12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકારે વિનામૂલ્યે મહાકુંભની યાત્રા કરાવવી જોઈએઃ આમ આદમી પાર્ટી

|

Jan 12, 2025 | 2:54 PM

આજ 12 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકારે વિનામૂલ્યે મહાકુંભની યાત્રા કરાવવી જોઈએઃ આમ આદમી પાર્ટી

Follow us on

LIVE NEWS & UPDATES

  • 12 Jan 2025 02:53 PM (IST)

    ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકારે વિનામૂલ્યે મહાકુંભની યાત્રા કરાવવી જોઈએઃ આમ આદમી પાર્ટી

    મહાકુંભને લઇ AAP નેતા ઇસુદાન ગઢવીની સરકાર પાસે માગ કરી છે. ગુજરાતના લોકોને, રાજ્ય સરકારે મફતમાં મહાકુંભની યાત્રા  કરાવવી જોઈએ. “અસહ્ય ટિકિટ દર અને યાત્રાના લાંબા સમયના કારણે, ગુજરાતના અનેક લોકો નથી કરી શકાતા મહાકુંભની યાત્રા, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં દર્શન કરાવવા માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેન દોડાવે તેવી પણ માંગણી ઇસુદાન ગઢવીએ કરી છે.

  • 12 Jan 2025 02:50 PM (IST)

    અમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન

    અમદાવાદ: પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશન કામગીરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રેબીસ ફ્રી અમદાવાદ સિટી 2030 એક્શન પ્લાન હેઠળ શ્વાનના માલિકો રજિસ્ટ્રેશન કરાી રહ્યાં છે. છેલ્લા 10 દિવસમાં 1091 પ્રાણીઓના માલિકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 10 દિવસમાં 1261 પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 282 માલિકોના 317 શ્વાનનું રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદ શહેરમાં પોમરીયન, જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રિટ્રેવર બ્રીડના શ્વાન પ્રથમ પસંદગી ધરાવે છે. પાલતુ પ્રાણીઓના રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ આગામી 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.


  • 12 Jan 2025 02:28 PM (IST)

    ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે થયો ખુલાસો, અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી

    ફ્લાવર શોની ડુપ્લિકેટ ટિકિટ મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ફ્લાવર શોની નકલી ટિકિટ છાપવામાં આવી નથી પરંતુ અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી. ફ્લાવર શોની પાંચ લાખ ટિકિટ છાપવા કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. એઇટિન ક્રિએશનને ટિકિટ છાપવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. એઇટીન ક્રિયેશન દ્વારા ટિકિટ બાઈડિંગનું કામ ક્રિષ્ના બાઈડિંગને આપવામાં આવ્યું હતું. ક્રિષ્ના બાઈડિંગમાં કામ કરતા કર્મચારીએ ટિકિટ ચોરી કરી હતી. કર્મચારી આશિષ ભાવસાર દ્વારા ટિકિટ ચોરી કરવામાં આવી હતી. કુલ 70 જેટલી ટિકિટ ચોરી કરવામાં આવી હતી. 70 માંથી  53 જેટલી ટિકિટો ઉપયોગમાં લેવાઈ હતી. આરોપીએ ચોરેલી ટિકિટ કોને કોને આપી તેની તપાસ શરૂ કરાઈ. કોર્પોરેશન દ્વારા પાંચ લાખ ટિકિટની ગણતરી કરવામાં આવશે. ગણતરી બાદ કેટલી ટિકિટ ચોરી થઈ તેની હકીકત સામે આવશે. સીલપેક બોક્સમાં એએમસીને તમામ ટિકિટો આપવામાં આવી છે.

  • 12 Jan 2025 11:12 AM (IST)

    રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાનું નિવેદન- અમરેલી પોલીસે બનાવટી લેટરકાંડમાં ઉતાવળ કરી

    અમરેલી લેટરકાંડને લઇ સાંસદ પરશોત્તમ રૂપાલાએ અમરેલી પોલીસને નિશાને લીધી છે. તેમણે કહ્યું છે કે, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. “SPએ કમિટી બનાવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા” છે. “કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને કોઈક અલગ જ દિશામાં લઇ જઇ રહી છે, હાલ નનામો લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે”

  • 12 Jan 2025 09:59 AM (IST)

    સુરત જિલ્લામાં વધુ એક હત્યા, મૃતદેહ સ્ટેટ હાઇવે પર ફેંકી દેવાયો

    સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના ઘટવા પામી છે. સ્ટેટ હાઇવે 65 પરથી મૃતદેહ મળી આવ્યો છે. માંગરોળના નવાપુરા પાટિયા પાસે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. હત્યા કરી મૃતદેહ ને મુખ્ય માર્ગ પર ફેંકી દીધો છે. હત્યા કરાયેલ મૃતદેહ કોનો છે તે અંગે ઓળખ મેળવવા પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે, મોબાઈલ સ્નેચરોએ હત્યા કરી હોઈ શકે છે.

