Gujarat Election News LIVE : ગુજરાતમાં આગામી 7 દિવસ ધમધોકાર વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ
Gujarat Elections 2025 News LIVE : ગુજરાતમાં આજે રવિવારે આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાશે. આજે રવિવારને 22મી જૂનના રોજના મહત્વના સમાચાર જણવા માટે આ પેજને આપ રિફ્રેશ કરતા રહો.

ગુજરાતમાં આજે રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં ચોમાસાએ ધમકેદાર શરૂઆત કરી છે. ગઈ રાત્રે એટલે કે શનિવારની મોડી રાત્રે બનાસકાંઠાના દાતામાં નવ ઈંચ જેટલો ભારે વરસાદ પડતા ચોમેર પાણી પાણી થઈ ગયુ છે. આજે રવિવારને 22મી જૂનના રોજના મહત્વના સમાચાર જણવા માટે આ પેજને આપ રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વડોદરાથી દિલ્લી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને મળેલી ધમકી મામલે મોટો ખૂલાસો
- વડોદરાઃ ફ્લાઇટને બોમ્બથી ઉડાવાની ધમકીનો મામલો
- વડોદરાથી દિલ્લી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને મળી ધમકી
- સુરક્ષા એજન્સીની તપાસમાં થયો મોટો ખુલાસો
- ફ્લાઇટમાં સવાર 51 વર્ષિય આધેડે ફેલાવી હતી અફવા
- આધેડે એરપોર્ટ પર ચેકિંગ વખતે પોતાની પાસે બોમ્બ હોવાનું કહ્યું
- મુસાફરની ધમકીથી તપાસ એજન્સીઓ થઈ દોડતી
- ફ્લાઈટમાં એક કલાક સુધી કરાયું સઘન ચેકિંગ
- ફ્લાઇટ તેમજ એરપોર્ટ કઈ પણ શંકાસ્પદ ન મળ્યું
- મુસાફરને અટકાયતમાં લઈ પોલીસ કરી રહી છે પૂછપરછ
- પોલીસ તપાસમાં આધેડ માનસિક અસ્વસ્થ હોવાનો ખુલાસો
- મુસાફરને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાયો
-
લાંબી રાહ જોવડાવ્યા બાદ ધોરાજીમાં મેઘરાજાની પધરામણી
ધોરાજીનાં વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો આવ્યો. ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસ્યો. ધોરાજીની આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસદા થતા ધોરાજીમાંથી પસાર થતી ભાદર નદીમાં નવા નીરની આવક થઇ. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં ભાદર નદી ગાંડીતૂર બની બે કાંઠે વહેતી થઈ. તંત્રએ નદી કાંઠે વસતા લોકોને સાવચેત કર્યા.
-
-
રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી જમાવટ રહેશે
રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી જમાવટ રહેશે. સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં અતિભારેની આગાહી આપવામાં આવી છે. પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકામાં અતિ ભારેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા હજી પણ રહેલી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ભારેની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
-
બનાસકાંઠામાં પ્રથમ વરસાદમાં જ નદીઓ બની ગાંડીતૂર
બનાસકાંઠામાં પ્રથમ વરસાદે નદીઓમાં આવ્યા છે નવા નીર. એટલું જ નહીં નદીઓ ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ. સામાન્ય દિવસોમાં સૂકી પડી રહેતી નદીમાં નવા નીર આવતા જ સ્થાનિકો સહિત ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી.
આ તરફ પાલનપુરની ઉમરદશી નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. સ્થાનિકોની વાત માનીએ તો, 30 વર્ષ બાદ ઉમરદશી નદીમાં નવા નીરના વધામણા થયા છે. નદીમાં નવા નીર આવતા જ લોકો ખુશીના માર્યા ઝુમી ઉઠ્યા અને જીવંત બનેલી નદીને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા. તો ખેડૂતોને આશા છે કે નદીમાં પાણીની આવક થતાં જળસ્તર ઉંચા આવશે. અને આસપાસના 50 ગામના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.
-
પાડલીયા ગામના લોકો એ કર્યો ચૂંટણી બહિષ્કાર
- છોટાઉદેપુર તાલુકાના અંબાલા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાડલીયા ગામ ના લોકો એ કર્યો ચૂંટણી બહિષ્કાર
- ગામ માં રોડ રસ્તા,પાણી ,અને લાઈટ ની અસુવિધાને લઈ કર્યો ચૂંટણી બહિષ્કાર
- પાડલીયા મતદાન મથક માં ફકત 16 મત પડ્યા
- જુથ ગ્રામ પંચાયત માં ,અંબાલા ,પાડલીયા ,નકામલી,લેહવાંટ,બેડવી,ચઠાવાડા
- અંબાલા જૂથ ગ્રામ પંચાયત ની 5000 વસતી
- છ ગામ પૈકી ના પાડલીયા ગામ ના 1040 મતદારો
- પાડલીયા ગામ ના લોકો એ લગાવ્યા હતા ચૂંટણી બહિષ્કારના બેનરો
- અગાઉ ના સરપંચ અને તંત્ર દ્વારા વિકાસ કામો કર્યા ન હોવા નો કરી રહ્યા છે ગામ ના લોકો આક્ષેપ
-
-
જુનાગઢના વંથલીમાં પડ્યો ધોધમાર વરસાદ
જૂનાગઢના વંથલી પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. બસ સ્ટેન્ડ, માણાવદર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે. થાણા, પીપળી, ખોખરડા, કણજા સહિતના ગામોમાં વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.
-
મહેસાણા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
- મહેસાણા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
- ભારે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
- વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
-
અમદાવાદ: પાણીની મોટર ચોરી કરતા શખ્સો પકડાયા
- અમદાવાદ: પાણીની મોટર ચોરી કરતા શખ્સો પકડાયા
- પોલીસે 2 શખ્સોને ઝડપીને કરીને હાથ ધરી તપાસ
- વારંવાર ખેડૂતોની મોટર ચોરી કરીને થતા ફરાર
- બંને બાવળાના ગાંગળ અને ધોળકાના બેગવા ગામના શખ્સો
- 2.45 લાખની પાણીની 21 મોટર પોલીસે કરી જપ્ત
- બગોદરા પોલીસે બંને આરોપીઓ સામે કરી કાર્યવાહી
-
અમદાવાદ: પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકને નડ્યો અકસ્માત
- અમદાવાદ: પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકને નડ્યો અકસ્માત
- ACB કચેરી નજીક ટેલ ઝાડમાં ફસાતા ફાટી ગઈ
- પોલીસ અને ફાયર વિભાગની ટીમે ટેલને હટાવવાની કરી કામગીરી
- શાહીબાગ ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો
- ટેલના ભાગને સફળતાપૂર્વક હટાવી ત્યાંથી રવાના કરી દેવાયો
-
રથયાત્રા પૂર્વે શણગારાયેલા ટ્રકો બન્યા આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાાં ચાલી રહી છે. રથયાત્રામાં શણગાર કરાયેલા ટ્રકો આગવુ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ટ્રક એસોસિએશને ટ્રક શણગારવા અને વિવિધ પ્રદર્શનીઓ અંગે તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રામાં 101 ટ્રેક જોડાશે. ટ્રક પરથી ભક્તોને મગ, જાંબુ અને કાકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સાથે ટ્રક પર સામાજિક જાગૃતિ ફેલાઈ તેવા બેનરો અને પ્રદર્શન મુકાશે. સાથે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવા બેનર પણ ટ્રકમાં દર્શાવાશે.
-
રાજ્યની મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી
- રાજ્યની મેડિકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી
- રાજ્યની 41 મેડિકલ કોલેજોને નથી મળી માન્યતા
- NMCની લાલીયાવાડીને કારણે મેડીકલની પ્રવેશ પ્રક્રિયા અટકી હોવાનો આરોપ
- NMCએ માન્યતા માટે હજી સુધી કોલેજોનું ઇન્સ્પેકશન નથી કર્યું
- ડેન્ટલની 13, આયુર્વેદની 44 અને હોમિયોપેથીની 48 કોલેજોને નથી મળી માન્યતા
- મેડીકલમાં પ્રવેશ માટે NEETનું પરિણામ પણ થઈ ગયું છે જાહેર
- પરિણાન જાહેર થયાના 45 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત
- ગુજરાતના 81 હજાર વિદ્યાર્થીઓએ આપી છે NEETની પરીક્ષા
-
ડાંગની ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણી બની ચર્ચાનું કેન્દ્ર
ડાંગ જિલ્લામાં 42 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું આયોજન થયું છે. પરંતુ, તેમાં ગલકુંડ ગ્રામ પંચાયત હાલ સૌથી વધુ ચર્ચામાં છે. કારણ એ કે અહીં સરપંચ પદના ઉમેદવાર માટે પિતા-પુત્ર વચ્ચે જંગ છેડાઈ છે.
