સુરતના પાંડેસરામાં બાળકી દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, મંગળવારે સજા સંભળાવાશે

સુરતના પાંડેસરામાં બાળકી દુષ્કર્મ કેસના આરોપી ગુડ્ડુ યાદવને અધિક સેશન્સ કોર્ટના જજે દોષિત જાહેર કર્યો છે. આરોપીને કેટલી સજા આપવી તે અંગે મંગળવારે કોર્ટ ચુકાદો સંભળાવશે.

સુરતના(Surat)પાંડેસરામાં (Pandesara) અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ(Rape Case)બાદ હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે.આરોપી ગુડ્ડુ યાદવને અધિક સેશન્સ કોર્ટના જજે દોષિત જાહેર કર્યો છે. આરોપીને કેટલી સજા આપવી તે અંગે મંગળવારે કોર્ટ ચુકાદો સંભળાવશે.મહત્વનું છે કે દિવાળીના દિવસે પાંડેસરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી.

બાળકીની લાશ તેના ઘરથી 300 મીટરના અંતરે મળી આવી હતી.બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધવાની કામગીરી શરૂ કરી હતી..અને માત્ર ચાર દિવસમાં આરોપી ગુડ્ડુ યાદવને ઝડપી પાડ્યો હતો.

એટલું જ નહીં આરોપી ગુડુ યાદવનો ગેઇટ એનાલિસિસ ટેસ્ટ પણ કરાયો હતો સાથે સાથે બાળકીને લઈ આરોપી ગુડ્ડુ નીકળ્યો ત્યારે નજરે જોનારાના લોકોના નિવેદનો પણ લેવાયા હતા. આ આરોપીએ પોર્ન વીડિયો જોઈ અઢી વર્ષીય બાળકી પર રેપ ગુજાર્યો હતો.

પોલીસે 246 પાનાંની ચાર્જશીટ રજૂ કર્યા બાદ ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ હતી. ડોક્ટરો, એફએસએલ, આરોપીના ઘરમાલિક, મિત્ર અને અન્ય સાક્ષીઓની ઊલટતપાસ પૂરી થઈ ગયા બાદ અંતિમ દલીલો પહેલી ડિસેમ્બરના રોજ મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા કોર્ટ સમક્ષ રજૂ કરાઈ હતી.

અઢી વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લાં 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે

આ પણ વાંચો : ઓમીક્રોનને લઇને એલર્ટ , રાજકોટ વહીવટીતંત્રએ શરૂ કરી વ્યવસ્થાની સમીક્ષા

આ પણ  વાંચો: ગુજરાતની કાબિલે તારિફ સિદ્ધિ, Vaccination માં વિકસિત દેશોને પાછળ છોડયા

  • Follow us on Facebook

Published On - 4:58 pm, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati