14 મેના મહત્વના સમાચાર : વડાપ્રધાનની અપીલ બાદ, AMTS અને BRTS વધુ બસ દોડાવશે, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તે માટે 1405 બસો રસ્તા મૂકાશે
આજે 14 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 14 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
યુવરાજ સિંહના પિતા યોગરાજ સામે FIR
ચંદીગઢ પોલીસે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ સામે FIR નોંધી છે. યોગરાજ સામે આ કાર્યવાહી એક વેબ સિરીઝમાં મહિલાઓ પ્રત્યે અભદ્ર અને અપમાનજનક ભાષાના ઉપયોગને કારણે થઈ છે.
-
વડાપ્રધાનની અપીલ બાદ, AMTS અને BRTS વધુ બસ દોડાવશે, લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તે માટે 1405 બસો રસ્તા મૂકાશે
વડાપ્રધાનની અપીલ બાદ AMC દ્વારા વધુ માત્રામાં બીઆરટીએસ અને એએમટીએસ બસ દોડાવવાનું આયોજન કરી રહ્યું છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો વધુ ઉપયોગ કરી શકે તે પ્રકારનું આયોજન કરાશે. એએમટીએસ અને બીઆરટીએસની વધારાની બસો રસ્તા પર દોડાવશે. ઓછા સમયમાં ઝડપથી બસ મળે તે માટેનું AMC નું આયોજન. AMTS અને BRTS ની બસોની સંખ્યામાં વધારો કરાયો. હાલમાં કુલ 1350ની જગ્યા પર 1405 બસો રસ્તા પર દોડશે. લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તેવી અપીલ.
-
-
અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, આકરી ગરમી બાદ સાંજે ધૂળ સાથે ફુંકાયો વંટોળ
અમદાવાદ અને આજુબાજુના વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી. વાતાવરણમાં વિઝિબિલિટીનું પ્રમાણ ઘટ્યું. બપોરની આકરી ગરમી બાદ સાંજે પવન સાથે ધૂળ ઉડી.
-
વડોદરા નંદેસરીનાં તત્કાલીન PI એ.એ.વાઘેલા અને PSI જે.ટી.નિનામા સસ્પેન્ડ
DGP એ વડોદરાનાં PI, PSI ને સસ્પેન્ડ કર્યા છે. SMC ની દારૂની રેઈડનાં કેસમાં PI, PSI પર તવાઇ. નંદેસરીનાં તત્કાલીન PI એ.એ.વાઘેલા અને PSI જે.ટી.નિનામા સસ્પેન્ડ. બેદરકારી બદલ PI, PSI સામે ખાતાકીય કાર્યવાહી બે મહિના અગાઉ 1.40 કરોડનો દારૂ પકડાયો હતો. કુખ્યાત બુટલેગર લાલુ સિંધી સહિત 10 થયાં હતાં ફરાર.
-
મોડાસાના ગાજણમાં તળાવમાં ડૂબી જતા બેના મોત
મોડાસાના ગાજણમાં તળાવમાં ડૂબી જતા બેના મોત થયા છે. તળાવમાં નાહવા પડેલા મામા ફોઈના બે ભાઈઓના મોત થયા છે. ગામની સીમમાં આવેલ ગઢોલા તળાવમાં નાહવા પડેલા એક સગીર અને એક યુવકનુ મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓએ બન્નેના મૃતદેહને બહાર નીકાળ્યા હતા. મોડાસા રૂરલ પોલીસે બન્ને મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.
-
-
ગાંધીનગર ચિલોડા પોલીસે ચેકીંગ દરમિયાન લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
ગાંધીનગર ચિલોડા પોલીસે ચેકીંગ દરમિયાન લાખોની રોકડ અને સોના ચાંદીના દાગીના સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચિલોડા પોલીસને વાહન ચેકીંગ દરમિયાન લકઝરી બસમાં મુસાફરી કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇસમની કાર્યવાહીમાં આ મુદામાલ અંગે આ વ્યક્તિ તરફથી યોગ્ય પ્રત્યુતર મળ્યો નહોતો. પોલીસે વ્યક્તિની વધુ વિગતો મેળવતા યુવક હરિયાણાની આરક્રિસ જ્વેલર્સ નામની પેઢીમાંથી ચોરી કરીને લાવ્યો હોવાનું માલુમ પડ્યું. ચિલોડા પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી 5 લાખ રોકડ અને સોનાની લગડી દાગીના સહિત 31.80 લાખનો મુદામાલ ઝડપી આગળની પૂછ પરછ હાથ ધરી છે.
-
ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા વધારીને તા. 15 જૂન સુધી કરાઈ
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, રવિ માર્કેટિંગ સીઝન 2026-2027 અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તેવા આશય સાથે ખરીદીની સમયમર્યાદા તા. 15 મી મે 2026 થી વધારીને તા. 15 જૂન 2026 સુધી કરવામાં આવી છે.
-
પ્રદેશકક્ષાના નેતાઓ વિના, સુરતમાં 17મી મે રવિવારે યોજાશે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ નેતાઓનું સંમેલન
સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસ નેતાઓનું યોજાશે સંમેલન. આગામી 17 મી મેને રવિવારના રોજ યોજાશે સંમેલન. ભટાર વિસ્તારમાં આવેલા કાપડિયા વાડીમાં સાંજે યોજાશે સંમેલન. ભરૂચથી સુરત, નવસારી અને વાપી સુધીના કોંગ્રેસના અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે આ સંમેલનમાં. આ સંમેલન કોંગ્રેસના પ્રદેશના નેતાઓ અને હોદ્દેદારોને બાકાત રાખી યોજાઈ રહ્યું છે. કોંગ્રેસના આંતરિક પ્રશ્નો સહીતના જુદા જુદા મુદ્દે યોજાઇ રહ્યું છે સંમેલન.
-
અમદાવાદમાં મ્યુ. બોર્ડ સત્તાવાર અસ્તિત્વમાં આવે તે પહેલા, પશ્ચિમ ઝોનના અધિકારીઓએ 3 વોર્ડના કોર્પોરેટર સાથે કરી બેઠક
સમગ્ર ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકામાં બીજી બેઠક યોજવામાં આવી છે. પશ્ચિમ ઝોનના અધિકારીઓએ 3 વોર્ડના કોર્પોરેટર સાથે કરી બેઠક. સામાન્ય સભા પહેલા જ કોર્પોરેટરની અધિકારીઓ સાથે ગોઠવી મિટિંગ. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સહિતના નામો જાહેર થયા પહેલા જ બેઠક કરતા સવાલો ઊભા થયા છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અધિકારી અને કોર્પોરેટરના પરિચય પછી મિટિંગ યોજી હતી. પ્રજાની ફરિયાદ સમસ્યા અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
-
રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. હેડ કોન્સટેબલ ઇમરાન રાઉમા વિરુદ્ધદુષ્કર્મ અને ધમકી આપવા અંગેની નોંધાઇ ફરિયાદ. મહિલાને અને તેની બાળકીને ધર્મ પરિવર્તન માટે કરતો હતો દબાણ. 5 વર્ષની બાળકીને વેંચી નાખશે તેવી આપતો હતો ધમકી. રાજકોટ પોલીસે, ટ્રાફિક કોન્સ્ટેબલ ઇમરાન રાઉમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
દિલ્હીમાં અઠવાડિયામાં બે દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ કરવાની જાહેરાત, ખાનગી કંપનીઓ માટે પણ એડવાઈઝરી જાહેર
દિલ્હીમાં સપ્તાહમાં બે દિવસ ‘ઘરેથી કામ’ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાનગી કંપનીઓ માટે પણ એડવાઈઝરી જાહેર કરવામાં આવશે.
