13 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : કેરળના કોઝિકોડમાં વધુ એક વ્યક્તિ નિપાહ વાયરસથી સંક્રમિત
Gujarat Live Updates : આજ 13 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 13 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
LIVE NEWS & UPDATES
-
ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીનું મોટું નેટવર્ક
સુરતમાંથી ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ભારતમાં ઘૂસણખોરી કરીને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા 7 બાંગ્લાદેશીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 3 મહિલા, 4 પુરુષ સહિત ભારતમાં ઘુસાડનાર મુખ્ય એજન્ટની ધરપકડ કરી છે. ભારતમાં ગેરકાયદે ઘુસાડવા વ્યક્તિદીઠ 90 હજાર રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં તેમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મુખ્ય આરોપી બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવ્યાપારનો ધંધો કરાવવા અહીં લઈ આવતો હતો. બાંગ્લાદેશની સત્ખીરા બોર્ડરથી પશ્ચિમ બંગાળ પાસેથી બોર્ડર ક્રોસ કરાવી ભારતમાં લાવતા હતા. ઝડપી પાડેલા તમામ આરોપી પાસેથી પોલીસને ભારતના નકલી દસ્તાવેજી પુરાવો પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે અન્ય એક ગેરકાયદે ડોક્યુમેન્ટ બનાવી આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
-
કેશોદના કોયલાણામાં પતિ એ કરી પત્નીની હત્યા
જૂનાગઢના કેશોદના કોયલાણામાં પતિ એ પત્નીની હત્યા કરી છે. કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોતાના ઘરમાં પતિ એ પત્નીની હત્યા કરી છે. તીક્ષ્ણ હથિયાર માથાના ભાગે મારી હત્યા કરવામાં આવી. હાલ હત્યાનું કારણ અકબંધ છે.
-
-
મણિપુરના ચુરાચંદ્રપુરમાં પોલીસકર્મીની ગોળી મારીને હત્યા
મણિપુરના ચુરાચંદ્રપુર જિલ્લામાં ચિંગફી બંકર નંબર 1 પર ફરજ પરના એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની બુધવારે બપોરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે 1:30 થી 1:30 વાગ્યાની વચ્ચે એક સ્નાઈપરે ઓન્ખોમાંગ નામના પોલીસકર્મીને ગોળી મારીને હત્યા કરી નાખી. તેમણે કહ્યું કે આ ઘટનામાં વધુ બે લોકો પણ ગોળીઓથી ઘાયલ થયા છે.
-
NEETની તૈયારી કરી રહેલી ઝારખંડની વિદ્યાર્થીનીએ કોટામાં ગળેફાંસો ખાઈ લીધો
રાજસ્થાનના કોટામાં NEETની તૈયારી કરી રહેલી ઝારખંડની એક વિદ્યાર્થીનીએ કથિત રીતે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે મૃતક વિદ્યાર્થીની ઓળખ રિચા સિન્હા (16) તરીકે કરી છે અને તે ઝારખંડના રાંચીની રહેવાસી હતી. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થી, જે છ મહિના કરતા ઓછા સમય પહેલા કોટા આવ્યો હતો, તે NEETની તૈયારી કરી રહ્યો હતો અને મંગળવારે મોડી રાત્રે તેના હોસ્ટેલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
-
સંસદના વિશેષ સત્રનો એજન્ડા નક્કી, સંસદીય સફરની 75 વર્ષની ચર્ચા થશે
કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર સંસદના વિશેષ સત્રનો એજન્ડા બહાર પાડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સંસદના વિશેષ સત્રમાં સંસદીય સફરની 75 વર્ષની ચર્ચા થશે.
-
-
કચ્છનાં પશ્ચિમ કાંઠા બાદ પૂર્વ કાંઠે પણ ડ્રગ્સ મળી આવ્યું
- કચ્છનાં પશ્ચિમ કાંઠા બાદ પૂર્વ કાંઠે પણ ડ્રગ્સ મળી આવ્યું
- કંડલા નજીક અરબ સાગરમાં હેરોઈનનું પેકેટ મળી આવ્યું
- કંડલા મરીન પોલીસ દ્વારા કબજે કરાયું હેરોઇનનું પેકેટ
- બાતમીના આધારે સંઘડ ગામના દરિયા કિનારાથી કબજે કરાયો હેરોઇનનું પેકેટ
- જપ્ત કરાયેલા હેરોઇનના પેકેટનું વજન 1 કિલો જેટલું જેની અંદાજિત કિંમત 5.09 કરોડ
-
અમદાવાદના ધોળકામાં બની ફાયરીંગની ઘટના
- અમદાવાદ ધોળકામાં બની ફાયરીંગની ઘટના
- ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી સારથીનગર સોસાયટીમાં ફાયરિંગ
- બદરખા ગામના ચિરાગ સિંહ મંડોરા નામના વ્યક્તિ પર 4 રાઉન્ડ ફાયરીંગ
- હરદેવસિંહ સિનોલ નામના વ્યક્તિએ કર્યું ફાયરીંગ
- અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન
- ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર
- ઈજાગ્રસ્તને પહેલા ધોળકા અને તે બાદ અમદાવાદની હોસ્પિટલ ખસેડાયો
-
અમદાવાદના બોડકેદવમાં ઘરઘાટીએ કરી 23 લાખની ચોરી
અમદાવાદના બોડકદેવમાં એક ઘરઘાટી 23 લાખની લૂંટ કરી ગયો. વેપારી પરિવાર ઘરઘાટીના ભરોસે ઘર મૂકીને મુંબઇના મંદિરમાં ફરવા ગયા. તો મોકો જોઇને ઘરઘાટીએ લાકડાની તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના, સાડા 4 લાખ રોકડ સહિત 23 લાખના મુદ્દામાલની ચોરી કરી. માલિક પુખરાજ કચ્છરાની ફરિયાદના આધારે પોલીસે ફરાર શખ્સની શોધખોળ હાથ ધરી.
-
પોરબંદરમાં PGVCLની બેદરકારી, માસૂમનું મોત
પોરબંદરમાં વીજપોલ ધરાશાયી થતા બાળકનું મોત. બાળકના માથે પડ્યો થાંભલો. PGVCL ની બેદરકારીથી માસૂમનો લેવાયો ભોગ. પોરબંદરના કુંભારવાડાની શેરી નં. 32ની ઘટના.
-
શિનોરના મુસ્લિમ પરિવારને ફસાવવા મુસ્લિમ યુવાને ફેક આઇ.ડી.બનાવી
- વડોદરામાં શિનોરના મુસ્લિમ પરિવારને ફસાવવા મુસ્લિમ યુવાને ફેક આઇ.ડી.બનાવી
- વિદ્યાનગર બાકરોલના ઇકબાલ મિયાં મલેકે બનાવી હતી યુવતીના નામની ફેક આઇ.ડી
- યુવતી સાથે લગ્ન ન થતાં યુવતીને બદનામ કરવા માટે આરોપી યુવાને કારસ્તાન કર્યું
- યુવતી તેમજ તેની નણંદના ફોટા મૂકી ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ કરી યુવાનને કરી હતી પોસ્ટ
- ફરિયાદી પરિણીત યુવકને ફેક.આઇ.ડી અંગેની જાણકારી તેની બહેનના મારફતે મળી હતી
- શિનોર પોલીસે આરોપી યુવાનની બાકરોલ સ્થિત ઘરેથી કરી ધરપકડ
-
વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિર સળગાવવાનો કેસ, મૂળ માલિક જ આરોપી
વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં આગ લગાડવાની ઘટનાને લઈ સ્થાનિકો અને દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિક લોકોએ આગ લગાડવાની ઘટનાને લઈ રોષ ભડક્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં મંદિરની મૂળ જમીનનો માલિક જ આરોપી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હવે રવજી નામના શખ્શની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની તજવીજ શરુ કરી છે.
