AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો તો જેલઃ કેજરીવાલ, કોંગ્રેસ ભાજપ ભેગા છે તેથી AAP વિપક્ષની ભૂમિકા ભજવશેઃ ભગવત માન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2025 | 9:50 PM
Share

આજે 22 જુલાઈને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 જુલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો તો જેલઃ કેજરીવાલ, કોંગ્રેસ ભાજપ ભેગા છે તેથી AAP વિપક્ષની ભૂમિકા ભજવશેઃ ભગવત માન

આજે 22 જુલાઈને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jul 2025 09:33 PM (IST)

    સુરત ક્રાઈમ બ્રાન્ચે 4 જુગારધામ પર પાડ્યા દરોડા, 25 લાખની માલમત્તા સાથે 75 જુગારીઓ ઝડપાયા

    સુરત શહેરમાં ચાલતા જુગારધામો પર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચાર અલગ અલગ સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. દરોડામાં જુગાર રમતા 73 જુગારીઓને 25 લાખથી વધુની મત્તાના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી 4.22 લાખની રોકડ રકમ, 7.58 લાખની કિંમતના 80 મોબાઈલ વગેરે જપ્ત કરાયા છે. 13.20 લાખની કિંમતમાં આઠ જેટલા વાહનો પણ જપ્ત કરાયા છે. જુગાર રમવા માટે 50 થી લઈ 10 હજાર સુધીના 1135 જેટલા પ્લાસ્ટિકના કોઇન જપ્ત કરાયા છે. અકબર સહીદના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર છાપો માર્યો હતો.  મુખ્ય આરોપી અસલમ કચ્છી, અકબર ઉર્ફે કેકડા, યુસુફ પાસા, ફિરોઝ મીંડીને વોન્ટેડ જાહેર કરાયા છે. ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડીને આઠ લોકોની અટકાયત કરી છે.

  • 22 Jul 2025 08:39 PM (IST)

    અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારા પાસેથી 6 દિવસમાં વસૂલાયો ₹.1,59,04,300નો દંડ

    ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી. કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે નિયમોના અમલીકરણ માટે પોલીસ બની વધુ કડક. છેલ્લા 6 દિવસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓએ ભર્યો અધધ ₹.1,59,04,300નો દંડ. 17.7.25 થી 22.7.25 સુધી રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારા વિરુદ્ધ 9,377 કેસ નોંધાયા છે. કુલ કેસો પૈકી 133 વાહન જપ્ત કરવામાં આવ્યા અને 113 ગુના નોંધવામાં આવ્યા છે. નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં આપી હતી ખાતરી.

  • 22 Jul 2025 07:55 PM (IST)

    સુરતમાં વીમો પકવવા મિત્રની હત્યા કરીને પોતાના મોતનું નાટક રચ્યું – ટીવી સિરિયલ જોઈને ઘડ્યો પ્લોટ 

    સુરતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે લાખનો વીમો પકવવા ટ્રક માલિકે પોતાની મોતનું નાટક રચ્યું હતું. રીલ લાઇફની સ્ટોરી રિયલ લાઇફમાં જોવા મળી. પોતાનું અકસ્માતમાં મોત થયું હોવાનો સીન ક્રિએટ કરી પોતાના જ મિત્રની હત્યા કરી નાખી. પોતાના સ્થાને મિત્રની લાશને બતાવીને વીમો પકવવાનો પ્રયાસ કર્યો. શિવ કુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા તેની પત્ની મીના દેવી શિવકુમાર મિશ્રા અને તેના સબંધી મોનુ ચંદ્રાબલી ગૌતમની ધરપકડ કરવામાં આવી છે. 13મી જુલાઈ એ મુખ્ય આરોપી શિવકુમારે પાંડેસરાના વડોદ ખાતે રહેતા,મિત્ર દેવીપ્રસાદની પોતાના જ ટ્રક વડે કચડી હત્યા કરી નાખી હતી.

    સૌ પ્રથમ પાંડેસરાના વડોદથી કડોદરા તરફ મોપેડ પર લઈ ગયા બાદ ટ્રકમાં બેસાડી દારૂ પીવડાવ્યો હતો. બેભાન કર્યા બાદ કડોદરાથી પોતાની ટ્રકમાં બેસાડી સનિયાથી ખંભાસલા ગામ તરફ લઈ ગયો, જ્યાં ટ્રક નીચે સુવડાવી ક્રૂરતા પૂર્વક તેના પર ટ્રકના ટાયર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસ ઓળખ ના કરી શકે તે માટે ચેહરાનો ભાગ ક્રૂરતા પૂર્વક રહેંસી નાંખ્યો. ઘટના બાદ ટ્રક ફરી કડોદરા જઈ મૂકી પૂણે ભાગી છૂટ્યો હતો, જ્યાં ઘરે પહોંચેલી પોલીસે આરોપીની પત્નીનો હાઉભાઉ જોઈ ચોંકી ઉઠી હતી.

    પત્નીએ વીમાના બે લાખની વાત કરતા પોલીસને શંકા ઉપજી હતી. જ્યાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજ અને ટ્રકમાં લાગેલા gps સિસ્ટમે આરોપીનો ભાંડો ફોડ્યો હતો. મુખ્ય આરોપી “સસુરાલ સિમર કા”ટીવી સીરિયલ પરથી સમગ્ર ક્રાઈમ સીન ક્રિએટ કર્યો હતો. જ્યાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી.

  • 22 Jul 2025 07:49 PM (IST)

    ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવે તો જેલમાં ધકેલી દેવાય છેઃ કેજરીવાલ

    આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધતા ભાજપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે જણાવ્યું કે,  30 વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર અને ભ્રષ્ટાચાર વધી ગયો છે. પશુપાલકોને બોનસ અને દૂધનો યોગ્ય ભાવ આપવા મુદ્દે ભાજપ સરકાર મનમાની કરી રહી છે. ગુજરાત સરકાર પશુપાલકો અને ખેડૂતો પર અત્યાચાર કરે છે અને દમન ગુજારે છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભ્રષ્ટાચારની સામે વિરોધ કરતા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ભાજપા સરકારના રાજમાં કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગુજરાતના લોકોના પક્ષમાં અવાજ ઉઠાવવા અમે ગુજરાતમાં આવ્યા છીએ. દેડિયાપાડામાં રેલીનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નકલી દૂધ મળી રહ્યું છે તેનો લઈને પણ અવાજ ઉઠાવીશું.

  • 22 Jul 2025 06:17 PM (IST)

    વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા જ્વલનશીલ પ્રવાહી છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ

    વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. અસફાક ગફારભાઈ પંજા નામના 32 વર્ષીય યુવકે આત્મ વિલઓપનો પ્રયાસ કર્યો હતો. વેરાવળ કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ પેટ્રોલ જેવુ જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગ્યો હતો. જો કે આ ઘટના સમયે નજીક ઉભેલા વકીલોએ બચાવ્યો હતો. યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક વર્ષ 2022 માં NDPS ના કેસનો આરોપી હોવાનુ સામે આવ્યું છે.

  • 22 Jul 2025 04:50 PM (IST)

    શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે ? કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે લાગ્યા પોસ્ટરો

    કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ વધ્યો છે. મુન્દ્રાના નવીનાળની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીએ વિરોધ કર્યો હતો. શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમાં જેવા પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ કર્યો. “શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે ?” પ્રશ્નોના પોસ્ટર સાથે વિરોધ. કુલ 6 શિક્ષકોની ઘટ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આગામી દિવસોમાં તાળાંબંધી સહિતના કાર્યક્રમો અપાશે.

  • 22 Jul 2025 04:48 PM (IST)

    પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદ ગ્રહણ કર્યા પૂર્વે અમિત ચાવડાએ અમદાવાદની નગરદેવીના કર્યા દર્શન

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ ગ્રહણ કરે એ પૂર્વે અમિત ચાવડાએ, અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કર્યા હતા. ભદ્રકાળી મંદિરે અમિત ચાવડાએ કાર્યકરો સાથે દર્શન કર્યા હતા. અમિત ચાવડા બીજીવાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું પદ સંભાળવા જઈ રહ્યા છે. આ અગાઉ અમિત ચાવડા 2018 થી 2021 માં પણ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા હતા.

