જર્મન સરકારના તાબામાં રહેલી દીકરીને પરત લાવવા માતા ધારા શાહની આજીજી, કહ્યું પીએમ મોદી મદદ કરી શકે તેમ છે

|

Nov 24, 2022 | 10:19 PM

Gandhinagar: જર્મન સરકારના તાબામાં રહેલી ગુજરાતી પરિવારની બાળકીને પરત લાવવા જૈન પરિવાર છેલ્લા દોઢ વર્ષથી લડાઈ લડી રહ્યો છે. વિદેશ મંત્રાલય સમક્ષ પણ આ પરિવાર અનેક રજૂઆત કરી ચુક્યો છે. આજે અરિહાના માતા ધારા શાહ કમલમ પહોંચી ગયા હતા અને તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદી તેમની મદદ કરી શકે તેમ છે. તેમની એક જ માગ છે પીએમ મોદી તેમની મદદ કરે

જર્મન સરકારના તાબામાં રહેલી દીકરીને પરત લાવવા માતા ધારા શાહની આજીજી, કહ્યું પીએમ મોદી મદદ કરી શકે તેમ છે
ધારા શાહ

Follow us on

ગુજરાત ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે ગાંધીનગરમાં કમલમ ખાતે અરિહાની માતા પહોંચી છે. અરિહા ગુજરાતી પરિવારની દોઢ વર્ષની દીકરી છે, જે છેલ્લા દોઢ વર્ષથી જર્મન સરકારના તાબામાં છે. આ માસૂમ બાળકી અરિહા શાહને પરત લાવવા અમદાવાદમાં તેમના પરિવારજનો અને સામાજિત સંસ્થઆઓએ પણ પ્રદર્શન કર્યુ હતુ. છેલ્લા દોઢ વર્ષથી તેની પુત્રીના વિયોગમાં ઝુરતી અરિહાના માતા ધારાશાહને એક માત્ર આશા હવે મોદી સરકાર પાસે છે. તેઓ ઈચ્છે કે પીએમ મોદી જર્મન સરકારના કબ્જામાંથી તેમની દીકરીને પરત લાવવામાં તેમની મદદ કરે.

ધારા શાહ તેની પુત્રીને પરત લાવવા માટે કંઈપણ કરવા તૈયાર છે અને એટલે જ આજે કમલમ પહોંચી ગયા હતા અને રડતા રડતા તેમને પીએમ મોદીને અપીલ કરી છે કે તેમની માસૂમ દીકરીને પરત લાવે. હવે તેઓ ભારત સરકાર સામે મીટ માંડીને બેઠા છે, આ પરિવાર વર્ષ 2018માં ધારા શાહ અને તેમના પતિ જર્મની ગયા હતા. જ્યાં ભૂલથી તેમના સાસુથી બાળકને ઈજા પહોંચતા તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ જર્મન પોલીસને બાળકીની ઈજા વિશે જાણ કરી હતી અને એ જર્મન પોલીસ બાળકી પર તેમના માતાપિતા અત્યાચાર કરતા હોવાના આરોપસર બાળકીને ત્યાંથી લઈ ગયા હતા. ત્યારથી આ માતાપિતા તેમની બાળકીને મળી શક્યા નથી.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

બાળકીને જર્મન ચાઈલ્ડ સર્વિસ લઈ જવામાં આવી હતી. પોલીસે પણ તપાસ બાદ કેસ બંધ કર્યો હતો. હાલ જર્મનીના કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પરંતુ બાળકી ચાઈલ્ડ સર્વિસમાં રહી રહી છે.. તેને પરત મેળવવા માટે વડાપ્રધાન પાસે મદદ માંગવા અરિહાના માતા ધારા શાહ આજે કમલમ પહોંચ્યા હતા અને આંસુભરી આંખો સાથે મીડિયા સમક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ મદદની માગ કરી છે. દીકરીના માતાને આશા છે કે, વડાપ્રધાન મોદી તેમની મદદ કરી શકે તેમ છે.

જર્મન સરકારના તાબામાં રહેલી અરિહા શાહને પરત લાવવા અમદાવાદમાં પરિવારજનો અને સામાજિક સંસ્થાઓએ પ્રદર્શન કર્યું હતુ. જૈન પરિવારને બાળકીને જર્મનીની સરકાર માંસાહાર આપે છે. જેનાથી પરિવાર અને જૈન સંસ્થાઓમાં રોષ ફેલાયો છે. આ બાળકી ભારત પરત ફરે તે માટે સ્વજનો સરકારની કોઈ પણ તપાસમાંથી પસાર થવા તૈયાર છે તો જૈન સામાજિક સંસ્થાઓ પણ બાળકીની દેખરેખ રાખવા તૈયાર છે. અરિહાના સ્વજનો કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયમાં સતત રજૂઆત કરી રહ્યા છે. આ મુદ્દે ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય દબાણ કરીને બાળકીને પરત લાવવામાં મદદ કરે તેવી સ્વજનો માગ કરી રહ્યાં છે.

Next Article