Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

બાદલપરા ગામ અમર શહીદ ધનાબાપા બારડ, રાજ્યના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું માદરે વતન છે. આ ગામે સમરસતાની સાથે સામાજિક અને સર્વાંગી વિકાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી
બાદલપરા ગામ-સમરસ ગ્રામ પંચાયત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:20 PM

Gram Panchayat Election :  ગીર સોમનાથના આદર્શ ગામ બાદલપરામાં છઠી વાર સમરસ મહિલાઓનું શાસન આવ્યું છે. આઝાદી બાદ ક્યારેક પણ આ ગામમાં ચૂંટણી યોજાઈ નથી. છેલ્લા બે દાયકા એટલે કે પાંચ ટર્મથી મહિલા સમરસ બોડી ગ્રામ પંચાયતનું સંચાલન કરે છે. આ વખતે પણ ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે.

બાદલપરા ગામ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્રથમ ગામ હશે કે જ્યાં સતત છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી સાથે મહિલાઓનું શાસન સ્થપાયું છે. પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાન ભાઈ બારડનું વતન એવું બાદલપરા ગામ અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણાદાયી બન્યું છે. સામાજિક અને સર્વાંગી વિકાસના પર્યાય એવા બાદલપરા ગામમાં મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય પૂરું પાડવાની નેમ સાથે બાદલપરા ગામમાં સ્ત્રી અનામત ના હોવા છતાં મહિલાઓને જ 20 વર્ષથી ગ્રામપંચાયતમાં સતાનું સુકાન સોંપવામાં આવે છે.

અને ગ્રામજનો દ્વારા સર્વાનુમતે જ્યારે સંપૂર્ણ વિશ્વાસ સાથે મહિલાઓને સતા સ્થાને બેસાડે છે. ત્યારે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની બાદલપરા ગામને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ગામ બનાવવામાં સફળ રહી છે. આદર્શ સાથે આધુનિક બાદલપરા ગામ સંપૂર્ણ સીસીટીવી, માઇક સિસ્ટમ, ઘરે ઘરે નળ સુવિધાથી સજ્જ બન્યું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બાદલપરા ગામમાં આ વખતે અનુસૂચિત અનામત હોય જેથી ગામના અનુસૂચિત સમુદાયમાંથી મુક્તાબેન વાળાની સરપંચ તેમજ અન્ય તમામ મહિલા સદસ્યોની બિનહરીફ વરણી સાથે છઠી ટર્મ પણ સમરસ મહિલા બોડી બની છે. છેલ્લી પાંચ ટર્મમાં એટલે કે વીસ વર્ષમાં મહિલા શાસનમાં બાદલપરા ગામ અનેક એવોર્ડથી વિજેતા બન્યું છે. ગામની સમરસ મહિલા સરપંચ બોડી ગામના વિકાસને વધુ વેગવંતો બનાવવા અને ગૃહિણીઓ પર ગ્રામજનોએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવા કટિબદ્ધતા દાખવી છે.

બાદલપરા ગામ અમર શહીદ ધનાબાપા બારડ, રાજ્યના માજી મંત્રી અને પૂર્વ સાંસદ દિવંગત જશુભાઈ બારડ અને વર્તમાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડનું માદરે વતન છે. આ ગામે સમરસતાની સાથે સામાજિક અને સર્વાંગી વિકાસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા પાંચ ટર્મથી મહિલાઓના સંપૂર્ણ શાસન દરમિયાન ગ્રામ પંચાયત અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે.

આ પણ વાંચો :  Gram Panchayat Election : ધોરાજીનું હડમતીયા ગામ છેલ્લા ચાર ટર્મથી સમરસ, સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની આ ગ્રામ પંચાયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">