Gandhinagar : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ અવસરે સુચિત રોકાણોના વધુ 12 MOU સંપન્ન થયા

આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં "ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.

Gandhinagar : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ અવસરે સુચિત રોકાણોના વધુ 12 MOU સંપન્ન થયા
Gandhinagar: Vibrant Gujarat Global Summit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:26 PM

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે. આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ 2022 “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ સાથે યોજાશે.

આગામી જાન્યુઆરી 2022માં તા. 10થી 12 દરમ્યાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.

પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે MOUની દર સોમવારે યોજાતી શૃંખલાની ત્રીજી કડી પૂર્ણ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે. તેને આ વાઇબ્રન્ટ સમિટની “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત હરેક ક્ષેત્રે દેશની પ્રગતિ-વિકાસમાં મોટુ યોગદાન આપવા તત્પર: ભૂપેન્દ્ર પટેલ

આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં “ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે. આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.

આ મૂડીરોકાણો દ્વારા “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.

આ પ્રસંગે માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદી, ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ અને ઉદ્યોગ સંચાલકો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">