-
સુરેન્દ્રનગર એસટી બસના ડ્રાઇવરનુ હીટ સ્ટોકથી મોત
સુરેન્દ્રનગર એસટી બસના ડ્રાઇવરને વધુ ગરમીને લીધે હીટ સ્ટોક આવ્યો હતો. હીટ સ્ટોકથી ડ્રાઈવરનું મોત થયું છે. સુરેન્દ્રનગર ડેપોની એસટી બસના ડ્રાઇવર રામદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર રાવળીયાવદર રૂટની બસ લઈને જતા હતા, ત્યારે રાજ સીતાપુર નજીક તેઓને વધુ તાપમાનને લીધે હીટ સ્ટ્રોક આવતા બસ ને સાઈડમાં ઉભી રાખી દેતા જાનહાની બચી હતી. બસના ડ્રાઇવરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓનું મોત થયું હતું. વધુ ગરમી પડવાના લીધે એસટી બસના ડ્રાઇવરનું મોત થતા એસ.ટી વિભાગમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મુસાફરોને અન્ય બસમાં રાવરીયાવદર તરફ રવાના કરવામાં આવ્યા હતા. રાવડીયાવદર સુરેન્દ્રનગર રૂટની બસના ડ્રાઇવરની સમયસૂચકતા થી બસ સાઈડમાં ઊભી રાખી દેતા પેસેન્જર નો આબાદ બચાવ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચતા લોકો વધુ તાપમાનમાં તળવડી રહ્યા છે ત્યારે એસટી ડ્રાઇવરનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાતી આપી ગઈ હતી.
-
ગાંધીનગરના ન્યૂ વાવોલ રિલાયન્સ સ્માર્ટ બજાર પાસે અકસ્માતમાં 2ના મોત
ગાંધીનગરના ન્યૂ વાવોલ રિલાયન્સ સ્માર્ટ બજાર પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે જ મોત થયું છે.યુવતીનું ટૂંકી સારવાર બાદ મોત થયું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવતી ઉંમર આશરે 20 વર્ષ હોવાનું અનુમાન.
-
રાજકોટમાં વેપારીને બ્લેકમેઇલ કરીને ખંડણી માંગનાર કથિત ત્રણ પત્રકારની ધરપકડ
રાજકોટમાં વેપારીને બ્લેકમેઇલ કરીને ખંડણી માંગનાર કથિત ત્રણ પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. વિજય પાડલિયા નામના વેપારી પાસેથી તેની બિલ્ડીંગને લઇને કથિત પત્રકારોએ ખંડણી માંગી હતી. પોલીસે અમિત ઠક્કર-ભારત હેડલાઇન, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડ સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદીની હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું હતું જેમાં 3 લાખની માંગણી કરી હતી. ફરિયાદી વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કરી કાર્યવાહી.
-
વડોદરાઃ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત
વડોદરામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. તાપમાનમાં સતત વધારો થતા શહેરીજનો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાં અને છાશનો સહારો લઈ રહ્યા છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલી છાશની લારીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં ગરમીથી બચવા લોકો ઠંડક મેળવવા માટે છાશ પીતા નજરે પડી રહ્યા છે. સતત વધી રહેલી ગરમી વચ્ચે લોકો શક્ય તેટલું ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
-
અમદાવાદઃ નોકરી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી
અમદાવાદમાં નોકરી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે Gujarat Collegeના કરાર આધારિત સ્પોર્ટ્સ પ્રોફેસરે સ્પોર્ટ્સ કવોટામાં નોકરી અપાવવાના નામે 23 વિદ્યાર્થીઓ પાસેથી અંદાજે 7 લાખ રૂપિયા વસૂલ્યા હતા. વિદ્યાર્થીઓએ રૂપિયા ચૂકવ્યા હોવાના પુરાવાઓ સાથે ગુજરાત કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી આરોપી પ્રોફેસર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ પ્રોફેસરે એરફોર્સ સહિત વિવિધ જગ્યાએ નોકરી અપાવવાના દાવા કર્યા હતા.
