8 ઓક્ટોબરના મહત્વના સમાચાર : બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2024 | 7:42 PM

આજે 08 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

8 ઓક્ટોબરના મહત્વના સમાચાર : બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો 

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા માટે રવાના થયા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. વિકાસ સપ્તાહની ચર્ચાની શક્યતા છે. બપોરે 3 કલાકે તેઓ પરત ફરશે.  રાજ્યમાં એક જ દિવસમાં હત્યાની 2 ઘટના બની છે. ભિલોડામાં મહિલાને ગોળી મારી મોતને ઘાટ ઉતારાઇ છે. તો સુરતમાં મિત્રએ મિત્રની હત્યા કરી છે. હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો છે.  વરાછામાં રામસિંહ નામના રત્ન કલાકારે ગળેફાંસો ખાધો. બોનસ મુદ્દે વિવાદ સર્જાયો હતો.  ફરી યુવાઓના જાની દુશ્મનનો આતંક જોવા મળ્યો. પુણેમાં ગરબા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકથી ગરબે ઘૂમતા યુવકનું મોત થયુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Oct 2024 06:33 PM (IST)

    બનાસકાંઠાના થરાદમાંથી ઝડપાયો શંકાસ્પદ ખાતરનો જથ્થો 

    બનાસકાંઠાના થરાદમાં આશીર્વાદ એગ્રો સેન્ટરમાંથી શંકાસ્પદ ખાતરના 23 કટ્ટા મળી આવતા ખેતીવાડી વિભાગે જપ્ત કર્યાં છે. થરાદ ખેતીવાડીની ટીમે ખાતરના ગોડાઉન પર નોટીસ લગાવી કાર્યવાહી કરી છે. ખેતીવાડી વિભાગની શંકાસ્પદ ખાતરના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમા મોકલશે. થોડા દિવસ પહેલા ખેડૂતે રજૂઆત કરી હતી કે, હલકી ગુણવત્તાના ખાતરનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતની રજૂઆતના આધારે ખેતીવાડી વિભાગની ટીમે કાર્યવાહી કરી છે.

  • 08 Oct 2024 05:46 PM (IST)

    અમદાવાદના વટવા EWS આવાસ તોડવા સમયે ખોદાયેલ ખાડાએ 3 વર્ષની બાળકીનો લીધો ભોગ

    અમદાવાદના વટવા EWS આવાસ તોડવા સમયે ખોદાયેલ ખાડાએ 3 વર્ષની બાળકીનો લીધો ભોગ. દીવાલ કૂદી લોકો EWS આવાસ મેદાનમાં ના આવે એ માટે કોન્ટ્રાક્ટરે ખાડો ખોદયો હતો. મજૂર પરિવારની દીકરી રમતા ખાડામાં પડી ગઈ હતી. ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું થયું મૃત્યુ. ઝૂંપડપટ્ટીના રહીશોના વિરોધ વચ્ચે એક મહિના પહેલા જ ખાડો ખોદાયો હતો. કોન્ટ્રાક્ટરની બેદરકારીની મનપા કરશે તપાસ. પોલીસ સાથે મળી કોન્ટ્રાક્ટરે ખાડો ખોદાવડાવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

  • 08 Oct 2024 05:23 PM (IST)

    વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર

    વડોદરાના ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસના 3 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે સામૂહીક દુષ્કર્મના આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 10મી ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્ય પોલીસે કોર્ટમાં આરોપીઓને કર્યા હતા રજૂ.

  • 08 Oct 2024 03:57 PM (IST)

    ભરૂચના અંબિકા નગર ગરબા ગ્રાઉન્ડમાંથી યુવતીને બહાર કાઢી માર મરાયો

    ભરૂચમા જૂની અદાવતમાં 5 લોકોએ ગરબા રમતી યુવતીને બહાર કાઢીને માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ યુવતીનો બચાવ કરી તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. ગંભીર રીતે ઈજા પામેલ યુવતી હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરૂચ એ ડીવીઝન પોલીસે 3 મહિલા સહીત 5 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 08 Oct 2024 03:32 PM (IST)

    એન્જિનિયર રશીદનો ભાઈ ખુર્શીદ અહેમદ શેખ જીત્યો

    એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. AIP ઉમેદવાર શેખ ખુર્શીદ અહેમદ, લંગેટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા.

