Gujarat માં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકારે લીધો મહત્વનો આ નિર્ણય

ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની GIDC માં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે

Gujarat માં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકારે લીધો મહત્વનો આ નિર્ણય
Balawantsinh Rajput
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 12, 2023 | 5:43 PM

ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની GIDC માં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. આ અંગેની  રાજ્ય ઉદ્યોગ મંત્રીએ  જાહેરાત કરી હતી.

સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે

તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.

આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યાછે.આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

GIDC 50 ચો.મીથી લઈને 300 ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.

જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં 220 કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં 70,000 થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે. મંત્રીએ ઉમેર્યું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે.

300 ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે

તેમણે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ 50 ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.3000 ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ 50 ચો.મી.થી વધુ અને 100 ચો.મી. સુધી રૂા. 3000 વત્તા વધારાના રૂા. 3000 ,કુલ બાંધકામ 100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી સુધી રૂપિયા 6000 વત્તા વધારાના રૂપિયા 6000 ,કુલ બાંધકામ 200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી સુધી રૂપિયા 12,000 વત્તા વધારાના રૂપિયા 6000 ,તેમજ કુલ બાંધકામ 300 ચો.મી. થી વધુ માટે રૂપિયા 18,000 વત્તા વધારાના રૂપિયા 150 પ્રતિ ચો.મી 300 ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.

મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી

તેમણે ઉમેર્યું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના 50 ટકા સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use)તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી.

33 ટકા વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી

આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના 15 ટકા તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના 30 ટકા ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-2017 ના D-9 વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી 50 ટકા વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33 ટકા વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો

અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ 1962 માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે.

g clip-path="url(#clip0_868_265)">