AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Plane Crash Live Update : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 290ના મોત થયાની આશંકા, ઘટના અંગે અમિત શાહે આપી પ્રતિક્રિયા, આ દુર્ઘટના છે તેને કોઈ રોકી શકે નહીં પરંતુ ડિઝાસ્ટર મેન્જમેન્ટની કામગીરી સરાહનિય

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2025 | 11:53 PM
Share

આજે 12 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Ahmedabad Plane Crash Live Update : અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 290ના મોત થયાની આશંકા, ઘટના અંગે અમિત શાહે આપી પ્રતિક્રિયા, આ દુર્ઘટના છે તેને કોઈ રોકી શકે નહીં પરંતુ ડિઝાસ્ટર મેન્જમેન્ટની કામગીરી સરાહનિય

આજે 12 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Jun 2025 11:22 PM (IST)

    રાજપથ ક્લબના ડીરેક્ટર દિલીપ પટેલનું પ્લેન ક્રેશ માં મોત

    • રાજપથ ક્લબના ડીરેક્ટર દિલીપ પટેલનું પ્લેન ક્રેશ માં મોત
    • પત્ની મીના પટેલ સાથે લંડન જવા નીકળ્યા હતા
    • બંને પતિ-પત્ની દીકરીને મળવા લંડન જતા હતા
    • તેમની સાથે જઈ રહેલ સુભાષ અમીન અને અચલા અમીનનું પણ નિધન
  • 12 Jun 2025 11:17 PM (IST)

    સિવિલ હોસ્પિટલનો અંદરનો વીડિયો આવ્યો સામે

    • સિવિલ હોસ્પિટલનો અંદરનો વીડિયો આવ્યો સામે
    • PM રૂમમાં મૃત દેહોના ઢગલા જોવા મળી રહ્યા છે
    • મૃતદેહોના ખડકલાનો વીડિયો વિચલિત કરે એવો
    • પ્લેન ક્રેશના મૃતદેહોને PM રૂમ અને ઓલ્ડ ટ્રોમામાં રાખવામાં આવ્યા છે
  • 12 Jun 2025 11:15 PM (IST)

    બીજે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ થતા ચાર વિદ્યાર્થીઓના મોત

    • બીજે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ થતા ચાર વિદ્યાર્થીઓના મોત
    • પાંચ વિદ્યાર્થીઓ સિરિયસ જયારે 13 વિદ્યાર્થીઓમેં સામાન્ય ઇજા પહોંચી
    • મેસમાં વિદ્યાર્થીના 1 સબંધીનું મૃત્યુ, 3 મિસિંગ અને 2 સિરિયસ
    • પરિવારમાં એક ડોક્ટરના પત્ની તો બીજા અન્ય ડોક્ટર ના સબંધી મિસિંગ
  • 12 Jun 2025 11:14 PM (IST)

    હર્ષ સંઘવી અને વિકાસ સહાય સિવિલ હોસ્પિટલ પહોચ્યા

    • હર્ષ સંઘવી અને વિકાસ સહાય સિવિલ હોસ્પિટલ પહોચ્યા
    • સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ની ઓફિસમાં અધિકારીઓ સાથે બેઠક
    • અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને સિવિલના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત
    • ઘાયલોની સારવાર અને DNA ટેસ્ટ સહિતની બાબતોને લઈ ચર્ચાની શક્યતા
  • 12 Jun 2025 11:13 PM (IST)

    આવતીકાલે સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદી આવશે અમદાવાદ

    • અમદાવાદ પ્લેન ક્રેશ દુઘર્ટના
    • સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોચશે
    • ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળશે
    • બાદમાં સર્કિટ હાઉસ ખાતે મિટિંગ કરી ને પરત જશે
  • 12 Jun 2025 11:11 PM (IST)

    અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢેર

    • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢેર
    • વિમાન દુર્ઘટનાની સૌથી ભયાનક તસવીર
    • ન ઓળખી શકાય તેવી હાલતમાં છે મૃતદેહો
    • ચેતનવંતા શરીર બની ગયા છે કોલસો !
    • આ દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે !
    • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોતનું તાંડવ
    • ફક્ત DNA ટેસ્ટથી મૃતકોની ઓળખ છે શક્ય
  • 12 Jun 2025 07:56 PM (IST)

    અમદાવાદઃ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના યાત્રીનો ચમત્કારીક બચાવ

    • અમદાવાદઃ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના યાત્રીનો બચાવ
    • દીવના પટેલવાડીના વિશ્વાસ ભાલિયા હતા પ્લેનમાં સવાર
    • ઈજાગ્રસ્ત મુસાફર હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
    • ભાનમાં આવ્યો ત્યારે ચારેતરફ મૃતદેહો: વિશ્વાસ
    • જોરદાર અવાજ સાથે પ્લેન ક્રેશ થયું: વિશ્વાસ
    • મારો ભાઈ પણ પ્લેનમાં સવાર હતો: વિશ્વાસ કુમાર
    • 11A સીટ પર બેઠા હતા વિશ્વાસ
    • 11J પર વિશ્વાસના ભાઈ અજય ભાલિયા બેઠા હતા
    • અજય ભાલિયા લાપત્તા છે
  • 12 Jun 2025 07:54 PM (IST)

    ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી

    • ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી
    • ગૃહમંત્રી અમિત શાહે મેળવી સમગ્ર જાણકારી
    • CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રહ્યા હાજર
    • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન પણ ઉપસ્થિત
  • 12 Jun 2025 07:07 PM (IST)

    વડોદરા પરણાવેલ નેન્સી પટેલ મૂળ બોડેલીની જે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં હતી સવાર

    • અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
    • વડોદરા પરણાવેલ નેન્સી પટેલ મૂળ બોડેલીની જે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં હતી સવાર
    • નેન્સી પટેલના મૃત્યથી બોડેલી પંથકમાં શોકનો માહોલ
    • માતા પિતા બોડેલીથી અમદાવાદ જવા રવાના થયા છે
  • 12 Jun 2025 07:05 PM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેશ: ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

    • અમદાવાદ પ્લેન ક્રેશ: ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા
    • અમિત શાહ નું વિમાન અમદાવાદ એરપોર્ટ પર થયું લેન્ડ
  • 12 Jun 2025 06:55 PM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલીના નાગરિકનું મોત 

    • અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અમરેલીના નાગરિકનું મોત
    • વાડિયાના વતની અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા ફ્લાઇટ માં જતા હતા
    • લંડનમાં પત્નીના અવસાન બાદ વતનમાં સગા સબંધીને ત્યાં આવી કેટલીક વિધિઓ ફૂલ પધરાવા માટે આવ્યા હતા
    • આજે પરત જતી વખતે ઘટના બની પરિવારમાં 2 બાળકો છે હાલ લંડન છે
    • બાળકોને લંડન મૂકી વતન વડિયા આવ્યા હતાં બેસણુ વિધિઓ કરી પરત જતા હતા
    • અર્જુનભાઈને પિતા નથી માતા સુરત રહે છે
  • 12 Jun 2025 05:10 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : વિમાનના પાઈલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડી કર્યો May day કોલ

    વિમાનના પાઈલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડી May day કોલ કર્યો હતો. આ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે, જે પાઇલટ એવી પરિસ્થિતિમાં મોકલે છે જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને તેને કટોકટીની મદદની જરૂર હોય. “મેડે” શબ્દ ફ્રેન્ચ શબ્દ “મ’એઇડેઝ” પરથી આવ્યો છે, જેનો અર્થ “મને મદદ કરો” થાય છે. તે ત્રણ વખત પુનરાવર્તિત થાય છે – “મેડે મેડે મેડે”

  • 12 Jun 2025 04:50 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર, સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ અને ધારાસભ્ય સાથે બેઠક

    ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા છે.  સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ અને ધારાસભ્ય સાથે બેઠક કરશે.

