AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે 120થી વધુ લોકો સાથે લાખોની ઠગાઈ, 9 વર્ષથી ફરાર શિક્ષિકા આખરે ઝડપાઈ, જુઓ Video

Surat Breaking News: મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે 120થી વધુ લોકો સાથે લાખોની ઠગાઈ, 9 વર્ષથી ફરાર શિક્ષિકા આખરે ઝડપાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2026 | 1:26 PM
Share

સુરતમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર મહિલા આખરે પોલીસના હાથે ઝડપાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ 52 વર્ષીય હેમલતા ચૌધરી, જે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને ગણિતમાં પીએચડીની પદવી ધરાવે છે, તેણે સસ્તા ભાવે ફ્લેટ અપાવવાના બહાને અનેક લોકોને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરી હતી.

મોટું નેટવર્ક ઉભું કર્યું

આરોપી મહિલાએ વર્ષ 2018 દરમિયાન મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપ છે કે તેણે 120થી વધુ લોકો પાસેથી ફ્લેટ અપાવવાના વાયદા કરીને કુલ 21.69 લાખ રૂપિયા એકત્ર કર્યા અને ત્યારબાદ ફરાર થઈ ગઈ. આ ઘટનાથી અનેક પરિવારોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.

બોય-કટ લુક અપનાવી, ઓળખ છુપાવી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે કાયદાના સકંજાથી બચવા માટે આરોપીએ પોતાનો દેખાવ પણ સંપૂર્ણ રીતે બદલી નાખ્યો હતો. લાંબા વાળ કપાવીને બોય-કટ લુક અપનાવી તેણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાંબા સમય સુધી પોલીસને ચકમો આપતી રહી હતી.

પોલીસ વધુ તપાસ કરી રહી છે

અંતે રાંદેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોઝમાં દરોડો પાડીને તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે રાંદેર ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઈના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Breaking News : અમેરિકામાં દુકાનમાં કામ કરી રહેલી ગુજરાતી મહિલાની હત્યા, મૃતક ગાંધીનગરની હતી વતની, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">