AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 જૂનના મહત્વના સમાચાર : વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં, કોલ્ડસ્ટોરેજ માં રાખવામાં આવેલા મૃતદેહોની જવાબદારી મૃતકોના પરિજનોના શિરે નાખી, મૃતદેહ સડી જાય તો હોસ્પિટલ જવાબદાર નહીં, ફોર્મ પર લખી નોંધ

| Updated on: Jun 16, 2026 | 12:28 PM
Share

જે 16 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

16 જૂનના મહત્વના સમાચાર : વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં, કોલ્ડસ્ટોરેજ માં રાખવામાં આવેલા મૃતદેહોની જવાબદારી મૃતકોના પરિજનોના શિરે નાખી,  મૃતદેહ સડી જાય તો હોસ્પિટલ જવાબદાર નહીં, ફોર્મ પર લખી નોંધ

LIVE NEWS & UPDATES

  • 16 Jun 2026 12:15 PM (IST)

    અમદાવાદઃ વિમાન દુર્ઘટના અંગે પીડિતોના વકીલનો પત્ર

    અમદાવાદઃ વિમાન દુર્ઘટના અંગે પીડિતોના વકીલ માઈક એન્ડ્રુસનો અમેરિકી પરિવહન સચિવને પત્ર લખ્યો છે. માઈક એન્ડ્રુસે તપાસ માટે નવા પૂરાવા અને વિગતો મોકલી છે. જેમા પાયલોટની ભૂલને બદલે વિમાનમાં ગંભીર વિદ્યુત ખામી તરફ ઈશારો કર્યો છે. FAAને પણ માહિતી મોકલી સત્તાવાર તપાસમાં ઉમેરવા માગ તપાસ એજન્સીઓને નવી વિગતો અંગે ચકાસણી કરવા આવેદન આપ્યુ છે. વકીલ માઈક એન્ડ્રુસ કરી રહ્યા છે 130 પીડિતોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • 16 Jun 2026 12:00 PM (IST)

    અમદાવાદ: 1 જુલાઈથી અમદાવાદમાં ઘર ખરીદવું બનશે મોંઘું

    અમદાવાદ: 1 જુલાઈથી અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે. પશ્ચિમ એશિયાના યુદ્ધની સીધી અસર હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળી રહી છે. આયાતી સામગ્રીનો ખર્ચ વધતા રો-મટીરિયલના ભાવમાં વધારો થયો છે. સ્ટીલ, સિમેન્ટ સહિતના રો-મટીરિયલના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. અમદાવાદ ક્રેડાઈની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાને અંતે નિર્ણય લેવાયો. બાંધકામ ખર્ચ, કાચા માલની અછત અને મજૂરોની સમસ્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી. મકાનના ભાવ અને રિયલ એસ્ટેટ માર્કેટ અંગે નિર્ણયો લેવાયા. અમદાવાદમાં ચાલી રહેલા બાંધકામ પ્રોજેક્ટોના ખર્ચ વધશે.

  • 16 Jun 2026 11:45 AM (IST)

    સુરત: કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ

    સુરત: કામરેજની તાપી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે ઓર્ડર કરેલા સૂપમાંથી જીવડું નિકળ્યું. ગ્રાહકે સમગ્ર મામલે વેઈટરનું ધ્યાન દોર્યુ. સંચાલકોએ મશરૂમ છે કહી ગ્રાહકની વાત નકારી હતી. ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.

  • 16 Jun 2026 11:30 AM (IST)

    મોરબી: વાંકાનેરમાં ટોલ પ્લાઝા પર 6 ઈસમોનો આતંક

    મોરબી: વાંકાનેરમાં ટોલ પ્લાઝા પર 6 ઈસમોનો આતંક સામે આવ્યો છે. વઘાસિયા ટોલ પર શખ્સોએ ટોલ પ્લાઝાના કર્મી પર હુમલો કર્યો. સેફ્ટી કોન વડે કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ગાડી ઉભી ન રાખવા માટે ધમકી આપીને ટોલ પ્લાઝા બાનમાં લીધો. માથાભારે શખ્સો ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. આરોપીઓએ ટોલટેક્સ ન ભરીને ગાડી ભગાવી હતી. ટોલ પ્લાઝાના મેનેજરે કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • 16 Jun 2026 11:11 AM (IST)

    અમરેલી: સિંહણે યુવકનો શિકાર કર્યો, ક્ષત વિક્ષત મૃતદેહ મળ્યો

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો. ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવી..તથા માત્ર પાંસળીના થોડા અવશેષો જ મળ્યા.જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી.