  • 22 Jul 2025 03:11 PM (IST)

    પોરબંદરમાં 4 કરોડની માલ મિલકત પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપનાર હિરલ જાડેજાનો સાથીદાર હિરેન ઓડેદરા ઝડપાયો

    પોરબંદર વ્યાજખોરી કેસના સૂત્રધાર હિરેન ઓડેદરાને પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈકાલે વ્યાજખોર હિરલબા જાડેજા અને તેના સાગરીત હિરેન ઓડેદરા સામે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના પગલે પોલીસે હિરલબાના સાગરીત હિરેન ઓડેદરાને કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. હરીશ પોસ્તરીયા નામના ફિશિંગના વ્યાપારીએ બંને સામે નોંધાવી હતી ફરિયાદ. 75 લાખની રકમ સામે 4 કરોડ વસૂલ કરી લીધાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાની ફરિયાદ કરાઈ હતી.

  • 22 Jul 2025 03:08 PM (IST)

    વડોદરાના ગોરવામાં એક પરિવારે ઝેરી દવા પીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ

    વડોદરાના ગોરવા વિસ્તારના પરિવારે સામુહિક આપઘાતનો  પ્રયાસ કર્યો છે. માતા પિતાએ પોતાના બાળકને પણ ઝેરી દવા પીવડાવી હતી. ગોરવાના સુભાષ દેવડા, સુરેખા દેવડા અને પાનવ દેવડાએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતી એ 5 વર્ષીય પુત્ર પાનવને પણ ઝેરી દવા પીવડાવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સુરેખા દેવડાનું નિવેદન સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે અમે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમારા પુત્રનું અમારા સિવાય કોઈ નથી એટલે તેને પણ દવા પીવડાવી હતી. હાલ ત્રણેયની હાલત સ્થિર છે. એસ.એસ. જી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર. પતિ સુભાષનો કઈ પણ કહેવાનો ઇન્કાર.

  • 22 Jul 2025 03:05 PM (IST)

    યમન : નિમિષા પ્રિયાને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે

    યમનમાં મૃત્યુદંડની રાહ જોઈ રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવી શકે છે. આ કેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલા ડોક્ટર કેએ પોલે દાવો કર્યો હતો કે, નિમિષા પ્રિયાને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવી શકે છે. ત્યારબાદ તે ભારત પરત ફરશે. નિમિષાને 16 જુલાઈએ ફાંસી આપવાની હતી પરંતુ ડોક્ટર પોલ અને ભારત સરકારના પ્રયાસોને કારણે તેને અટકાવી દેવામાં આવી હતી.

  • 22 Jul 2025 02:30 PM (IST)

    અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીનું મોત

    અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીનું મોત થયુ છે. વડોદરાના યાત્રીનું અમરનાથ યાત્રામાં મોત થયું છે. પગ લપસતા 50 વર્ષીય મહેશ ઉત્તેકરને બ્રેઈન હેમરેજ થયું. અમરનાથ ગુફાથી માત્ર 20 જ પગથિયાંનું અંતર હતું. તેમના અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છે. દર્શન કરવા જતા યાત્રીનો અંતિમ વીડિયો આવ્યો સામે

  • 22 Jul 2025 12:51 PM (IST)

    જગદીપ ધનખડના રાજીનામા પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા

    ધનખડના રાજીનામા પર પીએમ નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે હું તમારા સારા સ્વાસ્થ્યની કામના કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં કહ્યું, “જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની તક મળી છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

  • 22 Jul 2025 12:26 PM (IST)

    સુરત: વેસુ વિસ્તારની શાળાને મળી બોમ્બની ધમકી

    સુરત: વેસુ વિસ્તારની શાળાને મળી બોમ્બની ધમકી મળી છે. ગોઈન્કા સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ સ્કૂલને કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરી. એસીપી, પીઆઈ અને ડૉગ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ગુજરાત સહીત અનેક રાજ્યોની શાળાઓને ધમકી મળી. દેશની 159 જેટલી શાળાઓને બોમ્બની ધમકીનો મેઈલ મળ્યો છે.