  • 12 Jun 2025 04:39 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : સિવિલ હોસ્પિટલમાં 150 જેટલા મૃતદેહ હોવાની શક્યતા – સૂત્ર

    સૂત્ર દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર  સિવિલ હોસ્પિટલમાં 150 જેટલા મૃતદેહ હોવાની શક્યતા છે.

  • 12 Jun 2025 04:34 PM (IST)

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM સહિત કોણ કોણ હતું સવાર ? આ રહ્યું આખુ List

    અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં , ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. સુરક્ષા માટે સમગ્ર વિસ્તાર સીલ કરીને તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પ્લેનમાં જે મુસાફરો સવાર હતા તેના નામ સહિતનું આખું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

  • 12 Jun 2025 04:29 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : CM ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

    સુરતથી CM ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.  તેમજ થોડીવારમાં મિટીંગ કરવામાં આવશે. સમગ્ર દુર્ઘટનાની સ્થિતિનો તાગ મેળવશે.

  • 12 Jun 2025 04:25 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ

    બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર  દુર્ઘટના પર વ્યક્ત કરી છે.

  • 12 Jun 2025 04:21 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : CM ભૂપેન્દ્ર પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત

    CM ભૂપેન્દ્ર પટેલ સાથે PM મોદીએ આ દુર્ઘટનાને લઈને વાતચીત કરી છે.

  • 12 Jun 2025 04:18 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

    કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે.

  • 12 Jun 2025 04:02 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : ઈજાગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે સારવાર આપવાનો આદેશ – CM ભૂપેન્દ્ર પટેલ

    ઈજાગ્રસ્ત લોકોને યુદ્ધના ધોરણે સારવાર આપવાનો આદેશ CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે. તેમજ તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

  • 12 Jun 2025 03:47 PM (IST)

    Ahmedabad Plane Crash Live : અમદાવાદના પોલીસ કર્મીઓની રજાઓ રદ

    અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પગલે અમદાવાદ પોલીસ કર્મચારીઓની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક ધોરણે રજા પર ગયેલા કર્મચારીઓને પરત બોલાવવામાં આવ્યા છે.

  • 12 Jun 2025 03:44 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : રાજ્ય સરકારે જાહેર કર્યો ઈમરજન્સી કંટ્રોલ રુમનો ફોન નંબર

    રાજ્ય સરકારે  ઈમરજન્સી કંટ્રોલ રુમનો ફોન નંબર જાહેર કર્યો છે. કોઈ પણ વ્યક્તિ ફ્લાઈટ ક્રેશ અંગે અને સ્વજનની અંગે  8405304 અને 079-2320510900 નંબર પર ફોન કરી માહિતી મેળવી શકશે.

  • 12 Jun 2025 03:35 PM (IST)

    Ahmedabad Plane Crash Live Update : BJ મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ, 20 વિદ્યાર્થીઓના મોતની આશંકા

    BJ મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલ પર પ્લેન ક્રેશ થયુ છે. તેમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મોતની આશંકા કરવામાં આવી રહી છે.જ્યારે 50 જેટલા મુસાફરોના મોતની આશંકા કરવામાં આવી છે.

  • 12 Jun 2025 03:29 PM (IST)

    Ahmedabad Plane Crash Update : એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો

    એર ઈન્ડિયાએ હેલ્પલાઇન નંબર 1800-5691-444 જાહેર કર્યો

  • 12 Jun 2025 03:27 PM (IST)

    Ahmedabad Plane Crash Live News : પ્લેનમાં બ્રિટનના 52 અને પોર્ટુગલના 6 પેસેન્જર હતા સવાર

    એર ઈન્ડીયા પ્લેન ક્રેશ થયુ તેમાં ક્રુ મેમ્બર સહિત 235 લોકો સવાર હતા. તેમાં બ્રિટનના 53 અને પોર્ટુગલના 7  પેસેન્જર હતા.

  • 12 Jun 2025 03:20 PM (IST)

    અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ થયુ ક્રેશ – DGCA

    અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ  ક્રેશ થયું હોવાનું DGCA જણાવ્યું છે.  અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

  • 12 Jun 2025 03:12 PM (IST)

    PM મોદી અને ગૃહમંત્રી અમદાવાદ આવવા રવાના

    પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે.

