20 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે પ્રક્ષાલન વિધી, બપોરે 1 વાગ્યા બાદ મંદિર રહેશે બંધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2024 | 7:36 AM

આજે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે પ્રક્ષાલન વિધી, બપોરે 1 વાગ્યા બાદ મંદિર રહેશે બંધ

LIVE NEWS & UPDATES

  • 20 Sep 2024 09:29 AM (IST)

    રાજકોટ: આયાત ડ્યુટીમાં વધારો થતા તેલના ભાવમાં ભડકો

    રાજકોટ: આયાત ડ્યુટીમાં વધારો થતા તેલના ભાવમાં ભડકો થયો છે. કપાસિયા અને પામ તેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. સનફ્લાવર, મકાઈ, સરસવ તેલના ભાવ પણ 50 રૂપિયા વધ્યા છે. ચાલુ સપ્તાહમાં જ ભાવમાં 225થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને બે હજાર 130 રૂપિયા થયા, પામ તેલના ડબ્બાનો ભાવ વધીને એક હજાર 935 રૂપિયા થયા છે.

  • 20 Sep 2024 08:39 AM (IST)

    નવસારી: નસીલપોર પાસે કાર સાથે દીપડો અથડાયો

    નવસારી: નસીલપોર પાસે કાર સાથે દીપડો અથડાયો. અકસ્માત બાદ દીપડો ઈજાગ્રસ્ત થયો. ઈજાગ્રસ્ત હાલતમાં ભાગવા જતા દીપડાએ યુવતી પર હુમલો કર્યો. યુવતીએ સમય સુચકતા વાપરતા યુવતીને સામાન્ય ઈજા પહોંચી છે. દીપડો હુમલો કરી ખેતરમાં નાસી છૂટ્યો હતો. RFO સહિત વન વિભાગે દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

  • 20 Sep 2024 08:22 AM (IST)

    કાશી વિશ્વનાથની મંગળા આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ

    વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહના શિખર પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સવારે મંગળા આરતી થઈ રહી હતી ત્યારે આગ લાગી હતી. આ ઘટના બાદ શ્રદ્ધાળુઓ ગભરાઈ ગયા હતા. તેઓ અહીં અને ત્યાં દોડવા લાગ્યા. પરંતુ પોલીસકર્મીઓ અને સર્વિસમેનોએ વીજળી બંધ કરીને આગને કાબુમાં લીધી હતી.

  • 20 Sep 2024 07:40 AM (IST)

    વડોદરા: શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો

    વડોદરા: શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો થયો છે. ભાજપનાં તાલુકા પંચાયત પ્રમુખ સામે ભાજપના સભ્યોનો વિરોધ છે. તાલુકા પંચાયત પ્રમુખ અર્ચના રાય સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી. ભાજપના 4 સભ્યોએ કોંગ્રેસનાં 3 અને 1 અપક્ષ સાથે મળી દરખાસ્ત કરી છે. તાલુકા પંચાયત પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરતા હોવાનો આરોપ છે. ભાજપનાં 4 તાલુકા પંચાયત સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો.

  • 20 Sep 2024 07:39 AM (IST)

    વટવામાં તૈયાર કરાયેલા EWS આવાસ વપરાયા વિના તોડી પડાશે

    અમદાવાદ મહાનગર પાલિકાએ  પહેલા પોતે 15 વર્ષ પહેલા મકાનો બનાવ્યા હતા. જો કે કોઇને આપ્યા નથી. ફાળવણી થઇ નથી અને હવે 15 વર્ષ બાદ આ મકાનોને તોડવામાં આવશે. અમદાવાદના વટવામાં તૈયાર કરાયેલા EWS આવાસ વપરાયા વિના જ તોડી પડાશે. 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. જર્જરીત થયેલા તમામ આવાસ વપરાશ થયા વિના જ તોડાશે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેબનોનમાં ઇઝરાયલના ‘ગેઝેટ એટેક’ બાદ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહે ચોંકાવનારૂ નિવેદન આપ્યુ. કહ્યું, લેબનોનમાં નરસંહાર યુદ્ધની ઘોષણા જેવું છે.  આજે PM મોદી મહારાષ્ટ્રના પ્રવાસે છે. ‘PM વિશ્વકર્મા’ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. વિકાસ કાર્યો અને સ્ટાર્ટ-અપ યોજનાઓ લોન્ચ કરશે.  સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137.70 મીટરને પાર પહોંચ્યો છે. નર્મદા ડેમ છલોછલ થવાથી માત્ર 0.98 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 74 હજાર ક્યુસેક પાણી આવક થઇ રહી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધી યોજાશે. બપોરે 1 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે. ભાદરવી પૂનમના મેળા બાદ વર્ષમાં એકવાર યોજાય છે પ્રક્ષાલન વિધિ. AMCના અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો. વટવામાં તૈયાર પડેલા 514 આવાસો વપરાયા વિના જ તોડી પડાશે. સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા નિર્ણય લેવાયો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">