AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: 300 કરોડના ડ્રગ્સ કેસમાં લલિત પાટીલની ધરપકડ બાદ બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, હવે આક્ષેપો કરનારાના મોં થશે બંધ!

Maharashtra News: નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યુ કે ડ્રગ કેસમાં આરોપી લલિત પાટીલની પૂછપરછમાં ઘણા મોટા ખૂલાસા થશે. જેનાથી અનેક લોકોના મોં બંધ થઈ જશે. સાથે જ સસુન હોસ્પિટલ હોય કે અન્ય કોઈ, દરેક પ્રકારની તપાસ ચાલી રહી છે. ગૃહમંત્રી ફડણવીસે ચેતવણી આપી છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને છોડવામાં નહીં આવે. મુંબઈ પોલીસે 6 ઑક્ટોબરે કહ્યું હતું કે તેમણે 300 કરોડ રૂપિયાની કિંમતનું 151 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યુ છે અને છેલ્લા બે મહિના સુધી ચાલેલા ઓપરેશનમાં વિવિધ શહેરોમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે.

Mumbai: 300 કરોડના ડ્રગ્સ કેસમાં લલિત પાટીલની ધરપકડ બાદ બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ, હવે આક્ષેપો કરનારાના મોં થશે બંધ!
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 11:50 PM
Share
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યુ કે અંદાજિત 300 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ મળવા મામલે આરોપી લલિત પાટીલની ધરપકડ બાદ રાજ્યમાં ડ્રગની તસ્કરી અને તેના નેટવર્ક અંગે મોટા ખૂલાસા થશે. મુંબઈ પોલીસના આ નિવેદન બાદ તેમણે પાટીલની બેંગલુરુ નજીકથી ધરપકડ કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પૂણેમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા જેમા તેમણે દાવો કર્યો હતો કે પાટીલની ધરપકડથી ડ્રગ્સ તસ્કરીની મોટી સાંઠગાંઠો પર્દાફાશ થશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યમાં લલિત પાટિલ અને ડ્રગ્સ વચ્ચેની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ ટૂંક સમયમાં થશે. જે લોકો હાલમાં રાજ્યની બાબતોમાં એલફેલ વાતો કરી રહ્યા છે, તેમના મોં સંપૂર્ણપણે બંધ થઈ જશે. એક અધિકારીએ પહેલા જણાવ્યુ હતુ કેપૂણેની યરવડા જેલના કેદી પાટીલની મંગળવારે રાત્રે મુંબઈની સાકીનાકા પોલીસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે મુંબઈ પોલીસની ટીમે બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચેની એક હોટલમાંથી લલિત પાટીલની ધરપકડ કરી છે. પાટીલ 2 ઓક્ટોબરે પૂણેની સરકારી સસૂન જનરલ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો જ્યારે તેને એક્સ-રે માટે લઈ જવામાં આવ્યો હતો.

‘કોઈને પણ બક્ષવામાં નહીં આવે’

હોસ્પિટલમાંથી પાટીલના ભાગવા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે કહ્યું કે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. આ મામલે તપાસ ચાલી રહી છે. જે લોકોએ ભૂલ કરી છે તે તમામને કાર્યવાહીનો સામનો કરવો પડશે. પાટિલના હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા બાદ નવ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે પાટીલ કરોડો રૂપિયાના મેફેડ્રોન જપ્તી કેસમાં વોન્ટેડ હતો, જેનો સાકીનાકા પોલીસે નાસિકની એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા બાદ પર્દાફાશ કર્યો હતો. તેણે કહ્યું કે તે આ કેસમાં પકડાયેલો 15મો આરોપી છે.

પાટીલ 23 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈ પોલીસે 6 ઑક્ટોબરે કહ્યું હતું કે તેમણે 300 કરોડ રૂપિયાની કિંમતનું 151 કિલોગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યુ છે અને છેલ્લા બે મહિના સુધી ચાલેલા ઓપરેશનમાં વિવિધ શહેરોમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નાસિકમાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ધરપકડ બાદ, પાટીલને બુધવારે અંધેરીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પોલીસે પાટીલની કસ્ટડી કેમ માંગી?

પોલીસે પાટીલની કસ્ટડીની માંગણી કરતા કહ્યું કે આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા આરોપીએ તેનું નામ જાહેર કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રિકવર કરાયેલા શંકાસ્પદ કોલ ડેટા રેકોર્ડ્સના આધારે પાટીલની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં વધુ તપાસની જરૂર છે. પૂણે પોલીસે 30 સપ્ટેમ્બરે સસૂન જનરલ હોસ્પિટલની બહારથી રૂ. 2 કરોડની કિંમતના મેફેડ્રોન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

પાટીલ 2 ઓક્ટોબરે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો

આ કેસમાં તપાસ બાદ હોસ્પિટલની કેન્ટીનના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તેણે ખુલાસો કર્યો હતો કે તે સમયે હોસ્પિટલમાં દાખલ યરવડા જેલના કેદી લલિત પાટીલ દ્વારા માદક પદાર્થોની સપ્લાય કરવામાં આવી હતી. જો કે, પાટીલ 2 ઓક્ટોબરે જ્યારે તેને એક્સ-રે માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ બેદરકારી બદલ નવ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નેપાળ બોર્ડર પરથી કરાઈ ધરપકડ

અધિકારીઓએ પહેલા જણાવ્યુ હતુ કે 10 ઓક્ટોબરે પૂણે પોલીસે મેફેડ્રોન જપ્તી મામલે લલિત પાટીલના ભાઈ ભૂષણ પાટિલ અને તેમના સહયોગી અભિષેક બલકાવડેની ઉત્તરપ્રદેશની નેપાળ સરહદેથી ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે લલિત પાટીલના હોસ્પિટલમાંથી ભાગી જવાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">