  • 22 Jul 2025 12:24 PM (IST)

    બનાસકાંઠા: ડીસાના આખોલ ગામમાં ઈકો કારમાં આગ

    બનાસકાંઠા: ડીસાના આખોલ ગામમાં ઈકો કારમાં આગ લાગી છે. વહેલી સવારે અચાનક કારમાં ભીષણ આગ લાગી. સીએનજી કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગતા કાર બળીને ખાખ થઈ છે. આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે.

  • 22 Jul 2025 11:09 AM (IST)

    સાબરકાંઠા: સાબર ડેરીમાં દૂધની આવકમાં વધારો

    સાબરકાંઠા: સાબર ડેરીમાં દૂધની આવકમાં વધારો થયો છે. દૂધની આવક વધીને 18.73 લાખ લીટર થઈ. સરેરાશ આવક સામે હાલ 5થી છ લાખ લીટર દૂધની ઘટ હજુ છે. સાબર ડેરીમાં સરેરાશ દૂધની આવક 26 લાખ લીટરની આસપાસ છે. દૂધની આવક સામાન્ય થઈ રહી હોવાનો સાબર ડેરીનો દાવો છે. આજે દૂધની આવકમાં ધરખમ વધારો થવાની સંભાવના છે. આંદોલનમાં હુમલાના આરોપીઓને જામીન મળતા સ્થિતિ સામાન્ય બની.

  • 22 Jul 2025 10:15 AM (IST)

    સુરત: કાપડ દલાલી સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ

    સુરત: કાપડ દલાલી સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ થયુ છે. અજાણ્યા અપહરણકર્તાઓએ 50 કરોડની ખંડણી માંગી. પોલીસને જાણ થતાં અપહરણકર્તાઓએ વેપારીને છોડી મૂક્યો. વેપારી પાસે રહેલા 1.20 લાખ રોકડ અને 2.10 લાખના દાગીના પડાવ્યા. પૈસાની લેતીદેતીના વિવાદને લઈ અપહરણ થયું હોવાનું સામે આવ્યું. વેપારીના અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ કરી શરૂ.

  • 22 Jul 2025 09:26 AM (IST)

    સુરત: માંગરોળના તરસાડીમાં મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

    સુરત: માંગરોળના તરસાડીમાં મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. આરોપી પર બે બાળકોની માતા સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો મહિલાનો આરોપ છે. વારંવાર દુષ્કર્મ આચરીને મહિલાને ધમકાવતો હોવાનો અને યુવક ન્યૂડ ફોટો વાયરલ કરવાની મહિલાને ધમકી આપવાનો આરોપ છે. કોસંબા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

  • 22 Jul 2025 09:07 AM (IST)

    સુરત જિલ્લામાં રખડતા શ્વાને લીધો બાળકીનો ભોગ

    6 વર્ષની બાળકી બાળવાટિકામાં ગઈ ત્યારે ત્રણ જેટલા શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને બચકાં ભરી લોહીલુહાણ કરી દીધી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ ઉમરપાડા તાલુકામાં શ્વાનના હુમલામાં મહિલાનું મોત થયું હતું

  • 22 Jul 2025 07:39 AM (IST)

    સુરત: 28 કિલો સોનાની પેસ્ટ ઝડપાઇ

    સુરત: આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણ ચોરી ઝડપાઇ. 28 કિલો સોનાની પેસ્ટ ઝડપાઇ છે.  એરપોર્ટની CISFની વિજિલન્સ ટીમે આ કાર્યવાહી કરી. દુબઇથી ફ્લાઇટનાં 2 મુસાફરો સોનુ લાવ્યા હતા. મુસાફરોનું શંકાસ્પદ વર્તન જણાતા તેમને અટકાવી તપાસ કરાઇ. CISF અને કસ્ટમ અધિકારીએ બંને મુસાફરોની તપાસ કરી. શરીર પર 28 કિલો સોનાની પેસ્ટ છુપાવીને પ્રવાસી લાવ્યા હતા. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

Published On - Jul 22,2025 7:36 AM

g clip-path="url(#clip0_868_265)">