11 નવેમ્બરના મહત્વના સમાચારઃ અમદાવાદના હાટકેશ્વર બ્રિજને 108 કરોડના ખર્ચે તોડીને નવો બનાવાશે, અગાઉ 52 કરોડનો ખર્ચ કરાયો હતો જાહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2024 | 9:00 PM

આજે 11 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

11 નવેમ્બરના મહત્વના સમાચારઃ અમદાવાદના હાટકેશ્વર બ્રિજને 108 કરોડના ખર્ચે તોડીને નવો બનાવાશે, અગાઉ 52 કરોડનો ખર્ચ કરાયો હતો જાહેર

આજે 11 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Nov 2024 06:31 PM (IST)

    અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર

    • અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર
    • હાટકેશ્વર બ્રિજ તોડીને નવો બનાવવા ખર્ચાશે 108 કરોડ
    • અગાઉ બ્રિજ તોડીને નવો બનાવવાનો ખર્ચ 52 કરોડ જાહેર કરાયો હતો
    • હવે 52 કરોડથી વધારીને 108 કરોડમાં તોડીને બ્રિજ નવો બનાવવાનું આયોજન
    • અગાઉ AMC સત્તાધિશોએ 52 કરોડમાં બ્રિજ તોડીને બનાવવાની જાહેરાત કરી હતી
    • હાટકેશ્વર બ્રિજ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરવાનો કર્યો પ્રયાસ
    • ભાજપ અમદાવાદની જનતાને ભરમાવે છેઃ શહેજાદ ખાન પઠાણ
    • બ્રિજનો ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલવો જોઈએઃ કોંગ્રેસ
  • 11 Nov 2024 06:29 PM (IST)

    અમદાવાદ: ઠક્કરબાપાનગરમાં ગેસ લીકેજથી આગ

    • અમદાવાદ: ઠક્કરબાપાનગરમાં ગેસ લીકેજથી આગ
    • ગેસ લીકેજના કારણે લાગેલી આગ નજીકની દુકાનમાં પ્રસરી હતી
    • પોલીસકર્મીની બહાદુરીને કારણે ટળી મોટી જાનહાનિ
    • નજીકની જ દુકાનમાં મોટી સંખ્યામાં પડ્યા હતા ગેસ સિલિન્ડર
    • પોલીસે બહાદુરી પૂર્વક ગેસ સિલિન્ડરને દુકાનમાંથી બહાર નીકાળ્યા
    • જાંબાઝ પોલીસની કામગીરીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ
    • મહિલા PSI એન. એસ. પરમાર અને તેમની ટીમની પ્રશંસનીય કામગીરી
    • નજીક જ આગની જ્વાળાઓ છતાં બહાદુરીથી ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા
    • પોલીસની સતર્કતાને લીધે ઉગરી ગયા અનેક લોકોના જીવ
    • પોલીસે તાત્કાલિક પગલાં ન લીધા હોત તો સર્જાઈ શકત મોટી જાનહાનિ
  • 11 Nov 2024 06:28 PM (IST)

    નવસારીઃ દેવસર ગામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગેલી આગમાં બે ની ધરપકડ

    • નવસારીઃ દેવસર ગામે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં લાગેલી આગમાં બે ની ધરપકડ
    • બીલીમોરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી
    • GP થીનર કેમિકલ મોકલનાર અર્જુન વિરવાલ અને સોહનલાલ વીરવાલની ધરપકડ
    • સાપરાધ માનવ વધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
    • થીનર કેમિકલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું એ મોટો સવાલ
  • 11 Nov 2024 06:27 PM (IST)

    બાળકને ઘરમાં લોક કરી જતા માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો

    • બાળકને ઘરમાં લોક કરી જતા માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો
    • ભરૂચના અંકલેશ્વરના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ ગયું
    • નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના ચોથા માળનો બનાવ
    • ઘરમાં ફસાઈ ગયેલું બાળક ગભરાઈ જતા દરવાજા પાસે ઊભું હતુ
    • દરવાજો તોડતા બાળકને વાગવાનો ભય હતો
    • ફાયર વિભાગની ટીમે જીવના જોખમે છત પરથી ઉતરી કર્યું રેસ્ક્યૂ
    • છત પરથી ફાયરની ટીમે ચોથા માળેથી નીચે ઉતરી બાળકને બચાવ્યું
  • 11 Nov 2024 06:26 PM (IST)

    ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે દિલીપ સંઘાણીએ આપ્યુ આ મોટુ નિવેદન

    “મગફળી ખરીદીમાં કોઈ ગેરરીતિ થાય તો મને જાણ કરજો” આ શબ્દો છે નાફેડના ચેરમેન દિલીપ સંઘાણીના. અમરેલીના લાઠીમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલનમાં દિલીપ સંઘાણીએ ટેકાના ભાવે ખરીદી મુદ્દે કહ્યું કે કોઈ પણ ગેરરીતિ થાય તો ધ્યાન પર મુકજો, ખેડૂતોનું સીધું કે આડકતરું શોષણમાં કોઈને બક્ષવામાં નહીં આવે

  • 11 Nov 2024 06:25 PM (IST)

    વડોદરાઃ RTI એક્ટિવિસ્ટ પી.વી. મુરજાણીની આત્મહત્યાનો કેસમાં મિલકતના દસ્તાવેજ જપ્ત કરાયા

    • વડોદરાઃ RTI એક્ટિવિસ્ટ પી.વી. મુરજાણીની આત્મહત્યાનો કેસ
    • મુરજાણીની ઓફિસ પરથી પેટ્રોલપંપ સહિતની મિલકતના દસ્તાવેજ, ફાઇલ કબ્જે કરાયા
    • માતા-પુત્રી બળજબરી રૂપિયા માગતા હતા કે નહીં તે અંગે તપાસ શરૂ
    • માતા-પુત્રી સાથે કેટલાં નાણાકીય વ્યવહાર થયા તે અંગે તપાસ
    • મુરજાણીની માનેલી દીકરી કોમલ અને તેની માતા દેવગઢ બારિયામાં છુપાયા હોવાની શંકા
    • મુરજાણીના અસ્થી વિસર્જન બાદ પરિવાર ફરિયાદ નોંધાવવાની કરશે કાર્યવાહી
    • પોલીસને માતા-પુત્રીનું અંતિમ લોકેશન આંકલાવનું મળ્યું હતું
    • ઘટનાની રાતથી જ માતા-પુત્રી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા
    • પોલીસ દ્વારા તમામ મુદ્દા અંગે તપાસ શરૂ
  • 11 Nov 2024 06:13 PM (IST)

    જર્મનીમાં NEWS9 ગ્લોબલ સમિટનું આયોજન

    • જર્મનીમાં NEWS9 ગ્લોબલ સમિટનું આયોજન
    • PM મોદી ગ્લોબલ સમિટમાં કરશે મુખ્ય સંબોધન
    • કેબિનેટ પ્રધાન અને જર્મનીના પ્રધાન પણ સમિટને સંબોધશે
    • TV9 Network and VfB Stuttgart દ્વારા સમિટનું આયોજન
    • જર્મનીના સ્ટૂટગાટમાં યોજાશે ત્રણ દિવસની સમિટ
    • 21 થી 23 નવેમ્બર દરમ્યાન ગ્લોબલ સમિટ
    • સ્ટૂટગાટના હાર્દ સમા મુખ્ય સ્ટેડિયમમાં ગ્લોબલ સમિટ
    • ભારત-જર્મનીના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનાવવાનો ઉદ્દેશ્ય
    • વેપાર, ખેલ અને એન્ટરટેનમેન્ટ જગતની હસ્તીઓ પણ લેશે ભાગ
  • 11 Nov 2024 04:21 PM (IST)

