મેઘમહેર વચ્ચે મધુવંતી ડેમ નજીક પોતાના આગવા અંદાજમાં લટાર મારતા દેખાયા વનરાજા- જુઓ નયનરમ્ય દૃશ્યો
હાલ સમગ્ર ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ દસ્તક દીધી છે. ત્યારે જુનાગઢમાં મેઘ મહેર વચ્ચે નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. મેંદરડા નજીક આવેલા મધુવંતી ડેમ પાસે વનરાજા વરસાદી મૌસમની મજા માણતા કેમેરામાં કેદ થયા છે.
જુનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘમહેર થતા વનરાજા વરસાદની મજા માણવા ડેમ વિસ્તારમાં ટહેલતા કેમેરામાં કેદ થયા છે. જુનાગઢના મેંદરડામાં આવેલા મધુવંતી ડેમ નજીક બે ડાલામથ્થા સિંહો લટાર મારતા અને વરસાદની મજા માણતા દેખાયા છે. સિંહોનો અનોખો અંદાજ કેમેરામાં કેદ થયો છે. અસહ્ય ગરમી બાદ હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે અને વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે ત્યારે વનરાજા પણ વરસાદી મૌસમની મજા માણવા નીકળી પડ્યા છે. પોતાના આગવા અંદાજમાં લટાર મારતા સિંહોના દુર્લભ અને નયનરમ્ય દૃશ્ય કોઈક સિહ પ્રેમીએ તેના કેમેરામાં કેદ કરી લીધા છે.
આ તરફ ગીરના જંગલમાં સાવજે વરસાદના પાણીથી તરસ છીપાવતા જોવા મળ્યા હતા. સખત ગરમી બાદ વરસેલા ધોધમાર વરસાદથી જંગલમાં પાણીના ખાબોચિયા ભરાયા છે. જેમાંથી સિંહ પરિવાર પાણી પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વરસાદી પાણીની મોજ માણતા સાવજનો વીડિયો વન્યપ્રેમીઓમાં લોકપ્રિય બન્યો છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો