બનાસકાંઠાના પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી. આરોગ્ય શાખામાં કાર્યરત સિનિયર ક્લાર્ક પર ઓફિસમાં જ મહિલા કર્મચારીને માર માર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. તિજોરીની ચાવી બાબતે થયેલી માથાકૂટ દરમિયાન સિનિયર ક્લાર્કે રેકોર્ડ ફેંકી દેવા સાથે મહિલા કર્મચારીને માર મારી ધમકી આપ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પીડિત મહિલા કર્મચારીએ પશ્ચિમ પોલીસ મથકમાં સિનિયર ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
21 જાન્યુઆરીના મહત્વના સમાચાર : માંડવીના અરેઠ ખાતે પાણીની ટાંકી તુટી પડવાના કેસમાં નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઇજનેરની ધરપકડ
આજે 21 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 21 જાન્યુઆરીને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
માંડવીના અરેઠ ખાતે પાણીની ટાંકી તુટી પડવાના કેસમાં નાયબ કાર્યપાલક ઈજનેર, કાર્યપાલક ઇજનેરની ધરપકડ
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ખાતે નવી જ બનેલ પાણીની ટાંકી એકાએક તુટી પડતા તંત્રે પોતાની આબરુ બચાવવા પોલીસ ફરિયાદ કરી હતી. સુરત પોલીસે, આ ઘટનામાં નાયબ કાર્યપાલક ઈજનેર જય ચૌધરી, કાર્યપાલક ઇજનેર અંકિત ગરાસિયાની ધરપકડ કરી છે. લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ પાણીની નવીનક્કોર ટાંકી લોકાર્પણ વિના જ ટેસ્ટીગ દરમિયાન તુટી પડી હતી. આ અંગે અધિકારીની ધરપકડ કરીને ઈજનેરને LCB પોલીસ મથક ખાતે તપાસ અર્થે લવાયા છે.
-
કચ્છ ભુજના ધાણેટી ગામે સુપર પેટ્રોલ પંપને ઈંધણ વેચાણ સામે તોલમાપ વિભાગે લગાવ્યો પ્રતિબંધ
કચ્છ ભુજના ધાણેટી ગામે સુપર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ બાદ તોલમાપ વિભાગે હાથ ધરેલ તપાસ બાદ, પેટ્રોલ પંપ ઉપરથી ઈંધણનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું છે. ગ્રાહકોને ઓછું પેટ્રોલ ભરી દઈ છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો લોકોએ પેટ્રોલ પંપ સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. જાગૃત લોકોની ફરિયાદ બાદ તોલમાપ વિભાગે તપાસ શરૂ કરી હતી. પેટ્રોલ પંપ પર ગેરરીતિ અંગેની તપાસ દરમ્યાન ઇંધણ વેચાણ બંધ કરવા આદેશ અપાયો છે. ગેરરીતિ અંગે તપાસ હજુ ચાલુમાં હોવાનું તોલમાપ અધિકારીએ જણાવ્યું હતું.
-
-
Breaking News : બાંગ્લાદેશને ICC નો ઝટકો, ભારતમાં જ રમવી પડશે તમામ મેચ
ટી 20 વિશ્વ કપમાં ભારત ખાતે રમવાનો ઈન્કાર કરનાર બાગ્લાદેશને આઈસીસીંમાંથી ઝટકો મળ્યો છે. બાગ્લાદેશની માંગ પર આઈસીસીએ કરાવેલ મતદાનમાં 14 વિરુદ્ધ 2 મતે બાંગ્લાદેશની હાર થઈ છે. એટલે હવે બાગ્લાદેશે તેની તમામ મેચ ભારતમાં રમવી પડશે.
-
મહેસાણાનુ થોળ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે શનિવાર-રવિવાર બે દિવસ રહેશે બંધ
મહેસાણાનુ થોળ પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે બે દિવસ બંધ રહેશે. આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પક્ષી ગણતરી યોજાનાર હોવાથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. દેશી તેમજ વિદેશી પક્ષીઓની ગણતરીનું આયોજન કરાયું છે. પક્ષીઓને ખલેલ ના પહોંચે તે હેતુથી પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા આદેશ જાહેર કરાયો છે. શનિ અને રવિવારે સહેલાણીઓ અભયારણ્યમાં નહીં જઈ શકે. જાહેર જનતાને વન વિભાગને સહયોગ આપવા કરાયો અનુરોધ.
