AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો, OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ શનિવાર 21 નોવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયો. ભાજપે તેને ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કર્યું છે. આ નિમણૂક બાદ ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો.

Breaking News : ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો, OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક
Yuzvendra Chahal Join BJPImage Credit source: Google
| Updated on: Nov 22, 2026 | 7:48 AM
Share

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયો. પક્ષ દ્વારા OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય હોદ્દેદારો અને કાર્યકારી સભ્યોની વ્યાપક યાદીના ભાગરૂપે ચહલની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પક્ષના ટોચના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ભાજપ પરિવારમાં મને સ્થાન અને સન્માન આપવા બદલ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમરપાલ મૌર્યનો હૃદયપૂર્વક આભાર માનું છું.

દિલ્હી OBC મોરચાનું પ્રતિનિધિત્વ કરશે ચહલ

પક્ષ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ચહલ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરતાં ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે જવાબદારી નિભાવશે. તેની સાથે ઓડિશાનો અદ્વૈત ચરણ ગણનાયક અને ઉત્તર પ્રદેશની એડવોકેટ સીમા સમૃદ્ધિ કુશવાહાને પણ વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

ક્રિકેટમાં ચહલનું પ્રદર્શન

ક્રિકેટના મેદાન પર યુઝવેન્દ્ર ચહલનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું છે. તેણે ભારત તરફથી 72 વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 121 વિકેટ અને 80 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં 96 વિકેટ લીધી છે. આ ઉપરાંત, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 188 મેચમાં તેના નામે 233 વિકેટ નોંધાયેલી છે.

ઓબીસી મોરચામાં રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની નિમણૂકો

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, ઓબીસી મોરચાના સાત નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • જોગેન મોહન (આસામ)
  • મમતા મોહંતા (ઓડિશા)
  • સંગમલાલ ગુપ્તા (ઉત્તર પ્રદેશ)
  • બબનરાવ રાવજી ચૌધરી (મહારાષ્ટ્ર)
  • સત પ્રકાશ રાણા (દિલ્હી)
  • અર્જુન સાહની (બિહાર)
  • સંગીતા બલવંત બિંદ (ઉત્તર પ્રદેશ)

આ ઉપરાંત, ગજેન્દ્ર યાદવ (દિલ્હી), પ્રમોદ મધ્વરાજ (કર્ણાટક) અને લલિત ચંદ્રાકર (છત્તીસગઢ)ને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સચિવો અને સંગઠનાત્મક જવાબદારીઓ

ભાજપે વિવિધ રાજ્યોમાંથી સાત નેતાઓને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય સચિવ તરીકે જવાબદારી સોંપી છે.

  • દશરથજી ઠાકોર (ગુજરાત)
  • ટી. વરથરાજન (તમિલનાડુ)
  • સંજીવ કુમાર ઉર્ફે બબલુ ભગત (ઝારખંડ)
  • સરિતા જાંગિડ (હરિયાણા)
  • કડગાંચી રમેશ (તેલંગાણા)
  • વૈભવ પંવાર (મધ્યપ્રદેશ)
  • ભીમ કુમાર સાહૂ (બિહાર)

અન્ય સંગઠનાત્મક નિમણૂકોમાં ઉત્તર પ્રદેશના રાધેશ્યામ યાદવને રાષ્ટ્રીય ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે દિલ્હીના સંજય કુમાર ગુર્જરને રાષ્ટ્રીય કાર્યાલય સચિવ અને ડો. અરુણ યાદવને સહ-કાર્યાલય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહારના અજય ગુપ્તાને ઓબીસી મોરચાના મીડિયા સંયોજક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો, Breaking News : પંતે ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી, ટેસ્ટમાં આવું કરનાર છઠ્ઠો ભારતીય બન્યો

Follow Us
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સરકારી નોકરીની લાલચ આપી રૂ. 11.20 લાખથી વધુની ઠગાઈ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
સુજલામ સુફલામ યોજનાનો ફિયાસ્કો, કરોડોની પાઈપલાઈન નાખવા છતા તળાવ ખાલીખમ
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
₹25 હજાર ખર્ચ્યા બાદ ડુંગળીના પાકમાં રોગ, સારા ભાવ છતાં ખેડૂતો લાચાર
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
વડોદરા: પુલ નીચેના સ્પોર્ટ્સ સંકુલો જાળવણીના અભાવે વેરાન, મનપાની કામગી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
લીલી પરિક્રમાથી પરત ફરતા શ્રદ્ધાળુઓની બોલેરો પલટી
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે કાશી કોરિડોર મોડેલની રજૂઆત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
દ્વારકા જગત મંદિરમાં ફોટો-વીડિયો માટે વ્યવસ્થાપકની મંજૂરી ફરજિયાત
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
Maharashtra: કપલ પર સગીરોના ટોળાનો હુમલો, કિરીટ સોમૈયાએ ઉઠાવ્યા સવાલ
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે મહિલાનો હોબાળો ! Video
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
દિલજીતના નશાવાળા ગીતો ના ગાવાના વિરોધ સાથે અમદાવાદ પહોચ્યાં પ્રોફેસર
g clip-path="url(#clip0_868_265)">