દાહોદ જિલ્લાના ધામરડા ગામમાં થયેલી મારામારીની ઘટનાને લઈને પોલીસે તપાસની દિશા શરુ કરી છે. અગાઉથી ચાલી આવતી વ્યકિતગત અદાવત કે પશુ ચરાવવા અંગેના વિવાદને લઈને ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જોકે ચોક્કસ કારણ જાણવા પોલીસે તમામ પક્ષોનું નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે.
21 ઓકટોબરના મહત્વના સમાચાર : નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા
આજે 21 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 21 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
જુનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો કરી હત્યા
જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં રોડની બંને સાઈડ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યેશ ચૂડાસમાની ફટાકડા ફોડવા બાબતે એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું…અને ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ હુમલાખોરોએ અચાનક પાઇપ, ધોકા અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો.આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 28 વર્ષીય દિવ્યેશ ચૂડાસમાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત પણ થયા.જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા અને CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી
-
ગાંધીનગરમાં સગીર યુવકે અન્ય યુવકની કરી હત્યા
ગાંધીનગરના દહેગામથી એક હત્યાનો મામલો સામે આવ્યો છે. જ્યાં, એક યુવકે તેના સગીર મિત્ર સાથે મળીને. અન્ય યુવકની હત્યા કરી નાંખી. વાસ્તવમાં આયુષ નામના યુવકને શંકા હતી કે, તેની બહેનનો અંકુશ નામનો યુવક પીછો કરે છે. તેની સામે જુવે છે. આ વાતનો ખાર રાખીને આયુષ નામના યુવકે હત્યાનું કાવતરૂં ઘડ્યું. તેણે ST ચોક વિસ્તારમાં ફટાકડા લેવા ગયેલા અંકુશ નામના યુવકનો પીછો કર્યો અને મોકો જોઇને યુવક પર છરીના 9 ઘા ઝીંકી દીધા. આ હત્યામાં એક સગીર પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે. ઘટનાની જાણ થતા પોલીસે સગીર અને યુવકને ઝડપી લીધા
-
-
ગિરનાર પર્વત પરથી રોશનીથી શણગારેલા જુનાગઢનો અદ્દભૂત નજારો
દિવાળીના પર્વે ઝળહળ્યું જૂનાગઢ. દિવાળી અને નવા વર્ષના આગમનની ખુશીમાં જૂનાગઢ વાસીઓએ જોરદાર આતશબાજી કરી. જેનો આકાશી નજારો સામે આવ્યો છે. ગિરનાર પર્વત પરથી ભાવિકોએ આકાશી નજારો કેદ કર્યો. એક તરફ અવનવી લાઇટોથી ઝગમગતું જૂનાગઢ.અને એમાંય ફટાકડા સહિતની આતશબાજીની રોશની. જેણે સમગ્ર વિસ્તારમાંથી અંધકારને દૂર કરી દીધો. દિવાળીના પર્વની રોનક, ઉત્સાહ અને ભરપૂર ઉમંગ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વત પરથી કેદ આ દ્રશ્યો ખૂબ રમણીય લાગી રહ્યા છે.
-
સુરતમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
સુરતના ઓલપાડમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા સૂકાયા નથી. જેના કારણે ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઇવે પર સૂકવી દીધો. કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવેના આ દ્રશ્યો છે. જ્યાં, એક તરફના પટ્ટા પર ડાંગરનો પાક પાથરેલો જોવા મળે છે. ડાંગર સૂકવીને ખેડૂતો તેના પર 24 કલાક પહરેદારી પણ કરી રહ્યા છે.. જેથી ડાંગરની ચોરી ના થાય.
-
સુરતના પલસાણામાં મિલમાં લાગી ભીષણ આગ
સુરતના પલસાણામાં મિલમાં ભીષણ આગ લાગી છે. ગ્લોબલ ટેક્સટાઈલ પાર્કમાં આવેલી નાવ્યા ફોર્મમાં આગ લાગીં હતી. ફોમના ગાદલા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેમા ફેક્ટરી પરનો શેડ પર તૂટી પડ્યો હતો. દિવાળી હોવાથી કોઈ હાજર ન હોવાથી તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા
-
-
સાબરકાંઠા: ઈડરિયા ગઢ પર ભમરા ઉડ્યા
સાબરકાંઠા: ઈડરિયા ગઢ પર ભમરા ઉડ્યા. ભમરાઓએ 25 જેટલા પ્રવાસીઓને ડંખ માર્યા છે. અમદાવાદ અને હિંમતનગરના પ્રવાસીએ ફરવા આવ્યા હતાં ભમરાઓએ ડંખ મારતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.
