સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી બરફની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક ફાટી નીકળેલી આગમાં ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી ગઈ. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી અને આગને કાબૂમાં લીધી. આ દરમિયાન ફેક્ટરી વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાતા આસપાસ દોડધામ મચી ગઈ હતી. પોલીસ દ્વારા આગ લાગવાની પાછળના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
02 ડિસેમ્બરના મહત્વના સમાચાર : સાયબર ફ્રોડના 2 ગુજરાતી આરોપી મુંબઈ એરપોર્ટ પરથી પકડાયા, 149 બેંક ખાતામાં 8 અબજનું કર્યુ હતુ ટ્રાન્જેકશન
આજે 02 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 ડિસેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સાયબર ફ્રોડના 2 ગુજરાતી આરોપી મુંબઈ એરપોર્ટ પરથી પકડાયા, 149 બેંક ખાતામાં 8 અબજનું કર્યુ હતુ ટ્રાન્જેકશન
કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમના પકડાયેલા કૌંભાડના નાસતા ફરતા આરોપીઓને મુંબઇ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલ જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં રૂ. 8,00,66,51,326.33 રૂપીયાના ટ્રાન્જેક્શનો મળી આવ્યા હતા. અલગ અલગ બેંકોના 149 ખાતા ઉપર NCCRP પોર્ટલ ઉપર કુલ-417 ફરિયાદો મળી આવેલ હતી.
જતીન ઉર્ફે જોન રેપર વિનોદભાઇ ઠક્કર અને દિપકુમાર મહેશકુમાર ઠક્કરની ધરપકડ કરાઈ છે. બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને ગેમીંગનું ફંડ જુદા જુદા ઓનલાઇન બેટીંગ વેબસાઈટના 50 મર્ચન્ટ પાસેથી ફંડ મેળવતા હતા. જતીન https://admin.leopay.live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું તથા આવા ફંડ બાબતે હિસાબો રાખવાની કામગીરી સંભાળતો હતો.
જ્યારે દીપકુમાર ફંડ https://admin.leopay.live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો. 4 મોબાઈલ અને બે લેપટોપ મળી આવ્યા. બેગકોક થી નીકળ્યા બાદ બન્નેના મોબાઈલ અને લેપટોપ ફોર્મેટ કરી દેવાયા હતા. મોબાઇલ ફોન તથા લેપટોપમાં ચેક કરતા કુલ-36 બેંક ખાતાઓ મળી આવેલ છે.
આ બેંક ખાતાઓ નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા કુલ- 227 NCCRP ફરીયાદો મળી આવેલ છે. આ ફરીયાદોમાં કુલ મળી રૂ. 87,87,36,515 નું ફ્રોડ થયેલ છે.
-
સુરતમાં લીંબાયત તરફ જતા ફલાયઓવર બ્રિજ ઉપર અચાનક દોરી આવી જતા યુવક અને તેની માતા ઘાયલ
સુરતમાં ફરી ઘાતક બન્યો પતંગનો કાતિલ દોરો. સુરતમાં લીંબાયત તરફ જતા ફલાયઓવર બ્રિજ ઉપર અચાનક દોરી આવી જતા યુવક અને તેની માતા ઘાયલ થયા હતા. યુવક અને માતા વચ્ચે બેસેલા બાળકનો આબાદ બચાવ થયો છે. પતંગની કાતિલ દોરાના ઘસરકાથી બાઈક ચાલકનો ગાલ ચીરાઈ ગયો. ગાલ કપાતા ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા પરિવાર રોડ પર પટકાયો હતો. લોહીલુહાણ હાલતમાં માતા અને પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
-
-
મોરબીમાં ઐતિહાસિક મણીમંદિર પાસેની દરગાહનું ગેરકાયદે દબાણ તોડી પડાયું
મોરબીમાં ઐતિહાસિક મણીમંદિર પાસેની દરગાહનું ગેરકાયદે દબાણ તોડી પડાયું. ડિમોલીશન સાઇટ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મોરબીના મણિમંદિર નજીક આવેલ વિવાદિત દરગાહ પડવાની કાર્યવાહી કરાઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી. દરગાહ નજીક આવેલ છે મુસ્લિમ વિસ્તાર. મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો પણ ભેગા થયા હતા. ડીવાયએસપી સહિતનો મોટો કાફલો સ્થળ પર ઉપસ્થિત હતો. મોરબીનો બેઠો પુલ પણ બંધ કરવામાં આવ્યો હતો.
-
અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લરમાં લુખ્ખાગીરી કરતા 4 અસામાજિક તત્વોની પોલીસે કરી ધરપકડ
નવા વાડજ વિસ્તારના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલ લાલશોટ પાન પાર્લરમાં ગ્રાહક સાથે મારામારી કરનાર લુખ્ખાઓને પોલીસે પકડી પાડ્યા છે. જેમાં અમદાવાદ અને પાટણમાં હત્યા કેસમાં ઝડપાયેલ કુખ્યાત ગુનેગારનો પણ સમાવેશ થાય છે. વ્યાસવાડી ચાર રસ્તા પર આવેલા લાલ શોટ પાન પાર્લરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.એક ગ્રાહકના માથામાં કાચની બોટલ મારીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. પાન પાર્લરમાં ગુંડાગીરી કરતા 4 લુખ્ખાઓ ગલ્લા પરના CCTVમાં થયા હતા કેદ. આ અંગે પાન પાર્લરના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને, પોલીસે પિયુષ વાઘેલા, મિતેષ રાવલ, સુનિલ પરમાર અને જયેશ પરમારની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાં પિયુષ વાઘેલા કુખ્યાત ગુનેગાર છે. અગાઉ અમદાવાદ અને પાટણ માં 2 હત્યા કેસ માં પકડાયો હતો.
-
સુરતમાંથી, SOG અને મહાનગરપાલિકાએ 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપ્યો
સુરતમાંથી SOG અને મહાનગરપાલિકાએ, 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પુણા ગામની અમૃતધારા ડેરીમાંથી 58 કિલો, જ્યારે વરાછાની જનતા ડેરીમાંથી 85 કિલો માખણ જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 143 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો સીઝ કરાયો છે. અલગ અલગ સેમ્પલ લઈ તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી અપાયા છે. સેમ્પલ રિપોર્ટ આવ્યેથી કસૂરવાર સંસ્થા સાથે ગુનો દાખલ કરવાની સાથે વધુ કાર્યવાહી હાથ ધરાશે. જો કે, સેમ્પલ રિપોર્ટ આવે તે પહેલાં જ ડેરીના માલિકે કબૂલાત કરી છે કે, માખણમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરવામાં આવી છે. ઓછી માત્રામાં વનસ્પતિ ઘી ઉમેરવામાં આવ્યું હતું.
-
-
પોલીસ કોન્સ્ટેબલ માટેની પરીક્ષાનું કામચલાઉ પરિણામ જાહેર, હથિયારી, બિનહથિયારી, જેલ સિપાહી અને SRPF ના પરિણામો જાહેર કરાયા
પોલીસ કોન્સ્ટેબલ માટેની પરીક્ષાનું કામચલાઉ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હથિયારી, બિનહથિયારી, જેલ સિપાહી અને SRPF ના પરિણામો જાહેર કરાયા છે. મહિલા-પુરુષ, ઓપન અને તમામ અનામત કેટેગરીના કટઓફ સાથેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું 101.50 થી 132.75 સુધીનું કટઓફ જાહેર થયું છે. હથિયારીનું 91 થી 125 કટ ઓફ, જેલ સિપાહીનું 80.50 થી 122 કટઓફ જાહેર કરાયું છે. વાંધા અરજીઓના નિકાલ બાદ વધઘટ સાથેનું પરિણામ જાહેર થશે. 10 હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે લેવાઈ હતી પરીક્ષા.
-
જેલમાં મળ્યા બાદ ઈમરાન ખાનની બહેને કહ્યું- ઈમરાનખાનની તબિયત સારી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને શાહબાઝ સરકારના વિરોધી ઈમરાનખાન નિયાઝીને, તેની બહેન એક મહિના બાદ જેલમાં મળી હતી. છેલ્લા કેટલાક સમયથી ઈમરાનખાનને કોઈને મળવા દેવાતા નહોતા. આ સંજોગોમાં પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના કાર્યકરો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. ઈમરાન ખાનના વકિલે ઈમરાનખાન હયાત હોવા વિશે સંદેહ વ્યક્ત કર્યો હતો. જો કે, લોકજુવાળ ફાટી નિકળ્યા બાદ, પાકિસ્તાન સરકારે આજે ઈમરાનખાન અને તેની બહેનને 20 મીનિટ સુધી જેલમાં મુલાકાત કરવા દીધી હતી.
