18 માર્ચના મહત્વના સમાચાર : સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

Pankaj Tamboliya
| Edited By: | Updated on: Mar 18, 2024 | 11:56 PM

આજે 18 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

18 માર્ચના મહત્વના સમાચાર : સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
Gujarat latest live news and Breaking News today 18 March 2024 politics weather updates daily breaking news top headlines in gujarati

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે શિવમોગામાં જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન મોદીએ શનિવારે કર્ણાટકમાં ભાજપના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગઢ ગણાતા કલાબુર્ગીમાં જાહેર સભા સાથે કરી હતી. લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં બીજી જાહેર સભા બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના ગૃહ જિલ્લામાં યોજાશે. યેદિયુરપ્પાના મોટા પુત્ર બીવાય રાઘવેન્દ્ર શિમોગા લોકસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર છે.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની સંખ્યા અંગે SBI પાસેથી 18 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. આરજેડી નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચે મુલાકાત થઈ શકે છે. બિહારની સીટો પર આજે મહોર લાગી શકે છે. બીજી તરફ મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચીને સીટ વહેંચણીને લઈને બીજેપી હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. નીતિશ કુમાર 21 માર્ચ સુધી દિલ્હીમાં રહેશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર માટે TV9 સાથે રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Mar 2024 11:55 PM (IST)

    મહુવાના બગદાણા- કોટિયા રોડની બિસ્માર સ્થિતિને લઈને ગામલોકોમાં રોષ

    ભાવનગરમાં આવેલા મહુવાના બગદાણા- કોટિયા રોડની સ્થિતિને લઈને ગામલોકોમાં ભારે રોષની સ્થિતિ છે. અત્યંત બિસ્માર રસ્તાને લઈને ગામલોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે. જિલ્લા પંચાયતના રોડ વિભાગની બેદરકારીના પાપે ગામલોકો છેલ્લા બે વર્ષથી મુશ્કેલી સહન કરી રહ્યા છે.

  • 18 Mar 2024 11:27 PM (IST)

    ગીરસોમનાથ : લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં

    લોકસભા ચૂંટણી પહેલા ગીરસોમનાથનુ જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં મૂકાયુ છે. કલેક્ટર કચેરી ખાતે મીડિયા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સી-વિજિલ કામગીરી માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

  • 18 Mar 2024 11:19 PM (IST)

    અમદાવાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસ માંથી લોકસભા ચૂંટણી લડવા ઈનકાર કરતા દાવેદારી ચાલું

    • ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક લડવા તૈયારી દર્શાવી
    • સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરી અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી
    • શીર્ષ નેતૃત્વ મંજૂરી આપે તો ભાજપ સામે ચૂંટણી લડવા તૈયાર: નાયક
    • રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી ગરીબો, પીડિતો, ખેડૂતોના મુદ્દા પર લડીશું: નાયક
  • 18 Mar 2024 10:33 PM (IST)

    અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવા કર્યો ઈનકાર

    • પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડે
    • સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો
    • થોડીવાર પહેલા એમના પિતાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું
  • 18 Mar 2024 10:29 PM (IST)

    વડોદરા કપુરાઈ ગામની સીમમાં નવી બંધાતી સાઈટ ઉપર બની કરૂણ ઘટના

    • વડોદરા કપુરાઈ ગામની સીમમાં નવી બંધાતી સાઈટ ઉપર બનેલી કરૂણ ઘટના
    • બે શ્રમિક માટીના ઢગલામાં દબાઈ જતા મોત
    • રાત્રે ખુલ્લામાં સૂતા 2 શ્રમિક ઉપર ડમ્પર ચાલકે માટી ઠાલવી
    • માટી ઠાલવાના કારણે નિદ્રામાં જ બન્ને શ્રમિકના મોત
    • શિવાઝ બંગ્લોઝ નામની સાઇટ પર કામ ચાલતુ હોવાથી ઠલવાય છે માટી
    • નારુભાઈ તથા અકલેશ બાબુ કટારા નામના બે શ્રમજીવી ઓના મોત નિપજ્યા
    • વરણામા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
  • 18 Mar 2024 10:28 PM (IST)

    સુરત સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલએ કર્યો આપઘાત

    • સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલએ કર્યો આપઘાત
    • કોસ્ટબલ હર્ષના ચૌધરીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત
    • સિંગણપોર પોલીસ સ્ટેશનમાં કરતી હતી નોકરી
    • મહિલાના રૂમમાંથી મળી આવી એક સુસાઇડ નોટ
    • સુસાઇડ નોટમાં એક વ્યક્તિનો કર્યો ઉલ્લખે
    • વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો પણ સારું ન થયુ
    • સિંગાપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
  • 18 Mar 2024 10:06 PM (IST)

