આણંદ જિલ્લાના નવાખલ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક બાળકીને નદીમાં ફેંકી દેવાનો કેસ નોંધાયો છે. આજે સતત ચોથા દિવસે પણ બાળકીના મૃતદેહની શોધખોળ ચાલુ છે, પરંતુ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ વિવિધ એન્ગલથી તપાસ હાથ ધરી રહી છે. ગઈકાલે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે તાંત્રિક વિધિમાં બાળકીનો ભોગ લેવામાં આવ્યો હોય તેવું શક્ય છે. હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે.
02 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સરખેજમાં આવેલ સકરી તળાવમાં ત્રણ બાળકોના ડૂબવાથી થયા મોત
આજે 02 સપ્ટેમ્બરના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 સપ્ટેમ્બરના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ચંદ્રગ્રહણને કારણે રવિવાર, 7 સપ્ટેમ્બરે પાવાગઢ નિજ મંદિરનો દર્શનનો સમય બદલાયો
આગામી તારીખ : 7/9/2025 અને રવિવારના દિવસે પાવાગઢ નિજ મંદિરનો દર્શનનો સમય બદલાયો છે. આગામી તારીખ 7/9/2025 ને રવિવારના પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી આરતી અને દર્શનનો સમય બદલવામાં આવ્યો છે. 7/9/2025 ના રોજ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે સવારે 5:00 વાગ્યાથી બપોરના 12:00 વાગ્યા સુધી જ ખુલ્લુ રહેશે. તારીખ : 7/9/2025 રવિવાર ના રોજ સવારે 5:00 વાગે આરતી થશે. 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના શિખર પર બપોરે 12 કલાક બાદ ધજા આરોહણ પણ નહીં થઈ શકે.
-
ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સામે પોલીસ FIR, મામલો રણબીર કપૂર-વિકી કૌશલની ફિલ્મ સાથે જોડાયેલો છે
ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ સાથે ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. હવે સમાચાર એવા સામે આવ્યા છે કે આ ફિલ્મ સાથે સંબંધિત કેસ અંગે ભણસાલી વિરુદ્ધ બિકાનેરમાં FIR દાખલ કરવામાં આવી છે. તેમના પર છેતરપિંડી, ગેરવર્તણૂક અને વિશ્વાસઘાતનો આરોપ છે. માત્ર સંજય લીલા ભણસાલી જ નહીં, તેમના સિવાય બે અન્ય લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રતીક રાજ માથુર નામના વ્યક્તિએ તેમની વિરુદ્ધ આ કેસ દાખલ કર્યો છે.
-
-
ઉપરવાસમાંથી પાણીની આવક થતા કડાણા ડેમના 6 ગેટ ખોલાયા
કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા, કડાણા ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા છે. સુજલામ સુફલામ્ કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડાયું છે. સુજલામ સુફલામ્ કેનાલ મહીસાગર સહિત અન્ય 7 એટલે કુલ 8 જિલ્લાને સિંચાઈ તેમજ પીવા માટેનું પાણી પૂરું પાડે છે. કડાણા ડેમમાં સતત આવકમાં વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમમાંથી 84800 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. ડેમની કુલ જળ સપાટી. 419 ફુટ. હાલની જળસપાટી. 416.3ફૂટ છે. પાણીની આવક 84800 ક્યુસેક છે. જ્યારે ડેમમાંથી પાણીની જાવક 84800 ક્યુસેક છે. 3 ગેટ 6 ફુટ અને 3 ગેટ 7 ફુટ સુધી ખોલી 63900 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલ જિલ્લાના 18 ગામોને એલર્ટ કરાયા છે.
-
સરખેજમાં આવેલ સકરી તળાવમાં ત્રણ બાળકોના ડૂબવાથી થયા મોત
અમદાવાદના સરખેજમાં આવેલ શકરી તળાવમાં ત્રણ બાળકોના ડૂબવાથી મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ અમદાવાદ મહાનગરપાલિકાની રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી, તેમજ વેજલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહ્યું કે, દોઢ વર્ષ અગાઉ સુરેશ વોરા નામના કોન્ટ્રાક્ટરને તળાવને રિડેવલપ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. તળાવનું લોકાર્પણ હાલ સુધી ન કરાયું હતું. કુમાર પબ્લિકેશન નામની એજન્સીને તળાવ સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. AMC ને હાલ પઝેશન અપાયું ના હોવાથી સિક્યોરિટીની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરની બને છે. તપાસના અંતે જે પણ એજન્સીની ક્ષતિ જણાશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.