-
મોરબીના મચ્છુ-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો
મોરબીનો મચ્છુ-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. નર્મદા પાણીની આવક ચાલુ હોય અને ડેમ 100 ટકા ભરાઈ જતા મચ્છુ ડેમ-2નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા નિચાણવાળા 29 ગામોને એલર્ટ કરાયા છે. હાલ ડેમમાંથી 323 ક્યુસેક પાણીની આવક અને જાવક ચાલુ છે.
-
રાજકોટમાં આગામી 7 ડિસેમ્બરે ભારતીય વાયુ સેના દ્વારા યોજાશે એર શો
રાજકોટના અટલ સરોવર ખાતે આગામી 7 ડિસેમ્બરના એર શોનુ આયોજન કરવામાં આવ્યું છે. અટલ સરોવર ખાતે એર શો યોજાશે. ભારતીય વાયુ સેના સૂર્ય કિરણ ટીમ દ્રારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વાયુ સેના દ્રારા આજે એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેના દ્રારા સયુંક્ત આયોજન કરવામાં આવ્યું છે.
-
રાણપુર પોલીસ ઊંધતી રહી ને SMC એ એક કરોડ રૂપિયાના ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું
બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામેથી એક કરોડ રૂપિયાના ગાંજાનું વાવેતર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ એ દરોડો પાડીને ગાંજાનુ વાવેતર ઝડપી પાડતા, પોલીસ બેડામા રાણપુર પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. રાણપુર તાલુકાના નાની વાવડી ગામેના વાડી વિસ્તારમાં SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)એ રેડ કરતાં ગાંજા નું વાવેતર ઝડપાયું હતું. અલગ અલગ 2 ખેતરોમાં ગાંજાનું વાવેતર કરાયેલ હતું. બન્ને જગ્યાએથી વાવેતર કરાયેલ લીલા ગાંજાના 93 છોડ ઝડપાયા. અંદાજીત એક કરોડ રૂપિયા ગાંજાનું વાવેતર ઝડપાયું.
-
ગુજરાતમાં 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ વર્ષ 2025-26થી સંત સુરદાસ યોજનાનો લાભ મળશે
દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી 80 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26થી 60 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા 0 થી 17 વર્ષ ફરજીયાતની જોગવાઇ હતી તેને પણ વર્ષ 2024-25માં દુર કરવામાં આવી હતી.
-
બોટાદ: નાની વાવડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
બોટાદ જિલ્લાના રાણપુરમાં નાની વાવડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલા દરોડામાં રાણપુર પોલીસ ઉંઘતી ઝડપાઈ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. બે અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. SMCની ટીમે સ્થળ પરથી કુલ 93 લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા, જેની અંદાજિત કિંમત લગભગ રૂ. 1 કરોડ જેટલી થતી હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરી દરમિયાન ગાંજાનું વાવેતર કરનાર એક વ્યક્તિને SMCએ ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ચાલુ છે. સ્થાનિક પોલીસને જ્ઞાન ન હોય ત્યારે SMC દ્વારા મોટાપાયે ગેરકાયદે ખેતી ઝડપાવા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસની દેખરેખ અંગે સવાલો ઊભા કર્યા છે.
-
ભરૂચ: શિયાળામાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ અંગે મનમાની કરતી સ્કૂલોને DEOની ફટકાર
ભરૂચ જિલ્લામાં શિયાળાના દિવસોમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મમાં સ્વેટરના રંગ અંગે મનમાની કરતી કેટલીક સ્કૂલોને DEO દ્વારા ફટકાર લગાવવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ જે રંગનું સ્વેટર પહેરીને આવે તેને શાળા માન્ય રાખશે. દર વર્ષે સ્વેટરના રંગ બદલવાની સૂચના આપવી યોગ્ય નથી અને તેનાથી બાળકો તથા વાલીઓને અનાવશ્યક મુશ્કેલી પડે છે, એવું DEOએ જણાવ્યું છે.