મંદિરમાં આગચંપી જમીનના મૂળ માલિકે જ કરી હોવાને લઈ હવે રવજી નામના શખ્શની તપાસ શરુ કરી છે. રવજી હાલમાં ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે. જ્યારે દેવીપૂજક સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. તેઓએ આરોપીને કડક સજા કરવા માટે અને તેની ધરપકડ ઝડપથી કરવા માટે થઈને ક્લેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આગામી કેટલાક મહિનામાં અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. બેઠક પહેલા જી-20ની સફળતા પર પીએમ મોદીનું ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
-
ડીસા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઈને અસંતોષ, બંને પદ પર બ્રાહ્મણ ઉમેદવારની વરણીથી 14 સભ્યોમાં અસંતોષ
Banaskantha: બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણીને લઈ ભારે અસંતોષ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર બ્રાહ્મણ ઉમેદવારોની વરણી થતાં 14 જેટલા ચૂંટાયેલા સભ્યોએ બળવો ફૂંક્યો છે. નારાજ સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે બેઠક કરીને ઉગ્ર રજૂઆત કરી છે. આધારભૂત સૂત્રોના જણાન્યા મુજબ 14 સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામા આપી દીધા છે. જોકે સમગ્ર વિવાદને લઈ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો છે.
મહત્વનું છે કે છેલ્લા એક અઠવાડિયાથી ડીસામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદને લઈને વાતાવરણ ગરમાયેલું હતું. પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોના બે જૂથ સામસામે આવી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે ભાજપના હોદ્દેદારોએ આવો પાર્ટીમાં કોઈ જૂથવાદ હોવાનો ઈનકાર કર્યો છે.
-
મહેસાણા: લગ્ન નોંધણીમાં સુધારો કરવા SPGની રજૂઆત
- મહેસાણા: લગ્ન નોંધણીમાં સુધારો કરવા spg ની રજૂઆત
- SPG ગ્રુપ દ્વારા સી.આર. પાટીલને પત્ર લખી કરાઈ રજુઆત
- ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ 2006 નિયમમાં સુધારો કરવા રજુઆત
- લગ્ન નોંધણીના નિયમમાં સુધારો કરી લગ્ન નોંધણી દીકરીના પિતાના ગામમાં થાય તે બાબતે કરી રજુઆત
-
Surat: બાંગ્લાદેશથી ભારતમાં ઘુસણખોરી કરાવનાર મુખ્ય એજન્ટ સાથે 6 બાંગ્લાદેશી મહિલા અને પુરુષોને સુરત પોલીસે ઝડપી પાડ્યા
ભારતમાં ઘુસણખોરી કરાવનાર રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતમાં એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએથી બાંગલાદેશનો વતની એવા તરીકુલ ખોખોન મંડલ તેની પત્ની બોબી, માફીઝૂર રહેમાન, અકરમ મિયા , સુમોના શહીદુલ શેખ, મો. ફઝલરબ્બી અબ્દુલ રઝક, શરીફાખાતુન નવાબઅલી ની ધરપકડ કરી હતી, પોલીસે ઝડપાયેલા બાંગ્લાદેશીઓની ઉડાન પૂર્વકની પૂછપરછ કરતા તમામ આરોપીઓને બંગલાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસાડી સુરત ખાતે લાવનાર મુખ્ય એજન્ટ ઈબ્રાહીમ ઉર્ફે રાજ તોબીબાર શેખની પણ પોલીસે ધરપકડ કરી હતી
-
Ahmedabad: સસ્તુ સોનુ ખરીદતા પહેલા સાવધાન, ઠગબાજો અનેક લોકોને લગાવી ચુક્યા છે ચુનો, SOG ક્રાઈમે બે વોન્ટેડની કરી ધરપકડ
Ahmedabad: જો તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજો, SOG ક્રાઈમે આવી રીતે સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ નક્લી પોલીસ બનીને ગુનો આચરતા હતા. એક આરોપી પાસે નક્લી નાયબ મામલતદારનું આઈકાર્ડ પણ મળી આવ્યુ હતુ. જો કે આરોપીઓ રાજ્યમાં અનેક શહેરોમાં ગુના આચરી ચુક્યા છે. આરોપી કિરીટકુમાર અમીન અને ઈશ્વરપુરી ગોસ્વામી છેતરપીંડી કેસમાં વોન્ટેડ હતા. જે બન્ને આરોપીની ધરપકડ કરાઈ છે.
