AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 14 ચોગ્ગા અને છગ્ગા… રજત પાટીદારની રેકોર્ડબ્રેક ઈનિંગ, 33 બોલમાં તોડ્યા મોટા રેકોર્ડ

IPL 2026 ની ક્વોલિફાયર 1 મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB એ રેકોર્ડબ્રેક 255 રન બનાવ્યા હતા. રજત પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક કેપ્ટન ઈનિંગ રમી હતી. આ સાથે કેપ્ટન પાટીદારે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.

Breaking News: 14 ચોગ્ગા અને છગ્ગા... રજત પાટીદારની રેકોર્ડબ્રેક ઈનિંગ, 33 બોલમાં તોડ્યા મોટા રેકોર્ડ
Rajat PatidarImage Credit source: X/RCB
| Updated on: May 26, 2026 | 10:33 PM
Share

IPL 2026 ક્વોલિફાયર 1 મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના કેપ્ટન રજત પાટીદારે ધમાકેદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો. તેણે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ગુજરાત ટાઇટન્સ (GT) ના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી અને ઘણા મોટા રેકોર્ડ પણ બનાવ્યા હતા. આ યાદગાર ઇનિંગના આધારે RCB 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવવામાં સફળ રહ્યું હતું.

રજત પાટીદારની રેકોર્ડબ્રેક ઇનિંગ

રજત પાટીદાર હવે IPL પ્લેઓફ ઇતિહાસમાં કેપ્ટન તરીકે સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે ગુજરાત સામે અણનમ 93 રન બનાવીને ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી છે. IPL પ્લેઓફમાં અન્ય કોઈ કેપ્ટન 90 રનના આંકડે પહોંચ્યો નથી.

IPL પ્લેઓફમાં સૌથી વધુ રન બનાવનારા કેપ્ટનો

  • 93* રન રજત પાટીદાર
  • 93* રન ડેવિડ વોર્નર
  • 87* રન શ્રેયસ અય્યર
  • 85 રન એડમ ગિલક્રિસ્ટ
  • 79 રન કેએલ રાહુલ

પ્લેઓફ મેચમાં નવ છગ્ગા ફટકાર્યા

રજત પાટીદારે આ ઇનિંગમાં નવ છગ્ગા ફટકાર્યા, જે પ્લેઓફ મેચમાં બીજા ક્રમે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ યાદીમાં ફક્ત શુભમન ગિલ જ તેમનાથી આગળ છે. ગિલે 2013માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, તેણે પ્લેઓફ ઇતિહાસમાં કુલ છગ્ગા ફટકારવાની સંખ્યા પણ વધારી દીધી છે. હવે તેમના નામે IPL પ્લેઓફ મેચોમાં 24 છગ્ગા છે. તેણે આ સિદ્ધિ માત્ર છ ઇનિંગમાં મેળવી હતી.

IPL પ્લેઓફમાં સૌથી વધુ છગ્ગા

  • 40 સુરેશ રૈના (24 ઇનિંગ્સ)
  • 28 એમએસ ધોની (23 ઇનિંગ્સ)
  • 25 કિરોન પોલાર્ડ (17 ઇનિંગ્સ)
  • 24 રજત પાટીદાર (6 ઇનિંગ્સ)

માત્ર 21 બોલમાં ફિફ્ટી

વધુમાં રજત પાટીદારે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, આ સાથે તે પ્લેઓફ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડીઓમ સામેલ થયો છે. આ પ્લેઓફમાં ચોથી સૌથી ઝડપી અડધી સદી પણ છે.

IPL નોકઆઉટ/પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદી

  • 16 બોલ સુરેશ રૈના (2014)
  • 17 બોલ એડમ ગિલક્રિસ્ટ (2009)
  • 20 બોલ MS ધોની (2012)
  • 21 બોલ રજત પાટીદાર (2026)

Breaking News: કાગીસો રબાડાએ 25 મી વિકેટ લઈને ઈતિહાસ રચ્યો, IPLમાં પહેલીવાર થયો આ કમાલ

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">