-
સુરત: પનીર બાદ હવે નકલી માખણના વેચાણનો પર્દાફાશ
સુરત: પનીર બાદ હવે નકલી માખણના વેચાણનો પર્દાફાશ થયો છે. ભેળસેળિયા વેપારીઓ સામે SOG પોલીસે લાલ આંખ કરી. પુણા અને વરાછા વિસ્તારની વધુ 2 ડેરી પર દરોડા પાડ્યા. અમૃતધારા અને જનતા ડેરી પર SOGની ટીમે રેડ પાડી. SOG પોલીસે 143 કિલોગ્રામ નકલી માખણનો જથ્થો જપ્ત કર્યો. માખણના નમૂના લઈ તપાસ અર્થે મોકલાયા. નકલી માખણનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
-
સુરતઃ જાહેરમાં મારામારી કરનારા આરોપી સકંજામાં
સુરતમાં અડાજણ વિસ્તારમાં જાહેરમાં થયેલી મારામારીના પગલે પોલીસ સક્રિય થઈ ગઈ છે. અડાજણમાં પ્રેમ સંબંધને લઈને બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં ચાર લોકો સામે કાર્યવાહી કરી અને તેમને ઝડપી ધરપકડમાં લઇ કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને મારામારીની સ્થળ પર લઈ જઈ જનસમક્ષમાં માફી પણ કરાવી છે. આ સાથે જ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેથી ગુનાઓમાં સામેલ તમામ લોકોને કાયદાના કબજે લાવવામાં આવે.
-
સુરત: વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવ અંગે મોટો નિર્ણય
સુરતમાં વિદ્યાર્થીઓમાં વધતા માનસિક તણાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ કમિટીઓની રચના કરીને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નેશનલ ટાસ્ક ફોર્સની રચનામાં કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સહિતના મુખ્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માહિતી બે દિવસની અંદર પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
-
સુરત: પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો મેયરને પત્ર
સુરતમાં પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયરને પત્ર લખીને ચૌટા બજાર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ ઉઠાવી છે. તેમણે મેયરને યાદ અપાવ્યું કે વરાછા વિસ્તારમાં જેમ અંગત રસ દાખવી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, તેવી જ કામગીરી ચૌટા બજાર માટે પણ થવી જરૂરી છે. હાલ ચૌટા બજારમાં લારી-ગલ્લાવાળાઓ દ્વારા મોટા પાયે દબાણ કરાયેલા હોવાથી માર્ગ સંકડો બની ગયો છે. પરિણામે બે વખત એમ્બ્યુલન્સ પણ આ ભીડમાં ફસાઈ ગઈ હતી, જેમાંથી એક ઘટનામાં દર્દીનું મોત પણ નિપજ્યું હતું. શહેરના જીવનમરણથી જોડાયેલા પ્રશ્નોમાં લાપરવાહી ન ચાલે, ત્યારે ગેરકાયદે દબાણો દૂર કરવા તાત્કાલિક પગલાં લેવા ભજીયાવાલાએ આગ્રહ કર્યો છે.
-
પોરબંદર: ગેરકાયદે ફિશિંગ કરતી બે બોટ વિરૂદ્ધ કાર્યવાહી
પોરબંદરમાં ગેરકાયદે ફિશિંગ સામે મરીન પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. ગેબી અને રેહાન નામની બે બોટોને ઝડપીને તેમના માછીમારો સામે કાનૂની પગલા લેવામાં આવ્યા છે. આ બોટો દરિયામાં પ્રતિબંધિત LED લાઈટો લગાવી રાત્રિના સમયે ગેરકાયદે ફિશિંગ કરતી હતી. ખાસ કરીને ગોસાબારા નજીકના અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી બંને બોટ ઝડપાઈ છે, જ્યાં 1993માં RDX ઉતારાયું હતું, જેને કારણે આ વિસ્તાર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. ગેરકાયદે રીતે ફિશિંગ કરી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકતા મરીન પોલીસે ફિશરીઝ કાયદાનો ભંગ કરવાના ગુના નોંધ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ મરીન પોલીસે આવી જ બે બોટો સામે કાર્યવાહી કરી ચૂકી છે, છતાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકતી ન દેખાતા ચિંતા વધતી જાય છે.