ગલકુંડ ગ્રામ પંચાયત માટે પુત્ર રાજેશ વાઘ અને પિતા સુરેશ વાઘ બન્ને મેદાનમાં ઉતર્યા છે. એટલું જ નહીં. બંન્ને એકબીજાને હરાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લીધે હાલ અહીંની ચૂંટણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
-
ભરૂચ: અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ
- ભરૂચ: અંકલેશ્વરની સજોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિવાદ
- મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિકાસ પેનલ સામે આરોપ
- આદિવાસી વિસ્તારમાં પૈસા વહેંચવાનો સહકાર પેનલ દ્વારા આરોપ
- સહકાર પેનલના લોકોએ પૈસાની વહેંચણી થતી હોવાનો બનાવ્યો વીડિયો
- વિકાસ પેનલે પૈસાની વહેંચણી કરી રહી હોવાનો કરાયો દાવો
- પોલીસ અને ચૂંટણી અધિકારીએ વાયરલ વીડિયોની હાથ ધરી તપાસ
-
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ જાહેર થતા જ વિવાદ
- અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ જાહેર થતા જ વિવાદ
- સોનલ પટેલની પસંદગી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે કરાઈ છે
- અન્ય દાવેદારોનો પ્રમુખની પસંદગીને લઈ બળાપો
- સોશિયલ મીડિયા પર કોંગ્રેસની પસંદગી પ્રક્રિયાને કાર્યકરોનો રોષ
- અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં રહેલ રાજુ પટેલનું નિવેદન
- કોંગ્રેસના વોર્ડ પ્રમુખો કે હોદ્દેદારોની સહમતી વગર સોનલ પટેલની પસંદગી કરાઈ
- લીડરો ના માનીતા લોકોને પ્રમુખ બનાવવામાં આવ્યા:રાજુ પટેલ
- આંખ પર પટ્ટી બાંધીને પસંદગી કરાઈ હોય એવું લાગી રહ્યું છે:રાજુ પટેલ
- રજૂઆતો સાંભળ્યા બાદ પણ કોંગ્રેસનું વિઝન દેખાતું નથી:રાજુ પટેલ
- ઘોડાના ઠેકાણાને જ તાળા મારી દીધા હોય એમ લાગે છે:રાજુ પટેલ
- કોંગ્રેસ પ્રથમવાર કોઈ મહિલાને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે
- સોનલબેન પટેલની અમદાવાદ શહેર કોંગ્રેસ પદે પસંદગી બાદ નિવેદન
- રાજનીતિ પુરુષ પ્રાધાન્ય વાળું છે ત્યાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ
- મેડીકલ સહિતના ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધ્યો છે ત્યારે રાજનીતિમાં મહિલાઓને આગળ લાવીશું
- લોકલ બોડીમાં મહિલા અનામત છે ત્યારે જાહેર જીવનમાં મહિલાઓ આગળ આવે એ જરૂરી
- અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા કામે લાવીશું
-
બનાસકાંઠા : દાંતામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડી
- બનાસકાંઠા : દાંતામાં ભારે વરસાદથી ભેખડો ધસી પડી
- દાંતા-સતલાસણા હાઇવે પર આંબાઘાટની ભેખડો ધસી પડી
- ભેખડો ધસી પડતાં વાહનચાલકોની વધી મુશ્કેલી
- ભેખડો ધસી પડતાં એક સાઈડનો રસ્તો થયો બ્લોક
- પ્રોટેક્શન જાળી ન હોવાને કારણે પ્રથમ વરસાદમાં જ સ્થિતિ ખરાબ
- એક ટ્રક ત્યાંથી પસાર થતા સમયે જ અચાનક ભેખડો ધસી
- સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી
-
વડોદરામાં ખાનગી શાળાઓ કરતા સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાઈનો
વડોદરાની સરકારી શાળામાં બાળકોનું એડમિશન મેળવવા વાલીઓ પડાપડી કરી રહ્યા છે. ખાનગી શાળાના પ્રભુત્વની વચ્ચે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. હાલ કવિ દુલા કાગ પ્રાથમિક શાળામાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના મળીને 250થી વધુ વિદ્યાર્થીઓ વેઈટિંગમાં છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારી શાળાઓને સુવિધાઓથી સજ્જ કરાઈ છે. ખાનગી શાળાઓની મોંઘીદાટ ફીથી વાલીઓ પરેશાન છે. ત્યારે વાલીઓમાં ખાનગી શાળાનો મોહ ઉતરી રહ્યો છે.. સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતાં પણ વધારે સારું શિક્ષણ અપાઈ રહ્યું હોવાનો વાલીઓનો મત છે. જેથી વાલીઓ બાળકોને અહીં એડમિશન અપાવવા માંગે છે.. જેના કારણે શિક્ષણ સમિતિની ચાર જેટલી શાળાઓમાં 500 વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
