AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય વિદ્યાલય પ્રાથમિક શિક્ષકની ભરતીમાંથી B.Ed. વાળા બહાર, 5 દિવસમાં D.El.Ed પ્રમાણપત્ર આપવું પડશે

B.Ed vs D.El.Ed ડિગ્રી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની અસર શિક્ષકોની ભરતીમાં જોવા મળી રહી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ B.Ed ડિગ્રી ધારકોને પ્રાથમિક શિક્ષકની ભરતીમાંથી બાકાત રાખ્યા છે.

કેન્દ્રીય વિદ્યાલય પ્રાથમિક શિક્ષકની ભરતીમાંથી B.Ed. વાળા બહાર, 5 દિવસમાં D.El.Ed પ્રમાણપત્ર આપવું પડશે
B.Ed. vs D.El.Ed. degree
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 3:21 PM
Share

શાળાઓમાં શિક્ષક બનવા માટે B.Ed કે D.El.Ed પ્રમાણપત્રને લગતો મામલો ફરી ગરમ થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા મંગળવારે મોડી સાંજે એક સૂચના જાહેર કરવામાં આવી હતી. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ B.Ed ડિગ્રી ધરાવનારાઓને પ્રાથમિક શિક્ષક એટલે કે KVS PET શિક્ષકની ભરતીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. માત્ર D.El.Ed ધારકોને જ આ સ્તર માટે પાત્ર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Govt Jobs: કેન્દ્રીય વિભાગોમાં હવે CET દ્વારા થશે સરકારી ભરતી, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના અનુસાર પ્રાથમિક શિક્ષકની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ D.El.Ed પ્રમાણપત્ર આપવું પડશે. ઉમેદવારોને પ્રમાણપત્ર અપલોડ કરવા માટે 17 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલયે આ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો છે.

BEd vs DElEdની અસર

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની સર્વોચ્ચ અદાલતે સિવિલ અપીલ પર પોતાનો ચુકાદો આપતાં પ્રાથમિક શિક્ષકની પોસ્ટ માટે B.Ed ડિગ્રી રદ કરી છે. 11 ઓગસ્ટ 2023ના રોજ લીધેલા આ નિર્ણય પછી બીએડની ડિગ્રી ધરાવતા લોકો પ્રાથમિક શિક્ષક બનવા માટે અરજી કરી શકશે નહીં. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

17મી સપ્ટેમ્બર સુધીમાં પ્રમાણપત્ર આપો

KVS દ્વારા જાહેર કરાયેલી ઓફિશિયલ સૂચના મુજબ પ્રાથમિક શિક્ષક માટે અરજી કરનારાઓએ હવે D.El.Ed પ્રમાણપત્ર પ્રદાન કરવું પડશે. આ માટે દસ્તાવેજો અપલોડ કરવા માટેની વિન્ડો 13 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 9:00 વાગ્યાથી 17 સપ્ટેમ્બર 2023 સુધી ખુલ્લી રહેશે. આ માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ kvsangathan.nic.in પર જવું પડશે.

કેન્દ્રીય વિદ્યાલયે જણાવ્યું છે કે, B.Ed ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે અને PRT શિક્ષકની ભરતી માટે પસંદગી પ્રક્રિયામાંથી પસાર થઈ શકે છે. લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ કરવામાં આવશે નહીં. ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનમાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

શિક્ષણના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
g clip-path="url(#clip0_868_265)">