ગાંધીનગર: બાયડથી ધવલસિહ ઝાલાને ઉમેદવારી આપવાની માગ સાથે 10 હજારથી વધુ સમર્થકોનો કમલમ ખાતે જમાવડો
Gujarat Election 2022: અરવલ્લીની બાયડ બેઠક પર ધવલસિંહને ઉમેદવાર બનાવવાની માગ સાથે 10 હજારથી વધુ સમર્થકો કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. આટલી મોટી સંખ્યામાં એક્ઠા થયેલા સમર્થકો પ્રદિપસિંહ વાઘેલાની સમજાવટ બાદ શાંત થયા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપના 16 ઉમેદવારોની યાદી જાહેર થવાની બાકી છે. મોડી રાત સુધીમાં આ ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતા છે. ત્યારે અરવલ્લીની બાયડ બેઠકના ઉમેદવાર ધવલસિંહ ઝાલા બાયડથી ઉમેદવારી કરવા માગે છે. જેને લઈને ધવલસિંહના સમર્થકોનો જમાવડો કમલમ ખાતે પહોંચ્યો હતા અને ધવલસિંહને ઉમેદવાર બનાવાય તેવી માગ સાથે એક્ઠા થયા હતા. અંદાજિત 2થી3 કલાક સુધી સમર્થકો હાજર રહ્યા હતા. ત્યારબાદ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ત્યાં પહોંચ્યા અને તેમણે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ધવલસિંહને ઉમેદવાર જાહેર કરાય તેવી માગ સાથે 10,000થી વધુ કાર્યકરો કમલમ ખાતે એક્ઠા થયા
ધવલસિંહને ઉમેદવાર જાહેર કરાય તેવી માગ સાથે 10,000થી વધુ કાર્યકરો કમલમ ખાતે એક્ઠા થયા હતા અને મોવડીમંડળ સમક્ષ તેમની રજૂઆત માટે આવ્યા હતા. જો કે પ્રદિપસિંહ વાઘેલા તેમની વચ્ચે પહોંચ્યા હતા. તેમની રજૂઆતો સાંભળી હતી. તેમને સમજાવ્યા હતા અને તેમની માગ પર ધ્યાન અપાશે તેવુ સમજાવી તેમને પરત ફરવા માટે સમજાવ્યા હતા. પ્રદિપસિંહના સમજાવ્યા બાદ સમર્થકો ત્યાંથી પરત ફરતા પણ જોવા મળ્યા હતા. 10000થી વધુ સમર્થકોનુ ધાડુ આવી પહોંચ્યુ હતુ. એકસાથે આટલી મોટી સંખ્યામાં સમર્થકો આવી ચડતા કમલમમાં જગ્યા ટૂંકી પડી હતી.
ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022: આ રીતે સમર્થકો થયા શાંત
આ તમામ સમર્થકો અડધા કમલમ બહાર અને અડધા કમલમની બાજુમાં આવેલા ગાર્ડનમાં જમા થયા હતા. પ્રદિપસિંહની સમજાવાટ બાદ ધીરે ધીરે ત્યાંથી રવાના થવા લાગ્યા હતા. પ્રદિપસિંહે તેમને બાંહેધરી આપી હતી કે સમર્થકો જે લાગણી અને માગણી છે તે મોવડીમંડળ સુધી પહોંચાડવામાં આવશે. આ વાત સાથે સમર્થકોનો વિરોધ શાંત પડ્યો હતો.