  • 12 Jun 2025 03:09 PM (IST)

    NDRFની 3 ટીમ ઘટના સ્થળે, વડોદરાની 2 ટીમ અમદાવાદ આવવા રવાના

    NDRFની 3 ટીમ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ વડોદરાની 2 NDRFની ટીમ અમદાવાદ આવવામાટે રવાના થયા છે.

  • 12 Jun 2025 02:56 PM (IST)

    સિવિલ હોસ્પિટલ સુધીની ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો.

    સિવિલ હોસ્પિટલ સુધીની ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર હાજર છે.

  • 12 Jun 2025 02:40 PM (IST)

    પ્લેનમાં પૂર્વ CM રુપાણી હતા હાજર

    અમદાવાદના મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશ થયુ છે તેમાં  પૂર્વ CM વિજય રુપાણી હાજર હોવાની માહિતી છે.

  • 12 Jun 2025 02:35 PM (IST)

    IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું

    અમદાવાદ: એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ છે. ફાયર વિભાગની ત્રણ ટીમો ઘટનાસ્થળે છે. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા દેખાયા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ.

  • 12 Jun 2025 01:45 PM (IST)

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

    હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13 જૂનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થશે. દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડશે. આંધી તૂફાન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

  • 12 Jun 2025 11:52 AM (IST)

    વલસાડ: ધમડાચી ગામ નજીક ગેસ લાઈનમાં ભંગાણ થતા ગેસ લીકેજ

    વલસાડ: ધમડાચી ગામ નજીક ગેસ લાઈનમાં ભંગાણ થતા ગેસ લીકેજની ઘટના બની છે. ગેસ લીકેજ થતા આગની જ્વાળા નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગેસ પુરવઠો બંધ કર્યા બાદ ગેસ લાઈનની રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ. ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરાઈ.

  • 12 Jun 2025 10:56 AM (IST)

    ગીર સોમનાથ: તાલાલાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ

    ગીર સોમનાથ: તાલાલાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. સુરવા-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા. દારૂની મહેફિલ માણી રહેલા 23 નશાખોર ઝડપાયા છે. દારૂની બોટલો સહિત 41.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તમામ આરોપી રાજકોટના ગોંડલના હોવાનું સામે આવ્યું છે.

  • 12 Jun 2025 10:02 AM (IST)

    EDના બે રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા

    EDએ બે રાજ્યોમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજસ્થાન અને ગુજરાતમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. 2700 કરોડના ઇન્વેસ્ટર્સ કૌભાંડની તપાસ અંગે દરોડા પાડવામાં આવ્યા છે.

  • 12 Jun 2025 08:37 AM (IST)

    સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીએ 2 કર્મચારીને આપી તાલિબાની સજા

    સુરત: ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીએ 2 કર્મચારીને આપી તાલિબાની સજા આપવામાં આવી. અનમોલ ટેક્સટાઈલ માર્કેટમાં યુવકોને નગ્ન કરીને માર માર્યો. ચોરી કરી હોવાના આરોપ સાથે દુકાન માલિકે બર્બરતા કરી. દુકાનની બહાર જાહેરમાં લાકડીના ફટકા માર્યા. 3થી 4 કલાક સુધી ગોંધી રાખ્યા હોવાનો પણ આરોપ છે.

  • 12 Jun 2025 07:49 AM (IST)

    વડોદરાઃ ગુમ હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવ્યો

    વડોદરાઃ ગુમ હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળી આવ્યો છે. અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસકર્મી લાપતા થયો હતો. હેડ કોન્સ્ટેબલ હરિદ્વારમાં ગંગાકિનારેથી મળી આવ્યો. હેડ કોન્સ્ટેબલ બાપોદ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.હેડ કોન્સ્ટેબલને લેવા વડોદરા પોલીસ હરિદ્વાર જવા રવાના થઇ.

Published On - Jun 12,2025 7:48 AM

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">