AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સસ્તુ સોનુ ખરીદતા પહેલા સાવધાન, ઠગબાજો અનેક લોકોને લગાવી ચુક્યા છે ચુનો, SOG ક્રાઈમે બે વોન્ટેડની કરી ધરપકડ

Mihir Soni
| Edited By: | Updated on: Sep 13, 2023 | 5:08 PM
Share

Ahmedabad: સસ્તુ સોનુ આપવાના બહાને ઠગાઈ આચરતી ટોળકીની SOG ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીઓ પહેલા લોકોને સસ્તુ સોનુ ખરીદવા અંગેની લાલચ આપતા હતા અને જેવી ડીલ થાય કે નક્કી કે નક્લી પોલીસ બની ખરીદનારને ડરાવી ધમકાવીને પૈસા અને સોનુ ઝૂંટવી લેતા હતા. SOG ક્રાઈમે બંને વોન્ટેડ ઠગબાજોની ધરપકડ કરી છે.

Ahmedabad: જો તમને કોઈ સસ્તુ સોનુ આપવાની લાલચ આપે તો એ પહેલા ચેતજો, SOG ક્રાઈમે આવી રીતે સસ્તુ સોનુ આપવાના નામે ઠગાઈ આચરતી ટોળકીના બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ નક્લી પોલીસ બનીને ગુનો આચરતા હતા. એક આરોપી પાસે નક્લી નાયબ મામલતદારનું આઈકાર્ડ પણ મળી આવ્યુ હતુ. જો કે આરોપીઓ રાજ્યમાં અનેક શહેરોમાં ગુના આચરી ચુક્યા છે. આરોપી કિરીટકુમાર અમીન અને ઈશ્વરપુરી ગોસ્વામી છેતરપીંડી કેસમાં વોન્ટેડ હતા. જે બન્ને આરોપીની ધરપકડ કરાઈ છે.

સસ્તુ સોનું આપવાના બહાને ઠગાઈ આચરતા

પકડાયેલ બન્ને આરોપી નકલી પોલીસ બનીને અન્ય ટોળકીના સભ્યો સાથે મળી સસ્તું સોનું આપવાના બહાને લોકોને ટાર્ગેટ કરીને ઠગાઇ આચરતા. આ ટોળકીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો ટોળકીના બે-ત્રણ શખ્સો દ્વારા સસ્તું સોનુ આપવાના બહાને વ્યક્તિને સોનુ બતાવે જે બાદ સોનાની અડધી કિંમતમાં સોનુ આપવાના બહાને કોઈક અવાવરું જગ્યાએ વ્યક્તિને બોલાવતા. જે બાદ વ્યક્તિ સાથે થયેલી ડીલ મુજબ પૈસા લઈને સોનુ આપી દેતા.

તે સમયે જ નકલી પોલીસ બનીને પકડાયેલ બન્ને આરોપી આવતા અને પોલીસનો ડર બતાવીને ડરાવી ધમકાવીને પૈસા અને સોનુ લઈને જતા રહેતા હતા. આવી જ રીતે ચારથી પાંચ લોકો નકલી પોલીસ બનીને આવતા હતા. ત્યારે વલસાડના ધમરપુર અને અમદાવાદ ગ્રામ્યના કેરાલા જીઆઇડીસીમાં આ રીતે છેતરપિંડી આચરી હતી.

બંને વોન્ટેડ આરોપી છેલ્લા ત્રણ વર્ષથી હતા ફરાર

પકડાયેલ બન્ને આરોપીઓ છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા હતા. SOG ક્રાઇમની ટીમને બાતમી મળતા જ બન્ને આરોપીની ધરપકડ કરી છે. જોકે વર્ષ 2020માં અમદાવાદ ગ્રામ્યના કેરાલા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સસ્તું સોનુ આપવાના બહાને વેપારી પાસેથી 14 લાખની છેતરપીંડી કેસમાં ચાર આરોપી ધરપકડ થઈ હતી. જેમાં ગોમતીપુરમાં ફરજ બજાવતો ASI હિતેન્દ્ર રમણલાલ પંડ્યા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી પણ પકડાયેલ બન્ને આરોપીઓ વોન્ટેડ હતા.

જે બાદ વર્ષ 2022માં વલસાડના ધરમપુર પોલીસ સ્ટેશનમાં 39 લાખની છેતરપીંડીમાં આ બન્ને આરોપી વોન્ટેડ હતા. ત્યારે રાજસ્થાનના જયપુરમાં છેતરપીંડી કેસમાં ઈશ્વરપુરી ગોસ્વામી વોન્ટેડ હતો. આરોપી કિરીટકુમાર અમીન પાસેથી નાયબ મામલતદાર અધિકારીનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેની પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ મોડાસામાં મામલતદાર કેચરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો જે સમય થી નાયબ મામલતદાર તરીકે કાર્ડ બનાવ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગરની બસને નડેલા અકસ્માત અંગે CMએ વ્યક્ત કર્યુ દુ:ખ, સાંસદ ભારતીબેને રાજસ્થાનના તંત્ર સાથે કરી વાતચીત, જુઓ Video

સસ્તું સોનુ આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકીમાં 8 થી 10 સભ્યો હોવાની પોલીસને આશંકા છે, જેમાં SOG ક્રાઇમ ટીમે નકલી પોલીસ બનેલી આ ટોળકીની મહિલાની ધરપકડ કરી છે. જોકે આ ટોળકીમાં અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. ત્યારે અન્ય કેટલા લોકોને ટાર્ગેટ બનાવી છેતરપીંડી આચરી છે, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 13, 2023 05:07 PM
g clip-path="url(#clip0_868_265)">