોસાયટીમાં મૃતદેહ મળ્યો. મૃતકના પરિજનોએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા હોસ્પિટલ મોકલાયો.

  • 23 Jul 2025 08:06 AM (IST)

    અમદાવાદ: સુભાષબ્રિજ સર્કલ પાસે ઝડપાયો જુગારનો અડ્ડો

    અમદાવાદ: સુભાષબ્રિજ સર્કલ પાસે જુગારનો અડ્ડો ઝડપાયો. PCBએ જુગાર રમી રહેલા 18 લોકોને ઝડપી પાડ્યા. પોલીસે 4.75 લાખ રોકડ, 17 મોબાઇલ અને 2 કાર જપ્ત કર્યા. ઘનશ્યામ ચેમ્બર્સનાં ભોયરામાં ઓફિસમાં જુગાર રમાતો હતો.

  • 23 Jul 2025 07:30 AM (IST)

    કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    કચ્છના ધોલાવીરામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 10 કલાક અને 21 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો. ભુકંપનું કેન્દ્ર બિંદુ ધોલાવીરાથી 98 કિમી દુર છે.

Published On - Jul 23,2025 7:27 AM

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">