17 જૂનના મહત્વના સમાચાર : રાયબરેલી બેઠક જાળવી રાખી રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ચૂંટણી લડશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2024 | 10:35 PM

Gujarat Live Updates : આજ 17 જૂનના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 જૂનના મહત્વના સમાચાર : રાયબરેલી બેઠક જાળવી રાખી રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ચૂંટણી લડશે

આજે CMના નિવાસસ્થાને ભાજપની બેઠક મળશે. જેમાં સી આર પાટીલ સહિત લોકસભા ઉમેદવારો અને પ્રભારી હાજર રહેશે. આ બેઠકમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા થશે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. દ્વારકાના ખંભાળિયામાં 6 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો પોરબંદરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા તે પાણી પાણી થઇ ગયુ છે. તો ગુજરાતમાં આગામી 24 કલાકમાં ફરી ચોમાસું સક્રિય થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. મંગળવારથી અમદાવાદમાં હજારો સ્કૂલવાન અને રીક્ષાના પૈડા થંભી જશે. સ્કૂલ વર્ધી વેન અને રિક્ષાચાલકો હડતાળ પર જશે. વાહન પાસિંગની પ્રક્રિયા ઝડપી કરવાની માગ કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jun 2024 07:28 PM (IST)

    રાયબરેલી બેઠક જાળવી રાખી રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ચૂંટણી લડશે

    રાહુલ ગાંધી લોકસભાની રાયબરેલી બેઠક જાળવી રાખીને કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે. રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા. 2024ની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ ચૂંટણીની રાજનીતિથી પોતાને દૂર રાખ્યા હતા અને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

  • 17 Jun 2024 07:09 PM (IST)

    કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતની તપાસ રેલવે સેફ્ટી કમિશનર કરશે

    રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે સુરક્ષા કમિશ્નર (CRS) એ ગુવાહાટી-દિલ્હી રૂટ પર પશ્ચિમ બંગાળના રંગપાની ખાતે સોમવારે સિયાલદાહ કાંચનજંગા એક્સપ્રેસમાં પાછળથી આવતી માલગાડી સાથે અથડાવા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે.

  • 17 Jun 2024 06:42 PM (IST)

    પાવાગઢમાં જૈન પ્રતિમાઓનું કરાઈ રહ્યું છે પુનઃ સ્થાપન, ઘટનાની તપાસ માટે કરાયા આદેશ-હર્ષ સંઘવી

    પંચમહાલના પાવાગઢ ખાતે થઈ રહેલા કામગીરીને કારણે જૈન પ્રતિમાઓ ખંડિત થઈ હતી. આ બનાવ બાદ, ગુજરાતમાં જૈન સમાજની લાગણી દુભાઈ હતી. આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, પાવાગઢમાં જૈન પ્રતિમાઓ પુનસ્થાપિત કરવામાં આવી રહી છે, અને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે પંચમહાલના જિલ્લા પોલીસ વડાને આદેશ આપવામાં આવ્યો છે.

  • 17 Jun 2024 06:07 PM (IST)

    ભાવનગર જિલ્લાના ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ

    ભાવનગર જિલ્લાના ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારના પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપર, સૂરનગર, ચોમલ માનગઢ, વેળાવદર, વીરડી, મોરબા નવાગામ,લુવારા, ખોડવદરી, રતનવાવ,પરવડી, સહિતના વિસ્તારમાં મેઘાએ પધરામણી કરી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે, ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે.

  • 17 Jun 2024 05:54 PM (IST)

    ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ

    ડાંગ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે  ધોધમાર વરસાદ વરસ્યો હતો. આહવા, વઘઈ સહીતના વિસ્તારોમાં વરસાદ વરસવાના સમાચાર સામે આવ્યા છે. વરસાદને લઇ ડાંગમાં આહલાદક વાતાવરણ સર્જાયું છે. તો બીજી બાજૂ વરસાદને પગલે ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ.

  • 17 Jun 2024 05:15 PM (IST)

    હવે પોરબંદરના દરિયાકાંઠેથી પણ મળ્યું બિનવારસી ડ્રગ્સ

    આજે પોરબંદરના દરિયાકાંઠેથી પણ  ડ્રગ્સનો બિનવારસી જથ્થો મળ્યો છે. ગીર સોમનાથના માછીમારની માહિતીને આધારે મળ્યો જથ્થો. સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટી પર સર્ચ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે. હજુ પણ દરિયાઇ કાંઠેથી ડ્રગ્સના પેકેટ મળે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. ડ્રગ્સ ભરેલ કોઈ મોટું કન્સાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.

