07 એપ્રિલના મહત્વના સમાચાર : સવારના 6થી રાતના 8 સુધીમાં 42 તાલુકામાં માવઠું, સાંઠબામાં 2 ઈંચ, માણસામાં દોઢ ઈંચથી વધુ કમોસમી વરસાદ
આજે 07 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 07 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સવારના 6થી રાતના 8 સુધીમાં 42 તાલુકામાં માવઠું, સાંઠબામાં 2 ઈંચ, માણસામાં દોઢ ઈંચથી વધુ કમોસમી વરસાદ
સવારના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં માવઠું થયું છે. અરવલ્લી જિલ્લાના સાંઠબામાં 54 મી.મી વરસાદ એટલે કે 2 ઈંચ કમોસમી વરસાદ વરસ્યો છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં 41 મી.મી વરસાદ નોંધાયો છે. બાયડમાં 35 મી.મી. વરસાદ વરસ્યો છે.
-
ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતીકાલે હરાજીનું કામકાજ રહેશે બંધ
મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતીકાલે હરાજીનું કામકાજ રહેશે બંધ. કમોસમી વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈને લેવાયો નિર્ણય. આવતીકાલે 8 એપ્રિલ 2026ના રોજ તમામ હરાજી રાખવામાં આવી છે બંધ. દરેક વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા માર્કેટ યાર્ડની અપીલ. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેર કરાઈ સત્તાવાર સૂચના.
-
-
મહીસાગરમાં કરા સાથે માવઠું
મહીસાગરમાં કરા સાથે માવઠું થયું છે. રાજસ્થાનની સરહદે આવેલા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. ગોધરા, સરસવા, પુનવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કોઠંબા તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બાલાસિનોરના દેવથી કડછલા જતાં માર્ગો પર પણ કરા સાથે વરસાદ.
-
નવસારીના બિલીમોરામાં જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ
નવસારીના બિલીમોરામાં જ્વેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ. ચંચલ જ્વેલર્સમાં 3 અજાણ્યા શખ્સે લૂંટના ઈરાદે કર્યુ ફાયરિંગ. બપોરના સમયે ફાયરિંગની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી. ફાયરિંગની ઘટનામાં જ્વેલર્સના માલિકને ગંભીર ઈજાઓ પહોંચી. ઇજાગ્રસ્ત માલિકને બિલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર. પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા.
-
એસ.ટી.નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા પુનઃ શરૂ કરાઈ
ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ટેક્નિકલ કારણોથી બંધ હતી તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરી પુનઃ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા એક્સ ( ટ્વીટર) પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. હવેથી મુસાફર પાસનું પેમેન્ટ ક્યુઆર કોડથી ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. મુસાફર દ્વારા મોબાઈલથી મુસાફર પાસનું ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પોતાની નજીકના બસ સ્ટેશન પરથી પ્રિન્ટ પણ મેળવી શકશે. લોકલ તથા એક્સપ્રેસ બસમાં કાયમી અપડાઉન કરતા અંદાજિત 2 લાખથી વધુ મુસાફરોને હવે પાસ માટે બસ સ્ટેશનમાં લાઈનમાં ઊભું રહેવું નહીં પડે.
એસ.ટી.નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા પુનઃ શરૂ !
– ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ટેક્નિકલ કારણોથી બંધ હતી તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
– હવેથી મુસાફર પાસનું પેમેન્ટ ક્યુઆર કોડથી…
— Harsh Sanghavi (@sanghaviharsh) April 7, 2026
-
-
ગુજરાતમાં ઔદ્યોગિક ગેસ સપ્લાય માટે કોઇપણ પ્રકારનો કાપ નહીં
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કે.સી. સંપતે જણાવ્યું કે, “ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ ત્રણ મહિના માટે હટાવવામાં આવ્યું છે, જેથી ગેસ પુરવઠા પરનુ દબાણ ઘટાડીને ઓપરેશનલ સુગમતા સુનિશ્ચિત કરી શકાય. તેઓએ વધુમાં કહ્યું કે, “પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની અસર હાલ રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર મર્યાદિત રહી છે અને મોટાભાગના ઉદ્યોગો નિયમિત રીતે કાર્યરત છે, જોકે કેટલાક ઉદ્યોગો આંશિક રીતે પ્રભાવિત થયા છે.” દ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કે.સી. સંપતે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર LNG અને LPG પુરવઠાના અસરકારક સંચાલન સાથે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને પૂરતું મહત્વ આપી રહી છે અને ઘરેલું LPG તથા PNG પુરવઠો અવિરત જળવાઈ રહે તે સર્વોચ્ચ પ્રાથમિકતા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
-
મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, કેટલાક વિસ્તારમાં કરા પડ્યા
મહીસાગરના વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ વરસ્યો. લુણાવાડા, બાલાસિનોર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કેટલાંક સ્થળે કરા પડતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી ધરતીપુત્રોની મુશ્કેલી વધી.
-
સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. મોતીપુરા, ગાંભોઈ અને રાયગઢમાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી જવા પામી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને ઈંટ ઉત્પાદકો ચિંતામાં મુકાઈ ગયા છે.
-
અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર કમોમસી વરસાદ
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો. મેઘરજ, શામળાજી પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ. ગાજવીજ સાથે મોડાસામાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે.
-
મહેસાણામાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાન
મહેસાણામાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાન થયું છે. ઊંઝામાં બીજા માળેથી બિલ્ડીંગની પાળી ધરાશાયી થઈ છે. મિલન સિનેમા રોડ પર કાટમાળ પડતા કારને નુકસાન થયું છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નહી. વડનગર સિવિલની પાણીની ટાંકી પવનમાં નીચે ઊડી. પાણીની ટાંકી કાર પર પડતાં કારને મોટુ નુકસાન થવા પામ્યું છે.
-
પંચમહાલના ગોધરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો કમોસમી વરસાદ, માર્ગો થયા પાણી-પાણી
પંચમહાલના ગોધરામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસ્યો કમોસમી વરસાદ. અચાનક આકાશમાં કાળા વાદળો છવાતાની સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા જનજીવન પર અસર વર્તાઈ. ભરઉનાળામાં કમોસમી વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી. બજારોમાં વરસાદથી બચવા લોકોમાં નાસભાગ અને અફરાતફરી
-
ઇસ્તંબુલમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક ગોળીબાર, 3 લોકોના મોત, એક હુમલાખોર પકડાયો
તુર્કીના ઇસ્તંબુલમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. ગોળીબારમાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, માર્યા ગયેલા બધા જ લોકો હુમલાખોરો હતા. જેમને સુરક્ષા દળોએ ગોળી મારીને મારી નાખ્યા હતા. એક હુમલાખોર ઘાયલ હાલતમાં પકડાયો છે. ઇસ્તંબુલમાં આવેલ ઇઝરાયલી દૂતાવાસ છેલ્લા બે વર્ષથી બંધ છે. હુમલાની ઘટનાની તપાસ ચાલી રહી છે.
-
અરવલ્લીના સાંઠબામાં 20, ગાંધીનગરના માણસામાં 19 મી.મી. કમોસમી વરસાદ
ગુજરાતમાં આજે કેટલાક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીના સાંઠબામાં 20, ગાંધીનગરના માણસામાં 19, ભાવનગરમાં 16, હિમતનગરમાં 11, મોડાસામાં 11 મી.મી. વરસાદ નોંધાયો છે.
-
ડભોઇ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત
ડભોઇ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગતા મોત થયું છે. ટેમ્પામાં કચરું નાખતા સમયે યુવકને લાગ્યો કરંટ. પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ. મૃતક કમલેશ ભગોરા દાહોદ જિલ્લાનો રહેવાસી. યુવકના મૃતદેહને પી એમ અર્થે ખસેડાયો. બાળમજુરી કરાવનાર માલિક સામે પોલીસે શરૂ કરી તપાસ.
