8 માર્ચના મહત્વના સમાચાર: કોંગ્રેસની પહેલી યાદી જાહેર, રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2024 | 9:57 PM

આજે 8 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

8 માર્ચના મહત્વના સમાચાર: કોંગ્રેસની પહેલી યાદી જાહેર, રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, બેઠકમાં 60 ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમાંથી 40 નામ નક્કી કરી લેવામાં આવ્યા છે, સ્વીડન સત્તાવાર રીતે NATOમાં સામેલ થયુ. મધ્યપ્રદેશમાં આર્ટીકલ 370 ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી. દેશ-દુનિયાના તમામ સમાચાર વાંચો અહીં

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Mar 2024 07:30 PM (IST)

    કોંગ્રેસની પહેલી યાદી જાહેર, રાહુલ ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

    કોંગ્રેસે આજે લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે. ત્રિવેન્દ્રમથી શશી થરૂરને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ લડશે લોકસભાની ચૂંટણી. કોંગ્રેસે અનેક મોટા નેતાઓને ઉમેદવાર જાહેર કર્યાં છે.

  • 08 Mar 2024 06:42 PM (IST)

    રાહુલ ગાંધીએ પાવાગઢ તળેટીમાં માતાજીના કર્યાં દર્શન

    ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પાવાગઢ તળેટીમાં માતાજીના કર્યાં દર્શન હતા. રાહુલે મહાકાળી માતાને ધજા ચડાવવા માટે રકમની ચુકવણી પણ કરી હતી. અમિત ચાવડા સહિતના સ્થાનિક નેતાઓ સાથે માતાજીના દર્શન કર્યાં હતા. આ પૂર્વે રાહુલ ગાંધીએ ગોધરા પાસેના ગણપતિ મંદિરમાં પણ દર્શન કર્યા હતા

  • 08 Mar 2024 06:27 PM (IST)

    EDએ શરદ પવારના પૌત્ર રોહિત પવારની સુગર મિલની 50 કરોડની સંપતિ જપ્ત કરી

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સુપ્રીમો શરદ પવારના પૌત્ર રોહિત પવારની માલિકીની ખાંડની મિલની રૂ. 50 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી કથિત મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કૌભાંડમાં ED દ્વારા હાથ ધરવામાં આવેલી મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત છે.

  • 08 Mar 2024 05:55 PM (IST)

    લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ફૂડ પોઈજનિંગ

    ગાંધીનગરમાં રાત્રે લગ્નમાં ભોજન બાદ 42 લોકોને ફૂડ પોઈજનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યુ છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ઝાડા-ઊલ્ટીની અસર જોવા મળી હતી. ઘટનાને પગલે ફૂડ પોઈજનિંગના શિકાર થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

  • 08 Mar 2024 05:38 PM (IST)

    બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી વચ્ચે પંચાયત સદસ્ય 2 દિવસથી ગૂમ

    છાપીના સરપંચે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, ગ્રામ પંચાયતના સભ્ય ગૂમ થઈ ગયા છે. છેલ્લા બે દિવસથી હરેશ ચૌધરી ગૂમ થઈ જવાને લઈ તેમને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનોએ બે દિવસથી શોધખોળ કરવા છતાં તેમની કોઇ ભાળ નહીં મળતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

  • 08 Mar 2024 05:09 PM (IST)

    દિલ્હીમાં રસ્તા પર નમાઝ પઢવાને લઈ બબાલ, ટોળાએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

    દિલ્હીમાં રસ્તાઓ પર નમાઝ પઢવાને લઈને હોબાળો થયો છે. દિલ્હી પોલીસના એક જવાને નમાજ પઢતા લોકો સાથે ગેરવર્તણૂક કર્યો હોવાનો આક્ષેપ છે, જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા અને ઈન્દ્રલોક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.

  • 08 Mar 2024 04:25 PM (IST)

    પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ, BSF ફાયરિંગમાં એક ઠાર

    રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ફરી એકવાર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા BSF જવાનોએ એક ઘુસણખોરને ઠાર માર્યો છે. આ કેસ કેસરીસિંહપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. તમને જણાવી દઈએ કે સરહદ પરથી એક ઘૂસણખોર ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને આવું કરતા જોઈને બીએસએફના જવાનોએ તેને રોકવાની સૂચના આપી પરંતુ તે માન્યા નહીં. જેના પર BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ઘુસણખોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

  • 08 Mar 2024 03:48 PM (IST)

    PM મોદી 25 માર્ચ પછી દેશભરમાં 150 થી વધુ ચૂંટણી સભાઓ કરશે

    લોકસભા ચૂંટણીની જાહેરાત ભલે હજુ જાહેર કરવામાં આવી નથી તેમ છતાં તમામ પક્ષોએ ચૂંટણીની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ વખતે લોકસભા ચૂંટણીની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. 25 માર્ચ પછી પીએમ મોદી દેશભરમાં જોરશોરથી પ્રચાર કરશે. PM મોદી દેશભરમાં લગભગ 150 ચૂંટણી સભાઓ અને રોડ શો કરશે, જ્યારે દક્ષિણ ભારતમાં PM મોદી 35 થી 40 ચૂંટણી સભાઓ કરશે. પીએમ મોદી યુપીમાં 15 થી વધુ રેલીઓ અને રોડ શો કરશે.

  • 08 Mar 2024 02:04 PM (IST)

    રાજ્યમાં તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગની આગાહી

    • આગામી દિવસોમાં ગરમીમાં શેકાવા રહેવુ પડશે તૈયાર
    • તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગની આગાહી
    • 2 થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા
    • રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે
    • અમદાવાદમાં લઘુત્તમ તાપમાન15.5 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી
    • ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી
    • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા
    • સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન રાજકોટ, અમરેલી અને, કેશોદમાં નોંધાયું
    • હાલ પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ
  • 08 Mar 2024 01:58 PM (IST)

    રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત

    રાજસ્થાનના કોટામાં શિવ શોભાયાત્રા દરમિયાન મોટો અકસ્માત, ઈલેક્ટ્રીક શોક લાગવાથી 14 બાળકો દાઝી ગયા, હાલત ગંભીર

  • 08 Mar 2024 01:52 PM (IST)

    મહારાષ્ટ્ર CM એકનાથ શિંદે આજે દિલ્હી આવશે, બેઠક વહેંચણી પર કરશે ચર્ચા

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ભાજપના ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કરશે. બેઠકની વહેંચણી માટે આ ચર્ચા થવાની છે. મુખ્યમંત્રી શિંદે આજે દિવસભર કોલ્હાપુર અને સાંગલી જિલ્લાના પ્રવાસે છે. આ પ્રવાસ અધવચ્ચે છોડીને શિંદે દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે.

  • 08 Mar 2024 01:09 PM (IST)

    ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઇ મહત્વના સમાચાર

    • બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને જાણ કરી દેવાઇ
    • ગેનીબેન ઠાકોરે પ્રચારના પણ કર્યા શ્રીગણેશ, ઔપચારિક જાહેરાત બાકી
    • વલસાડ બેઠક પરથી અનંત પટેલને પણ જાણ કરી દેવાઈ
    • અમદાવાદ બેઠક પરથી ભરત મકવાણા કોંગ્રેસની પહેલી પસંદ
    • રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ ગુજરાતના ઉમેદવારોની થશે જાહેરાત
    • આજે જાહેરાત થનાર કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોની શક્યતા નહિવત
  • 08 Mar 2024 12:48 PM (IST)

    અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની મોટા પાયે બદલીઓ

    • અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની મોટા પાયે બદલીઓ
    • 62 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂંક અને બદલી કરવામાં આવી
    • 23 પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી
    • બદલી સાથે આવેલાં 39 પીઆઇને પોલીસ સ્ટેશનમાં ચાર્જ સોંપવામાં આવ્યો
  • 08 Mar 2024 12:27 PM (IST)

    લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ લોન્ચ કર્યુ અભિયાન

    આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પાર્ટીએ દિલ્હી માટે પ્રચારની પંચલાઈન રાખી છે કે “સંસદમાં પણ કેજરીવાલ, તો દિલ્હી થશે વધુ ખુશહાલ”. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દિલ્હીમાં અભિયાનની શરૂઆત કરી હતી.

  • 08 Mar 2024 12:02 PM (IST)

    લોકસભા ચૂંટણી: ભાજપની બીજી યાદીને લઈ મહત્વના સમાચાર

    લોકસભા ચૂંટણીમાં ભાજપની બીજી યાદીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મહિલા ઉમેદવારોને ટિકિટ મળી શકે છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની 26 લોકસભાની બેઠક પર ભાજપે 15 ઉમેદવારના નામ જાહેર કર્યા છે ત્યારે 11 ઉમેદવારના નામ આગામી સમયમાં જાહેર થઈ શકે છે.

  • 08 Mar 2024 11:48 AM (IST)

    દાહોદમાં રાહુલ ગાંધીની યાત્રામાં ‘મોદી મોદી’ના નારા લાગ્યા

    • દાહોદમાં રાહુલ ગાંધીની યાત્રામાં ‘મોદી મોદી’ના નારા લાગ્યા
    • દાહોદ પહોંચેલી ન્યાય યાત્રામાં નારા લાગ્યા
    • તળાવ ઉપરથી રાહુલ ગાંધી પસાર થતાં લાગ્યા નારા
  • 08 Mar 2024 11:24 AM (IST)

    પીએમ મોદીએ જયા કિશોરીને સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો

    દિલ્હીમાં પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે  જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો.

  • 08 Mar 2024 11:03 AM (IST)

    સુરત: લીંબાયતના એક જ પરિવારના ત્રણનો સામૂહિક આપઘાત

    1. સુરત: લીંબાયતના એક જ પરિવારના ત્રણનો સામૂહિક આપઘાત
    2. તેલગુ પરિવાર દ્વારા ભરવામાં આવ્યું છે પગલુ
    3. પિતાએ બાળકને આપી હતી ઝેરી દવા
    4. પત્ની ને પણ ઝેરી દવા આપી હતી
    5. પિતા એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    6. સાત વર્ષના બાળકનું પણ મોત
    7. મૃતકે તેલગુ ભાષામાં એક વીડિયો પણ બનાવ્યો છે
    8. એક ચિઠ્ઠી પણ મળી આવી છે
    9. લીંબાયતના રુસ્તમ પાર્ક નો બનાવ
    10. પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 08 Mar 2024 10:22 AM (IST)

    કેન્સરની સારવારમાં કોરોનાની રસીનો ઉપયોગ થઈ રહ્યો છે – જો બાઈડેન

    અમેરિકી સંસદને સંબોધતા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે કોરોનાની રસીનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરવામાં આવી રહ્યો છે. કોરોના વેક્સીનની આડ અસરને લઈને વિશ્વભરમાં ઉભા થઈ રહેલા સવાલો વચ્ચે કેન્સરની સારવારમાં તેનો ઉપયોગ નવી ચર્ચા શરૂ કરી શકે છે.

  • 08 Mar 2024 10:11 AM (IST)

    અંબાજી ગબ્બરની રોપ-વે સેવા 6 દિવસ બંધ

    મહાશિવરાત્રી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો કે તમે અંબાજી દર્શન કરવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો આ સમાચાર વાંચજો,કારણ કે 6 દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે.

