AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ભરૂચના ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, એકનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2025 | 8:58 AM
Share

આજે 09 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

09 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ભરૂચના ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, એકનું મોત

LIVE NEWS & UPDATES

  • 09 Dec 2025 08:58 AM (IST)

    ભરૂચઃ ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ

    ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલા નાઈટ્રેકસ કંપનીના પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટથી એક વ્યક્તિનું મોત થયું છે. રસાયણિક પ્રક્રિયા દરમ્યાન બોલ ડાઈઝેસ્ટરમાં થયેલા આ જોરદાર વિસ્ફોટમાં નજીકમાં કામ કરતા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાંથી એક કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે જ્યારે બીજાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

  • 09 Dec 2025 08:32 AM (IST)

    રાજકોટઃ જસદણમાં અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત

    રાજકોટના જસદણમાં થયેલા માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વી શ્રુતનિધિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કાર એટલી ખરાબ રીતે દબાઈ ગઈ હતી કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે કટરનો સહારો લેવો પડ્યો હતો. ઘટના સમયે જૈન સાધ્વીઓ જસદણથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતા બચાવ ટીમે તાત્કાલિક કાર્ય શરૂ કરીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

  • 09 Dec 2025 08:04 AM (IST)

    સંઘપ્રદેશ સેલવાસના દાદરામાં ભીષણ આગની ઘટના

    સંઘપ્રદેશ સેલવાસના દાદરા વિસ્તાર ખાતે ભીષણ આગની ઘટના સર્જાઈ હતી. વાગધર રોડ પર આવેલા ઔદ્યોગિક શેડ વિસ્તારમાં આગ લાગી હતી, જેના કારણે લગભગ 3 થી 4 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ છે. સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ વકરે તેને ધ્યાનમાં રાખીને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાતા હોવાથી આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

  • 09 Dec 2025 08:03 AM (IST)

    અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં ફરી ફાયરિંગની ઘટના

    અમદાવાદમાં ઓવરટેક જેવી નજીવી બાબતમાં કારચાલકે બાઇકચાલક પર ફાયરિંગ કર્યું. નારોલના લાંભા તળાવ પાછળ આ ઘટના બની. ફાયરિંગમાં એક યુવકને ઇજા થતાં LG હોસ્પિટલમાં ખસેડાયો. યુવકને માથાના ભાગે ગોળી વાગી. 3 મિત્રો દર્શનાર્થે મલ્લાસણ જઇ રહ્યા હતા ત્યારે ઘટના બની. ફાયરિંગ કરનાર તથા અન્ય લોકો નશામાં ધૂત હોવાનો આક્ષેપ.

  • 09 Dec 2025 07:39 AM (IST)

    અમદાવાદ: સુભાષ બ્રિજમાં તિરાડ મામલે મનપાનું ઇન્સ્પેક્શન પૂર્ણ

    અમદાવાદના સુભાષ બ્રિજમાં જોવા મળેલી તિરાડને લઈને મનપાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયું છે. મનપાએ કુલ ત્રણ કંપનીઓને ઇન્સ્પેક્શનમાં સામેલ કરી હતી, જેમાં પંકજ એમ. પટેલ, કસાડ અને મલ્ટી મીડિયા કંપનીઓએ પોતાનું ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ કરી દીધું છે. હાલમાં આ કંપનીઓ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છે અને બુધવારે સવારે મનપાને પ્રથમ ત્રણ રિપોર્ટ સોંપવામાં આવશે. આ ઉપરાંત આગામી બે થી ત્રણ દિવસમાં વધુ ત્રણ સંસ્થાઓ—IIT મુંબઈ, IIT રૂડકી અને સુરતની SVNIT—દ્વારા પણ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

આજે 09 ડિસેમ્બરને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Dec 09,2025 7:37 AM

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">