-
ભાવનગરના ફરિયાદકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિદેશ ગયેલના નામે મતદાન ! પોલીસે કરી તપાસ
ભાવનગરના ફરિયાદકા ગામ ખાતે બોગસ મતદાનને લઈ ને હોબાળો થયો છે. ફરિયાદકા ગામ ખાતે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો થવા પામ્યો હતો. વિદેશ ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર રહેલા લોકો પકડી પાડ્યો હતો. મતદાન મથકની બહાર જ બોગસ મતદાનનો હોબાળો થતા વરતેજ પોલીસ પણ દોડી આવી હતી. બોગસ મતદાન કરવા જતાં વ્યક્તિ સાથે થયેલા હોબાળાનો વીડિયો પણ થયો વાયરલ. જો કે પોલિસ નું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક વ્યક્તિ વિદેશ હોય અને ક્રમાંક નમ્બર પણ આગળ પાછળ હોય તે બાબતે અસમંજસતા ઉભી થઇ હતી.
-
ગુજરાતમાં રેડ અને ઓરેન્જ એલર્ટ સાથે 7 દિવસ વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરતા અડધા ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યુ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, અને દ્વારકામાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરા અને દમણમાં પણ રેડ અલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટની સાથે રાજ્યમાં સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ફણ વધુ વરસાદની શક્યતા વર્ણાવી છે. અમદાવાદમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.
-
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાગર ગામ નજીક સિહની પજવણીનો વીડિયો વાયરલ !
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર વાગર ગામ નજીક સિહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. સિંહ રોડ પર દોડતા હોય અને પાછળ કાર દોડતી હોય તેવો વીડિયો કાર ચાલકે બનાવીને વાયરલ કર્યો છે. સિંહ પ્રેમીઓના જણાવ્યા પ્રમાણે સિંહની પંજવણી કરતા હોય તેવું વીડિયોમા દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમા ઘણા સમયથી બે સિંહ રહે છે. ગઇકાલે બંને સિંહ હાઇવે રોડ પર ચડી આવ્યા હોવાનું કહેવાય છે. રોડ પર કાર ચાલતા વ્યક્તિ આ વીડિયો બનાવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ તો સિંહની પજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
-
કચ્છના રાપરના ચિત્રોડ ગામે મતદાન સમયે મારમારી !
કચ્છના રાપરમાં ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. રાપરના ચિત્રોડ ગામે મતદાન બાબતે ઘર્ષણ થવા પામ્યું હતું. ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે બબાલ થવા પામી હતી. છુટા હાથે મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બનાવના પગલે રાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
-
સુરતમાં લોકોનું ફૂલેકુ ફેરવીને ભાગી જનાર દુબઈથી ઝડપાયો
સુરતમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ભાગી જનાર આરોપી દુબઈથી ઝડપાયો છે. દુબઈમાં પકડાયેલ આરોપીએ, બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવી છેતરપિંડી કરી હતી. ચોરી થયેલ સ્ટેમ્પ આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને ખોટા નામે બેન્ક એકાઉન્ટમાં કરોડોની રકમ મેળવી હતી. ઈકો સેલ પોલીસે પ્રત્યાપણ સંધિના આધારે દુબઈથી આરોપીને ઝડપી પાડયો છે. પોલીરો ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જૈનની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ આ ગુનામાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.