    રાજકોટઃ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વીડિયો વાયરલ

    • રાજકોટઃ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વીડિયો વાયરલ
    • ભાજપ-સંઘ સામે બગાવત કરનાર કલ્પક મણિયારનો વીડિયો વાયરલ
    • બેંકની મુંબઇમાં આવેલી કાબલાદેવી શાખામાં કૌંભાડનો આક્ષેપ
    • બિલ્ડરની વિવાદાસ્પદ, ન વેંચાતી મિલક્તો બેંકને પધરાવાઈ હોવાનો આક્ષેપ
    • બિલ્ડરોએ તગડી રકમનો બેંકને ચૂનો ચોંપડ્યાનો મણિયારનો આરોપ
  • 11 Nov 2024 03:44 PM (IST)

    રાજકોટ: સંસ્કાર પેનલના ઉમેદવારોના રદ થયેલા ફોર્મ મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી

    • રાજકોટ: નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર્સની ચૂંટણીનો મામલો
    • સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા કરાયા હતા રદ
    • બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર દ્વારા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો
    • કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર મણિયાર દ્વારા નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો
    • હાઈકોર્ટમાં મણિયાર ભાઈઓ દ્વારા પિટિશન દાખલ કરાઈ
    • હાઈકોર્ટ દ્વારા અર્જન્ટ મેટર તરીકે સ્વીકારી સુનાવણી કરાઈ
    • ગુજરાત હાઈકોર્ટ દ્વારા કલેક્ટરને જવાબ રજૂ કરવા નોટીસ
    • 14 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
  • 11 Nov 2024 03:42 PM (IST)

    વાવ પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, પ્રચારના જોવા મળ્યા અનેક રંગ

    વાવ પેટાચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે પરંતુ છેલ્લા દિવસે પ્રચારના અલગ અલગ રંગ જોવા મળ્યા હતા. વર્ષો બાદ રાજનિતીમાં કંઈક અનોખું જોવા મળ્યું કોંગ્રેસે ઠેર ઠર પગપાળા જઈને લોકોને ગુલાબ આપ્યું હતું..અહિં લોકશાહીને મજબૂત કરતા દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં ગેનીબેન અને ગુલાબસિંહ ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ત્યાં ઉપસ્થિત નેતાઓને ગુલાબ આપ્યું સાથે જ સી જે ચાવડાને ગેનીબેન ગળે પણ મળ્યા હતા. પાછલા વર્ષોમાં આ પ્રકારની રાજનીતિ ખુબ ઓછી જોવા મળે છે…આ તરફ ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ભાજપ દ્વારા માલધારી સમાજનું સંમેલન પણ બોલાવવામાં આવ્યુ હતુ કે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરી સૂચક હતી. તો વળી અપક્ષના ઉમેદવાર વિક્રમ સિંગલે ધમકી મળ્યા મુદ્દે ફરિયાદ નોંધાવી છે..

  • 11 Nov 2024 02:59 PM (IST)

    વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને મળી ધમકી

    વાવ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવારને ધમકી મળથા પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. અપક્ષ ઉમેદવાર વિક્રમ નાગજીભાઈ સિંગલ ને મળી ધમકી છે. બાપુ રામાજી વિહાજી રાજપુત નામના ઈસમે  ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છ. જાતિ અપમાનિત શબ્દો બોલી અને આજ દિન સુધી દબાઈને બેસેલા હતા અને આજે ઉભા થયા છો ભૂતકાળમાં કેટલાને પાડી દીધા છે તેમ કહીને ધમકી આપી હતી. ધમકીને પગલે અપક્ષ ઉમેદવારે વાવ પોલીસ પાસે રક્ષણ પણ માગ્યું છે.

