ગુજરાતના(Gujarat) ગીર(Gir) રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં એશિયાઈ સિંહોની(Asiatic Lion) છેલ્લા વસતિ ગણતરી અનુસાર સિંહની ગીચતા 13.38 પ્રતિ 100 ચોરસ કિલોમીટર છે જેની સામે સિંહના મારણ તરીકે ઉપયોગમાં આવતા જંગલી પ્રાણીઓની ગીચતા 11,203 પ્રતિ 100 ચો.કિ.મી. છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવાર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ માર્ચ 31, 2022ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી. મંત્રીના નિવેદન અનુસાર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ગીરના સિંહો માટે ખોરાકની ઉપલબ્ધિ માટે બે સરવે કરવામાં આવ્યા છેઃ 1. અનગુલેટ ડાયવર્સિટીઝ એન્ડ બાયોમાસ ઇન ધ ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ઓફ ગિર, ગુજરાત, ઇન્ડિયા, જમાલ એ. ખાન અને રવિ ચેલ્લમ (1987-1989) અને 2. ઇમ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ પ્રેક્ટસીસ ઓન લાયન એન્ડ અનગુલેટ હેબિટાટ્સ ઓફ ગીર પી.એ., દિવાકર શર્મા (1991-9194). ગુજરાત વન વિભાગ પણ ગીરમાં મારણ અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દર વર્ષે મારણની સંખ્યાનું અનુમાન કાઢવાની કવાયત હાથ ધરે છે.
Density of Wild antidote also increased against density of lions in Gir
સાંસદ પરિમલ નથવાણી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહના ખોરાકની ઉપલબ્ધતા અંગે કોઇ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં, સિંહના મારણમાં વધારો કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ જેથી સિંહ બહારના વિસ્તારમાં જઈને મારણ ના કરે અને 100 ચો.કિ.મી. દીઠ સિંહની ગીચતા સામે મારણની ગીચતા કેટલી છે તે અંગે જાણવા માંગતા હતા. મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારણની સંખ્યામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંમાં ઘાસના મેદાનોનો વિકાસ, બ્રાઉસેબલ છોડની પ્રજાતિઓની કાપણીઅને છટણી વગેરે સહિતના રહેણાંક સુધારણા કાર્યોનો સમાવેશ થાય છે. મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી ભૂંડ, કાળિયાર, ભારતીય મોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના ગીરમાં સિંહોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત
આ પણ વાંચો : Anand કૃષિ યુનિવર્સિટીએ આદિવાસી ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું