AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

01 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં બિલ્ડરે રૂપિયા પરત આપવાના બહાને મહિલાની કરી છેડતી-જબરજસ્તી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2025 | 9:27 PM
Share

આજે 01  ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

01 ડિસેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાં બિલ્ડરે રૂપિયા પરત આપવાના બહાને મહિલાની કરી છેડતી-જબરજસ્તી

આજે 01  ડિસેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Dec 2025 09:25 PM (IST)

    અમદાવાદમાં બિલ્ડરે રૂપિયા પરત આપવાના બહાને મહિલાની કરી છેડતી-જબરજસ્તી

    અમદાવાદમાં બિલ્ડરે નાણાં પરત આપવાના નામે છેડતી કરવાની સાથે જબરદસ્તી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મોટેરામાં રહેતી મહિલાએ,  બિલ્ડર પ્રકાશ માલવીયા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદને લઈને મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • 01 Dec 2025 09:22 PM (IST)

    ડભોઈમાં શ્વાને બાઈક ચાલકને ભર્યા બચકા

    વડોદરાના ડભોઇ શહેરમાં વસઈવાલા જીન વિસ્તારમાં રખડતા કુતરાઓનો આતંક યથાવત રહ્યો છે.  બાઈક સવારના પગે બચકા ભરતા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. ઘરની બહાર કામ પતાવા નીકળેલા બાઈક સવાર, ઘરના ફરીયા પાસે આવીને કૂતરાએ પગના ભાગે બચકા ભર્યા.

  • 01 Dec 2025 09:20 PM (IST)

    આસારામના જામીન અંગેની શરતોમાં હાઈકોર્ટે આપી રાહત, સાથે સતત 3 પોલીસ કર્મી રાખવાની શરતમાંથી મળી મુક્તિ

    દુષ્કર્મી આસારામને હાઈકોર્ટથી જામીન અંગેની શરતોમાં આંશિક રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને આપેલા જામીનની શરતોમાં છૂટછાટ આપી. આસારામની આસપાસ 3 પોલીસકર્મી રાખવાની શરત હટાવવાવાળી અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે. જો કે, જામીન દરમિયાન આસારામ તેના સાધકોને નહીં મળી શકે તેવી શરત યથાવત રાખી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે 3 પોલીસકર્મી સાથે રાખવા, સાધકોને નહીં મળવાની શરત સાથે આપ્યા છે 6 મહિનાના જામીન.

  • 01 Dec 2025 08:45 PM (IST)

    વિજય ચાર રસ્તા પાસે છ રાઉન્ડ ફાયરિગનો કેસ આગળ વધારવા નથી ઈચ્છતા આરોપીના સસરા, કોર્ટ કાલે કરશે ફેંસલો

    અમદાવાદના પોશ વિસ્તાર એવા  વિજય ચાર રસ્તા પાસે ફાયરીંગ કેસના આરોપીને  છોડાવવા માટે તેના સસરાએ કોર્ટમાં આ કેસ આગળ વધારવા માંગતી નથી તેમ જણાવ્યું છે. પતિ પત્નિ વચ્ચેના ઝઘડામાં ધડાધડ છ રાઉન્ડ ફાયરીંગ કરનાર આરોપીને પકડીને પોલીસે, આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપી રાહુલ સોનીને જેલ હવાલે કર્યો હતો. મેટ્રિમોનિયલ ઝઘડા બાદ ફાયરીંગ મામલે આરોપીના સસરાએ કોર્ટમાં રજૂઆત કરી હતી. અંગત કારણોસર બનાવ બન્યો છે, ફરિયાદને આગળ લઈ જવા માંગતા નથી તેમ આરોપીના સસરાએ જણાવ્યું હતું. આરોપીના જામીન અંગે આવતીકાલે કોર્ટ આપશે નિર્ણય.

  • 01 Dec 2025 06:32 PM (IST)

    સુરતમાં સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી

    સુરતમાં સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નશાકારક પદાર્થ પીવડાવી સગીરાને શારીરિક સબંધ બાંધવા મજબુર કરતા હતા. દીકરી દ્વારા આ ઘટનાને લઈ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. લાલગેટ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દંપતી સહીત ચારને ઝડપી પાડ્યા. સગીરા લીંબાયતમાં એનજીઓ ચલાવતી મહિલા પાસે પહોંચતા મદદ મળી હતી. .છેલ્લા 12 થી 15 દિવસના સમયગાળામાં અવારનવાર મોહમ્મદ સાજીદ મિયા અને તેની પત્ની સબીનાએ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહવક્રિયના ધંધામાં ધકેલી દીધી હતી. ઘેનમાંથી બહાર આવ્યા બાદ દીકરીને કેટલીક હકીકતો માલુમ પડી હતી. સગીરાએ એક એનજીઓ મારફતે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

  • 01 Dec 2025 06:29 PM (IST)

    ગાંધીનગરમાં આવેલ રાજભવન હવેથી ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના અનુસંધાનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે ‘લોક ભવન’ રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે. ‘લોક ભવન’ તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી, પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે.