  • 11 Nov 2024 02:52 PM (IST)

    રાજકોટ નાગરિક સહકારી બેંકની મુંબઈ શાખામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો કલ્પક મણિયારે કર્યો આક્ષેપ

    રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના સમયે ભાજપ અને સંઘ સામે બળવો કરનારા કલ્પક મણિયારે બેંકના ભ્રષ્ટાચાર મુદ્દે ધડાકો કર્યો છે. કલ્પક મણિયારનો સામે આવેલ એક વીડિયોમાં કહેવાયું છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની મુંબઇમાં આવેલી કાલાબાદેવી શાખામાં કૌંભાડ મુદ્દે આક્ષેપો કરાયા છે. બિલ્ડરની વિવાદાસ્પદ, ન વેંચાતી મિલક્તો અને અઘુરા પ્રોજેક્ટ પર ત્રણ ગણી રકમ બેંકે આપી છે. બેંકને તગડી રકમનો ચૂનો બિલ્ડર દ્વારા ચોપડવામાં આવ્યો હોવાનું પણ કહેવાયું છે. બેંક દ્રારા કડક કાર્યવાહી કરીને પોલીસ કેસ કરવાને બદલે બિલ્ડર અને લોન પાસ કરીને રૂપિયા આપનારને છાવરવામાં આવી રહ્યા છે.

  • 11 Nov 2024 02:09 PM (IST)

    ધર્મ ખતરામાં હોવાની વાત કરનારાઓની પાર્ટી ખતરામાં છેઃ રિતેશ દેશમુખ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને અભિનેતા રિતેશ દેશમુખ રવિવારે કોંગ્રેસના ઉમેદવાર અને ભાઈ ધીરજ દેશમુખના ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો હતો. આ દરમિયાન રિતેશ દેશમુખે કહ્યું, જે લોકો કહે છે કે ધર્મ જોખમમાં છે તેમની જ પાર્ટી જોખમમાં છે અને તે પોતાને અને પાર્ટીને બચાવવા પ્રાર્થના કરી રહ્યા છે.

  • 11 Nov 2024 02:01 PM (IST)

    અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રિજ નીચે ગેસ પાઈપલાઈનના લીકેજથી આગ લાગી, એક દુકાન બળીને થઈ ખાક

    અમદાવાદના ઠક્કરબાપાનગર બ્રિજ નીચે ગેસ પાઈપલાઈનના લીકેજથી આગ લાગી હતી. ખોદકામ સમયે ગેસ પાઇપલાઇન લીકેજ થતા એકા એક આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજથી લાગેલ આગમાં બાજુમાં જે દુકાન હતી તે બળીને સંપૂર્ણ ખાક થઈ ગઈ હતી. ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળ પર પહોચીને આગને કાબૂમાં લીધી હતી.

  • 11 Nov 2024 01:54 PM (IST)

    અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી ! એરપોર્ટ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

    અમદાવાદથી જેદ્દાહ ફલાઇટના વોશ રૂમના કમોડ પર કોઈએ કાગળની ચિઠ્ઠીમાં એક લિટીમાં BUMB લખ્યું હતું. ક્રૃ મેમ્બર સાક્ષી બીસ્ટના ધ્યાન પર આ વાત આવતા, ફલાઇટ કેપ્ટન અને ATC ને જાણ કરી હતી. ફલાઇટ લખનૌ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે 10.12 વાગે લેન્ડ થઈ હતી. રાત્રે 10. 55 વાગે જેદ્દાહ ઉડાન ભરવાની હતી. ફલાઇટને ટર્મિનલ 2 પર લઈ જઈ BDS, સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકીંગ કર્યું પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. BUMB લખી ફલાઇટના મુસાફરોમાં ભય ફેલાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફલાઇટ સ્ટાફના સંદેશા અને એરપોર્ટ ઓથોરિટીની સૂચના બાદ SOP મુજબ હાઇલેવલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી. ક્લિયરન્સ મળ્યા બાદ ફલાઇટ રવાના થઈ હતી.

  • 11 Nov 2024 01:39 PM (IST)

    Air Indiaનો મોટો નિર્ણય, ફ્લાઈટમાં હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ભોજન નહીં પીરસે

    એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને મોટો નિર્ણય લીધો છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ કહ્યું કે, તે હવે ફ્લાઈટ્સ દરમિયાન હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ફૂડ નહીં પીરસે.

