OMG: ક્રિકેટરોએ કરી દીધી હડતાળ, ભારત-બાંગલાદેશ વચ્ચેની સિરીઝ પર સંકટ
ભારત-બાંગલાદેશ વચ્ચે આગામી મહિને યોજાનારી સિરીઝમાં સકંટ આવી શકે છે. બાંગલાદેશના ખેલાડીઓએ કહ્યું કે, જ્યા સુધી તેમનું ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની માગણી નહીં માને ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે. મહત્વનું છે કે, બાંગલાદેશના ખેલાડીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તેમના ભારત પ્રવાસ પર સવાલો થઈ રહ્યા છે. જો કે તેમનો પ્રવાસ રદ થશે કે નહીં […]
ભારત-બાંગલાદેશ વચ્ચે આગામી મહિને યોજાનારી સિરીઝમાં સકંટ આવી શકે છે. બાંગલાદેશના ખેલાડીઓએ કહ્યું કે, જ્યા સુધી તેમનું ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની માગણી નહીં માને ત્યાં સુધી હડતાળ શરૂ રહેશે. મહત્વનું છે કે, બાંગલાદેશના ખેલાડીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તેમના ભારત પ્રવાસ પર સવાલો થઈ રહ્યા છે. જો કે તેમનો પ્રવાસ રદ થશે કે નહીં તે માનવું ઉતાવડ છે. શાકીબ અલ હસન, તમીમ ઈકબાલ અને મુશ્ફીકુર રહીમ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા હતા. અને પોતાની માગણી સાથે હડતાળ શરૂ રાખવાનું એલાન કર્યું છે.
અહેવાલ પ્રમાણે ખેલાડીઓને બાંગલાદેશ પ્રિમિયર લીગ BPLની સાતમી સિઝનમાં પગારની સમસ્યા છે. બાંગલાદેશને ભારતમાં એક T-20 અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. બંને દેશ વચ્ચે પહેલી T-20 મેચ ત્રણ નવેમ્બરે યોજાશે. પરંતુ બાંગલાદેશના સિનિયર ખેલાડીઓ પોતાની માગણી સાથે ક્રિકેટનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જાણો શું છે માગણી
બાંગલાદેશ ક્રિકેટ ટીમના ખેલાડીઓને ક્રિકેટ્સ વેલફેર એસો.ના કામગીરીથી નારાજગી છે. ખેલાડીઓને લાગે છે કે, તેમની ભલાઈ માટે કોઈ કામ થતા નથી. જેથી ખેલાડીઓની માગણી છે કે, વેલફેર એસોસિએશનના અધ્યક્ષ અને સચિવ પોતાના પદ છોડી દે. અને તેમની જગ્યાએ નવા અધ્યક્ષ અને સચિવની ચૂંટણી ખેલાડીઓના માધ્યમથી થવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બાંગલાદેશ પ્રિમિયર લીગની ટીમ હવે ક્રિકેટ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે. ખેલાડીઓની માગણી છે કે, પહેલાની જેમ ફ્રેન્ચાઈઝી આધારીત મોડલ પર લીગની સંરચના થવી જોઈએ. સાથે સ્થાનિક ખેલાડીઓને પોતાની કિંમત જાતે નક્કી કરવાની મંજૂરી આપવી જોઈએ.
બાંગલાદેશના ખેલાડીઓની એ પણ માગછે કે, પ્રથમ શ્રેણીના ક્રિકેટ મેચ માટે એક લાખ ટકા પ્રતિ મેચનો વધારો કરવો જોઈએ. જેનો મતલબ 83,700 રૂપિયા પગારમાં વધારો છે. જે વર્તમાન સ્તરથી આશરે ત્રણ ગણુ વૃદ્ધિ થશે. સાથે પગારભથ્થા અને અન્ય સુવિધામાં પણ વધારો કરવાની માગણી છે. માત્ર ખેલાડી નહીં પણ ગ્રાઉન્ડ્સમેન, લોકોલ કોચ, અમ્પાયર, ફિઝિયો અને ટ્રેનરનો પગાર પણ વધવો જોઈએ.