  • 01 Dec 2025 05:02 PM (IST)

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં શ્રમિકની હત્યા

    અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં શ્રમિકની હત્યાનો બનાવ બન્યો છે. અજાણ્યા શખ્સએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા મોત થયું છે. હત્યા કરવા પાછળ કારણ અકબંધ રહ્યું છે. 35 વર્ષીય ચંદ્રશેખર તોમર નામના શ્રમિકની હત્યા થઈ છે. મેઘાણીનગર નગર પોલીસે હત્યા કરનાર આરોપી ની શોધખોળ શરૂ કરી છે.

  • 01 Dec 2025 04:16 PM (IST)

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, વાડજમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે દંપતીને પકડ્યું

    ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સના જથ્થો ઝડપી પાડ્યો છે. વાડજમાં એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. કમલેશ કુમાર બિશ્નોઈ અને તેના પત્ની રાજેશ્વરી બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. 357 ગ્રામ એમ.ડી ડ્રગ્સ, જેની કિંમત કુલ 35 લાખની થાય છે.  ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા 36.40 લાખનો મુદ્દમાલા જપ્ત કર્યો છે.

    મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાન સાંચોર ખાતે થી મામાના દીકરા પાસેથી એમ.ડી ડ્રગ્સ નો જથ્થો લાવી હતી. મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. વાડજ પાસે આવેલ ખત કોલોનીમાં દંપતી ભાડાના મકાન રાખી રહેતા હતા. આરોપી દંપતી રાજસ્થાન ઝાલોર જિલ્લા રહેવાસી છે. આરોપી કમલેશ બિશ્નોઈ છેલ્લા 4 વર્ષ થી અમદાવાદ રહે છે અને પત્ની એક વર્ષ થી અમદાવાદ માં રહે છે.

  • 01 Dec 2025 04:10 PM (IST)

    સુરતના સહારા દરવાજા બ્રિજ પરથી BRTS નીચે પડતા અટકી, ટળી મોટી દુર્ઘટના

    સુરતના સહારા દરવાજા બ્રિજ પર મોટી દુર્ઘટના ટળી હતી. રિંગરોડ ફલાય ઓવર બ્રિજ પર BRTS બસનો અકસ્માત થયો હતો. બ્રિજ પરથી નીચે ઉતરતા BRTS બસ રેલિંગ સાથે અથડાઈ હતી. બસ અથડાતા રેલિંગનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. બ્રિજ પરથી બસ નીચે પડતા માંડમાંડ બચી ગઈ હતી.

  • 01 Dec 2025 03:56 PM (IST)

    ગુજરાતમાં UCC કમિટીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી

    UCC કમિટીને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દઈને ગુજરાતમાં યુસીસી કમિટીને હાઈકોર્ટની લીલીઝંડી મળી છે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલ UCC કમિટીને પડકારતી અરજી હાઈકોર્ટની ડિવિઝન ખંડપીઠે ફગાવી દીધી છે. અગાઉ આ જ અરજીને લઈને સિંગલ જજે આપેલા ચુકાદાને, અરજદારે ડિવિઝન બેન્ચમા આપ્યો હતો પડકાર. કમિટીની રચના કરવી એ સંપૂર્ણપણે રાજ્યનું એક્ઝિટ કાર્ય છે તેમ હાઈકોર્ટે અવલોકન કર્યું છે. બંધારણ દ્વારા રાજ્યને અપાયેલા પાવર મુજબ કમિટીની રચના થઈ છે. કમિટીની રચના મામલે જ્યુડિશિયલ રિવ્યૂની જરૂરિયાત નથી તેમ કહીને હાઈકોર્ટની ડિવિઝન બેંચે અરજીને ફગાવી દીધી હતી.  અગાઉ હાઇકોર્ટના સિંગલ જજે પણ અરજીને નકારી કાઢી હતી.