  • 16 Jun 2026 11:10 AM (IST)

    NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર લગાવાઈ હંગામી રોક

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે, NTA અનુસાર કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ટેલિગ્રામ ચેનલો દ્વારા કથિત પ્રશ્નપત્ર આપવાના નામે છેતરતી હતી. હજારોથી લાખો રૂપિયા સુધીની માંગણીઓ ઘણી ચેનલો પર કરવામાં આવી રહી હતી. એજન્સીએ આ નિર્ણયની સાથે સ્પષ્ટતા પણ કરી છે કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, અને પરીક્ષા પહેલા તે કોઈ પણ પાસે ઉપલબ્ધ નથી. NTAએ કહ્યું કે, ઘણા કિસ્સાઓમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર લીક થઈ ગયું હોય તેવું દેખાડવા માટે જૂના મેસેજમાં અસલ પ્રશ્નપત્ર ઉમેરાયું હતું. તે પ્રકારની સામગ્રીના ફેલાવાને રોકવા આ પગલું લેવાયું છે.

  • 16 Jun 2026 11:09 AM (IST)

    કફ સીરપ સહિત તમામ સીરપ મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે

    કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો આદેશ કર્યો છે. સીરપ હવે મેડિકલ સ્ટોરમાંથી પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. કફ સીરપ સહિત તમામ સીરપ ઓવર ધ કાઉન્ટર નહીં મળે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ સીરપ અપાશે.

  • 16 Jun 2026 11:08 AM (IST)

    સુરત: ગેરકાયદે દબાણ મામલે રાજકીય ખેલ ખેલાયો હોવાના આરોપ

    સુરત: ગેરકાયદે દબાણ મામલે રાજકીય ખેલ ખેલાયો હોવાના આરોપ લાગ્યો છે. કતારગામમાં પહેલા ગેરકાયદે બાંધકામના પતરાં હટાવાયા છે. થોડીવાર રહીને ફરીવાર બાંધકામના પતરાં મૂકી દેવાયા હોવાનું સામે આવ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી પર દબાણના આક્ષેપ કરાયા છે. બે કલાકમાં બનેલી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ દબાણ દૂર કરાયું હતું. દબાણ અંગે રાજકીય ખેલ ખેલાયો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ફ્લેટમાંથી પતરાનું બાંધકામ દૂર કરાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.

  • 16 Jun 2026 11:07 AM (IST)

    સુરત: કામરેજમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ

    સુરતમાં અસલીના નામે નકલી વસ્તુ પધરાવવાનો ખેલ યથાવત છે. કામરેજમાં વધુ એક શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. નવાગામ GIDCમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો. શ્રીજી ઇન્ડસ્ટીયલ પ્લોટ નંબર 7માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ચાલતું હતું. છેલ્લાં 15 દિવસથી ઘી બનાવાનું કારખાનું શરૂ કરાયાની માહિતી સામે આવી છે. ફેક્ટરીમાંથી તેલના ડબ્બા, ક્રિમ, ઘી સહિતની સામગ્રી મળી આવી છે. ફેક્ટરી માલિકે કોઈપણ પ્રકારની મંજૂરી લીધી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ઘી બનાવીને ક્યાં વેચાણ કરાતું હતું તે દીશામાં તપાસ શરૂ કરાઈ છે.

આજે 16 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Jun 16,2026 11:04 AM

Follow Us
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
કડામાં સોનું છુપાવ્યું 36 લાખનું સોનું
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી રુપિયા માંગ્યા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
g clip-path="url(#clip0_868_265)">