  • 08 Mar 2024 09:21 AM (IST)

    PM મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય લેખક પુરસ્કારનું વિતરણ કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજધાનીના ભારત મંડપમ ખાતે એક કાર્યક્રમ દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કાર એનાયત કરશે અને આ દરમિયાન તેઓ સભાને સંબોધશે. રાષ્ટ્રીય લેખક પુરસ્કારએ વાર્તા કહેવાની, સામાજિક પરિવર્તનની હિમાયત, પર્યાવરણીય ટકાઉપણું, શિક્ષણ અને ગેમિંગમાં શ્રેષ્ઠતા અને પ્રભાવને ઓળખવાનો પ્રયાસ છે.

  • 08 Mar 2024 08:57 AM (IST)

    સુરત : પલસાણામાં શંક્સ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો, 24 લાખ રૂપિયાનું ઘી સીઝ કરી સેમ્પલ તપાસ માટે મોકલાયું

    સુરતઃ ઘી  લાભદાયક માનવામાં આવે છે. જાણકારો અનુસાર ઘી ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ લેવલ જળવાઈ રહે છે. આ સાથે તે હાડકાંને મજબૂત કરવા અને ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પણ સુરતમાં ઘી સ્વસ્થ્યમા સુધારો નહીં પણ તબિયત નાદુરસ્ત કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના પલસાણામાં LCBએ બનાવટી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારખાનામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. મારૂતિ ઈન્ડસ્ટ્રીયલમાં આવેલી શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 24 લાખથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરાઈ છે. સેમ્પલ લઈ કારખાનું સિઝ કરવામાં આવ્યું છે .

  • 08 Mar 2024 08:18 AM (IST)

    સુરત : સિંગણપોરમાં આતંક મચાવવાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, કોમ્બિંગ કરી તલવારો સાથે 2 તોફાનીઓની ધરપકડ કરાઈ

    સુરતમાં અસામાજિક તત્વો એટલા બેફામ બન્યા છે કે શહેરમાં પોલીસ પણ છે એ વિચાર કે કાયદો અને વ્યવસ્થાનો ડર પણ રહ્યો નથી. કેટલાક તોફાની તત્વોએ સિંગણપોર વિસ્તારમાં તોડફોડ અને રીતસરનો આંતક મચાવ્યો હતો જોકે હવે પોલીસે પિતાનો અસલી પરચો બતાવ્યો છે. જાણો શું થયું તોડફોડની ઘટના બાદ સિંગણપોર વિસ્તારમાં ડીજેની સામાન્ય તકરાર બાદ તોડફોડ, દહેશત અને આતંક ઉભા કરે તેવા આ દ્રશ્યો સુરતના સિંગણપોર વિસ્તારમાંથી સામે આવ્યા હતા જ્યાં બુધવાર રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.એક બાદ એક વાહનમાં તોડફોડ કરી ગોવિંદનગરમાં ડી.જે.માં થયેલા ઝઘડાની અદાવતમાં લોકોને ભયભીત બનાવી દીધા હતા. ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતા. અસામાજિકતત્વોએ કાર અને બાઈક સહિત ૧૦ જેટલા વાહનોને નિશાને લીધા હતા.

  • 08 Mar 2024 07:41 AM (IST)

    રશિયા-યુક્રેન વચ્ચે નાટોનું 32મું સભ્ય બન્યું સ્વીડન, યુએસએ કરી જાહેરાત

    સ્વીડન ગુરુવારે ટ્રાન્સ-એટલાન્ટિક લશ્કરી જોડાણના 32મા સભ્ય તરીકે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)માં ઔપચારિક રીતે જોડાયું. સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને એક સમારંભની અધ્યક્ષતા કરી હતી, જેમાં સ્વીડનના જોડાણમાં જોડાવાનું સાધન સત્તાવાર રીતે વિદેશ વિભાગને સુપરત કરવામાં આવ્યું હતું.

  • 08 Mar 2024 06:51 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ આસામના પ્રવાસે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની બે દિવસીય મુલાકાતે જશે અને 18 હજાર કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બાદમાં તેઓ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે.

  • 08 Mar 2024 06:28 AM (IST)

    મહાશિવરાત્રી પર ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની સવારની આરતીના કરો દર્શન

Published On - Mar 08,2024 6:27 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">