  • 17 Jun 2024 05:01 PM (IST)

    અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલામાં વરસાદ

    અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે જીરા, બોરાળા, ખડકલા, ભુવા, જૂના સાવાર સિમરનણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બાબરાના ગ્રામ્ય પંથક ચરખા, ચમારડી, વલારડી, દરેડ , ગળકોટડી, ખાખરિયા, ગમાપિપલિયા સહિતનાં ગામડાંમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

  • 17 Jun 2024 03:07 PM (IST)

    કચ્છના જખૌ વિસ્તારમાંથી વધુ 10 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા

    કચ્છના જખૌ વિસ્તારમાંથી વધુ 10 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. મરીન કમાન્ડોની ટીમે દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલીંગ સમયે માદક પદાર્થ ચરસના 10 પેકેટ કબજે કર્યા છે. 3 દિવસમાં કુલ 31 પેકેટ કચ્છ કોસ્ટલ વિસ્તારમાંથી મળી આવ્યા છે.

  • 17 Jun 2024 02:58 PM (IST)

    રાજકોટઃ જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેતા કોંગ્રેસનો વિરોધ

    રાજકોટઃ જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો. બાલાજી હોલ ખાતે આવેલી ધોળકિયા સ્કૂલમાં વિરોધ નોંધાવ્યો. ઇદની રજા હોવા છતા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હોવાની વાલીઓની ફરિયાદના આધારે વિરોધ કરાત પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી.

  • 17 Jun 2024 01:19 PM (IST)

    સુરતના ઉધનામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ, એક આરોપીની ધરપકડ

    સુરત: ઉધનામાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ છે. 100ના દરની 24 હજારની નકલી ચલણી નોટ કબજે કરાઈ છે. નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીઓનો શોધખોળ ચાલુ છે. આરોપી સાડી પ્રિન્ટિંગમાં કામ કરતો હતો. અત્યાર સુધી લાખો રૂપિયાની નકલી નોટ છાપી બજારમાં વટાવી છે. પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલો હોવાથી તે બનાવટી નોટ છાપતો થઇ ગયો હોવાનું સામે આવ્યુ છે.

  • 17 Jun 2024 01:17 PM (IST)

    જૈન ધર્મની મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન

    જૈન ધર્મની મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યુ છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે તપાસના આદેશો આપી દેવાયા છે.

  • 17 Jun 2024 12:31 PM (IST)

    બેટદ્વારકાઃ યાત્રાધામ બેટ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર

    બેટદ્વારકાઃ યાત્રાધામ બેટ દ્વારકામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. મેનેજમેન્ટના અભાવે હજારો ભક્તો કલાકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ભક્તોની દર્શનની લાઈનની વ્યવસ્થા સાંભળવા કોઈ વ્યવસ્થા નથી. વચ્ચેથી ઘુસતા ભાવિકો અને અન્ય ભાવિકો વચ્ચે ઘર્ષણ થયુ છે. બેટદ્વારકામાં હજારો ભાવિકો સામે ગણ્યો ગાઠ્યો પોલીસ સ્ટાફ છે. મંદિર પરિસરમાં રખડતા ઢોરનો પણ ત્રાસ છે. હજારો ભાવિકો તંત્રની બેદરકારીના કારણે પરેશાન થવા મજબૂર છે.

  • 17 Jun 2024 10:12 AM (IST)

    જૂનાગઢ: ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા મામલે ખેડૂતની ધરપકડ

    જૂનાગઢ: ઓઝત-2 ડેમ માંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. કરંટ આપી સિંહની હત્યા કરાયા હોવાની શંકા છે. નાની મોણપરીના ખેડૂતની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ખેડૂતનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઘંટીયાણની સીમમાં ડેમના કાંઠે ખેડૂતની જમીન આવેલી છે. જમીનના છેડા પરથી સિંહના મૃતદેહને ઢસડયો હોવાનાં નિશાન મળ્યા છે. અન્ય સ્થળે કરંટ આપી સિંહની હત્યા કરી મૃતદેહને ખેતરમાં નાખી ગયા હોવાની શંકા છે. મુખ્ય આરોપી સહિતના લોકોને પકડવા વનવિભાગની કવાયત હાથ ધરાઇ છે. મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલાયો છે.