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે વાત કરી હતી

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે ટેલિફોન પર વાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક સુરક્ષા અને સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ટૂંકમાં ચર્ચા કરી. રક્ષા મંત્રીએ ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

  • 18 Mar 2024 10:06 PM (IST)

    જામનગર : ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

    જામનગરના જાણીતા ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ 1 કરોડથી વધુની રકમ ઉછીની લીધી હતી. જેના બદલામાં ઉદ્યોગપતિને ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતાં ઉદ્યોગપતિએ જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.

  • 18 Mar 2024 10:05 PM (IST)

    પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી

    પંચમહાલમાં પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે. વડોદરા-ગોધરા હાઈવે નજીક ટ્રક પર ડાક પાર્સલ અને એર કુરિયરનું લખાણ લખી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી રૂપિયા 23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  • 18 Mar 2024 08:15 PM (IST)

    ગૃહ વિભાગનો ચાર્જ એકે રાકેશને સોંપાયો

    ગૃહ વિભાગનો ચાર્જ એકે રાકેશને સોંપાયો છે. મહત્વનું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા છ રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લેવાયા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ , બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા ઝારખંડના ગૃહ સચિવનો હવાલો લેવાયો હતો.

  • 18 Mar 2024 07:59 PM (IST)

    ડુંગરપુર કેસમાં આઝમ ખાનને 7 વર્ષની કેદ

    વર્ષ 2019માં આઝમ ખાન વિરુદ્ધ કુલ 84 કેસ નોંધાયા હતા. જેમાંથી મોટા ભાગના કેસ કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં કુલ 5 કેસમાં ચુકાદો આવી ચૂક્યો છે. જેમાંથી ત્રણ કેસમાં આઝમખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે બે કેસમાં આઝમ ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

  • 18 Mar 2024 07:34 PM (IST)

    તમિલનાડુમાં PM મોદીનો રોડ શો

    કર્ણાટકના શિવમોગામાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે તમિલનાડુ પહોંચી ગયા છે. જ્યાં તેઓ કોઈમ્બતુરમાં રોડ શો કરી રહ્યા છે. પીએમ મોદીનો આ રોડ શો કેટલાય કિલોમીટર લાંબો છે.

  • 18 Mar 2024 07:13 PM (IST)

    પાટીદાર દીકરીઓ અંગેના વિવાદીત નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા

    પોતાના ધારદાર નિવેદનોથી જાણીતી કાજલ હિન્દુસ્થાની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. જો કે આ વખતે પટેલ સમાજની દીકરીઓ પર કરેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે. કાજલ હિન્દુસ્તાનીએ Tv9 સાથેની Exclusive વાતચીત દરમિયાન આ વિવાદ પર સ્પષ્ટતા કરી છે.

  • 18 Mar 2024 06:48 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પઢવા બાબતે થયેલી મારામારીની ઘટનામાં અત્યાર સુધીમાં 5ની ધરપકડ

    અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મામલે થયેલી બબાલ બાદ હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ઘટનામાં મારામારી કરનારા 25 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છ. જેમાંથી 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા 5 આરોપીઓ વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો હોવાનો ખૂલાસો થયો છ. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

  • 18 Mar 2024 05:50 PM (IST)

    જામનગરમાં વકીલ હારુન પલેજાની હત્યા બાદ તંત્ર એક્શનમાં

    ડિમોલીશનની આ કામગીરી 3 દિવસ સુધી ચાલવાનું અનુમાન છે. ત્રણ દિવસ ચાલનારી કાર્યવાહીમાં કુલ 10 જેટલી ગેરકાયદે જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવશે. લગભગ 2 લાખ ફૂટથી વધુ જગ્યા પરથી દબાણ દૂર કરવામાં આવશે. એટલે કે અંદાજીત 15 કરોડની કિંમતની જમીન દબાણ મુક્ત થશે.

  • 18 Mar 2024 05:45 PM (IST)

    કાજલબેનને બોલવાનું ભાન નથી - લાલજી પટેલ

    પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કરનાર કાજલ હિન્દુસ્થાની સામે SPGએ વિરોધ નોંધાવ્યો છે. લાલજી પટેલે કહ્યું કે સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્થાનીના નિવેદનની ટિકા કરે છે અને આગામી સમયમાં જ્યાં પણ કાજલબેનનો કાર્યક્રમ હશે ત્યાં વિરોધ કરવામાં આવશે

  • 18 Mar 2024 03:57 PM (IST)

    કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત છ રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લેવાયા

    કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા છ રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લેવાયા છે. ગુજરાત ઉત્તર પ્રદેશ , બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ તથા ઝારખંડના ગૃહ સચિવ નો હવાલો લેવાયો. ચૂંટણી પહેલા ગુજરાતમાં સરકાર આઇપીએસની બદલી કરવામાં નિષ્ફળ હવે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બદલીના આદેશ. બદલી પહેલા ગૃહ વિભાગ નો ચાર્જ પાછો ખેંચાયો

  • 18 Mar 2024 03:35 PM (IST)

    CBIએ પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની તપાસ કરી રહેલી CBIએ પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કર્યો છે. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં કેટલાક હાઈપ્રોફાઈલ લોકોની ધરપકડ થઈ શકે છે. સીબીઆઈએ કહ્યું કે કેસની તપાસ ચાલી રહી છે અને જો જામીન આપવામાં આવે તો આરોપી તેમાં અવરોધ બની શકે છે.

  • 18 Mar 2024 03:33 PM (IST)

    અમે ઈચ્છતા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં બંને ચૂંટણી એક સાથે થાયઃ ઓમર અબ્દુલ્લા

    નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમે ઈચ્છતા હતા કે બંને ચૂંટણી એકસાથે થાય, પરંતુ તેમ થયું નહીં. અહીંની વર્તમાન સરકારે આમાં દખલગીરી કરી છે. તેઓ નથી ઈચ્છતા કે સત્તા લોકોના હાથમાં આવે. મુગટ વિનાનો રાજા બેઠો છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમને 30 સપ્ટેમ્બર પહેલા અહીં ચૂંટણી કરાવવાની રહેશે.

  • 18 Mar 2024 02:50 PM (IST)

    ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને હટાવ્યા

    ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને હટાવી દીધા છે. પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ એમ છ રાજ્યોમાં ગૃહ સચિવને હટાવવાનો આદેશ જારી કર્યો છે.

  • 18 Mar 2024 02:09 PM (IST)

    કોલકાતા બિલ્ડિંગ અકસ્માત બાદ બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે, ભાજપના નેતાનો દાવો

    કોલકાતાના મેટિયાબ્રુઝમાં બાંધકામ હેઠળની પાંચ માળની ઈમારત તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં હતાં અને લગભગ 13 લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. આ દરમિયાન ભાજપના નેતાએ દાવો કર્યો છે કે બચાવ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

  • 18 Mar 2024 01:48 PM (IST)

    ધોળકામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો

    અમદાવાદ જિલ્લાના ધોળકામાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાઇ ગયો છે. ધોળકાની જ્ઞાનદીપ વિદ્યાલયમાં આ વિદ્યાર્થી તત્વજ્ઞાનનું પેપર આપવા આવ્યો હતો.જો કે મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી પરીક્ષા આપે તે પહેલા ઝડપી લેવાયો છે.

    અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ધોળકામાં જ્ઞાનદીપ વિદ્યાલયમાં ધોરણ-12ની પરીક્ષા આપવા આવેલો એક ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. જ્ઞાનદીપ વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પહોંચે તે પહેલા જ વિદ્યાર્થી પકડાઇ ગયો હતો. મૂળ વિદ્યાર્થી ધોળકાના રૂપગઢ ગામનો હર્ષદ ચૌહાણ હતો, તેના બદલામાં અરણેજ ગામનો મેહુલ ચાવડા નામનો વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો.

  • 18 Mar 2024 01:30 PM (IST)

    ચરસનું પેકેટ મળી આવ્યું

    • અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી ફરી એક વાર ચરસનું પેકેટ મળી આવ્યું
    • પેટ્રોલિંગ દરમિયાન મળ્યું ચરસનું પેકેટ
    • શિયાળ ક્રિક વિસ્તારમાંથી મળી આવ્યું ચરસનું પેકેટ
    • પેકેટ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી
  • 18 Mar 2024 01:03 PM (IST)

    કોંગ્રેસે તેલંગણાને પોતાનું ATM સ્ટેટ બનાવ્યું છે - PM મોદી

    પીએમ મોદી દક્ષિણમાં તેલંગાણાના જગતિયાલના પ્રવાસ પર છે, આ દરમિયાન તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તેલંગણાને તેનું એટીએમ રાજ્ય બનાવી દીધું છે. અહીંથી લૂંટવામાં આવેલા પૈસાનો ઉપયોગ જુઠ્ઠાણા અને ષડયંત્ર માટે કરવામાં આવી રહ્યો છે.

