19 ઓકટોબરના મહત્વના સમાચાર : બાંગ્લાદેશ સામેની શાનદાર જીત પર આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે – PM મોદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 12:04 AM

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે. અમિત શાહ આજે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જનસભાને સંબોધશે. તેલંગાણા ચૂંટણીને લઈને તેલંગાણા બીજેપી કોર ગ્રુપની બેઠક આજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાશે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે શાહજહાંપુર આવશે. ન્યૂઝક્લિકના સ્થાપક અને HR વડાની ધરપકડ સામેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

19 ઓકટોબરના મહત્વના સમાચાર : બાંગ્લાદેશ સામેની શાનદાર જીત પર આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે - PM મોદી
Gujarat latest live news and Breaking News today 19th October 2023

ઇન્દ્રસેના રેડ્ડી નલ્લુને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઝારખંડના પૂર્વ સીએમ રઘુવર દાસને ઓડિશાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. યુએસના વીટો બાદ યુએનએસસી ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી. વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું લોકાર્પણ કરશે. અમિત શાહ આજે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જનસભાને સંબોધશે. તેલંગાણા ચૂંટણીને લઈને તેલંગાણા બીજેપી કોર ગ્રુપની બેઠક આજે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાશે.

સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજે શાહજહાંપુર આવશે. ન્યૂઝક્લિકના સ્થાપક અને HR વડાની ધરપકડ સામેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Oct 2023 10:59 PM (IST)

    બાંગ્લાદેશ સામેની શાનદાર જીત પર આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે – PM મોદી

    ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, બાંગ્લાદેશ સામેની શાનદાર જીત બદલ આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. વર્લ્ડ કપ દરમિયાન આપણી ટીમ શાનદાર ફોર્મમાં છે. આગામી મેચ માટે શુભેચ્છાઓ.

  • 19 Oct 2023 10:32 PM (IST)

    PM મોદી આવતીકાલે દેશની પહેલી RapidXનું કરશે લોકાર્પણ

    PM નરેન્દ્ર મોદી, આવતીકાલ 20 ઓક્ટોબરને શુક્રવારના રોજ ગાઝિયાબાદથી દેશની પ્રથમ રેપિડ રેલ રેપિડએક્સને ફ્લેગ ઓફ કરશે. દિલ્હી અને મેરઠ વચ્ચેના 82 કિલોમીટર લાંબા કોરિડોરના પ્રથમ તબક્કામાં, આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. શુક્રવારે લોકાર્પણ કર્યા પછી, સામાન્ય લોકો દ્વારા રેપિડએક્સમાં મુસાફરી કરી શકશે.

  • 19 Oct 2023 03:34 PM (IST)

    કચ્છના રાપર પાસે આવ્યો ભૂકંપ, કેન્દ્રબિંદુ રાપર કચ્છથી 18 કિમી દૂર

    • કચ્છના રાપર પાસે આવ્યો ભૂકંપ
    • બપોરે 3:05 કલાકે 2.9 ની તીવ્રતાનો ભૂકંપ
    • ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર કચ્છથી 18 કિમી દૂર
  • 19 Oct 2023 03:13 PM (IST)

    લાઉડ સ્પીકરનો જાહેરમાં ઉપયોગ પહેલા લાયસન્સ લેવું ફરજિયાત

    રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ વિવાદ મુદ્દે થયેલી અરજીમાં અમદાવાદ પોલીસનું સોગંદનામુ રજૂ કર્યુ છે. લાઉડ સ્પીકર વેચનારે તેમાં સાઉન્ડ લિમિટર ઈન્સ્ટોલ કરવું ફરજિયાત છે. લાઉડ સ્પીકર ખરીદનારે જાહેરમાં ઉપયોગ પહેલા લાઈસન્સ લેવું ફરજિયાત છે. તો પોલીસની પરવાનગી વગર જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

  • 19 Oct 2023 03:07 PM (IST)

    ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં દરોડા, 851 રેડ કરીને 152 લોકો સામે 103 ગુના

    • ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં દરોડા
    • ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સ્પા અને હોટેલ પર દરોડા
    • ગૃહરાજ્ય મંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ગેરકાયદેસર સ્પા અને દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ પર રેડ કરીને કડક કાર્યવાહી કરવા આપી હતી સૂચના
    • સમગ્ર રાજ્યમાં આ રેડની કાર્યવાહી હાલ પણ ચાલુ
    • આજ સવાર સુધીમાં 851 રેડ કરીને 152 લોકો સામે 103 ગુના દાખલ
    • પોલીસ દ્વારા 105 આરોપીઓની ધરપકડ કરી 27 જેટલા સ્પા અને હોટલના લાયસન્સ રદ
  • 19 Oct 2023 02:04 PM (IST)

    હિઝબુલ્લાએ સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથક પર કર્યો હુમલો

    રાષ્ટ્રપતિ જો બાઈડન હાલ જ ઇઝરાયેલથી પાછા ફર્યા હતા જ્યારે હિઝબુલ્લાએ યુએસ લશ્કરી થાણા પર રોકેટ છોડ્યું હતું. TV9ને મળેલી માહિતી અનુસાર, બાઈડનના પરત ફર્યા બાદ સીરિયામાં અમેરિકાના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સહયોગી સેનાના કેટલાક સૈનિકો અહીં ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

  • 19 Oct 2023 01:24 PM (IST)

    રાજકોટ શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા, 5૦થી વધુ જગ્યા પર પોલીસનુ ચેકિંગ

    • રાજકોટ શહેરમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસના દરોડા
    • 5૦થી વધુ સ્પામાં પોલીસ વિભાગનું ચેકિંગ
    • 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ
    • સ્પા સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી
    • સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્લી, મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપિસ્ટ કરે છે કામ
  • 19 Oct 2023 01:13 PM (IST)

    હરિયાણાના નુહમાં 2.0ની તીવ્રતાનો ભૂકંપ

    હરિયાણાના નુહમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 2.0 માપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપની ઊંડાઈ 5 કિલોમીટર હતી. આ ભૂકંપ બપોરે 12.23 કલાકે આવ્યો હતો.

  • 19 Oct 2023 01:02 PM (IST)

    અમદાવાદ શહેરમાં સવારના આઠથી રાતના 10 સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં

    • અમદાવાદ શહેરમાં સવારના આઠથી રાતના 10 સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં
    • અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેર નામાને હાઇકોર્ટે આપી બહાલી
    • શહેરી ટ્રાફિકને ધ્યાને લઈને પોલીસ કમિશનરે બહાર પાડ્યું હતું જાહેરનામું
  • 19 Oct 2023 12:36 PM (IST)

    ખેડામાં નવરાત્રી દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારતા પોલીસને 14 દિવસની જેલ

    ખેડામાં નવરાત્રી દરમિયાન આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલામાં આરોપી પોલીસ કર્મચારીઓને હાઇકોર્ટે સજા ફટકારી છે. હાઇકોર્ટે આરોપી પોલીસ કર્મચારીઓને 14 દિવસ સાદી કેદની સજા ફટકારી છે. ખેડામાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારાના આરોપીઓને પોલીસ કર્મીઓએ જાહેરમાં માર માર્યો હતો.

  • 19 Oct 2023 11:57 AM (IST)

    પીએમ મોદી 21 ઓક્ટોબરે ગ્વાલિયર જશે

    PM નરેન્દ્ર મોદી જ્યોતિરાદિત્ય સિંધિયાના આમંત્રણ પર 21 ઓક્ટોબરે ગ્વાલિયર જશે. પીએમ ત્યાં સિંધિયા સ્કૂલની 125મી વર્ષગાંઠના કાર્યક્રમમાં ભાગ લેશે. સુરક્ષા માટે 3000 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત રહેશે. વડાપ્રધાન સાંજે 5 થી 6:30 દરમિયાન સ્થાપના દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ અને સિંધિયા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ આર.એસ. પવાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવો..

  • 19 Oct 2023 11:25 AM (IST)

    બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારી બચાવ્યો જીવ

    કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ વિસ્ફોટ દરમિયાન એક વ્યક્તિ છતના ફ્લોર પર ફસાઈ ગયો હતો. આખી છત અને તેની નીચેનો એક માળ આગની લપેટમાં આવી ગયો હતો. તે વ્યક્તિએ આગથી બચવા માટે ત્યાંથી કૂદી પડ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો.

  • 19 Oct 2023 09:35 AM (IST)

    Gujarat Weather Forecast: આજે છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના

    Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે.તો આગામી 7 દિવસ વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતા નથી.જો કે અરબી સમુદ્રમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. જેના પગલે વાવાઝોડામાં પરિવર્તન થાય તેવી સંભાવના છે.તેમજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

  • 19 Oct 2023 09:34 AM (IST)

    Israel-Hamas Warથી ભારતીય રોકાણકારોને 2 લાખ કરોડનું નુકસાન

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ભારતમાં રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ. બીજી તરફ સોનાના રોકાણકારો માટે જંગી કમાણી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે વૈશ્વિક શેરબજાર પર તેની વિપરીત અસર પડી રહી છે અને તેના કારણે ભારતીય શેરબજારો પર પણ તેની અસર જોવા મળી હતી.

  • 19 Oct 2023 08:11 AM (IST)

    જામનગરમા અંધશ્રદ્ધામાં ભાઈ બહેને ભેગા મળી નાની બહેનની કરી હત્યા

    અંધશ્રદ્ધામાં મોટા ભાઈ અને મોટી સગીર બહેનએ પોતાની જ નાની બહેનની હત્યા કરી હોવાની સનસનાટી ભરેલી ઘટના સામે આવી છે. ધ્રોલના હજામચોરા ગામે 15 વર્ષીય બહેનની હત્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રાથમિક રીતે મળતી માહિતિ પ્રમાણે બંને બહેનો સમયાંતરે ધુણતી હતી જો કે નાની બહેન ધુણે છે તે આપણા ઘર માટે સારુ નહી તેવું મોટા ભાઈને સમજાવી બંને એ ભેગા મળીને હત્યા કરી હતી. મુળ દાહોદના એવા ભાઈ બહેન ખેતમજુરી માટે આવ્યા હતા. ધ્રોલ પોલીસે આરોપી ભાઈ બહેન પર હત્યાનો ગુમો દાખલ કર્યો છે.

  • 19 Oct 2023 06:34 AM (IST)

    Toronto: કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને રહી રહીને નવરાત્રી પર મા દુર્ગાની આવી યાદ, ગણાવ્યો સૌથી પવિત્ર તહેવાર

    Toronto: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવરાત્રીના તહેવાર નિમીત્તે ત્યાં સ્થાયી હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી. જસ્ટિન ટ્રુડોએ તેમના સત્તાવાર X હેન્ડલ પર શુભેચ્છા પોસ્ટ કરી છે. તેમની નવરાત્રી પરની આ શુભેચ્છા એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે તણાવની સ્થિતિ છે. 18 સપ્ટેમ્બરે ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કેનેડાએ એક ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.ભારતે પણ કેનેડાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કેનેડાના રાજદૂતને દેશ છોડવા કહ્યું હતું. ટ્રુડો દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોને પણ ભારતે ફગાવ્યા હતા.

  • 19 Oct 2023 06:33 AM (IST)

    દરેક ઇઝરાયેલના મગજમાં નરસંહારની છબીઓ: યુએનમાં ઇઝરાયેલના રાજદૂત

    યુએનમાં ઇઝરાયલના રાજદૂત ગિલાડ એર્ડને જણાવ્યું હતું કે દાયકાઓમાં સૌથી વધુ ક્રૂર અને મોટા પાયે આતંકવાદી હુમલો, 9/11 કરતા પણ મોટો, 11 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો અને કાઉન્સિલ પહેલેથી જ ભૂલી ગઈ હોય તેવું લાગે છે. ઑક્ટોબર 7 ના હત્યાકાંડની છબીઓ અને ફૂટેજ મારા મગજમાં અને દરેક ઇઝરાયેલના મગજમાં કાયમ માટે કોતરાઈ ગયા છે. હજારો બર્બર હમાસ નાઝીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને 1,400 નિર્દોષ ઇઝરાયેલીઓની નિર્દયતાથી હત્યા કરી.

  • 19 Oct 2023 06:32 AM (IST)

    કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સુરતમાં નવરાત્રી આરતીમાં હાજરી આપી હતી

    સુરત, ગુજરાત: કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે સુરત જીમખાના ખાતે નવરાત્રી આરતીમાં હાજરી આપી હતી.

  • 19 Oct 2023 06:31 AM (IST)

    ગાઝા, વેસ્ટ બેંકને US$100 મિલિયનની સહાય

    યુએસ પ્રમુખ બિડેને ગાઝા, વેસ્ટ બેંક માટે US $ 100 મિલિયનની માનવતાવાદી સહાયની જાહેરાત કરી.

  • 19 Oct 2023 06:30 AM (IST)

    અમિત શાહ આજે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં જનસભાને સંબોધશે

    છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે આદિવાસી બહુલ બસ્તર ક્ષેત્રમાં જગદલપુર અને કોંડાગાંવમાં જાહેર સભાઓને સંબોધશે. આ વિસ્તારમાં રાજ્યની 20 વિધાનસભા બેઠકો છે, જેના પર 7 નવેમ્બરે મતદાન થશે. બાકીની 70 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થવાનું છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે.

  • 19 Oct 2023 06:29 AM (IST)

    વડાપ્રધાન મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 4:30 વાગ્યે ઉદ્ઘાટન કરશે. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે.

Published On - Oct 19,2023 6:28 AM

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">