-
અમદાવાદના જગન્નાથ મંદિરનુ કથિત જમીન કૌંભાડ ! અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બારોબાર મુસ્લિમને ભાડે આપ્યાનો આક્ષેપ
અમદાવાદ જગન્નાથ મંદિરની જમીનનો કથિત કૌભાંડ મામલો ફરી એક વખત ચર્ચાયો છે. સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા મંદિરને અપાયેલી જમીન મુસ્લિમને વેચવામાં ના આવે તે માટેની લડત ચલાવી છે. મંદિરના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવેલ જમીન બારોબાર મુસ્લિમને વેચવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. દસ લાખ જેટલા પત્ર લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કૌભાંડ વિશે માહિતી જાહેર કરવામાં આવશે. જમીન પરત મેળવવા માટે મિસ કોલ કરી લોકોનો અભિપ્રાય મેળવવામાં આવશે. દોઢ લાખ ચોરસ વાર જમીન 1992માં કાયમી ભાડા પટ્ટએ આપી હતી. અઠ્ઠાવીસ હજાર વાર જમીનનો એક હિસ્સો બારોબર મફતના ભાવે યાસીન ગણીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમ પેટા ભાડે આપી દીધી છે.
મંદિરની કરોડોની જમીનની ફરિયાદોને લઈને SIT દ્વારા તપાસ કરવાની માંગ કરાઈ છે. મંદિરના ભક્તો અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દે દખલ કરવાની વિનંતી. મંદિરની જમીનના ભાગોમાં ગેરરીતિથી વહેંચણી અને ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનો વહીવટ સરકાર હસ્તક લેવો જોઈએ. જમીન કૌભાંડની SIT દ્વારા તપાસ કરવામાં આવે. મંદિરની જમીન મૂળ માલિકીના નામે પરત કરવી જોઈએ. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
-
પાકિસ્તાનની બોર્ડરથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ
પાકિસ્તાન બોર્ડર મારફતે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત કામગીરી હાથ ધરી રાજસ્થાનની બોર્ડર નજીકથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી આશરે 5 કિલો મેથામ્ફેટામાઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે રાજસ્થાનમાં લાવવામાં આવ્યો હતો. હાલ બંને રાજ્યની તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અને આંતરરાષ્ટ્રીય કડીઓ અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે.
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: 60 વર્ષની વયમર્યાદામાં ઉમેદવારને ટિકિટ નહીં
આજથી ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે, જેમાં ઉમેદવારીને લઈને મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 60 વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટ આપવામાં નહીં આવે અને જેમણે ત્રણ ટર્મ પૂર્ણ કરી હોય તેમને પણ તક નહીં આપવામાં આવે. ઉપરાંત, એક જ પરિવારમાં કોઈ સભ્યને પહેલેથી ટિકિટ મળી હોય તો અન્ય સભ્યને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે, પક્ષના હોદ્દેદારોને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અગાઉ તેમને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાયો હતો. આજે અને આવતીકાલે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામોને લઈને ચર્ચા થશે, જ્યારે 9 એપ્રિલે મહાનગરપાલિકાના ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે.
-
રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં લાંચ લીધાનો કરાયો આક્ષેપ
રાજકોટના સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જ્યાં એક આઉટસોર્સ કર્મચારીએ રૂપિયા 5000ની લાંચ માંગ્યાનો આરોપ છે. જૂની કલેક્ટર કચેરીમાં આવેલી ગ્રામ્ય-2 ઓફિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આ કર્મચારી રૂપિયા 2000 લેતા CCTVમાં કેદ થયો હોવાનું જણાય છે. જાગૃત નાગરિકે આ વિડીયો જાહેર કરીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ફિરોઝ નામના વ્યક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ થાય છે અને જૂના કેસના ઝડપી નિકાલ માટે લાંચ માંગવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
-
વડોદરા: ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિવાદ
વડોદરાના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથા યોજાતા સ્થળે રાઈડ્સને લઈ વિવાદ ઊભો થયો છે. કથા બહાર લગાવાયેલી તમામ રાઈડ્સ લઘુમતી સમુદાયને આપવામાં આવી હોવાના દાવાને કારણે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો. સંગઠનના કાર્યકરો ઘટના સ્થળ પર પહોંચીને વીડિયો બનાવ્યો અને આક્રોશ વ્યક્ત કર્યો. રોષે ભરાયેલા કાર્યકરો રાઈડ્સ બંધ કરાવતાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લાવવાની કામગીરી કરી રહી છે.
