10 ડિસેમ્બરના મહત્વના સમાચાર : USA વિઝાને લઈને ભારતમાં અમેરિકન કોન્સ્યુલેટની સત્તાવાર જાહેરાત, એપોઈન્મેન્ટ તારીખોમાં કરાયો ફેરફાર
આજે 10 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળવાની છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ટેકાના ભાવે મગફળી સહિતની જણસની ખરીદીની સમીક્ષા થશે. તેમજ રાજ્યમાં ખાતરની અછત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે . રાહત પેકેજ માટે થયેલી અરજીઓની પણ સમીક્ષા કરાશે. અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો અંગે માહિતી રજૂ કરવામાં આવશે.
-
ઈરાકમાં ભારે વરસાદથી તબાહી, 2 લોકોના મોત
ઈરાકમાં ભારે વરસાદથી તબાહી મચી છે. કુર્દિસ્તાન વિસ્તારમાં પડેલા વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. પૂરને કારણે બે લોકોના મોત થયા છે. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર મધ્ય-પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
-
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મોટી દુર્ઘટના, 7 માળની ઇમારતમાં લાગી ભીષણ આગ
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જકાર્તામાં 7 માળની ઇમારતમાં ભીષણ આગ લાગતા 22 લોકોના મોત થયા છે. જે મૃતકોમાં 15 મહિલા અને 5 પુરૂષોનો સમાવેશ થયો છે.
આજે 10 ડિસેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 10,2025 7:55 AM