-
નવા વર્ષે અંબાલાલ પટેલની ધ્રુજાવનારી આગાહી
નવા વર્ષે અંબાલાલ પટેલે ધ્રુજાવનારી આગાહી કરી છે. ઓક્ટોબરના અંતમાં ગુજરાત પર ફરી માવઠાનું સંકટ આવશે. ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થશે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
-
અમદાવાદના રાણીપમાં દારૂડિયા પુત્રની પિતાએ કરી હત્યા
અમદાવાદનાં રાણીપમાં આવેલા ખોડિયાર નગરમાં પિતાએ ધારિયાનાં ઘા ઝિંકી પુત્રની હત્યા કરી. ઘટના પાછળનું મુખ્યકારણ હતો ઘર કંકાસ. બેરોજગાર પુત્રને વારંવાર ટોકવા છતા તે સુધરતો ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક દારૂ પીવાની ટેવ ધરાવતો હતો તેની પત્ની પણ 4 વર્ષથી કંટાળીને તેના પિયર જતી રહી હતી. મૃતક જયેશ દારૂ પીવા માતા પિતાને માર મારીને રૂપિયા પડાવતો હતો. નાણાં ન મળતા ઘરમાં ચોરી કરીને તે દારૂ પીતો હતો. 72 વર્ષના ભાઈલાલે મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની વાત કરીએ તો દિવાળીના દિવસે સવારે મૃતક જયેશ દારૂના નશામાં ઘરે આવી ગાળાગાળી કરતો હતો. ત્યારે પિતાનો પિત્તો ગયો અને તેમને પુત્રને જ મોતને ઘાટ ઉતાર્યો. રાણીપ પોલીસે હત્યા કેસમાં પિતાની ધરપકડ કરી છે, હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે લઇને પરિજનોના નિવેદનો લઈને વધુ તપાસ શરૂ કરી છે..
-
રાજકોટ: પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત
રાજકોટ: પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નિપજ્યુ છે. જેતપુર તાલુકાના આરબ ટિબડી ગામેથી આ કરૂણ ઘટના સામે આવી છે. પરપ્રાંતીય દંપતી ખેતરમાં કામ કરતું હતું ત્યારે આ ઘટના બની હતી. ખેતરમાં રમી રહેલ બે વર્ષીય બાળક પાણીની કુંડીમાં પડ્યો હતો. જે બાદ તેનુ રેસક્યુ કરી તેને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. બે વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તહેવારનો માહોલ હાલ માતમમાં ફેરવાઈ ગયો છે.
-
સોનાનો 10 ગ્રામનો ભાવ 5 હજાર ઘટી 1 લાખ 28 હજાર થયો
સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. MCXમાં મુહૂર્ત ટ્રેડિંગ સમયમાં મોટો કડાકો નોંધાયો છે. સોનાનો 10 ગ્રામનો ભાવ 5 હજાર ઘટી 1 લાખ 28 હજાર થયો. ચાંદીના 1 કિલોના ભાવમાં 10 હજારનો ઘટાડો આવ્યો. ઘટાડા સાથે ચાંદીનો 1 કિલોનો ભાવ દોઢ લાખે પહોંચ્યો. હવે પ્રતિદિન સોના અને ચાંદીના ભાવ ઘટી રહ્યા છે.
-
ડાકોર મંદિરમાં અન્નકૂટની લૂંટ સાથે કરાઈ ઉજવણી
સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટની લૂંટ કરી ધાર્મિક પરંપરા સાથે કરાઈ ઉજવણી. યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને 151 મણ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે…જેને વર્ષોથી લોકો વચ્ચે વહેંચવામાં નથી આવતો..પરંતુ તેને લૂંટવાની અનોખી પ્રથા વર્ષોથી ચાલે છે અને લોંકો હોંશે હોંશે આ પ્રસાદને લૂંટીને આ પરંપરા સાથે ઉજવણી કરે છે. આ માટે આજુબાજુના લગભગ 80થી 85 ગામોને લોકોને લેખિતમાં આમંત્રણ પણ આપવામાં આવે છે. મહા આરતી બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે..જેમાં આમંત્રિત ભાવિકો અને ક્ષત્રિયો આ અન્નકૂટને લૂંટીને આ પ્રસાદને આરોગે છે. આ પ્રથા પાછળ એવી પણ માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. એટલે જ મંદિરની સ્થાપના સમયથી આ પ્રથા ચાલી આવે છે.