  • 17 Jun 2024 10:04 AM (IST)

    પશ્ચિમ બંગાળ : માલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની થઇ ટક્કર, 8ના મોત

    સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થવાના અહેવાલ છે. 8 લોકોના મોત થયા છે. ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી નીકળ્યા પછી એક માલગાડીએ કંચનજંગા એક્સપ્રેસથી ટકરાઇ હતી. 

  • 17 Jun 2024 09:26 AM (IST)

    રાજકોટ : સ્વિમિંગપુલમાં ડૂબી જતા બે ત્રણ -ત્રણ વર્ષની બાળકીના મોત

    રાજકોટઃ માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્વિમિંગપુલમાં ડૂબી જતા બે ત્રણ -ત્રણ વર્ષની બાળકીના મોત થયા છે. રૈયામાં આવેલા શિલ્પન ઓનેક્સ બિલ્ડીંગમાં આ બનાવ બન્યો છે. બંન્ને મૃતક બાળકીઓ નેપાળી પરિવારની છે. સોસાયટીમાં સાયકલ ફેરવી રહી હતી ત્યારે સ્વિમિંગ પૂલમાં પડી જતા આ ઘટના બની છે.

  • 17 Jun 2024 08:26 AM (IST)

    પંચમહાલ: જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ

    પંચમહાલ: જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢ મંદિર જવાના જૂના પગથિયાની બાજુમાં તીર્થકારોની મૂર્તિઓ લાગેલી હતી. વિકાસ કાર્યને લઈ પગથિયા અને પગથિયાનો સેડ હટાવાયો હતો. મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડીરાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા. હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી છે. જૈન સમાજે મૂર્તિઓ પુન: સ્થાપિત કરવા માગ કરી છે. સાથે જ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

  • 17 Jun 2024 08:24 AM (IST)

    જામનગર : કાલાવડ-રણુજા હાઇવે પર અકસ્માતમાં દંપતીનું મોત

    જામનગર : કાલાવડ-રણુજા હાઇવે પર અકસ્માતમાં દંપતીનું મોત થયુ છે. બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત થયો છે. બાઇકસવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો.

  • 17 Jun 2024 07:46 AM (IST)

    રાજકોટ : ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

    રાજકોટ : ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ગોંડલના દેરડી કુંભાજી, વાસાવડ, પાટખિલોરી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી અઢી ઇંચ વાવણીલાયક વરસાદ વરસ્યો છે. દેરડી કુંભાજીના અનેક ખેતરો પાણી પાણી થયા છે.

  • 17 Jun 2024 07:39 AM (IST)

    સુરેન્દ્રનગરઃ GRD અને હોમગાર્ડ જવાનો વચ્ચે બબાલ

    સુરેન્દ્રનગરઃ GRD અને હોમગાર્ડ જવાનો વચ્ચે બબાલ થયાનું સામે આવ્યુ છે. વઢવાણ નજીક આવેલા ગેબનશા પીર સર્કલ પોઇન્ટ પર આ બનાવ બન્યો. હોમગાર્ડ અને GRD જવાન સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. 2 હોમગાર્ડ અને 1 GRD સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે. બબાલનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પ્રેમસંબંધમાં મારામારી થઈ હોવાનુ અનુમાન છે.

  • 17 Jun 2024 07:34 AM (IST)

    નિમુ બાંભણીયાએ રાજ્યમંત્રી પદે ગ્રહણ કર્યો પદભાર

    ભાવનગર બેઠક પરથી પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડીને કેન્દ્રીય રાજ્યમંત્રી બનેલા નિમુ બાંભણીયાએ પદભાર ગ્રહણ કર્યા બાદ પહેલીવાર ભાવનગર આવ્યા. ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે નિમુ બાંભણીયાએ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ સામાજિક સંસ્થાઓ તથા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પડતર પ્રશ્નો, સુવિધાઓ અને આગામી સમયના વિકાસકાર્યો અંગે સાંસદે ચર્ચા કરી હતી.

Published On - Jun 17,2024 7:33 AM

Follow Us:
ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
g clip-path="url(#clip0_868_265)">