સસ્તુ સોનું આપવાના બહાને ઠગાઈ આચરતા
પકડાયેલ બન્ને આરોપી નકલી પોલીસ બનીને અન્ય ટોળકીના સભ્યો સાથે મળી સસ્તું સોનું આપવાના બહાને લોકોને ટાર્ગેટ કરીને ઠગાઇ આચરતા. આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ટોળકીના બે-ત્રણ શખ્સો દ્વારા સસ્તું સોનુ આપવાના બહાને વ્યક્તિને સોનુ બતાવે જે બાદ સોનાની અડધી કિંમતમાં સોનુ આપવાના બહાને કોઈક અવાવરું જગ્યાએ વ્યક્તિને બોલાવતા. જે બાદ વ્યક્તિ સાથે થયેલી ડીલ મુજબ પૈસા લઈને સોનુ આપી દેતા.
-
દલાઈ લામા 10 થી 14 ઓક્ટોબર વચ્ચે સિક્કિમની મુલાકાત લેશે
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા 10થી 14 ઓક્ટોબર વચ્ચે સિક્કિમની મુલાકાત લેશે. રાજ્યના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે એક બેઠકમાં આ જાહેરાત કરી હતી. પ્રસ્તાવિત મુલાકાતને લઈને બુધવારે રાજધાનીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે કહ્યું કે, દલાઈ લામા 10 ઓક્ટોબરે સિક્કિમ આવશે અને 14 ઓક્ટોબરે પરત ફરશે.
-
કલોલ તાલુકા પંચાયતમાં સત્તા પલટો, ભાજપના બબીતા સાકરજી બન્યા તાલુકા પ્રમુખ સહિત બે સભ્યોના અપહરણનો મુદ્દો વિધાનસભા સુધી ગુંજયો
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતના બે સભ્યોના અપહરણનો મુદ્દો વિધાનસભા સુધી ગુંજયો હતો. સવારે કલોલ તાલુકા પંચાયતના બે સદસ્યોને પોલીસ બળજબરી પૂર્વક ઉઠાવી ગયા બાદ કોંગ્રેસે પોલીસે અપહરણ કર્યું હોવાનો દાવો કર્યો હતો. સવારની કલોલની ઘટના બાદ 10 કલાકે શરૂ થયેલ ઇ-વિધાનસભા કાર્યક્રમમાં કોંગ્રેસે પ્રતીક વિરોધ નોંધાવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંની ઉપસ્થિતિમાં કોંગ્રેસના અલગ-અલગ સભ્યોએ મુખ્યમંત્રી, મંત્રીઓનું સન્માન કરવાનું ટાળ્યું હતું. અગાઉથી નક્કી થયા મુજબ મુખ્યમંત્રીના સન્માન માટે અમિત ચાવડા, ઋષિકેશ પટેલના સન્માન માટે શૈલેષ પરમાર અને જેઠાભાઇ ભરવાડના સન્માન માટે સી જે ચાવડાનું નામ બોલાયું હતું. જો કે કોંગ્રેસ નેતાઓ સન્માન કરવા ઉભા ના થઇ પોતાનો પ્રતીકાત્મક વિરોધ દર્શાવ્યો હતો.
-
સરકારે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી
18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલા સરકારે 17મીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
-
હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન, નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ થઈ દૂર
હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. Rto પાસેથી કામ લઈને ડીલરોને સોંપાતા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે.
-
જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં એન્કાઉન્ટર, રાજૌરીમાં 2 આતંકવાદીઓના મોત
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષા દળોએ અન્ય એક આતંકીને પણ ઠાર કર્યો છે. અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેના અને પોલીસના બે જવાન ઘાયલ થયા છે.
-
ગાંધીનગર: કમલમ ખાતે યુવા મોરચાની આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોને લઈ બેઠક
- ગાંધીનગર: કમલમ ખાતે યુવા મોરચાની મહત્વની બેઠક
- આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોને લઈ બેઠક
- તમામ જિલ્લા અને મહાનગરોનાં પ્રમુખ બેઠકમાં હાજર
- PM મોદી નાં જન્મદિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન
- બ્લડ ડોનેશન કેમ્પથી લઇ મેડિકલ કેમ્પનું આયોજન
- દરેક તાલુકા અને ગ્રામ્ય સ્તર પર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે
- 50 હજારથી વધુ રક્ત એકત્ર કરવાનું યુવા મોરચાનું આયોજન
- સોશિયલ મીડિયાનાં યુગમાં આગામી સમયમાં મહત્વની મીટીંગનું આયોજન
- પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનાં અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન
- સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સોશિયલ મીડિયા મીટ અપનું આયોજન
-
ભાજપની આજે મહત્વની બેઠક, મધ્યપ્રદેશના ઉમેદવારો અંગે લેવાશે નિર્ણય
આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાવાની છે, જેમાં મધ્યપ્રદેશની ટિકિટોને લઈને જ નિર્ણય લેવામાં આવશે. છત્તીસગઢની ટિકિટને લઈને બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે. આવતા અઠવાડિયે છત્તીસગઢ અને રાજસ્થાન ફરી મળશે.