-
અમદાવાદઃ સાણંદ શિયાવાડા ચોકડી ખાતે ગંભીર અકસ્માતમાં એકનું મોત
Ahmedabad જિલ્લાના સાણંદ ખાતે શિયાવાડા ચોકડી નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, ફુલ સ્પીડમાં આવી રહેલા કોંક્રિટ ભરેલા ડમ્પરે બાઈક સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે દીકરીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ ડમ્પર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બાદમાં પોલીસે ડમ્પર ચાલકને કસ્ટડીમાં લઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
-
રાજ્યમાં આજે પણ યથાવત્ રહેશે ગરમીનો પ્રકોપ
Gujaratમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે, જોકે આવતીકાલથી લોકોને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે, કારણ કે પવનની દિશામાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. આજે કચ્છ, Surendranagar અને Rajkot જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, પાટણ, Ahmedabad, Gandhinagar અને Vadodara સહિતના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
મધ્યપ્રદેશ : દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ફટાકડાની એક ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની છે, જેમાં 3 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં અચાનક થયેલા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 7 લોકોને વધુ સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે બ્લાસ્ટના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
-
વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ
વડોદરાના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી સમયે વિદેશી દારૂ પકડાવવાના કેસમાં તેમની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. સંખેડા વિસ્તારમાં ચૂંટણી દરમિયાન દારૂ મુદ્દે તેમના વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયો હતો. આ મામલે Ramol Police Station દ્વારા કાર્યવાહી કરતા આશિષ જોષીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર કેસની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
-
પેટ્રોલ-ડીઝલનું રાશનિંગ કરનાર કેરળમ પ્રથમ રાજ્ય બન્યું
Kerala દેશમાં પેટ્રોલ અને ડીઝલના રાશનિંગના નિયમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજ્ય સરકારે ઈંધણની ખરીદી અને વિતરણને નિયંત્રિત કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેના હેઠળ હવે ગ્રાહક મહત્તમ 5,000 રૂપિયાનું પેટ્રોલ ખરીદી શકશે. નવા નિયમ મુજબ ડીઝલની ખરીદી પણ મર્યાદિત કરવામાં આવી છે અને એક ગ્રાહક વધુમાં વધુ 200 લીટર ડીઝલ જ લઈ શકશે. ઉપરાંત કેરબા સહિત મોટા કન્ટેનરમાં ઈંધણ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સપ્લાય મેનેજમેન્ટ એક્ટ હેઠળ લેવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.
-
પંચમહાલઃ ગોધરાના ચીઠીયાવાડમાં જૂનું મકાન ધરાશાયી થતા બે લોકોનાં મોત
Panchmahal જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડતી વખતે બનેલી દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મકાન તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થતાં શ્રમિક અને તેના પુત્ર તેના નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
-
વડોદરા: શિનોરના માલસરમાં ચૂઈ ગેંગનો આતંક
Vadodara જિલ્લાના શિનોર તાલુકાના માલસર વિસ્તારમાં ‘ચૂઈ ગેંગ’ના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, જેલમાંથી છૂટતાં જ ગેંગના શખ્સોએ વિસ્તારમાં હિંસક કૃત્યો શરૂ કર્યા હોવાનો આરોપ છે. લુખ્ખા તત્વોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કરી ઘરમાં ઘૂસીને મહિલાઓ અને વૃદ્ધોને માર માર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોલીસ સામે પણ દાદાગીરી દર્શાવી હતી અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને લોકોમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
-
મોરબી: વાંકાનેરની સીરામીક ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ
-
અમદાવાદ: MSW 2026ના નિયમ મુજબ AMC કરશે કાર્યવાહી
-
મહેસાણા: વિજાપુરમાં દારૂબંધી માટે કરાઈ જનતા રેડ જૂ
-
વૈશ્વિક સંકટ વચ્ચે ચીનમાં બે મહારથીઓની મુલાકાત
-
UAE એ નેતન્યાહૂની ગુપ્ત મુલાકાતનો ઇનકાર કર્યો
અમેરિકા અને ઈરાન વચ્ચે નાજુક યુદ્ધવિરામ યથાવત રહેતાં, ઇઝરાયલે જાહેરાત કરી કે નેતન્યાહૂએ UAEની ગુપ્ત મુલાકાત લીધી હતી. જો કે, UAE એ હવે આ વાતનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે આવી કોઈ મુલાકાત થઈ નથી.
-
ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, કેન્દ્ર સરકારે 30 સપ્ટેમ્બર, 2026 સુધી અથવા આગામી આદેશો સુધી તાત્કાલિક અસરથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT) એ નિકાસ નીતિને “પ્રતિબંધિત” થી “પ્રતિબંધિત” માં બદલીને એક સૂચના જારી કરી છે. આ પ્રતિબંધ CXL અને TRQ ક્વોટા હેઠળ, એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ (AAS) હેઠળ, અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર-થી-સરકાર શિપમેન્ટ દ્વારા EU અને USA માં ખાંડની નિકાસ પર લાગુ થશે નહીં. નિકાસની પ્રક્રિયામાં પહેલાથી જ રહેલા માલને મુક્તિ આપવામાં આવી છે.
Published On - May 14,2026 7:38 AM