-
અમદાવાદ એરપોર્ટ પરથી 17 લાખનુ સોનુ જપ્ત, એક વ્યક્તિની કરાઈ અટકાયત
અમદાવાદ એરપોર્ટ પર વધુ એક વખત સોનાની દાણચોરી ઝડપાઈ. સોનાના દાણચોરીની નવા જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી સામે આવી. ભેજાબાજ દાણચોર, ટ્રોલીબેગના વ્હીલમાં સોનુ છુપાડી લાવતો ઝડપાયો. કસ્ટમ વિભાગ દુબઈ થી લાવેલું 24 કેરેટનું 17 લાખનું સોનું જપ્ત કર્યું. ટ્રોલી બેગના ટાયરના સ્ક્રુ ખોલીને તપાસ કરવામાં આવતા ચારેય ટાયરોની અંદર દાણચોરીનું સોનું છુપાવવામાં આવ્યું હતું. જપ્ત કરેલું સોનું 152 ગ્રામનું છે. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
-
અમદાવાદના સરખેજના સકરી તળાવમાં 3થી4 યુવક ડૂબ્યાની આશંકા
અમદાવાદના સરખેજના સકરી તળાવમાં 3થી4 યુવક ડૂબ્યા હોવાની આશંકા. ફાયરની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી. પ્રહલાદનગરની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી છે. એક યુવકને બહાર કાઢવામાં આવ્યો છે.
-
પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કેસીઆરે તેમની પુત્રી કે. કવિતાને બીઆરએસમાંથી હાંકી કાઢી
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આજે મંગળવારે એક અણધાર્યો નિર્ણય લીધો અને વિધાન પરિષદ સભ્ય (MLC) અને KCR ની પુત્રી કે. કવિતાને તેમની કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે BRS માંથી સસ્પેન્ડ કરી દીધી. કવિતાના પિતા અને BRS વડા કે. ચંદ્રશેખર રાવે કવિતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
-
સાબરકાંઠામાં પ્રાંતિજના તાજપુર ગ્રામપંચાયતના સભ્યને પદ પરથી TDO એ કર્યા દૂર
સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુર ગ્રામપંચાયતના સભ્યને પદ પરથી કરાયા દૂર. પંચાયત સદસ્ય શૈલેષ ચૌધરીને ટીડીઓએ પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો. ત્રણ સંતાનો હોવા છતાં ખોટું એકરારનામું રજૂ કરી ચૂંટણી લડ્યા હતા. ત્રીજા સંતાન અંગેની માહિતી છુપાવી ચૂંટણી લડી સદસ્ય ચૂંટાયા હતા. ઉમેદવારી ફોર્મમાં ખોટી વિગત રજૂ કરવાને લઈ ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે. ચૂંટણી અધિકારી સમક્ષ ખોટું એકરાર નામું રજૂ કરવાને લઈ ગુનો નોંધવાની કાર્યવાહી થઈ શકે છે.
-
વીજદરમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો
નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરાયો હોવાનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું છે. નાગરિકો પાસેથી તા. 01.07.2025થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. 2.30ના ઘટાડેલા દરે વસૂલવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી રાજ્યના 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-2025 દરમિયાન આશરે રૂ. 400 કરોડથી વધુનો લાભ થશે.
-
GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે
GST સ્લેબમા ફેરફારને લઈને ગુજરાતના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. ગ્રૂપ ઓફ મિનિસ્ટ્રીની અગાઉ મિટિંગ મળી ચૂકી છે. GST કાઉન્સિલની આવતી કાલથી બે દિવસની બેઠક મળશે. આ બેઠકમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સમા GST ઘટાડવાનો નિર્ણય લેવાઈ શકે છે. GST ટેક્ષ સ્લેબની નવી રચના અંગે પણ ચર્ચા થશે. 18 ટકા અને 5 ટકાનો સ્લેબ આવી શકે છે. ટીવી, એરકન્ડિશન સહિતની વસ્તુઓ પણ સસ્તી થશે.
-
4 સપ્ટેમ્બરથી સફાલે રેલવે સ્ટેશને ઊભી રહેશે બાંદ્રા-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે 04 સપ્ટેમ્બર, 2025 થી સફાલે સ્ટેશન પર ટ્રેન નં. 22927/22928 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસને વધારાનો હોલ્ટ આપ્યો છે. 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી શરૂ થનારી ટ્રેન નં. 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ સફાલે રેલવે સ્ટેશન પર રોકાશે. ટ્રેન 21:07 વાગ્યે સફાલે સ્ટેશન પહોંચશે અને 21:09 વાગ્યે ઉપડશે. એ જ રીતે, 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમદાવાદથી રવાના થનારી ટ્રેન નં. 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ સફાલે સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન 03:47 વાગ્યે સફાલે સ્ટેશન પહોંચશે અને 03:49 વાગ્યે રવાના થશે.