-
ઈરાનના અમેરિકન સહયોગીઓ પર તાબડતોડ હુમલા
ઈરાન અને અમેરિકન સહયોગીઓ વચ્ચે તણાવ વધુ વધ્યો છે, જ્યાં ઈરાને સાઉદી અરબમાં ટાર્ગેટેડ રોકેટ હુમલા કર્યા છે. અલ-ઝુબૈલના ઔદ્યોગિક વિસ્તારમાં ઈરાનની વિધ્વંસક મિસાઈલો પહોંચી, જેમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર અસર થઈ છે. હુમલાના પગલે અલ-ઝુબૈલમાં આગ લાગી છે અને વિસ્તારોમાં ભય અને તણાવ ફેલાયો છે. ઈરાનની આ તાબડતોડ હમલાથી સાઉદી અરબમાં સુરક્ષા ચિંતાઓ ગંભીર થઈ ગઈ છે.
-
અમરેલીઃ ધારીના પ્રેમપરા નજીક કારનો અકસ્માત
અમરેલીના ધારી તાલુકાના પ્રેમપરા નજીક અકસ્માત સર્જાયો છે, જ્યાં પુરપાટ ઝડપે ચાલતી કાર પલટી મારી. ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. અકસ્માતમાં અન્ય બે યુવકો પણ ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તપાસમાં સ્થિતી એવી જણાઈ રહી છે કે સ્ટેરિંગ પર કાબુ ગુમાવવાને કારણે આ દુર્ઘટના ઘટી હતી.
-
વલસાડઃ પારડી તાલુકામાં તંત્રની નબળી કામગીરી આવી સામે
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તંત્રની નબળી કામગીરી સામે આવી છે, જ્યાં નેશનલ હાઇવે 48 પર એક યુવક ગટરમાં પડી જવાની ગંભીર ઘટના બની છે. મળતી માહિતી મુજબ યુવક ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક ગટરનું ઢાંકણ તૂટી પડતા તે અંદર ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ખુલ્લા અને નબળા બાંધકામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ ઘટના પછી નેશનલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ મોટા સવાલો ઊભા થયા છે.
-
આજે અને આવતીકાલે 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે દેશભરમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે કુલ 21 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આ અસર જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત મેદાની રાજ્યોમાં પણ જોવા મળશે. હવામાન વિભાગ મુજબ 10 એપ્રિલ સુધી વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ રહી શકે છે, જ્યારે 11 એપ્રિલ પછી મુખ્યત્વે પર્વતીય વિસ્તારોમાં જ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
-
LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી આવશે ભારત
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત માટે વધુ બે મહત્વપૂર્ણ જહાજો આવવાના છે. LPG ટેન્કર ગ્રીન આશા અને ગ્રીન સાનવી ટૂંક સમયમાં ભારત પહોંચશે, જે ઊર્જા પુરવઠાને મજબૂત બનાવશે. સાથે જ ત્રીજું જહાજ જગ વિક્રમ પણ જલ્દી દેશમાં આવી શકે છે. અત્યાર સુધીમાં કુલ 6 ભારતીય ટેન્કરો સુરક્ષિત રીતે ભારત આવી ચૂક્યા છે, જે દેશ માટે રાહતરૂપ છે.
-
આજે કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ
આજે કેરળ, આસામ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. ત્રણેય પ્રદેશોમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે
-
બાંગ્લાદેશના વિદેશ મંત્રી આજે ભારતની મુલાકાતે આવશે
બાંગ્લાદેશના નવા વિદેશ મંત્રી ખલીલુર રહેમાન આજે ભારતની મુલાકાતે આવશે. ખલીલુર રહેમાન ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને NSA અજિત ડોભાલ સાથે મુલાકાત કરશે. સરકારની રચના પછી તારિક સરકારના મંત્રી દ્વારા ભારતની આ પહેલી સત્તાવાર મુલાકાત છે.
Published On - Apr 07,2026 7:20 AM