-
ગીર સોમનાથના વેરાવળની નામાંકિત ત્રણ સોની પેઢીઓ ઉપર GST ના દરોડા
ગીર સોમનાથના વેરાવળની નામાંકિત ત્રણ સોની પેઢીઓ ઉપર GST ના દરોડાથી ચકચાર મચી જવા પામી છે. પરશુરામ દયારામ જ્વેલર્સ અને સોની નગીનદાસ ભગવાનદાસની બે પેઢીઓને ત્યાં GST ના અધિકારીઓએ ચેકીંગ હાથ ધર્યુ છે. GSTના દરોડાના પગલે સોની બજાર અને અન્ય વેપારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી છે. ટેક્સ ચોરીની આશંકાએ આજે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
-
-
અમરેલીના વડિયાના ઢૂંઢીયા પીપળીયામાં શ્વાને 18 લોકોને બચકા ભર્યા
અમરેલીના વડિયાના ઢૂંઢીયા પીપળીયામાં શ્વાને આંતક માચાવ્યો છે. ઢૂંઢીયા પીપળીયા ગામે શ્વાન 18 લોકોને કરડતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. સરપંચ સહિતની ટીમ દ્વારા એક દિવસ સ્થાનિકોને શ્વાનથી સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. હડકાયા શ્વાનથી સ્થાનિકો હાથમાં લાકડી રાખે જેથી શ્વાન દૂર રહે. 18 વ્યક્તિઓને શ્વાને કરડ્યા બાદ નાના ગામમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
-
ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે રાજીનામું આપ્યું
ઝોમેટોના સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે, આજે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
-
જસદણના કમળાપુર નજીક કપાસ ભરેલા ટ્રક સાથે બાઈક અથડાતા 2ના મોત
રાજકોટના જસદણના કમળાપુર નજીક કપાસ ભરેલા ટ્રક સાથે બાઈક અથડાતા બાઇકમાં સવાર બે લોકોના મોત થયા છે. મોરબીથી કપાસ ભરી ટ્રક જસદણ તરફ જતો હતો ત્યારે કમળાપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી મારી જતા બાઈકમાં સવાર બે પરપ્રાંતિય યુવકના ઘટના સ્થળે મોત થયા હતા. ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાઈક ચાલક જીતેશ અને કાલુ અંજારના મોત થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા તાત્કાલિક 112 અને ભાડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
-
તાલાલાના બોરવાવ ગામે પ્રેમી પંખીડાનો આપઘાત
ગીર સોમનાથના તાલાલાના બોરવાવ ગામે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવક અને સગીરાએ સાથે મળીને આપઘાત કર્યો હતો. યુવકના ઘરે ગળાફાંસો ખાઇને બન્નેએ આપઘાત કર્યો. પરિવારો બંનેના સંબંધથી અજાણ હોવાનું કહી રહ્યા છે. મૃતદેહ હાલ તાલાલા હોસ્પિટલ ખાતે P.M માટે રવાના કરાયો છે.
-
અમદાવાદની તોડી પાડેલી વી એસ હોસ્પિટલનું વર્ષ 2026-27 ડ્રાફ્ટ બજેટ જાહેર, ગયા વર્ષની સરખામણીએ 37.80 કરોડ ઘટાડો
અમદાવાદની જાણીતી વી એસ હોસ્પિટલ માટેનુ વર્ષ 2026-27 ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષે ડ્રાફ્ટ બજેટમાં 37.80 કરોડ ઘટાડો કરાયો છે. મેઈન ટાવર બિલ્ડીંગ અને રિસ્ટોરેશન રૂ.25 કરોડ ફાળવ્યા.એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ,પેંશન,ગ્રેજ્યુઈટી પાછળ રૂ.204 કરોડનો ખર્ચ થયો હતો. પીએમ જય યોજનામાં પણ દર્દીઓ ઘટયા..ગત વર્ષે 645 લાભાર્થી લાભ લીધો હતો.. જે એસ કે કે નોર્મલ ડીલેવરી 900 ગત વર્ષે થઇ હતી.. વાહન અકસ્માત માં ટ્રોમા આવતા હોય છે,સુપરસ્પેશિયાલીટી ડોકટરો ના હોવાથી દર્દીઓ આવતા નથી. વીએસ હોસ્પિટલ માં 780 સ્ટાફ ને 4.17 કરોડ ખર્ચ,1189 પેંશનર ને 3.60 કરોડ ખર્ચ ચૂકવાયા છે. ગત વર્ષે કુલ દર્દી 8861 સેવા લીધી, ડિસેમ્બર 2025 સુધીમાં 5352 દર્દીઓ આવ્યા. ઓપરેશન ગત વર્ષે 6700 ડિસેમ્બર સુધી 4600 ઓપરેશન કરવામાં આવ્યા. ગત વર્ષે સોનીગ્રાફી 13000 કરવામાં આવી. ગત વર્ષે 500 બેડ માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 244.90 કરોડનું ડ્રાફ્ટ બજેટ હતું. ફાઇનલ રૂ 257.59 કરોડ બજેટ હતું..ગત બજેટમાં રૂ.40 કરોડ વધ્યા છે.