  • 18 Mar 2024 12:38 PM (IST)

    ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર હુમલાની હાઇકોર્ટને જાણ કરાઇ

    • વિદ્યાર્થીઓને માર મામલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવા વકીલની રજૂઆત
    • ગુજરાત હાઇકોર્ટે વકીલની માંગ ફગાવી
    • શહેરમાં બનતી દરેક ઘટના એ PIL ન થઈ શકે...: HC
    • શહેર કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસની : HC
    • અમે તપાસ અધિકારી નથી : CJ
    • ન્યાય મળવો તે તમામનો અધિકાર પરંતુ જો પોલીસ યોગ્ય તપાસ ન કરે તો તેમની સામે કાયદાકીય રીતે આગળ વધવામાં આવે : HC
  • 18 Mar 2024 12:33 PM (IST)

    સીએમ અને સી આર પાટીલ જશે દિલ્હી

    • સાંજે 6 વાગે જશે દિલ્હી
    • બીજેપી CEC અને કોર ગ્રુપની બેઠકમાં આપશે હાજરી
    • ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારનાં નામ નથી થયા જાહેર
    • સાંજે આ ઉમેદવારો નાં નામની ચર્ચા માટે જશે દિલ્હી
  • 18 Mar 2024 12:09 PM (IST)

    તેલંગાણાના રાજ્યપાલે આપ્યું રાજીનામું, લડી શકે છે લોકસભા ચૂંટણી

    તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રાજીનામું આપી દીધું છે. તે લોકસભાની ચૂંટણી લડી શકે છે. ગત વખતે ભાજપે તેમને કનિમોઝી સામે મેદાનમાં ઉતાર્યા હતા.

  • 18 Mar 2024 12:05 PM (IST)

    વિદ્યાર્થીઓના ઘર્ષણ મામલે વધુ ત્રણની ધરપકડ

    • ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના ઘર્ષણ મામલે વધુ ત્રણની ધરપકડ
    • ક્ષિતિષ પાંડે, જીતેન્દ્ર પટેલ, શાહિલ દુધતીઉઆ નામના યુવકોની ધરપકડ
    • ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે યુવકોની ધરપકડ કરી હતી
    • અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ કરાઈ
  • 18 Mar 2024 11:50 AM (IST)

    વડોદરામાં નેશનલ હાઇવે પર બસમાં શોર્ટ સર્કિટ થયાની ઘટના

    વડોદરામાં નેશનલ હાઇવે પર બસમાં શોર્ટ સર્કિટ થયાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ગઇ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ, જો કે આગ લાગી તે સમયે બસમાં 20 મુસાફર સવાર હતા. સદનસીબે આ તમામ લોકોનો બચાવ થયો છે.

  • 18 Mar 2024 10:53 AM (IST)

    સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટથી ઝટકો, જેલમાં જવું પડશે

    મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક જેલમાં જવાનો આદેશ આપ્યો હતો.

  • 18 Mar 2024 10:17 AM (IST)

    સુરેન્દ્રનગર, માલવણ - અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત

    • સુરેન્દ્રનગર, માલવણ - અમદાવાદ હાઇવે પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 યુવકોના મોત
    • ટ્રેલર પાછળ પુર પાટ ઝડપે આવતી કાર ધડાકાભેર અથડાઈ
    • ઘટના સ્થળે જ કારમાં સવાર 3 યુવકોના મોત નિપજ્યા
    • સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ
    • પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી
    • મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું સામે આવ્યું
    • કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
  • 18 Mar 2024 09:41 AM (IST)

    CM કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય. EDએ તેમને દિલ્હી જલ બોર્ડ કેસમાં સમન્સ મોકલ્યા હતા. APPનું કહેવું છે કે જ્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા છે તો પછી ED શા માટે વારંવાર સમન્સ મોકલી રહી છે. ED સમન્સ ગેરકાયદેસર છે.