-
પંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત્
પંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાનનો આતંક યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં શ્વાન કરડવાના 25 કેસ નોંધાયા છે. રાહદારી તેમજ ઘરઆંગણે રમતા બાળકોને બચકાં ભર્યા હતા. ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગોધરા શહેર, ગ્રામીણ વિસ્તારમાં વધ્યો શ્વાનનો આતંક વધ્યો છે. રખડતા શ્વાનના વધતા હુમલાથી લોકોમાં ડરનો માહોલ છે.
-
છોટાઉદેપુર: પૌત્રએ જ દાદાની નિપજાવી હત્યા
છોટાઉદેપુર: પૌત્રએ જ દાદાની હત્યા કરી નાખી. બોડેલીના ખડકલા ગામે બની હત્યાની ઘટના. બાઈકની ચાવી બાબતે કાકા, ભત્રીજાનો ઝઘડો થયો હતો. દાદા વચ્ચે બચાવવા જતા પૌત્રએ લાકડી મારતા મોત થયુ છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પૌત્રને ઝડપ્યો છે. હત્યારા પૌત્ર કાનજી ભીલને ઝડપી હાથ ધરાઈ તપાસ
-
દાદરાનગર હવેલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવાદ
દાદરાનગર હવેલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. ઉમેદવારોના ફોર્મ નામંજૂર થવા મુદ્દે વિવાદ વધુ ગરમાયો. ફોર્મ નામંજૂર થતા ઉમેદવારો, સમર્થકો કલેક્ટર કચેરી પહોંચ્યા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ નામંજૂર કર્યાનો આક્ષેપ છે. માત્ર ભાજપના ઉમેદવારોના જ ફોર્મ મંજૂર કરાયાનો આક્ષેપ છે. નારાજ ઉમેદવારો, સમર્થકોનો કલેક્ટર કચેરી સામે બેસી વિરોધ નોંધાયો. દાદરાનગર હવેલીમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે.
-
નવા વર્ષે પણ વરસાદના મંડાણ રહેશે
હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે. જે ખુબ જ ચિંતા વધારનારી છે. સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોની વધી શકે છે. ધરતીપુત્રો પર માવઠાની આફત વરસી શકે છે. એટલું જ નહીં 25 ઓક્ટોબર બાદ તો રાજ્યમાં ચોમાસા જેવો જ માહોલ જામી શકે છે. જેમા માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે.
-
રાજકોટ: દિવાળીના તહેવારોમાં તસ્કરો સક્રિય
રાજકોટ: દિવાળીના તહેવારોમાં તસ્કરો સક્રિય થયા છે. ભક્તિનગરમાં બંધ મકાનમાંથી 40 લાખથી વધુની ચોરી થઇ છે. મકાનમાંથી રોકડ અને દાગીના સહિત 40 લાખથી વધુની ચોરી થઇ. મકાનમાં ચોરી પાછળ કોઈ જાણભેદુ વ્યક્તિ હોવાની પણ શંકા છે. પોલીસે ચોરી અંગે વધુ તપાસ શરૂ કરી.
-
પીએમ મોદીએ જાપાનના નવા પ્રધાનમંત્રી તાકાઈચીને અભિનંદન આપ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈ આવવા બદલ સના તાકાઈચીને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. ભારત-પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આપણા ગાઢ સંબંધો મહત્વપૂર્ણ છે.”
-
સુરત: લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં આગ
સુરત: લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી. ભંગાર અને યાર્નના સામાનમાં આગનો બનાવ બન્યો છે. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે છે. આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે.
