01 નવેમ્બરના મહત્વના સમાચાર : રાજકોટમાં 21 કિલો 892 ગ્રામ ગાંજા સાથે 3 શખ્સ ઝડપાયા
Gujarat Live Updates આજ 01 નવેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
આજે 01 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટ 21 કિલો 892 ગ્રામ ગાંજા સાથે 3 શખ્સ ઝડપાયા
રાજકોટમાં 21 કિલો 892 ગ્રામ ગાંજા સાથે 3 શખ્સ ઝડપાયા..રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર નજીક ઝડપાયો ગાંજો..ટ્રકમાંથી 21 કિલો 892 ગ્રામ ગાંજો મળી આવ્યો..ઝડપાયેલા ગાંજાની કિંમત 10 લાખ 94 હજારથી વધુ..પોલીસે ટ્રક, ત્રણ મોબાઇલ ફોન, મગફળી અને સિંગદાણાની 267 બોરીઓ સહિત કુલ 27 લાખ 72 હજાર 760નો મુદ્દામાલ કબજે કર્યો.
-
મહાકાલ નગરી ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના, વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરતાં 4 કર્મચારી મોતને ભેટ્યાં
મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી…’હોટેલ શ્રીગંગા’ના વેસ્ટેજ ચેમ્બરમાં સાફ-સફાઈ કરવા માટે ઉતરેલા 4 કર્મચારીઓના ઝેરી ગેસની ગૂંગળામણના કારણે કરૂણ મોત…બચાવવા ગયેલા અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા….પ્રાથમિક તપાસમાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે જ ચારેય કર્મચારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું
-
-
નેવાર્ક યુનવર્સિટી કેમ્પસ નજીક ફાયરિંગ..6 લોકો ઘાયલ
અમેરિકાના ડેલવેર રાજ્યમાં આવેલી યુનિવર્સિટી ઓફ ડેલવેર કેમ્પસ નજીક પણ ગોળીબાર થયો…હેલોવીનની ઉજવણી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું…જેમાં 6 લોકો ઘાયલ થયા…ફાયરિંગ થતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ભીડ જીવ બચાવવા ભાગતી જોવા મળી…
-
રેલીના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ… જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
કેન્દ્રીય પ્રધાન જે પી નડ્ડાએ આરોપ લગાવ્યો કે, કાર્યક્રમ લોકશાહી પ્રત્યે આદર દર્શાવવા માટે નહોતો, પરંતુ તેના નામે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ હતો..ગાંધી પરિવારે આજ સુધી શીખ પરિવાર પાસે દિલથી માફી પણ માંગી નથી…રાહુલે શીખોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.
-
અમદાવાદના ભદ્ર મંદિર પાથરણા બજારના દબાણ હટાવવા સામે કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધમાં ઊતર્યાં
અમદાવાદના ભદ્ર મંદિર પાથરણા બજારના દબાણ હટાવવાને લઈ વિવાદ. દિવાળીના તહેવાર પૂર્વે AMCએ પરિપત્ર કરી દબાણ હટાવવાની જવાબદારી આપતા વિવાદ વકર્યો છે. સ્થાનિક કોર્પોરેટરો ભદ્ર પાથરણા બજારમાં આવીને બેઠા છે. AMC એક અઠવાડિયુ લોકોને વેપાર કરવા દે એવી માંગ કરી છે. પરિપત્રના વિરોધમાં પહોંચ્યા સ્થાનિક કોર્પોરેટરો. AMC પરિપત્ર રદ્દ કરી ફેરિયાવાળાને વેપાર કરવા દે એવી માંગ કરી. અમદાવાદમાં અન્ય 6 જગ્યાએ વેપાર કરવા દેવાય છે તો ભદ્ર બજારમાં કેમ નહીં ?
-
-
પ્રત્યારોપણ માટે વંદેભારતમાં ફરી એકવાર સુરતથી અમદાવાદ લવાયુ ધબકતુ હ્રદય
ભારતીય રેલવેએ ફરી એકવાર માનવતાની સેવા અને જીવન બચાવવાની પોતાની પ્રતિબદ્ધતાને સાકાર કરતાં વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જીવંત હૃદય (Live heart) ના ઝડપી પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આજે, 01 નવેમ્બર, 2026ના રોજ ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું હતું.
સુરત રેલવે સ્ટેશન પરથી મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસના કોચ નંબર C-12 માં નિર્ધારિત સમયે જીવંત હૃદયને સુરક્ષિત રીતે ચઢાવવામાં આવ્યું હતું. આ જીવંત હૃદયને ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત થી અમદાવાદ લાવવામાં આવ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર રેલવેના વાણિજ્ય વિભાગના કર્મચારીઓ, આરપીએફ, જીઆરપી અને રાજ્ય પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર બનાવીને હૃદયને અત્યંત ઓછા સમયમાં યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું.
-
રવિવારની રજાને બદલે કામ કરતા સુરત RTO કચેરીના કર્મચારીઓ
સુરત RTO કચેરીમાં આજે રવિવારની જાહેર રજા હોવા છતાં કામકાજ યથાવત રહ્યું છે. દિવાળીની રજાઓને લઈ RTO દ્વારા કરાયો હતો નિર્ણય. 2 દિવસ રજા હોવાથી, રવિવારે પણ કામકાજ શરૂ રખાયું. 8 થી 10 તારીખની રજાને લઈ RTO દ્વારા લેવાયો નિર્ણય. ઘણા બધા લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આવ્યા.
-
હાઈ પ્રોફાઈલ દારુની પાર્ટી કેસમાં રાજકોટ પોલીસની ભૂમિકા શંકાસ્પદ ! આરોપીઓના કપડા બદલાવી પાછલા દરવાજેથી રવાના કરાયા
રાજકોટની હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી મામલે મોટા સમાચાર. તમામ આરોપીઓને જામીન બાદ પાછલા દરવાજેથી મોકલી દેવાયા. દારુ મહેફિલ કેસ મામલે તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરી શંકાના દાયરામાં આવી છે. આરોપીઓને કપડા બદલાવીને પાછળના દરવાજેથી આરોપીઓને મોકલી દેવાયા હતા. મીડિયા આરોપીઓને ઓળખી જતાં પોલીસને આવ્યો રેલો.
-
ગોતા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી થતા, બાજુના ફ્લેટના બે બ્લોક ખાલી કરાવાયા
ગોતા વિસ્તારમાં બિલ્ડરની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલુ કામગીરી દરમિયાન કન્સટ્રક્શન સાઈટની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતાં સાઈટની બાજુના ફ્લેટ ખાલી કરાવાયા. શાયોના તિલક ફ્લેટના 2 બ્લોક ખાલી કરાવવામાં આવ્યા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર. મનપા દ્વારા કન્સટ્રક્શન સાઈટની વિઝીટ ન કરાતી હોવાનો પુરાવો.
-
દિવાળી નિમિત્તે 143 પાત્રતા ધરાવતા કેદીને ધનતેરસથી 15 દિવસના પેરોલ
ગુજરાત રાજ્ય સરકારની કેદી કલ્યાણ પ્રવૃત્તિઓ અને જેલ સુધારણા યોજનાના ભાગરૂપે દિવાળી પર્વ નિમિત્તે કેદીઓને પરિવાર સાથે તહેવાર ઉજવવાની તક આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા 143 કેદીઓને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 15 દિવસના દિવાળી પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003થી પ્રતિવર્ષ દિવાળીના તહેવાર નિમિત્તે કેદીઓને 15 દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવે છે. આ નીતિ અન્વયે પાત્રતા ધરાવતા મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા કેદીઓ પોતાના પરિવારજનો સાથે ખુશાલીથી દિવાળી ઉજવી શકે તે હેતુથી આ લાભ આપવામાં આવે છે.