  • 18 Mar 2024 09:21 AM (IST)

    સુરત મોટા વરાછામાં સર્જેલા હિટ એન્ડ રનમાં યુવતીનું મોત

    • ગંભીર રીતે ઘાયલ યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
    • બને પિતરાઈ બહેન ક્લિનક પર જતી હતી તે વખતે બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી
    • સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી માં કેદ
    • ડમ્પર ચાલકો જાહેરનામાનો ભંગ કરી બે રોકટોક ડમ્પર હંકારી રહ્યા છે
    • ટ્રાફિક પોલીસની ગંભીર લાપરવાહી
  • 18 Mar 2024 09:10 AM (IST)

    દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક

    • બાકી બેઠકો પર નામની ચર્ચા કરવામાં આવશે
    • અમિત શાહ, જે.પી.નડ્ડા હાજર રહેેશે
    • CM યોગી પણ કોર કમિટીની બેઠકમાં રહેશે હાજર
  • 18 Mar 2024 08:58 AM (IST)

    લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ AAP માં ગાબડું

    • લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ AAP માં ગાબડું
    • શહેર પ્રમુખ સહિત 600 કાર્યકરોના કેસરિયા
    • દાણીલીમડા વિધાનસભાનાં પૂર્વ ઉમેદવાર જે જે મેવાડા પણ કરશે કેસરિયો
    • પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ખેસ પેહરાવી કરશે સ્વાગત
  • 18 Mar 2024 08:34 AM (IST)

    રાજકોટના શાપર વેરાવળમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

    • નરાધમે બાળકી પર દુષ્કર્મ કરી હાઇવે પર ફેકી દીધી હતી
    • શાપર વેરાવળ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધ શરૂ કરી
    • બાળકીનું નાકનું હાડકું ભાંગી ગયું અને ગુપ્તાંગમાં પણ ઈજા થતાં જનાના હોસ્પિટલમાં દાખલ
    • પોલીસે બાળકીના ઘરથી બાળકી જયાંથી મળી હતી તે વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા
    • CCTV માં દેખાતા શકમંદની શોધ શરુ કરાઈ
    • શનિવારે બપોરે સવા ત્રણ વાગે ઘટના બની
  • 18 Mar 2024 08:19 AM (IST)

    કોલકાતાના મેટિયાબ્રુઝમાં 5 માળની ઇમારત ધરાશાયી

    પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી થયા બાદ બચાવ કાર્ય ચાલુ છે. હાલ મળતી માહિતી મુજબ કાટમાળ નીચે 7 લોકો ફસાયા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના અગ્નિશમન અને કટોકટી સેવા મંત્રી સુજીત બોઝે જણાવ્યું હતું કે, “એક ઈમારત ધરાશાયી થઈ છે, બચાવ કામગીરીના ભાગરૂપે 13 લોકોને હમણાં જ બહાર કાઢવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

  • 18 Mar 2024 07:23 AM (IST)

    અજમેરના મદાર સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ માલગાડી સાથે અથડાઈ

    અજમેરના મદાર સ્ટેશન પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જેમાં એક જ ટ્રેક પર માલસામાન ટ્રેન અને ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ ટ્રેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટના સમયે ટ્રેનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા, પરંતુ રિપોર્ટ અનુસાર, કોઈને ઈજા થઈ નથી. અકસ્માતમાં સુપરફાસ્ટ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

  • 18 Mar 2024 06:50 AM (IST)

    PM નરેન્દ્ર મોદી આજે દક્ષિણના ત્રણ રાજ્યોની મુલાકાતે

    આજે એટલે કે 18 માર્ચે PM નરેન્દ્ર મોદી દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. તમિલનાડુના કોઈમ્બતુરમાં યોજાનાર રોડ શો માટે રાજ્ય સરકારે મંજૂરી આપી ન હતી, પરંતુ કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. પીએમ મોદી તેલંગાણાના જગતિયાલ અને કર્ણાટકના શિવમોગ્ગામાં રેલી કરશે અને તમિલનાડુના કોઈમ્બતુરમાં રોડ શો કરશે.

  • 18 Mar 2024 06:39 AM (IST)

    સાબરમતી એક્સપ્રેસ ઉભી રહેલી માલ ગાડી સાથે અથડાઈ

    સાબરમતી એક્સપ્રેસ ઉભી રહેલી માલસામાન ટ્રેન સાથે અથડાઈ છે, એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા.

  • 18 Mar 2024 06:29 AM (IST)

    રશિયામાં ફરી પુતિન સરકાર

    રશિયામાં વ્લાદિમીર પુતિનની સરકાર અકબંધ રહેશે, તેણે 87.97 ટકા મતો સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી.

Published On - Mar 18,2024 6:27 AM

Follow Us:
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">