-
સુરત: સચિન GIDCમાં બરફની ફેક્ટરીમાં આગ
-
ખેડા: નડિયાદમાં રખડતા આખલાનો આતંક
-
રાંદેરમાં 5 કરોડની ચકચારી લૂંટમાં વોન્ટેડ આરોપી દોઢ વર્ષે ભીવંડીથી પકડાયો
સુરતના રાંદેરમાં 5 કરોડની ચકચારી લૂંટમાં વોન્ટેડ આરોપી દોઢ વર્ષે ભીવંડીથી પકડાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમંદ ઝુબેર અબ્દુલ ગફાર અન્સારીને ઝડપી પાડ્યો. આ બનાવમાં અગાઉ પાંચ આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા. આરોપીઓએ બ્લેકના વ્હાઈટ કરવાનું કહી યાર્નના વેપારીને લૂંટી લીધા હતા. હાલ પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
મુંબઈ: બોમ્બ ધમકી બાદ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનું મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી, ધમકીભર્યા મેસેજ બાદ કુવૈતથી હૈદરાબાદ જતી ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી. હૈદરાબાદ એરપોર્ટને બોમ્બ ધમકીનો ઈમેલ મળ્યો.
-
વડોદરા: ગેસ લાઈનમાં ભંગાણ સામે લાલઆંખ
વડોદરા શહેરમાં ગેસ પુરવઠો પૂરી પાડતી મુખ્ય લાઈનમાં હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ભંગાણ સર્જાયું હતુ અને અડધા શહેરમાં ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો. ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ગેસ પુરવઠો પહોંચ્યો નહોતો અને પશ્ચિમ વિસ્તારમાં પણ અસર થઈ હતી. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિધાનું માઇક્રો ટનલિંગનું કામ ચાલતુ હતુ. તે દરમિયાન વડોદરા શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ થતાં ગેસના ફૂવારાઓ ઉડ્યા હતા. આશરે 5 લાખથી વધુ નાગરિકોને અસર પહોંચી હતી.
-
અમદાવાદ: ફરી એકવાર ઝડપની મજા બની મોતની સજા
અમદાવાદમાં ફરી એકવાર ઝડપનો શોખ જીવલેણ સાબિત થયો છે. GMDC ગ્રાઉન્ડ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં BMW બાઈક પર સવાર બાઈકચાલકનું મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ વધુ પડતી સ્પીડના કારણે નિયંત્રણ ગુમાવતાં બાઈક ઘણી દૂર ફંગોળાઈ ગઈ હતી અને મૃતક વ્યક્તિથી લગભગ 100 મીટર દૂર મળી આવી હતી. ઘટનાસ્થળે બાઈકચાલકનો હાથ કપાયેલી હાલતમાં મળતા અકસ્માતની ગંભીરતા સ્પષ્ટ થાય છે. પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે બાઈકચાલક સિગ્નલ તોડી પૂરઝડપે નીકળ્યો હતો અને ત્યારબાદ જ આ ભીષણ અકસ્માત થયો હતો. મોંઘીદાટ અને શક્તિશાળી બાઈકનો રોશ રાઈડરના જીવ માટે જ અંતિમ સાબિત થયો છે.
-
દેશના 6 રાજ્યોમાં 10 દિવસ માટે શીતલહેરનું એલર્ટ
દેશના 6 રાજ્યોમાં 10 દિવસ માટે શીતલહેરનું એલર્ટ છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડયો. મધ્યપ્રદેશના 6 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં વરસાદને પગલે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
Published On - Dec 02,2025 7:36 AM
દુનિયાનો સૌથી ખારો સમુદ્ર કયો છે?
2462 દિવસ પછી વિરાટ કોહલી સાથે આ શું થઇ ગયું?
એક્ટિંગ છોડી બિઝનેસવુમન બનેલી અભિનેત્રીનો આવો છે પરિવાર
કોફી પ્રેમીઓ, ધ્યાન રાખો! Coffee સાથે આ 5 વસ્તુઓ ખાવાનું આજથી જ કરો બંધ, નહીતર હેલ્થ બગડી શકે છે
HDFC Bank માંથી 60 લાખની લોન લેવા કેટલો પગાર જોઈએ ?
વિરાટ કોહલીએ સતત ત્રણ સદી ફટકારી, અનેક રેકોર્ડ તોડ્યા