આ વર્ષે રાજ્ય સરકારની મંજૂરી અન્વયે પાત્રતા ધરાવતા 60 વર્ષ કે તેથી વધુ વયના 103 પુરુષ કેદીઓ અને 40 મહિલા કેદીઓ મળી કુલ 143 કેદીઓને ધનતેરસના દિવસથી, એટલે કે તા. 6 નવેમ્બર 2026 થી 15 દિવસ માટે દિવાળી પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે.
-
પાંચમી અને શ્રેણીની છેલ્લી T20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને શ્રેણીની છેલ્લી મેચમાં ટોસ જીત્યો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. પાંચ મેચની T20I શ્રેણીમાં ભારતે 3 અને ન્યૂઝીલેન્ડે એક મેચ જીતી છે. જો કે શ્રેણી ભારતે જીતી લીધી છે.
-
વરાછાની જૂની બોમ્બે માર્કેટમાં સાડીની ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઈ
સુરતના વરાછાની જૂની બોમ્બે માર્કેટમાં થયેલી સાડીની ચોરીનો ભેદ ઉકેલાયો. સાડી ખરીદીના બહાને વેપારીની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. 4 મહિલાની ગેંગને વરાછા પોલીસે રાજકોટથી ઝડપી પાડી છે. CCTV અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની ધરપકડ કરાઈ છે. શીતલ હાડા સહિત 4 મહિલાની પોલીસે ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 20,000ની 2 બાંધણીની સાડી કરાઈ કબ્જે.
-
મહેસાણામાં પરેશ ધાનાણીએ કહ્યું – પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરમાઈ ગયા છે, અમે બધા હવે નવરા થઈ ગયા છીએ
મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શાબ્દિક ચાબખા માર્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો હતો. નીતિન કાકા કરમાઈ ગયા છે કહી પરેશ ધાનાણીએ કટાક્ષ કર્યો. અમે બધા હવે નવરા થઈ ગયા છીએ તેમ પરેશ ધાનાણી કહ્યું હતું. રાજકીય મંચ ના હોવાનું જણાવી ધાનાણીએ પોતાના અંદાજમાં માર્યો ટોણો. પાનખર વગર લીલાં પાન ખરી જાય ત્યારે ચિંતા કરે એનું નામ બાપ સરદાર તેમ ધાનાણીએ જણાવ્યું હતું.
-
સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટમાં ભભૂકી ઉઠી આગ
ફરી એક વખત સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટમાં ભભૂકી ઉઠી આગની જ્વાળાઓ. હોટફિક્સના કચરામાં આગ. સવારના સમયે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું. ફાયર વિભાગ દ્વારા આગ ઓલવવાની કામગીરી. જથ્થો વધુ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું. કેટલા ભાગમાં આગ પર કાબુ મેળવાયો.
-
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં કામદારોની માંગણીને મંજૂર કરતા માલિકો, બન્ને જૂથે સમજૂતી પર કર્યા હસ્તાક્ષર
સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં માલિકો અને કામદારો વચ્ચે સમજૂતી થવા પામી છે. ઓનર્સ એસોસિએશન અને મજૂર સંગઠનો વચ્ચે કરાર પર હસ્તાક્ષર. કામદારોનો અગાઉ મુજબનો પગાર અને કામના કલાક યથાવત્ રહેશે. દર મહિને 1થી 9 તારીખ વચ્ચે પગાર ચૂકવવો ફરજિયાત રહેશે. કામદારોને સપ્તાહમાં એક દિવસ પગાર સાથે મળશે રજા. રવિવારે કામ કે રજા રાખવાનો નિર્ણય કામદારો લઈ શકશે. રવિવારે રજા રાખવા બદલ પગારમાં કોઈ કપાત નહીં થાય. કામદારોને શુદ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધા આપવી પડશે. ESI ના હોય તો સારવારની યોગ્ય વ્યવસ્થા માલિકોએ કરવાની રહેશે. બંને પક્ષોએ ઉદ્યોગમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા સંમતિ દર્શાવી.