  • 11 Nov 2024 01:34 PM (IST)

    વડોદરાના માંજલપુરમાં રહેતી પરિણીતાએ 7 માં માળેથી કૂદી કર્યો આપઘાત

    વડોદરાના માંજલપુરમાં રહેતી પરિણીતાએ 7 માં માળેથી કૂદી આપઘાત કર્યો છે. પોતાના ઘરેથી 850 મીટર દૂર જઈ શ્રીકુંજ હાઇટ્સ નામની બિલ્ડિંગના 7 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. 37 વર્ષના મનીષાબેન કદમે આપઘાત કેમ કર્યો ? તેની તપાસ પોલીસે શરૂ કરી છે. પરિણીતા સવારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.

  • 11 Nov 2024 01:30 PM (IST)

    કેરળના વાયનાડમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીનો રોડ શો

    વાયનાડમાં, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો રોડ શો યોજ્યો છે. દરમિયાન કોંગ્રેસે કહ્યું છે કે સુલતાન બેથેરીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો રોડ શો શક્તિ પ્રદર્શનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લોકો પ્રત્યે પ્રિયંકાનો જુસ્સો અને પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દેખાય છે કારણ કે તે લોકો સાથે જોડાયેલ છે અને લોકોની સમસ્યા અને માંગણીઓ માટે લડવાનું વચન આપે છે.

  • 11 Nov 2024 01:27 PM (IST)

    ભાવનગરના મહુવાના નાના ખુટવડ ગામેથી બોગસ ડોક્ટર પકડાયો

    ભાવનગરના મહુવાના નાના ખુટવડ ગામેથી બોગસ ડૉક્ટર પકડાયો છે. SOG ની ટીમે શૈલેષ શિયાળ નામના 28 વર્ષીય યુવકને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ડિગ્રી ના હોવા છતા કરી રહ્યો હતો મેડિકલ પ્રેક્ટિસ. દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર યુવકને SOG ની ટીમે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 11 Nov 2024 01:25 PM (IST)

    છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 2 ટ્રક – 14 ટ્રેકટર ઝડપ્યા

    છોટાઉદેપુરના પાદરવાટ, ઓલીઆંબા, પાનવડ, સિહોદ, સીમલીયા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન અને ખનન થતું હોવાની મળેલ બાતમીના આધારે, ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતી 2 ટ્રકો અને 14 ટ્રેકટરોને ઝડપી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગની ટીમે આશરે એક કરોડ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 11 Nov 2024 11:41 AM (IST)

    અમદાવાદમાં માઈકાના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

    અમદાવાદના બોપલ વિસ્તારમાં MICA કોલેજના વિદ્યાર્થીની કરપીણ હત્યા કરવામાં આવી છે. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. મૃતકે, વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલક છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે.

  • 11 Nov 2024 11:16 AM (IST)

    રાજકોટની સિવીલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેના ઈન્જેકશનનો જથ્થો ખાલી

    રાજકોટની સિવીલ હોસ્પિટલમાં થેલેસેમિયાના ઇન્જેકશનનો જથ્થો ખાલી થયો હોવાની વિગતો સામે આવ છે. જાણકારોનું કહેવુ છે કે, થેલેસેમિયાના ઇન્જેકશનનો જથ્થો છેલ્લા એક – દોઢ વર્ષથી ખાલી છે. સામાન્ય રીતે થેલેસેમિયા દર્દીઓને નિયમિત ત્રણ થી ચાર જેટલા ઇન્જેકશનની જરૂર પડતી હોય છે. બજારમાં એક ઇન્જેકશનની કિંમત 200 રૂપિયા છે. રાજકોટમાં 300 થી 400 જેટલા થેલેસેમિયાના દર્દીઓ સારવાર લે છે. આવા દર્દીઓના શરીરમાં આર્યનના કન્ટ્રોલ માટે આ ઇન્જેકશનની જરૂરિયાત પડતી હોય છે.

