ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 કેસ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો

|

Dec 06, 2021 | 10:46 PM

ગુજરાતમાં 06 ડિસેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 કેસ સાથે જાણો રાજ્યના મહત્વના સમાચારો
Gujarat

Follow us on

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 38 નવા કેસ નોંધાયા.જ્યારે 37 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકો સાજા થયા છે.રીકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 350 એ પહોંચી છે. જેમાં 05 લોકો વેન્ટિલેટર પર છે જયારે 345 લોકો સ્ટેબલ છે. તેમજ કોરોનાથી અત્યાર સુધી કુલ 10095 લોકોના મૃત્યુ થયા છે.  ગુજરાતના જામનગરમાં  કોરોનાના  ઓમીક્રોન વેરીએન્ટનો  સત્તાવાર રીતે એક કેસ નોંધાયો છે. 

જયારે વિદેશથી આવેલા અન્ય લોકોને થયેલા કોરોનાના પગલે તેમના સેમ્પલ જીનોમ સિકવેન્સ માટે મોકલવામાં આવ્યા છે.  

જેમાં અમદાવાદ શહેરમાં 09 , વડોદરામાં 08, નવસારીમાં 04, વલસાડમાં 04, સુરતમાં 03, અમદાવાદ જિલ્લામાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગર શહેરમાં 01 , ગાંધીનગર શહેરમાં 01, મહીસાગરમાં 01, મહેસાણા 01, રાજકોટ શહેરમાં 01, રાજકોટમાં જિલ્લામાં 01, સુરત જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

રાજ્યના અન્ય મહત્વના સમાચાર પર નજરી કરીએ તો

1  ગુજરાતમાં પાટીદાર યુવાનો સામેના તમામ કેસો પરત ખેચવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આશ્વાસન : દિનેશ બાંભણિયા

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓ બેઠક પૂર્ણ થઈ છે..બેઠક બાદ પાસ નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું, મુખ્યપ્રધાને આશ્વાન આપ્યું છે કે પાટીદાર યુવાનો સામે તમામ કેસ પાછા ખેંચાશે…હાલમાં પણ જે હેરાનગતિની ફરિયાદ છે એ પણ દૂર કરાશે. દુબઈના પ્રવાસથી મુખ્યપ્રધાન પરત ફર્યા બાદ અધિકારીઓ સાથે બેઠક યોજશે…મહત્વનું છે કે 485માંથી 200 ફરિયાદ પરત ખેંચવામાં આવ્યા છે..

ગુજરાત કોંગ્રેસને મોટો આંચકો, સાગર રાયકા ભાજપમાં જોડાયા

ગુજરાત(Gujarat)વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને(Congress)મોટો ઝટકો લાગ્યો છે.સાગર રાયકા(Sagar Rayka)કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં(BJP)જોડાયા છે.સાગર રાયકાના ભાજપ પ્રવેશ અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી.અને કહ્યું કે સાગર રાયકાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને નુકસાન થશે.નુકસાનને પહોંચી વળવા કોંગ્રેસ પ્રયત્ન કરશે.

સુરતમાં રેશમ ઉત્પાદકોમાં કેમ નારાજગી ? જાણો કાપડના વેપારીઓને શું છે મુંઝવણ ?

GST કાઉન્સિલે 1 જાન્યુઆરી, 2021થી ટેક્સટાઇલ(Textile ) પરની ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર દૂર કરીને કાપડના વણાટથી લઈને વેચાણ સુધીની સમગ્ર શૃંખલા પર 12 ટકા GST લાગુ કર્યો છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. સૌથી વધુ અસર સિલ્ક કાપડનું(Silk Cloth ) ઉત્પાદન કરતા ઉત્પાદકોને થશે. GST લાગુ થયા બાદ સુરતના 700 રેશમ ઉત્પાદકો અને દેશભરના 3,000 રેશમ ઉત્પાદકો, જેમને ઝીરો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી છે, તેમના પર સીધો 12 ટકાનો બોજ પડશે.

Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

Gram Panchayat Election :  ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરામાં છઠી વાર સમરસ મહિલાઓનું શાસન આવ્યું છે. આઝાદી બાદ ક્યારેક પણ આ ગામમાં ચૂંટણી યોજાઈ નથી. છેલ્લા બે દાયકા એટલે કે પાંચ ટર્મથી મહિલા સમરસ બોડી ગ્રામ પંચાયતનું સંચાલન કરે છે. આ વખતે પણ ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે.

Gandhinagar : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ અવસરે સુચિત રોકાણોના વધુ 12 MOU સંપન્ન થયા 

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે

6. સુરતના પાંડેસરામાં બાળકી દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, મંગળવારે સજા સંભળાવાશે

સુરતના(Surat)પાંડેસરામાં (Pandesara) અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ(Rape Case)બાદ હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે.આરોપી ગુડ્ડુ યાદવને અધિક સેશન્સ કોર્ટના જજે દોષિત જાહેર કર્યો છે. આરોપીને કેટલી સજા આપવી તે અંગે મંગળવારે કોર્ટ ચુકાદો સંભળાવશે.મહત્વનું છે કે દિવાળીના દિવસે પાંડેસરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી.

 

Published On - 9:39 pm, Mon, 6 December 21

Next Article