-
સીએમ ભૂપેન્દ્ર પટેલ 4 સપ્ટેમ્બરે રિજિનલ વાયબ્રન્ટને લઈને યોજશે રોડ શો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી 4 સપ્ટેમ્બરે દિલ્હી જશે. રિજિનલ વાયબ્રન્ટને લઈને કરશે ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રોડ શો કરશે. વિવિધ દેશોના રાજદૂતો સાથે પણ બેઠક કરશે. રિજિનલ વાયબ્રન્ટને વેગ મળે એ માટે દેશના ઉધોગકારો સાથે પણ ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજશે.
-
જામીન બાદ 3 વર્ષથી ફરાર થયેલો ભાવનગરના ડબલ મર્ડર કેસનો આરોપી સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો
સુરેન્દ્રનગર ડબલ મર્ડરના ગુન્હાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હોઇ પેરોલ ફર્લો સ્કોવોડે બાતમીના આધારે ઝડપી પાડયો. આરોપી ધનશયામભાઇ ઉર્ફે ધનો ધલવાણીયા બોર તળાવ પોલીસ સ્ટેશન ભાવનગર ડબલ મર્ડરમા સડવાયેલો હતો. આરોપી વચગાળાના જામીન મેળવી ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસએ બાતમીના આધારે આરોપીને વઢવાણ તાલુકાના મેમકા ગામેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે.
-
સાતમી વાર મધુર ડેરીના ચેરમેન બનતા શંકર રાણા, કલોલ- માણસા અને દહેગામને મધુર ડેરીમાં સમાવવા કરાશે પ્રયાસ
ગાંધીનગર સ્થિત મધુર ડેરીમાં સાતમીવાર શંકર રાણા ચેરમેન બન્યા છે. શંકર રાણાએ જણાવ્યું હતું કે, આજથી 55 વર્ષ પહેલા મધુર ડેરીનું 59 કરોડથી ટર્ન ઓવર શરૂ થયું હતું. આજે મધુર ડેરી 637 કરોડ સુધી ટર્ન ઓવર પહોંચ્યું છે. આવનારા સમયમાં 1,000 કરોડ સુધી લઈ જવા માટેનો લક્ષ્ય નક્કી કર્યો છે. કલોલ માણસા અને દહેગામને મધુર ડેરીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. ગાંધીનગરમાં જ બીજી નવી ડેરીનું નિર્માણ થયું છે. જેનું લોકાર્પણ થોડા દિવસોમાં થશે.
-
એક તરફી પ્રેમમાં પાગલ મધ્યપ્રદેશના યુવકે, નારોલમાં આવીને યુવતી પર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ
અમદાવાદના નારોલમાં ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે, યુવતી પર ફાયરિંગ કરીને પ્રેમી ફરાર થઈ ગયો. એમ.પી થી યુવક આવીને નારોલમાં કર્યું ફાયરિંગ. બે રાઉન્ડ યુવતી પર ફાયરિંગ કરી ફરાર થયો. યુવતી અન્ય યુવક સાથે સગાઈ કરતા પ્રેમીએ કર્યું ફાયરિંગ. નારોલ પોલીસે સહિતના અધિકારીઓ ધટના સ્થળે પહોંચ્યા.
-
સુરતના અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ
સુરતમાં PCB અને SOG ની સંયુક્ત કાર્યવાહી હેઠળ અડાજણ વિસ્તારમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી એક ફેક્ટરી પકડવામાં આવી છે. પ્રતિક શાહ નામના શખ્સ દ્વારા UK, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવેકિયા સહિત યુરોપના વિવિધ દેશોના નકલી વિઝા તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સ્થળ પરથી અનેક લોકોના ડોક્યુમેન્ટ અને નકલી વિઝાઓ જપ્ત કર્યા છે. મહત્વના પુરાવાઓ મળ્યા બાદ આગળની તપાસ ચાલી રહી છે.
-
પંચમહાલઃ કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, 4 ડુબ્યા
પંચમહાલઃ કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના બની છે. ગોમા નદીમાં ચાર લોકો ડૂબ્યા. એક વ્યક્તિનું ડૂબી જતા મોત થયુ છે. અન્ય ત્રણને સામે કાઠે હાજર લોકોને બચાવાયા.
-
છોટા ઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત
છોટા ઉદેપુર જિલ્લામાં વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો છે. કવાંટના પાનવડ ગામ પાસેના પુલનો હિસ્સો ધરાશાયી થયો છે. વર્ષો જૂના નાના પુલની એક સાઇડનો હિસ્સો તૂટ્યો. પોલીસે બેરીકેડ મૂકી તૂટેલા ભાગને કૉર્ડન કર્યો.