-
ભરૂચ: પૂર્વ મહિલા પ્રમુખના પ્રેમી સાથે ફોટા વાયરલ થયા બાદ વધુ એક કથિત બિભત્સ વીડિયો વાયરલ
- ભાજપના મહિલા આગેવાનનો કથિત વીડિયો વાયરલ, પૂર્વ મહિલા પ્રમુખના પ્રેમી સાથે ફોટા વાયરલ થયા બાદ વધુ એક કથિત બિભત્સ વીડિયો વાયરલ
- સ્થાનિક સ્વરાજના સત્તાધીશોની જાહેરાત પૂર્વે વીડિયો વાયરલ થતા રાજકીય ખળભળાટ મચ્યો
- વીડિયો અંગે tv9 કોઈ પુષ્ટિ કરતું નથી
- વાયરલ થયેલા બિભત્સ વીડિયો મામલે ભાજપ અગ્રણીઓનું મૌન
-
Gujarat News Live : અમદાવાદ શહેર અને જિલ્લામાં છેડતી, બળાત્કાર અને મહિલા પરના અત્યાચારોના ગુના સૌથી વધુ
ગુજરાત વિધાનસભામાં, લેખિત પ્રશ્નના જવાબમાં ગૃહપ્રધાને લેખિતમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં હત્યાના 275, મહિલા પર અત્યાચારના 2209 અને રાયોટીંગના 153 ગુના બન્યા છે.
- અમદાવાદ શહેર અને જિલ્લામાં છેડતી, બળાત્કાર અને મહિલા પરના અત્યાચારોના ગુના સૌથી વધુ
- છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 343 ગુનેગાર પકડવાના બાકી
- વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લેખીત જવાબ
- છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 15782 ગુનેગાર પકડાયા
- અમદાવાદ શહેર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ચોરીના 8055 ગુના બન્યા
- લૂંટના 322, ધાડના 39, છેડતીના 531, બળાત્કારના 875 ગુના બન્યા
- છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં હત્યાના 275, મહિલા અત્યાચારના 2209 અને રાયોટીંગના 153 ગુના બન્યા છે.
-
Gujarat News Live : ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ યોજ્યા દેખાવો
આજથી શરુ થયેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે, કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર્સ સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. કલોલ તાલુકા પંચાયતના પદાધિકારીની ચૂંટણીને લઈને, કોંગ્રેસના સભ્યોને ભાજપના આગેવાનોએ ગોંધી રાખ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અને આ જ મુદ્દે ગુજરાત વિધાનસભા ખાતે દેખાવો કર્યા છે.