-
કામરેજના છેડછા ગામની ફેક્ટરીમાંથી હલકી ગુણવત્તાનો ખાદ્ય પદાર્થ મળી આવ્યો
સુરતના કામરેજમાંથી દિવાળી ટાણે કામરેજ પોલીસ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો. છેડછા ગામની ફેક્ટરીમાંથી 2826 કિલો મિઠાઇ અને અન્ય સામગ્રી મળી આવી. કામરેજનાં છેડથા ગામની ફેક્ટરીમાં હલકી ગુણવત્તાનો ખાદ્ય પદાર્થ મળી આવ્યો. હલકી ગુણવત્તા અને શંકાસ્પદ મટિરીયલથી મિઠાઇ બનાવાતી હોવાનાં આધારે રેડ. પામ ઓઇલનાં 74 ડબ્બા, છુટ્ટુ પામ ઓઇલ 10 લીટર અને 200 ગ્રામ ખાંડ મળી આવી. બરફીનો તૈયાર માવો, મિઠાઇ પેકિંગનાં બોક્સ સહિત 36,69,250 નો મુદ્દામાલ કબજે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પરથી શંકાસ્પદ મિઠાઇ સહિતનાં લેવાયા નમૂના. રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ અંગેની સ્પષ્ટ માહિતી સામે આવશે.
-
ડેરીનાં સત્તાધીશોનાં રહેમ નજરે સાબર ડેરીમાં ભ્રષ્ટાચાર, ભેળસેળ ચાલતી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ !
સાબર ડેરીની ચૂંટણી જાહેર થતાની સાથે ગરમાયુ રાજકારણ. સ્થાનિક સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો કલીપ વાયરલ. સાબર ડેરીમાં દૂધનાં ભેળસેળ અને ભરતીનાં ભાવ અંગેની ઓડિયો કલીપ વાયરલ. 1200 – 1300 લીટર દૂધ 3500 લીટર કેવી રીતે કરવું એ અંગે ઓડિયો કલીપમાં ચર્ચા. સાબર ડેરીમાં ભરતીમાં ભાવની પણ ચર્ચા. 10 લાખમાં સાબરડેરીમાં થાય છે ભરતી. ડેરીનાં સત્તાધીશોનાં રહેમ નજરે સાબર ડેરીમાં વહીવટ ચાલી રહ્યો હોવાની ચર્ચા એ પકડયું જોર. Tv9 આ ઓડિયો ક્લિપની નથી કરી રહ્યું પૃષ્ટિ
-
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બે શખ્સો ઝડપાયા
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બે શખ્સો ઝડપાયા. લાલચ અને ધાકધમકી આપી દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ. સગીરાને સાડા છ માસનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો. આરોપીઓ સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ બંને આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓનાં નામ જુનુસ અલીબાસ રમજાણી અને બજાર નુરમહંમદ જોપૈયા. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
-
રાજકોટના કાલાવડ રોડ પરની હોટેલમાંથી હાઈપ્રોફાઈલ દારુની મહેફિલ ઝડપાઈ, 33 મહિલા- 43 પુરુષના મેડીકલ ચેકઅપ કરાયા
રાજકોટમાં નબીરાઓ દ્રારા ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટીનો પર્દાફાશ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. આ અંગેની જાણ રાજકોટ ડીસીપી ઝોન 2 એલસીબીને થતાં તેમના દ્રારા દરોડો પાડવામાં આવ્યો હતો અને પાર્ટીમાં સામેલ 76 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 33 મહિલાઓ અને 43 પુરૂષોને ડિટેઇન કર્યા છે અને સિવીલ હોસ્પિટલ ખાતે તમામે તમામના મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યા હતા.
-
ગીર સોમનાથમાં ગુજરાતની પ્રથમ મરીન કોલેજ આકાર પામશે
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની પ્રથમ મરીન કોલેજ હવે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ ગામ નજીક આકાર પામશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડીનાર ખાતે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. શિક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. આ કોલેજના નિર્માણથી દરિયાઈ ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને નવી તકો ઉપલબ્ધ થવાની આશા છે. સાથે જ કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે.
Published On - Nov 01,2026 7:13 AM