-
વડોદરાઃ ભદ્ર કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત
વડોદરાઃ ભદ્ર કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત થયુ છે. જર્જરિત દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું છે. મહિલાના પરિવારે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો.
-
આણંદઃ નવાખલ ગામે બાળકીને નદીમાં ફેંકવાના કેસમાં હજુ નથી મળ્યો મૃતદેહ
-
મહીસાગર: કડાણા ડેમની આવકમાં થયો ઘટાડો
મહીસાગરમાં કડાણા ડેમની પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે ડેમના ત્રણ ગેટો 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં કુલ 29,385 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 100 ક્યુસેક પાણી છોડાયું છે. પાણીના વધારા કારણે નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના 110 ગામો અને પંચમહાલ જિલ્લાના 18 ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
-
દાહોદના ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટરે પહોંચી
દાહોદના ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટરે પહોંચી છે. ભારે વરસાદ અને ઉપરવાસથી આવકના કારણે પાટાડુંગરી ડેમ છલકાયો છે. પાટા ડુંગરી ડેમના આ આકાશી દ્રસ્યો નયનરમ્ય નજારો રજૂ કરી રહ્યા છે. ખળખળ વહેતી ખાન નદીના જળ અને ડેમમાં છાલક મારતુ પાણી મનોરમ્ય દ્રશ્યો સર્જે છે. હરિયાણા ખેતરો વૃક્ષો અને લીલુડી ધરતી વચ્ચે છલકતા ડેમનો આ પ્રાકૃતિક નજારો કોઈનું પણ મન મોહી લે તેવો છે.
-
ગેરકાયદે રહેનારા લોકોને તરત ડિપોર્ટ કરવામાં આવશે
દેશમાં ગેરકાયદે રહેનારા વિદેશી નાગરિકો પર સકંજો કસાયો છે. ગેરકાયદે રહેનારા લોકોને તરત ડિપોર્ટ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કર્યું. બ્યૂરો ઑફ ઈમિગ્રેશનના કાયદાને વધુ કડક કરાયા. ગેરકાયદે રહેનારા લોકો સામે સ્ક્રૂટીની અને કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ થશે.
-
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ 3 લાખ 70 હજાર ભક્તોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું છે. પ્રથમ દિવસનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો. રંગબેરંબ લાઈટોથી શણગારેલા મંદિરના મનમોહલ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. તો પ્રથમ દિવસે 3.35 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે. સાથે 45 હજાર શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. તો 22 હજાર જેટલા ભક્તોએ ST બસની સુવિધાનો લાભ લીધો છે. સ્વચ્છતા એ જ સેવાની થીમ ઉપર યોજાઈ રહેલા આ મેળામાં સફાઈ માટે 1500 જેટલા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે.
-
ભારે વરસાદને કારણે પાકિસ્તાનની રાજધાનીમાં પૂર
ઇસ્લામાબાદમાં ભારે વરસાદથી હાહાકાર થયો છે. સતત વરસાદને કારણે શહેરનાં રસ્તા પાણી પાણી થઇ ગયા છે. રસ્તા પર કેડસમા પાણીમાં ડૂબેલી કાર જોવા મળી. રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવો ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં વરસાદને કારણે 15 લોકોનાં મોત થયા છે. 26 જૂન 2025થી લઇને આજ સુધીમાં પૂરને કારણે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 850લોકો મોતને ભેટ્યા છે.
-
પીએમ આજે દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 2 થી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કોન્ફરન્સનો હેતુ ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.
-
દિલ્હીમાં પૂરનું સંકટ વધુ ઘેરાયુ, યમુનાનું પાણી ખતરાના નિશાનથી ઉપર
દિલ્હીમાં પૂરનું સંકટ વધુ ઘેરું બન્યું છે. યમુનાનું પાણી ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે 6 વાગ્યે યમુનાનું પાણીનું સ્તર 205.68 મીટર નોંધાયું હતું, યમુનામાં ખતરાના નિશાન 205.33 મીટર છે. હથિનીકુંડ બેરેજમાંથી દર કલાકે લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે દિલ્હીમાં પૂરનો ભય સતત વધી રહ્યો છે. તે જ સમયે, નીચાણવાળા વિસ્તારોમાં પૂર અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. આજે સાંજે 5 વાગ્યે યમુનાનું પાણીનું સ્તર 206.50 મીટર સુધી પહોંચવાની ધારણા છે.
-
ગુજરાતના બારડોલીમાં રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત
ગુજરાતના બારડોલીમાં એક રંગકામની ફેક્ટરીમાં આગ લાગવાથી બે કામદારોના મોત થયા છે અને લગભગ 15-20 લોકો ઘાયલ થયા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગ કામગીરી ચાલુ છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
Published On - Sep 02,2025 7:37 AM