-
બનાસકાંઠા: પાલનપુર જિલ્લા પંચાયતમાં કર્મચારીઓ વચ્ચે જ બબાલ
-
બગદાણા વિવાદ મામલે જયરાજ આહીરને SIT સમક્ષ હાજર થવા ફરમાન: સુત્ર
બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જયરાજ આહીરને SIT સમક્ષ હાજર થવા ફરમાન હોવાની માહિતી છે. જયરાજ આહીર માયાભાઈ આહીરના પુત્ર છે. સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન આપવામાં આવ્યુ છે. હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે. જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SIT તપાસ કરી રહી છે.
-
SIR કામગીરીમાં ફોર્મ-7ના દુરુપયોગનો કોંગ્રેસનો આરોપ
કોંગ્રેસે SIRની કામગીરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે ફોર્મ-7ના દુરુપયોગ દ્વારા ગુજરાતના અંદાજે 10 લાખ મતદારોના નામ રદ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ લોકોના બંધારણીય મતાધિકારને છીનવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે છેલ્લા દિવસોમાં દાખલ કરાયેલા વાંધાઓમાં અરજદારોની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું છે અને ચૂંટણી પંચ દ્વારા આ અરજદારોની વિગતો છુપાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે માગ કરી કે ફોર્મ નંબર 6 અને 7ની તમામ વિગતો રાજકીય પાર્ટીઓને આપવામાં આવે તેમજ ખોટા વાંધા દાખલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
-
ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઇની વિમાન થયું ક્રેશ
ઉત્તર પ્રદેશઃ પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના બની છે. સેનાનું ટ્રેઇની વિમાન ક્રેશ થયું. ક્રેશ થઇને પ્લેન તળાવમાં ખાબક્યું. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે, પ્લેન બહાર કાઢવાની કામગીરી.
-
સાબરકાંઠા: હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કિમનો ભાંડો ફૂટ્યો
હિંમતનગરમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીઓએ પોન્ઝી સ્કિમ ખોલીને લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.. 10 થી 15 ટકાનું વળતર આપવાની લાલચ આપીને 12 લોકો પાસે મસમોટા રોકાણ કરાવ્યા હતા.. ભોગ બનનારે 4 માસ અગાઉ પોલીસને ફ્રોડ મામલે જાણ કરી હતી.. જો કે ઘટના 6 ભેજાબાજોની ટોળકી સામે હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ઈડરના રોકાણકારોએ ફરિયાદ નોંધાવી.. બીઝેડ કૌભાંડ બાદ અડધો ડઝન પોન્ઝી સ્કિમો સામે સીઆઈડી અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ ફરીવાર ચક્રો ગતિમાન કરે તેવી શક્યતા છે.
-
નવસારી: ગેરકાયદે લાકડાની હેરાફેરીનો વન વિભાગે કર્યો પર્દાફાશ
નવસારી: ગેરકાયદે લાકડાની હેરાફેરીનો વન વિભાગે પર્દાફાશ કર્યો. નવસારી-બારડોલી રોડ પર ચીખલી વન વિભાગે પાડ્યા દરોડા. તરસાડીમાં આવેલી અંબિકા ટીમ્બર ટ્રેડર્સ’ નામની સોમીલ પર છાપો માર્યો. સાગના લાકડાનો 85 નંગ ગેરકાયદે જથ્થો, ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયા. સોમીલ માલિક, ખેડૂત, વેપારી સહિત 4 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઇ
-
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઇ છે. બજેટ સત્રની તૈયારીઓની કેબિનેટ બેઠકમાં સમીક્ષા થઇ. રાજ્યના આગામી બજેટને આખરી ઓપ આપવા પર ચર્ચા થઇ. સત્ર દરમિયાન રજૂ થનારા બીલો પર પણ મહત્વની ચર્ચા થઇ. રવિ સીઝનમાં કૃષિ પાકોની વાવણી, સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થઇ. આગામી ગણતંત્ર દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમો બાબતે ચર્ચા, રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થઇ.
-
ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર
રાજકોટ: ખોડલધામથી મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને લઈને જાહેરાત થઇ. ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલનું નામ જાહેર થયુ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની જાહેરાત કરી. હવે ખોડલધામ સંગઠનનું કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલી કન્વીનર મીટ 2026માં મહત્વની જાહેરાત કરી.
-
રાજકોટના ધોરાજીમાં જમાઈએ કર્યો સસરા પર હુમલો
રાજકોટના ધોરાજીમાં જમાઈએ સસરા પર હુમલો કર્યો. ત્રણ દરવાજા વિસ્તારમાં જૂની અદાવતમાં જમાઈએ સસરા પર કર્યો હુમલો. હુમલામાં સસરાને ગંભીર ઈજા થઈ. ઇજાગ્રસ્ત સસરાને ધોરાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ.
-
જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટર સામે નોંધાયો ગુજસીટોકનો ગુનો
જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની સામે ગુનો નોંધાયો. ભાજપના કોર્પોરેટર સહીત ચાર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી. દસ વર્ષથી ટોળકી સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. ટોળકી દ્વારા 28થી વધુ ગુના આચરવામાં આવ્યા.
-
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. બજેટ સત્રની તૈયારીઓ પર કેબિનેટ બેઠકમાં સમીક્ષા થશે. રાજ્યના આગામી બજેટને આખરી ઓપ આપવા પર ચર્ચા થઇ. સત્ર દરમિયાન રજૂ થનારા બીલો પર પણ ચર્ચા થશે. રવિ સીઝનમાં કૃષિ પાકોની વાવણી, સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા થઇ. આગામી ગણતંત્ર દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમો બાબતે ચર્ચા. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા થઇ.
-
દિલ્હીની હવાની ગુણવત્તા ફરી બગડી, AQI 400ની નજીક
દિલ્હીની હવાની ગુણવત્તા હજુ પણ નબળી છે, AQI 400ની આસપાસ છે.
-
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં PCBની કાર્યવાહી
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં PCBની કાર્યવાહી. ત્રાગડ અંડરપાસ પાસેથી કારમાંથી દારુ ઝડપાયો. કારના ડ્રાઈવરની ધરપકડ કરાઈ. અન્ય કાર દ્વારા દારુ લઈ જવાતી કારનું પેટ્રોલિંગ થતું હતું. જપ્ત કરાયેલી કારમાંથી 2 અલગ-અલગ નંબર પ્લેટ મળી. 6 લાખથી વધુની કિંમતનો દારુનો જથ્થો જપ્ત થયો. દારુ અને કાર સહિત 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
-
ગયા વર્ષની સરખામણીમાં અમેરિકામાં રોકાણ 41% વધ્યું: ટ્રમ્પ
તેમના બીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થવા પર, ટ્રમ્પે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં અમેરિકામાં રોકાણ 41% વધ્યું છે.
-
ટ્રમ્પ: અમેરિકન તેલ કંપનીઓ વેનેઝુએલામાં અબજો નફો કરશે
ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં તેલ કંપનીઓ ભારે નફો કમાવવાની તૈયારી કરી રહી છે અને સાઉદી અરેબિયા માટે બજાર ખોલવાનું વિચારી રહી છે.
-
આસામઃ કોકરાઝારમાં હિંસાને પગલે ઇન્ટરનેટ સેવાઓ બંધ
આસામઃ કોકરાઝારમાં હિંસાને પગલે ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. હિંસા બાદ કોકરાઝાર જિલ્લામાં સેનાના જવાનોની તૈનાતી કરવામાં આવી છે. યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આદીવાસી ભવન સહિત અનેક ઇમારતોમાં આગચંપીની ઘટના બની.
-
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં શંકાસ્પદ ડ્રોન દેખાયું
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ હોસ્પિટલ પાસે એક શંકાસ્પદ ઉડતી વસ્તુ જોવા મળી હતી.
Published On - Jan 21,2026 7:33 AM