  • 11 Nov 2024 10:58 AM (IST)

    રાજકોટના ત્રણ સોની વેપારી સામે લીંબડીમાં નોંધાઈ દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ 

    સુરેન્દ્રનગરમાં રાજકોટના ત્રણ સોની વેપારીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. રાજકોટના એક વેપારીએ, લીંબડી ખાતે આવીને આત્મહત્યા કરી હતી. મૃતકના પુત્રએ રાજકોટના ત્રણ સોની વેપારી સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. માનસિક ત્રાસ આપીને બદનામ કરવાની ધમકી આપતા હોવાની ફરિયાદીની પિતાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.

  • 11 Nov 2024 10:52 AM (IST)

    યાત્રિકોની ભારે ભીડને કારણે જૂનાગઢમાં લીલી પરિક્રમા આજથી જ શરૂ કરી દેવાઈ

    જૂનાગઢમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા, આ વર્ષે તેના નિર્ધારિત સમય કરતા બે દીવસ પહેલા જ શરૂ થઈ છે. લીલી પરિક્રમમાં ભાગ લેવા માટે યાત્રિકો મોટી સંખ્યામાં ઉમટતા, વન વિભાગે, જંગલના દરવાજા આજે ખોલી નાખ્યાં છે. વિધિવત પરિક્રમા આવતીકાલે મધ્ય રાત્રીથી શરૂ થશે.

  • 11 Nov 2024 10:18 AM (IST)

    સંજીવ ખન્ના બન્યા દેશના નવા CJI, લીધા શપથ

    સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકેના શપથ લેવડાવ્યા છે.

  • 11 Nov 2024 09:12 AM (IST)

    ગાંધીનગરના પેથાપુરમાં નદીના પટમાંથી 11 જુગારીઓ ઝડપાયા

    ગાંધીનગરના પેથાપુરમાં સંજરી પાર્ક સોસાયટી સામે નદીના પટમાં ખુલ્લાંમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી 11 જુગરીઓને ઝડપી પાડ્યા છે. જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 2 લાખ 6 હજાર 950 સહિત કુલ રૂપિયા 3 લાખ 13 હજાર 550 નો મુદ્દામાલ કબજે કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી છે.

  • 11 Nov 2024 08:11 AM (IST)

    ગુજરાતમાં આજથી 160 ખરીદ કેન્દ્ર મારફતે મગફળી, મગ, અડદ, સોયાબીનની ટેકાના ભાવે કરાશે ખરીદી

    ગુજરાત સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી રાજ્યના વિવિધ તાલુકાઓમાં આવેલ 160 ખરીદ કેન્દ્ર મારફતે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરશે. સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60નો ભાવ નિર્ધાર કર્યો છે. મગ પ્રતિ મણના રૂ. 1736.40, સોયાબીન પ્રતિ મણ માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.

  • 11 Nov 2024 07:31 AM (IST)

    વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાશે

    વડતાલ ખાતે ચાલી રહેલા સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઈન જોડાશે. સ્વામિનારાયણ મંદિરની સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થતા વડતાલ ખાતે, 7 નવેમ્બરથી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

  • 11 Nov 2024 07:24 AM (IST)

    પીએમ મોદી ‘મારું બૂથ સૌથી મજબૂત’ કાર્યક્રમ થકી ભાજપના કાર્યકરો સાથે કરશે સંવાદ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12.30 વાગ્યે બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે અને જીતનો મંત્ર આપશે. મારું બૂથ સૌથી મજબૂત કાર્યક્રમ હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે. આ અભિયાન દ્વારા વડાપ્રધાન મોદી બૂથ કાર્યકરો સાથે સીધી ચર્ચા કરશે અને તેમને ઝારખંડની જીત માટે પ્રેરિત કરશે. આ સાથે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં કરાયેલા વિકાસના કામો અને ચલાવવામાં આવેલા અભિયાનો અંગે ચર્ચા કરવામાં આવશે.

Published On - Nov 11,2024 7:23 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">