-
Gujarat News Live : સુરતમાં ડાયમંડ-જ્વેલર્સ સાથે સંકળાયેલા 3 ગ્રુપ પર ITના દરોડા, 100થી વધુ અધિકારીઓ 35 સ્થળોએ ત્રાટક્યા
આવકવેરા વિભાગે, આજે સુરતના ડાયમંડ અને જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ પર તવાઈ બોલાવી છે. પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સના 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાના સંદર્ભે રાજકોટમાં બે જગ્યાએ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
-
Gujarat News Live : રાષ્ટ્રપતિએ લોકકવિથી માંંડીને રાજકીય આગેવાનોને કર્યા યાદ
રાષ્ટ્રપતિ મૂર્મુએ, ઈ વિધાનસભાના લોકાર્પણ પ્રસંગે કરેલા સંબોધનમાં ગુજરાતના મહાનુભાવોને યાદ કર્યા હતા. લોકકવિથી માંંડીને રાજકીય આગેવાનો સુધીનાને યાદ કર્યા હતા. ગુજરાતે દેશને બતાવેલા રાહ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
-
Gujarat News Live : પીએમ મોદીએ ભરતપુર રોડ અકસ્માત પર વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ભરતપુરમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ગુજરાતના ભાવનગર જિલ્લાના યાત્રાળુઓ, જાત્રા કરવા માટે નિકળ્યા હતા. એ દરમિયાન રાજસ્થાનના ભરતપુર ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
राजस्थान के भरतपुर में हुआ सड़क हादसा अत्यंत दुखद है। इसमें गुजरात से धार्मिक यात्रा पर गए जिन श्रद्धालुओं को अपनी जान गंवानी पड़ी है, उनके परिवारजनों के प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 13, 2023
-
Gujarat News Live : સુરતના અડાજણમાં વેપારીને ચપ્પાના ઘા મારી 8 લાખની લૂંટ
સુરતના અડાજણમાં આવેલ એલ પી સવાણી રોડ પર તમાકુના વેપારીને ચપ્પાના ઘા મારીને લૂટારાઓ 8 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. તમાકુના વેપારી દુકાન બંધ કરી મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે લૂંટનો આ બનાવ બન્યો હતો. લૂંટારાઓએ ચપ્પાના ઘા મારીને લૂંટ કરતા સુરતમાં સનસનાટી મચી ગઈ છે.
-
Gujarat News Live : ભાજપની ચૂંટણી સમિતિની આજે બેઠક, MP-છત્તીસગઢના ઉમેદવારોની કરાશે પસંદગી
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે સાંજે 5.30 કલાકે મળશે. જેમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઉમેદવારોની બીજી યાદીને મંજૂરી આપવામાં આવશે. મધ્યપ્રદેશના 40 થી 45 અને છત્તીસગઢના 21 થી 25 નામોને મંજૂરી મળી શકે છે.
-
Gujarat News Live : રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 11 ગુજરાતીઓના મોત
રાજસ્થાનના ભરતપુરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના 11 લોકોના મોત થયા છે. ભાવનગરથી મથુરા જતી બસને રાજસ્થાનના ભરતપુરમાં ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર લોકોમાંથી 11ના કરુણ મોત નિપજ્યા છે.
A private luxury bus carrying 60 Gujarati pilgrims meets with an accident near Bharatpur, #Rajasthan.
11 died so far. Many injured (Further Details Awaited ) Disturbing Visuals.#BusAccident #Bhavnagar #TV9News pic.twitter.com/iONYC2Jc3p
— Tv9 Gujarati (@tv9gujarati) September 13, 2023
-
Gujarat News Live : ડીસા GIDCમાંથી કેમિકલયુક્ત 2100 કિલો મરચાનો જથ્થો પકડાયો
ડીસા જીઆઇડીસીમાં કેમિકલ યુક્ત મરચું પકડાયું છે. મોઢેશ્વરી ફૂડ પ્રોડક્ટ ફેક્ટરીમાંથી 2100 કિલો મરચાનો શંકાસ્પદ જથ્થો મળી આવતા આ જથ્થો સીલ કરાયો છે. મરચાના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. ફુડ વિભાગની પ્રાથમિક તપાસમાં મરચું ભેળસેળયુક્ત હોવાનું બહાર આવ્યું છે. એક માસ અગાઉ પણ ડીસા જીઆઇડીસીમાંથી મરચાનો ડાય કલરનો જથ્થો મલી આવતા સીલ કરાયો હતો.
-
Gujarat News Live : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સામે હાથ ધરાશે મહાભિયોગની તપાસ
દિલ્હીમાં આયોજિત G20 સમિટમાંથી પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. યુએસ સંસદના સ્પીકરે સંસદીય સમિતિને રાષ્ટ્રપતિ જો બાઈડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા કહ્યું છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થીએ મંગળવારે આ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ હાઉસ કમિટીને બાઈડનના પરિવાર સામે તેમના વ્યવસાયિક વ્યવહાર અંગે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ આપી રહ્યા છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ ઐતિહાસિક કાર્યવાહીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
Published On - Sep 13,2023 6:35 AM