  • 01 Dec 2025 02:48 PM (IST)

    સુરતઃ જહાંગીર પુરામાં નિયમોનું ઉલ્લંઘન, જાહેરમાં કેક કાપીને રોડ પર કરી આતશબાજી

    સુરતઃ જહાંગીર પુરામાં નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યુ. બર્થડેની ઉજવણીમાં નિયમો નેવે મુક્યા. જાહેરમાં કેક કાપીને રોડ પર આતશબાજી કરી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • 01 Dec 2025 02:30 PM (IST)

    ભરૂચ: આમોદના દોરા ગામે વીજ કરંટથી યુવકનું મોત

    ભરૂચ: આમોદના દોરા ગામે વીજ કરંટથી યુવકનું મોત થયુ છે. વીજ ટ્રાન્સફોર્મરના પોલ પર ચઢેલા યુવકનું મોત થયુ. ઈલેક્ટ્રિક વાયરલ સાથે ચેડા કરતા દરમિયાન કરંટ લાગ્યો. યુવકનું મોત થતા પોલીસે સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.

  • 01 Dec 2025 02:11 PM (IST)

    ભરૂચ: અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

    ભરૂચ: અંકલેશ્વરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. જીતાલી ગામની સીમમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થતી હતી. ઝઘડિયા જીઆઈડીસીથી કેમિકલ સુરત લઈ જવાતું હતું. કેમિકલને બારોબાર વેચી દેવાનો આરોપ છે. 14 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી.

  • 01 Dec 2025 01:37 PM (IST)

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં સીપી રાધાકૃષ્ણન વિશે વાત કરી

    સંસદનું શિયાળુ સત્ર આજે, 1 ડિસેમ્બરથી શરૂ થયું. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનું આ પહેલું સત્ર છે. સત્રની શરૂઆત તેમના સન્માનમાં સ્વાગત ભાષણથી થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંસદમાં સીપી રાધાકૃષ્ણન વિશે વાત કરી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે અધ્યક્ષ એક ધડાકામાં બચી ગયા અને તેઓ શાકાહારી કેવી રીતે બન્યા.

  • 01 Dec 2025 01:35 PM (IST)

    ગોંડલમાં આજે 4 કેન્દ્ર પર મગફળી ટેકાના ભાવે ખરીદી બંધ રહેશે

    ગોંડલમાં આજે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાર કેન્દ્રોમાં બંધ રાખવામાં આવી છે. જામવાડી, બીલીયાળા, તાલુકા સંઘ અને કોલીથડ કેન્દ્રોમાં આજે ટેકાના ભાવે ખરીદી નહીં થાય. સંચાલકોનો આક્ષેપ છે કે જીગીશા પટેલ મગફળી કેન્દ્રોમાં ખોટી રીતે દખલગીરી કરતા હોવાથી તેમના વિરોધમાં ખરીદી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અચાનક બંધથી ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે અને હાલ પરિસ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી છે.

  • 01 Dec 2025 12:12 PM (IST)

    અમદાવાદઃ SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રન, યુવકનું મોત

    અમદાવાદઃ SG હાઇવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક યુવકને ટક્કર મારતાં મોત થયુ. ગાંધીનગરથી ઓફિસ જતા યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ શરૂ કરી છે.

  • 01 Dec 2025 12:06 PM (IST)

    ગીર સોમનાથઃ પ્રભાસ પાટણના PI એમ.વી.પટેલ સસ્પેન્ડ

    ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના PI એમ.વી. પટેલને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આ કાર્યવાહી અમલમાં મૂકી છે. માહિતી મુજબ, કાર્તિક પૂર્ણિમાના મેળાના મહત્વના સમયમાં PI પટેલ અધિકારીઓને જાણ કર્યા વગર જ બીમારીની રજા પર ઉતરી ગયા હતાં. ફરજ પર બેદરકારી અને વહીવટી ગેરશિસ્ત સામે પોલીસે કડક વલણ અપનાવતા તેમના સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે.

  • 01 Dec 2025 11:15 AM (IST)

    સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં લાખોનું ફૂલેકુ ફેરવનાર ઝડપાયો

    સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં લાખોનું ફૂલેકુ ફેરવનારો આરોપી આખરે કાયદાના ગાળે ચડ્યો છે. છેલ્લા નવ વર્ષથી ફરાર રહેલો સુશીલ જોષી ઉધના પોલીસે ઝડપી લીધો છે. તેની સામે રૂપિયા 2.8 કરોડની છેતરપિંડી કરવાનો ગંભીર આરોપ છે. માહિતી મુજબ, સુશીલે વિવિધ વેપારીઓ પાસેથી માલની ખરીદી કરીને પૈસા ચૂકવ્યા વગર ગાયબ થઈ ગયો હતો અને વેપારીઓને ચૂનો ચોપડી દીધો હતો. લાંબા સમયથી ચાલતી તપાસ બાદ પોલીસે તેને પકડી પાડીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

  • 01 Dec 2025 10:16 AM (IST)

    કચ્છ: સૂરજબારી પુલ નજીક LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ

    કચ્છ: સૂરજબારી પુલ નજીક LPG ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટનો લાઇવ વીડિયો સામે આવ્યો. ટેન્કર બ્લાસ્ટ થતાં આજુ બાજુના ચાર જેટલા ટ્રકો બળીને ખાખ થઇ ગઇ. કચ્છ, મોરબી સહિતની ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો.

  • 01 Dec 2025 10:09 AM (IST)

    સુરત: ઉધના મગદલ્લા રોડ પર અકસ્માતમાં બાઈકચાલકનું મોત

    સુરત: ઉધના મગદલ્લા રોડ પર અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયુ છે. સ્ટેરિંગ પરથી કાબૂ જતા બાઈકચાલકનો અકસ્માત થયો. બાઈકચાલકે હેલમેટ પણ ન પહેર્યુ હોવાની પ્રાથમિક માહિતી છે. યુનિવર્સિટીથી ગ્રેટ લાઈનર બ્રિજ ઉતરતા દરમિયાન અકસ્માત થયો. અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતક યુવક યુ-ટ્યુબ પર વ્લોગિંગ કરતો હોવાનું સામે આવ્યું છે.

  • 01 Dec 2025 09:58 AM (IST)

    વલસાડ: ભાગડાવડા ગામમાં બાળકી પર શ્વાનનો હુમલો

    લસાડના ભાગડાવડા ગામમાં એક નાની બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાળકી રમતી હતી ત્યારે અચાનક ભટકતું શ્વાન તેની તરફ લપક્યું હતું. ઘટના સ્થળે હાજર સ્થાનિક મહિલાઓએ તાત્કાલિક દોડી જઈ બાળકીને શ્વાનના હુમલાથી બચાવી લીધી હતી. આ બનાવ બાદ ગામમાં શ્વાનના વધતા આતંક અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોએ સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.

  • 01 Dec 2025 08:22 AM (IST)

    જામનગર: બે માળના મકાનની છત ધરાશાયી થતા દોડધામ

    જામનગર: બે માળના મકાનની છત ધરાશાયી થતા દોડધામ મચી. છત ધરાશાયી થતા બે ભાડૂઆત કાટમાળ નીચે દબાયા. બે પૈકી એકની હાલત ગંભીર છે. મોટાપીર ચોક વિસ્તારમાં મોડી રાત્રે ઘટના બની. ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ. બન્ને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.

  • 01 Dec 2025 07:47 AM (IST)

    જમ્મુ-કાશ્મીરના શોપિયામાં NIA કાર્યવાહી

    દિલ્લીઃ બ્લાસ્ટ કેસમાં NIAએ દરોડા પાડ્યા.જમ્મુ-કાશ્મીરના શોપિયામાં NIAએ કાર્યવાહી કરી. નાદીગામમાં મૌલવી ઇરફાનના ઘરે દરોડા પાડ્યા. મૌલવી ઇરફાન NIAની કસ્ટડીમાં છે. પુલવામાં પણ NIAએ કાર્યવાહી કરી.

  • 01 Dec 2025 07:33 AM (IST)

    અમદાવાદ: પંજાબના હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ

    અમદાવાદ: પંજાબના હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ થઇ. ગુજરાત ATS અને જામનગર SOGએ સંયુક્ત કાર્યવાહી કરી. એક મહિના પહેલા પંજાબના અમૃતસરમાં હત્યા થઈ હતી. પંજાબ પોલીસે ગુજરાત ATSને આરોપી અંગે જાણ કરી હતી. ફરાર આરોપી જામનગરની કંપનીઓમાં છૂટક માહિતી કામ કરતો હતો. ATS અને જામનગર SOGએ હત્યાના આરોપીને દબોચ્યો.

Published On - Dec 01,2025 7:30 AM

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">