03 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCના દરોડા, 4.18 લાખની કિંમતનો 1153 બોટલ દારૂ કબજે
આજે 03 ઓક્ટોબરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરાઃ સાવલી રોડ પર ડમ્પરમાં અચાનક આગ
વડોદરાના સાવલી રોડ પર આસોજ ગામ નજીક પસાર થઈ રહેલા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં ડમ્પરનો ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ, મંજુસર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
-
જામનગરઃ માંછરડા ગામે મોડી રાત્રે દીપડાના આંટાફેરા
જામનગરના માંછરડા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂતના મોબાઈલ કેમેરામાં દીપડાની હરકત કેદ થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે.
-
-
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ કેસમાં મોટો ખુલાસો
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઈટમાં થયેલા હંગામા અને હુમલાના કેસમાં હુમલો કરનાર કો-પાયલોટની ઓળખ સામે આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ કો-પાયલોટનું નામ હમામ-અલ-હમામ્મી હોવાનું સામે આવ્યું છે. ચાલુ ફ્લાઈટમાં થયેલા હુમલાને પગલે 170 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. હમામ-અલ-હમામ્મી પર અગાઉ ઓમાન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હોવાના આધારે પ્રતિબંધ લગાવાયો હોવાનું જણાવાયું છે.
-
અમદાવાદઃ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMCના દરોડા
આજે 03 ઓક્ટોબરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Oct 03,2026 7:36 AM