  • 08 Oct 2024 03:27 PM (IST)

    રાજકોટ એસટી વિભાગ દિવાળીમાં 100 એકસ્ટ્રા બસ દોડાવશે

    દિવાળીના તહેવારને લઈને રાજકોટ એસટી વિભાગ 100 એકસ્ટ્રા બસ દોડાવશે. અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, સોમનાથ રોડ પર મુસાફરનો પ્રવાહ વધુ રહેશે. જેને લઈને આ માર્ગ પર વિશેષ બસ દોડાવવામાં આવશે. 25 મી ઓક્ટોબરથી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. વધારાની બસો સવા ગણા ભાડા સાથે દોડાવાશે. જોકે એકસ્ટ્રા બસનું ભાડું ખાનગી બસોના ભાડા કરતા પણ ઓછું હશે.

  • 08 Oct 2024 03:19 PM (IST)

    પશ્ચિમ બંગાળના દુષ્કર્મ કેસમાં ટ્વિટ કરનારા વડોદરા-સુરેન્દ્રનગરની ઘટનામાં ચૂપ કેમ ? કોગ્રેસે ઉઠાવ્યા સવાલ

    કોંગ્રેસના ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ખાતે ગુજરાતમાં બનેલ દુષ્કર્મની ઘટનાને લઈને ગુજરાત સરકાર અને ભાજપના નેતા પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ કર્યો છે કે, ગુજરાતમાં દુષ્કર્મની જે ઘટનાઓ બની રહી છે ત્યારે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે ? ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું કે, દેશમાં હવે મોદી સરકાર નથી. અન્ય પક્ષોના ટેકાથી ચાલતી સરકાર છે. પછી ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય પરંતુ તે મોદી સરકાર નથી. ટેકા સરકાર છે.

  • 08 Oct 2024 02:38 PM (IST)

    અમદાવાદ: ખોટી રીતે બાળકોનો RTEમાં પ્રવેશ કરાયાની ફરિયાદ

    અમદાવાદ: ખોટી રીતે બાળકોનો RTEમાં પ્રવેશ કરાયાની ફરિયાદ નોંધાઇ છે. આવકના ખોટા પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ છે. સાત શાળાએ 150થી વધુ વિદ્યાર્થીઓના દસ્તાવેજ DEOને સોંપ્યા. ઉદગમ, કેલોરેક્સ, ઝેબર, આર.પી.વસાણી, જેમ્સ જીનેસિસ સ્કૂલે ફરિયાદ કરી. શાંતિ એશિયાટિક, કે.એન.પટેલ સ્કૂલે પણ DEOમાં દસ્તાવેજ રજૂ કર્યા છે, ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વાલીઓ સામે કાર્યવાહી થશે. નિયમ મુજબ શહેરમાં RTE પ્રવેશ માટે દોઢ લાખની આવક મર્યાદા છે.

  • 08 Oct 2024 02:06 PM (IST)

    જૂનાગઢ: ‘ઇકો સેન્સિટિવ ઝોન’ મુદ્દે લડી લેવાના મૂડમાં ખેડૂતો

    જૂનાગઢ: ‘ઇકો સેન્સિટિવ ઝોન’ મુદ્દે લડી ખેડૂતો લેવાના મૂડમાં છે. મેંદરડાના 21 ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવતા વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ એકત્ર થઇને આંબેડકર ચોકમાં સભા યોજી. પાદર ચોક, સરદાર ચોક, સામા કાંઠા વિસ્તારમાં રેલી યોજી. યોજી રેલીને ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદન આપ્યું.

  • 08 Oct 2024 01:57 PM (IST)

    અરવલ્લી: ધનસુરામાં બાયપાસના પ્રશ્નને લઇને લોકોનો ચક્કાજામ

    અરવલ્લીના ધનસુરામાં બાયપાસના પ્રશ્નને લઇને લોકોએ ચક્કાજામ કર્યો છે. ચોક બજારમાં નવરાત્રી બંધ કરાવતા લોકોમાં રોષ ફેલાયો છે. ધનસુરા ચારરસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરાતા વાહનોની લાંબી લાઈનો લાગી છે. રસ્તા પર બેરીકેટિંગ કરીને વાહનો રોક્યા. ચક્કાજામ કરાતા ધનસુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

  • 08 Oct 2024 12:47 PM (IST)

    અમદાવાદ: ટ્રાફિક બ્રિગેડના જવાનો ઉતર્યા મેદાને

    અમદાવાદ: નોકરી કાયમી કરવાની માગ સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે. વર્ગ-4ના કર્મચારીનો દરજ્જો આપી 20 હજાર વેતનની માગ કરી છે. PF, ESIC અને મેડિકલ સહિતના લાભ આપવા માગ છે. એક વર્ષમાં 2 જોડી યુનિફોર્મ સહિત અન્ય સામગ્રીની માગ છે. 10 અથવા 14 વર્ષની નોકરી કરનારને કાયમી દરજ્જો આપવા માગ કરવામાં આવી છે. ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક ટ્રસ્ટ રદ કરવાની માગ છે.

  • 08 Oct 2024 12:30 PM (IST)

    ગાંધીનગરઃ ક્લેકટરના આદેશ બાદ દૂર કરાયા દબાણો

    ગાંધીનગરઃ ક્લેકટરના આદેશ બાદ દબાણો દૂર કરાયા છે. મહેસાણા હાઈવે અડાલજ પાસે તંત્રએ કાર્યવાહી કરી છે. ગૌચરની જમીનમાં થયેલા દબાણો પર બુલડોઝર ફર્યું. 100થી વધુ દબાણો દૂર કરી 4,600 ચો.મી જમીન મુક્ત કરાઇ. લારી ગલ્લા, દુકાનો, હોટલ, મોલના શેડ જેવા દબાણો હટાવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ.

  • 08 Oct 2024 12:29 PM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં PM સાથે કરશે મુલાકાત

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થયા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. PM મોદીની રાજકીય સફરના 23 વર્ષ અનુક્રમે ઔપચારિક મુલાકાત કરશે. રાજ્ય સરકાર ઉજવલ વિકાસ સપ્તાહની ચર્ચા થઇ શકે છે. આગામી સમયના રોડ મેપ અંગે ચર્ચા થઇ શકે છે. ગુજરાતના મહત્વના પ્રોજેકટ અને પોલિસી મુદ્દે ચર્ચા થઇ રહી છે. PM મોદી સાથે મુલાકાત બાદ બપોરે 3 વાગે ફરશે. પરત

  • 08 Oct 2024 12:17 PM (IST)

    સુરત: ગૌ માંસ સાથે 3 આરોપીઓ પકડાયા

    સુરત: ગૌ માંસ સાથે  એક સગીર સહિત 3 આરોપી પકડાયા છે. ગૌ વંશના માંસનો કુલ 329.630 કિલો જથ્થો મળ્યો. પોલીસે રીક્ષા સહિત 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગૌ માસ મંગાવનાર બે લોકો ભાગી જતા વોન્ટેડ જાહેર કર્યા. રીક્ષામાં તપાસ કરતા પોટલામાં માંસનો જથ્થો મળી આવ્યો. પોલીસે તપાસ માટે માંસ ફોરેન્સીક લેબમાં મોકલ્યું હતું. ગૌ માંસ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતુ. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 08 Oct 2024 12:10 PM (IST)

    અરવલ્લી: મોડી રાત્રે ગોળી મારી મહિલાની હત્યા

    અરવલ્લી: ભિલોડાના રામપુરી ગામે  મોડી રાત્રે ગોળી મારી મહિલાની હત્યા થઇ.  મોડી રાત્રે ઘરમા ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી. અજાણ્યાં શખ્સ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું. મહિલાને પગના ભાગે ગોળી વાગી હતી. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

  • 08 Oct 2024 12:04 PM (IST)

    વડોદરા: પાદરામાં ચોર સમજીને 3 લોકોને ઢોર માર માર્યો

    વડોદરા: પાદરામાં ચોર સમજીને 3 લોકોને ઢોર માર માર્યો. ગરબા જોવા આવેલા ત્રણેય યુવાનોને સ્થાનિકોએ ફટકાર્યા હતા. પાદરાના સંતરામ ભાગોળ વિસ્તારમાં આ ઘટના બની છે. ત્રણેયને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ત્રણેયેને છોડાવ્યા. ચોર આવવાની અફવાએ 3 નિર્દોષ લોકોને માર માર્યો છે. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

  • 08 Oct 2024 12:00 PM (IST)

    બનાસકાંઠા: મફતપુરામાં ગંદકીથી લોકોને ભારે મુશ્કેલી

    બનાસકાંઠા: મફતપુરામાં ગંદકીથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગટર ઉભરાતા રસ્તા પર ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. પાલિકાને રજૂઆત કરી હોવા છતાં કામગીરી નથી થઇ. ગંદકીને લઇ સ્થાનિકોમાં રોષનો માહોલ છે. ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ છે.

  • 08 Oct 2024 11:52 AM (IST)

    સુરત: સચિન વિસ્તારમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

    સુરત: સચિન વિસ્તારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી છે. પારડી પાસે હથિયારો વડે હુમલો કરતા યુવક ઈજાગ્રસ્ત છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. પિયુષ નાયકા અને  અન્ય એક યુવકે  હત્યાને અંજામ આપ્યો છે. બન્ને આરોપીનો ગુનાહિત ઈતિહાસ હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

  • 08 Oct 2024 11:36 AM (IST)

    વડોદરા: ફરી એક વાર બાળકી સાથે શારિરીક અડપલાં

    વડોદરા: ફરી એક વાર બાળકી સાથે શારિરીક અડપલાં થયા છે. મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે અડપલાં થયા છે. સ્કૂલમાં કામ કરતી આયાએ બાળકી સાથે અડપલાં કર્યા છે.  પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકીના વાલીને અન્ય વાલીથી ઘટનાની જાણ થઇ. શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 08 Oct 2024 11:33 AM (IST)

    વડોદરા: ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મનો મામલો

    વડોદરા: ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મ મામલે SITની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મુન્ના અબ્બાસ બંજારા,મમતાઝ ,શાહરૂખ બંજારને કોઠી કચેરી લવાયા. મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીની ઓળખ પરેડ કરાઇ. તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે. આરોપીઓની ઓળખ પરેડ બાદ કોર્ટમાં રજુ કરાશે.

  • 08 Oct 2024 11:21 AM (IST)

    સેન્ટ્રલ GSTની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચ અને SOGની કાર્યવાહી

    સેન્ટ્રલ GSTની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાંચ અને SOGએ કાર્યવાહી કરી છે. રાજ્યમાં 14 સ્થળોએ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડ્યા છે. કરોડોના કૌભાંડ સંદર્ભે મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે. દરોડાઓ દરમિયાન લેપટોપ સહિતની અનેક વસ્તુ જપ્ત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 200થી વધુ બનાવટી કંપની બનાવી હતી. ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને ઠગાઈ થતી હતી. બનાવટી ઓળખ અને ખોટા ડોક્યુમેન્ટ થકી પેઢીઓ બનાવી હતી. બોગસ બિલિંગ બનાવી ખોટી ટેક્સ ક્રેડીટ મેળવી હતી.

Published On - Oct 08,2024 11:19 AM

Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">