-
મહેસાણા જિલ્લાની 235 ગ્રામ પંચાયતમાં 26.96 ટકા મતદાન
મહેસાણા જિલ્લામાં 235 ગ્રામ પંચાયતમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. સવાર ના 11 વાગ્યા સુધી માં 26.96 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળે છે.
-
વરસાદ થંભી ગયાના 4 દિવસ બાદ પણ ભાલ વિસ્તારમાં વરસાદી પાણી
ભાવનગર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાલ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. વરસાદ બંધ થયાના આજે ચાર દિવસે પણ સ્થિતી ત્યાંની ત્યાંજ રહેવા પામી છે. સનેસ, માઢિયા, પાળીયાદ, સવાઇનગર, ખેતા ખાટલી, કાળાતલાવ સહિત ગામોમાં પાણી ભરાયેલા છે. ભાવનગર કલેકટર પણ આ સ્થિતિ માનવ સર્જિત પુર હોવાનું સ્વીકારી ચુક્યા છે. ભાલ વિસ્તારના પાણી ભરાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
-
વડગામમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા, હડમતીયાથી સરદારપુરાના રસ્તો બંધ
બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડગામના સરદારપુરાના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. અર્જુની નદીના પાણીના વહેણના કારણે વડગામના હડમતીયાથી સરદારપુરાના રસ્તો થયો બંધ થઈ જવા પામ્યો છે. રસ્તો બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
-
ઈકબાલગઢ એપીએમસીમાં ઢીચણ સુધીભરાયા પાણી, વેપારી-ખેડૂતો પરેશાન
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ઈકબાલગઢ પંથકમાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઈકબાલગઢ, ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણી, ગોળીયા ડેરી સહીતના વિસ્તારમાં રાત્રીના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ એપીએમસીમાં પાણી ભરાયા હતા. ઢીચણ સમા પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. હાઇવે ઓથોરિટી ની લાપરવાહીને કારણે એપીએમસીમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યાં છે.
-
સંતરામપુર બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત 2 ના મોત, 12 ઈજાગ્રસ્ત
મહીસાગરમાં સંતરામપુર બાયપાસ રોડ પર ગમખ્વાર અકસ્માત 2 ના મોત થયા છે. સંતરામપુર બાયપાસ પર મુરલીધર શાળા પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તુફાન ગાડીમાં સવાર 14ને ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. અકસ્માતમાં તુફાન ગાડી ચૂરેચૂરા થઈ ગયા છે. સંતરામપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
મોડાસામાં સરપંચના ઉમેદવાર પર 12 લોકોએ કર્યો હુમલો, 108 મારફતે હોસ્પિટલમાં દાખલ
અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો કરાયો છે. મોડાસાના વણીયાદ ગામની ઘટના છે. જેમાં આજે વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખીને હુમલો કર્યો હતો. ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયા છે. ઘટના અંગે ટીંટોઇ પોલીસ જાણ કરાઇ છે. વણીયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ ઉમેદવારો સરપંચ પદ માટેની હરીફાઈમાં છે.
-
સાબરકાંઠાના વડાલીમાં 12, ખેડબ્રહ્મામાં 10 ઈંચ સુધીનો ભારે વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 9 ઈંચ
શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં નોંધાયો છે. વડાલીમાં 12 ઈંચ વરસાદ તુટી પડ્યો છે, તો ખેડબ્રહ્મામાં સાડા દશ ઈંચ જેટલો ભારે વરસાદ તુટી પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ નવ ઈંચ વરસાદ વરસ્યો છે.
-
આજે સવારે 6થી 8 સુધીના બે કલાકમાં 43 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ખેડબ્રહ્મામાં
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના 2 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાના કુલ 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના અમિરગઢમાં 20 મિલિમીટર, વલસાડના કપરાડામાં 19 મિલિમીટર વરસાદ નોંધાયો છે.
-
બનાસકાંઠાના દાંતામાં 9 ઈંચ વરસાદ
બનાસકાંઠાના દાંતામાં ગઈ રાત્રે નવ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી પાલનપુરના એસટી બસ સ્ટેન્ડ, ગણેશપુરા બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાલનપુર એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. દાંતીવાડા અમીરગઢ દાતામાં ગરનાળાઓમાં પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદની શક્યતા અને વાવણીના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે તો બીજી બાજુ પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાઈ જવા પામ્યુ છે.
Published On - Jun 22,2025 7:33 AM