     

     


  • 12 Jan 2025 09:44 AM (IST)

    રાજકોટના નવા 150 ફૂટ રીગ રોડ પરથી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા

    રાજકોટના નવા 150 ફૂટ રીગ રોડ પરથી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા છે. પ્રાથમિક તપાસમાં બિહારથી આ શખ્સો પિસ્તોલ લાવ્યા હોવાની વિગતો સામે આવી છે. યુનિવર્સિટી પોલીસે બંને શખ્સોને પિસ્તોલ સાથે ઝડપ્યા છે. પિસ્તોલ શું કામ લાવ્યા, પહેલા ક્યારેય હથિયાર લાવ્યા છે કે નહીં તે વિશે તપાસ શરૂ કરી છે. આરોપી આશિષ બીરેન્દ્ર પ્રસાદ અને નથુ ઉર્ફ રિતેશ શિવજન્મ પ્રસાદ વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હથિયાર અને મોબાઈલ સહિત કુલ 30 હજારનો મુદામાલ કબજે કર્યો છે.

  • 12 Jan 2025 09:30 AM (IST)

    કચ્છના મુન્દ્રમાંથી કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો

    કચ્છના મુન્દ્રમાંથી કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી રૂપિયા 32,47,000 ની કિંમતનું 32.47 ગ્રામ કોકેઇનનો જથ્થા મળી આવ્યો છે. આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ ઉ.વ.39 રહે દેવાંગ ટાઉનશીપ શ્રીજીનગર , મુન્દ્રા, મૂળ રહેવાસી મનોચહલ તા. તરણતારન, પંજાબની પોલીસે ધરપકડ કરી છે.

  • 12 Jan 2025 09:27 AM (IST)

    અમદાવાદના ચાંદખેડા ONGC ક્વાર્ટરમાંથી જૂગાર રમતા ઝડપાયા

    ચાંદખેડા પોલીસે, સાબરમતી ONGC ક્વાર્ટરમાં જુગાર રમતા લોકોની ધરપકડ કરી છે. પોલીસે ONGC ક્વાર્ટરમાંથી જૂગાર રમનારાઓ પાસેથી રોકડા, મોબાઈલ ફોન, વાહન સહિત કુલ 11.62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે જુગાર રમી રહેલા 6 લોકોની ધરપકડ કરી છે.

  • 12 Jan 2025 07:50 AM (IST)

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય મહેમાન બનશે

    ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. એવું માનવામાં આવે છે કે, નવી દિલ્હી દ્વારા વાંધો ઉઠાવ્યા પછી, સુબિયાન્ટો તેમની ભારત મુલાકાત પૂર્ણ કર્યા પછી તરત જ પાકિસ્તાન જાય તેવી શક્યતા ઓછી છે.

  • 12 Jan 2025 07:36 AM (IST)

    ફેબ્રુઆરીથી શરુ થશે કચ્છના ભુજથી દિલ્હીની વિમાની સેવા

    ભુજ-દિલ્હી વચ્ચે ફ્રેબુઆરીથી એર ઈન્ડિયાની વિમાની સેવા શરૂ થશે. કચ્છી એન.આર.આઇ. ઉપરાંત કચ્છમાં ઉદ્યોગ સ્થાપનારા ઉદ્યોગપતિ અને પ્રવાસીઓ માટે વિમાની સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે. ભુજ-દિલ્હી વિમાની સેવા, આગામી ફેબ્રુઆરીથી શરુ થશે. જે દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડીને ભુજ ખાતે 4.30 કલાકે પહોંચશે. જ્યારે ભુજથી 5.30 વાગ્યે ઉપડીને દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે પહોચશે.

  • 12 Jan 2025 07:30 AM (IST)

    દેશમાંથી 2024ના વર્ષમાં 16,914 કરોડનુ ડ્ર્ગ્સ ઝડપાયું

    ડ્રગ ટ્રાફિકિંગ-રાષ્ટ્રીય સુરક્ષા પર આયોજિત એક પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ વધુ મજબૂત બની છે. ડ્રગ્સની દાણચોરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. 2024માં 16,914 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. સરકારનું ધ્યાન ડ્રગ્સ મુક્ત ભારત પર છે. તેમણે કહ્યું કે 8600 કરોડ રૂપિયાની દવાઓ બાળી નાખવામાં આવશે.

  • 12 Jan 2025 07:29 AM (IST)

    બહાનુ નહીં, પરિવર્તન જોઈએ… દિલ્હી ચૂંટણી માટે ભાજપે પ્રચાર ગીત કર્યું લોન્ચ

    ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેનું પ્રચાર ગીત લોન્ચ કર્યું છે. જેમાં ગવાયું છે કે….’અમે પરિવર્તન ઇચ્છીએ છીએ, બહાના નહીં; અમારે દિલ્હીમાં ભાજપની સરકાર જોઈએ છે…’

આજે 12 જાન્યુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

 

Published On - 7:28 am, Sun, 12 January 25