-
અમદાવાદ: રિવરફ્રન્ટ પર અકસ્માતમાં સગીરનું મોત
અમદાવાદ: રિવરફ્રન્ટ પર અકસ્માતમાં સગીરનું મોત થયુ છે. 15 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું. પોલીસની ડરથી ભાગતા સમય ઘટના બન્યાનો આરોપ છે. પોલીસકર્મીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મૃતકની ઓળખ 15 વર્ષીય ક્રિશ પરમાર તરીકે થઈ. અકસ્માતમાં અન્ય એક સગીર પણ ઈજાગ્રસ્ત થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
ડાકોર સ્થિત રણછોડજીરાય મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડજીરાય મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દિવાળીના પાવન પર્વે મોટી સંખ્યામાં વેપારીઓ અને લાખો ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. સાથે સાથે મંદિરમાં ઠાકોરજી સન્મુખ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન પણ કરવામાં આવ્યું હતુ. મહત્વનું છે કે ભગવાન રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. ભગવાન રણછોડરાયજીના વેપારી સ્વરૂપના દર્શન માટે ભાવિકોનો મહેરામણ ઉમટ્યુ હતુ. તો રાત્રે ભગવાનના ભવ્ય હાટડી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપમાળાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
-
ભાવનગર: ટીવી કેન્દ્ર નજીક તબીબના મકાનમાં લાગી ભીષણ આગ
ભાવનગરના ટીવી કેન્દ્ર નજીક આવેલા એક તબીબના નિવાસસ્થાને ભીષણ આગ લાગી હતી, જેમાં તબીબ સહિત તેમના પરિવારના છ સભ્યો આગની ઝપેટમાં આવી ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ICUમાં સારવાર હેઠળ છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાના કારણની તપાસ ફાયર વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
-
દિવાળી દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો
દિવાળી દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. કુલ 916 અકસ્માતના કોલ આવ્યા જે સામાન્ય દિવસો કરતા વધુ છે. સામાન્ય દિવસોના 529 કોલની સરખામણીમાં 387 કેસ વધુ છે. દિવાળીના સમયગાળામાં દાઝવાના 56 કેસ નોંધાયા. અમદાવાદમાં 17, સુરતમાં 8, જામનગરમાં 5, નવસારીમાં 4 કેસ નોંધાયા. 108 ઈમરજન્સીએ તમામ કેસમાં તાત્કાલિક આરોગ્ય સહાય પૂરી પાડી. નાગરિકોને સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
-
અમદાવાદના પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં આગ
અમદાવાદના પીપળજ ગામની ટેક્સટાઇલ કંપનીમાં આગ લાગી. રાત્રિ દરમિયાન 1થી 2 કલાક વચ્ચે આગની ઘટના બની હતી. આગની ઘટનામાં 24 વર્ષના એક શ્રમિકનું મોત થયુ છે. શ્રમિકનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે અને 1 ઇજાગ્રસ્ત થયો છે. મહાલક્ષ્મી ટેક્સ્ટાઇલ નામની કંપનીમાં આગ લાગી હતી. ફાયરના 6 વાહનો દ્વારા આગ પર કાબુ મેળવાયો.
-
અમદાવાદઃ સેટેલાઇટમાં પત્નીએ પતિ પર કર્યું એસિડ એટેક
અમદાવાદઃ સેટેલાઇટમાં પત્નીએ પતિ એસિડ એટેક પર કર્યું. પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાની શંકા રાખીને એસિડ એટેક કર્યો. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયો છે. 2 વર્ષ પહેલાં યુવકે મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હુમલો કરનારી પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
-
બિહારઃ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ
બિહારઃ વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. પહેલા તબક્કાની 18 જિલ્લાની 121 બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ, પહેલા તબક્કામાં ચૂંટણી મેદાનમાં 1314 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. 121 બેઠકો પર કુલ 1690 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણીમાં 315 ફોર્મ રદ, 61 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે.
-
દાહોદઃ ધામરડા ગામે થઈ મારામારી
-
અમદાવાદમાં દિવાળીની રાત્રી પછી શહેરમાં AQI 371 નોંધાયો
અમદાવાદ: દિવાળી બાદ શહેરની હવા ઝેરી બની છે. શહેરમાં ‘ગંભીર શ્રેણી’માં વાયુ પ્રદૂષણ થયુ છે. અમદાવાદમાં સરેરાશ AQI 300ને પાર ગયો છે. દિવાળીની રાત્રે AQI 371 નોંધાયો. ધુમાડાને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવાળીએ મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટ્યા બાદ વાયુ પ્રદૂષણ થયુ છે.
-
દિલ્હીમાં ઘણી જગ્યાએ AQI સ્તર 900 ને વટાવી ગયું
આજે સવારે દિવાળી પછી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI સ્તર 900 ને વટાવી ગયું છે. સવારે 6 વાગ્યે, ચાણક્ય પ્લેસ I એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાક 979 પર પહોંચી ગયો હતો, જ્યારે નારાયણ ગામમાં AQI 940 નોંધાયું હતું. ટિગરી એક્સટેન્શનમાં AQI 928 માપવામાં આવ્યું હતું.
-
IMD એ આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જાહેર કરી
હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડી પર ચક્રવાત પરિભ્રમણને કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી છે, જે આજથી વધુ તીવ્ર બનવાની ધારણા છે. 23 ઓક્ટોબર સુધી આ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે, અને સ્થાનિક બંદરો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં અલગ અલગ સ્થળોએ ભારે પવન (40-50 કિમી પ્રતિ કલાક) અને વાવાઝોડાની આગાહી છે.
Published On - Oct 21,2025 7:52 AM